2021 માં મ્યુઝિક પ્લેટફોર્મ Spotify ના ટોપ 5 માં સિંગરમાં મૂસેવાલા એકમાત્ર પંજાબી ગાયક હતો. સિદ્ધુનું આલ્બમ એપલ મ્યુઝિક ઈન્ડિયા પર 2021માં ભારતમાં સૌથી વધુ સાંભળવામાં આવતું બીજું આલ્બમ હતું. ઘણા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે કામ કરી ચૂકેલા સિદ્ધુ મૂસેવાલાનું જીવન કોઈ રોલર કોસ્ટરથી ઓછું ન હતું.
વર્ષ 2020માં સિદ્ધુ પર AK47 રાખવા બદલ FIR નોંધાઈ હતી. તે પછી સિદ્ધુએ ટ્રેક 47 રૅપ લખ્યો અને ગાયું. ગીત રિલીઝ થયા બાદ તેની સામે ફરી FIR કરવામાં આવી. સિદ્ધુ પર સતત ગન કલ્ચરને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો છે. તેના જીવનમાં સક્સેસ અને સેટબેક્સ એક સાથે ચાલી રહ્યા હતા.
પરંતુ હવે આ યુવા સ્ટાર ગેંગ રાઈવલરીનો શિકાર બન્યો છે. આ 28 વર્ષીય યુવાન રૅપરની હત્યાની તપાસ હાલમાં ચાલી રહી છે. તો સિદ્ધુના આ ગન કલ્ચર વિશે જાણવા માટે ઉપર જાઓ અને જુઓ એક્સક્લૂઝિવ વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.