• Gujarati News
  • Dvb original
  • The Public Prosecutor Of The Accused Said 'Looks Like A Calm Person, I Don't Think He Committed The Murder'.

ભાસ્કર ઇન્ટરવ્યૂપરિવાર આફતાબના સમર્થનમાં નથી:આરોપીના સરકારી વકીલે કહ્યું- 'દેખાવે શાંત સ્વભાવનો લાગે છે, મને નથી લાગતું કે તેણે હત્યા કરી હોય'

4 દિવસ પહેલા

શ્રદ્ધા હત્યા કેસમાં કોર્ટે આફતાબના પોલીસ રિમાન્ડ 4 દિવસ લંબાવ્યા છે. આફતાબના સરકારી વકીલ અવિનાશ અનુસાર, આફતાબના પરિવારે હાલ તેને કોઈ પણ પ્રકારની કાયદાકીય મદદ કરી નથી. જોકે સોમવારે તેના પરિવાર સાથે તેની વાત કરાવામાં આવી હતી.

ભાસ્કર સાથે વાતચીતમાં અવિનાશે કહ્યું કે, ચાર્જશીટ આવે ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે કે પોલીસ પાસે આફતાબના વિરુદ્ધ કયા પુરાવા છે. જ્યાં સુધી તે દોષી સાબિત ન થાય ત્યાં સુધી કહી ન શકાય છે હત્યા તેણે કરી છે. અવિનાશે કહ્યું કે, તાજેતરમાં આફતાબ સાથેની મુલાકાતથી તે શાંત લાગ્યો, લાગતું નથી કે તે હત્યા કરી શકે.

અવિનાશે જણાવ્યું કે આજે સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન જજે પહેલા આફતાબને તેની તબિયત વિશે પૂછ્યું. ન્યાયાધીશે કન્ફર્મ કર્યું કે નિવેદન દબાણ હેઠળ લેવામાં આવ્યું નથી, આફતાબે આવા કોઈપણ દબાણનો ઇનકાર કર્યો હતો.

ન્યાયાધીશે આફતાબને પૂછ્યું કે શું તે માનસિક રીતે સ્વસ્થ છે અને શું તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આફતાબે કોર્ટને કહ્યું કે તે સમગ્ર ઓપરેશનને સમજી રહ્યો છે અને પોલીસને સંપૂર્ણ મદદ કરી રહ્યો છે.

આફતાબે કોર્ટમાં ગુનો કબુલ નથી કર્યો
આફતાબને કોર્ટમાં રજૂ કર્યા પછી, મીડિયા અહેવાલોમાં પણ તેને ટાંકવામાં આવ્યો હતો કે તેણે હિટ ઓફ ધ મોમેન્ટમાં શ્રદ્ધાની હત્યા કરી હતી.

વકીલે કહ્યું કે, આફતાબના નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી મળી અવિનાશ અનુસાર, જે દિવસે તેને પૂછવામાં આવ્યું હતું, તે દિવસથી જ તેણે મંજૂરી આપી દીધી હતી. તેણે પોલીગ્રાફ ટેસ્ટ માટે પણ સહમતિ આપી છે. આફતાબે અવિનાશને કહ્યું કે તે પોતાની મરજીથી આવું કરી રહ્યો છે. કારણકે તે પોલીસ તપાસમાં સહયોગ આપવા માગે છે.

આફતાબનો કેસ લડવો પડકારજનક કામ છે
અવિનાશે આગળ કહ્યું, "હું આફતાબનો બચાવ કરી રહ્યો છું. હું જાણું છું કે આ પડકારજનક કેસ છે. જ્યાં સુધી મારી પાસે ચાર્જશીટ નહીં આવે ત્યાં સુધી તેનો બચાવ કરવો ખૂબ મુશ્કેલ છે. હા, એ ચોક્કસ છે કે આ મામલે લોકો આફતાબ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે અને ભાવનાઓને પણ અસર થઈ છે."

અવિનાશ અનુસાર દિલ્હી પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને CBI તપાસની માગ કરવી યોગ્ય નથી. ચાર્જશીટ મળતા જ હું આફતાબની જામીન અરજી નાખીશ. આફતાબ સાથે આજે પણ બંધ રૂમમાં મારી વાત થઈ હતી. મેં તેને જે સલાહ આપી છે તેનાથી એ સંતુષ્ટ છે. આફતાબે કહ્યું કે, હું જ તેનો વકીલ રહું, તેને અન્ય કોઈ વકીલની જરૂર નથી.

શું શ્રદ્ધા વિશે આફતાબ સાથે વાત થઈ?
આ સવાલનો જવાબ આપતા અવિનાશે કહ્યું કે, અત્યાર સુધી કોઈ વાત થઈ નથી. બની શકે આવતી મુલાકાત દરમિયાન તેની સાથે આ વિષય પર વાત કરું. જ્યારે તેની સાથે વાત થઈ તો પોલીસ પણ જોડે ઊભી હતી. તેથી આ વિષય પર કોઈ વાત થઈ નથી. મને પણ આ વિશે વાત કરવું યોગ્ય ન લાગ્યું.

શું આફતાબના પરિવાર સાથે સંપર્કમાં છો? તેમના સાથે કોઈ વાત થઈ?
આ સવાલ પર અવિનાશનો દાવો છે કે દિલ્હી પોલીસે તેને બિનસત્તાવાર રીતે કહ્યું છે કે આફતાબના પરિવારને સોમવારે તેની સાથે વાત કરવામાં આવી હતી. હું કોર્ટમાં અરજી પણ કરીશ અને આફતાબના પરિવારને મળવાની પરવાનગી માંગીશ. જો હું આફતાબના પરિવારને સીધો મળવાના પ્રયત્ને કરીશ, તો કદાચ દિલ્હી પોલીસ મને રોકશે, આવી સ્થિતિમાં હું કોર્ટના આદેશ બાદ તેના પરિવારને મળીશ.

શું આફતાબ ડ્રગ્સ લેતો હતો, ઘણા પ્રકારની અફવા ઊડી રહી છે?
આ સવાલના જવાબમાં અવિનાશે કહ્યું કે હું આફતાબને રૂબરૂ મળ્યો છું. તેને જોઈને કહેવું મુશ્કેલ છે કે તે ડ્રગ્સ લેતો હશે. જેઓ ડ્રગ્સના વ્યસની છે, તે તેમના શારીરિક દેખાવ પરથી જાણી શકાય છે. આફતાબને જોઈને લાગતું નથી કે તે ડ્રગ એડિક્ટ છે.

કોણ છે વકીલ અવિનાશ કુમાર?
અવિનાશ કુમારે દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી અને એલએલએમની ડિગ્રીઓ મેળવી છે અને એમબીએનો અભ્યાસ પણ કર્યો છે. તે છેલ્લા 12 વર્ષથી કાયદાની પ્રેક્ટિસ કરે છે. હાલમાં તેઓ દિલ્હી હાઈકોર્ટમાં એડવોકેટ છે. આફતાબનો કેસ લેતા પહેલા અવિનાશ મુઝફ્ફરપુર ગર્લ્સ શેલ્ટર હોમ કેસમાં પણ વકીલ હતા.

અન્ય સમાચારો પણ છે...