તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • The People Of The Village Of Gaura Devi, The Heroine Of The Chipko Movement, Are Now Talking Of Leaving This Historic Village

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એ ગામથી રિપોર્ટ, જ્યાં ચિપકો આંદોલન શરૂ થયું હતું:દુર્ઘટનાથી ગભરાયેલા લોકો ઘર છોડીને સૂવા માટે જંગલમાં જઈ રહ્યા છે, સરકાર પાસે એક જ માગ- ક્યાંક બીજે વસવાટ કરાવી દો

રૈણી(ચમોલી)24 દિવસ પહેલાલેખક: રાહુલ કોટિયાલ
 • કૉપી લિંક
 • પહાડ પર ઝાડને કાપવાથી રોકવા માટે રૈણી ગામની ગૌરાદેવીએ ‘ચિપકો આંદોલન’ શરૂ કર્યું હતું

ઋષિગંગા નદી પોતાની સાથે જે દુર્ઘટના લઈને આવી એની પહેલાં અને સૌથી નજીકના સાક્ષી રૈણી ગામના લોકો બન્યા છે. ઋષિગંગા પાવર પ્રોજેક્ટ, જેનું અત્યારસુધીમાં નામ કે નિશાન ભૂંસાઈ ચૂક્યું છે, એ રૈણી ગામના ઠીક નીચે જ હતું. ગામના લોકોએ એ નજારો એકદમ નજીકથી જોયો હતો, જ્યારે ગ્લેશિયર તરફથી કાટમાળ તણાતો આવ્યો અને ગણતરીની મિનિટોમાં બધું વહેણમાં તણાઈ ગયું.

એ દિવસથી જ આખા ગામમાં દહેશતનો માહોલ છે. આટલી ભયાનક દુર્ઘટના અને ડઝનો લોકોને કાળમાં સમાઈ જતા જોઈને લોકો હેરાન થઈ ગયા છે. તેમને પણ એ બીક સતાવી રહી છે કે ક્યાંક ઋષિગંગા ફરી એવું જ વિકરાળ સ્વરૂપ ન લઈ લે. એ દિવસથી જ ગામના લોકોએ પોતાનાં ઘરોમાં સૂવાનું છોડી દીધું છે. અંધારું થતાંની સાથે જ ગામના લોકો ગામથી લગભગ દોઢ-બે કિમી ઉપર જંગલમાં સૂવા માટે ચાલ્યા જાય છે અને સવાર થતાં જ ઘરે પાછા ફરે છે.

રવિવારે બનેલી દુર્ઘટનાને કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટનું નામ નિશાન સુધી ભૂંસાઈ ચૂક્યું છે. ચારેય બાજુ કાટમાળ ફેલાયો છે.
રવિવારે બનેલી દુર્ઘટનાને કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટનું નામ નિશાન સુધી ભૂંસાઈ ચૂક્યું છે. ચારેય બાજુ કાટમાળ ફેલાયો છે.

ગામના લોકોએ રાજ્યના મુખ્યમંત્રીને એક અપીલ પણ મોકલી છે, જેમાં સમગ્ર વિસ્તારનું ભૌગોલિક સર્વેક્ષણ કરાવવાની માગ કરવામાં આવી છે, સાથે જ અહીંના લોકોને બીજે

ક્યાંક વસવાટ કરાવી આપવાની માગ કરવામાં આવી છે. આવું પહેલી વખત નથી બન્યું, જ્યારે રૈણી ગામના લોકો વિસ્થાપનની માગ કરી રહ્યા છે. અહીંના લોકો જણાવે છે કે 1998માં જ્યારે આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ ગામ પર એની અસર થઈ હતી અને ત્યારથી જ લોકો અહીં જવા વિશે વિચારવા લાગ્યા હતા.

રૈણી ગામના રહેવાસી કુંદન સિંહ રાણાએ કહ્યું હતું કે અમારું ગામ પહેલાંથી ઘણા સંવેદનશીલ વિસ્તારમાં વસેલું છે અને અહીં કુદરતી આપત્તિઓનો ભય હંમેશાં રહે છે. જ્યારથી અહીં પાવર પ્રોજેક્ટ શરૂ થયા છે ત્યારથી આ ડર વધી ગયો છે, કારણ કે પ્રોજેક્ટને કારણે અહીં સતત બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. એનાથી નબળા પહાડો વધુ નબળા થઈ ગયા. હવે આ ઘટના પછી તો અહીં રહેવું જોખમી લાગી રહ્યું છે.

રૈણી ગામ ‘નંદા દેવી નેશનલ પાર્ક’ની સીમામાં આવે છે. આ એવો વિસ્તાર છે, જેને પર્યાવરણ અને જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખતાં ઘણું સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં પાવર પ્રોજેક્ટમાં વિસ્ફોટકોના ઉપયોગ અંગે ઉત્તરાખંડ હાઈકોર્ટથી માંડી NGT સુધીએ સરકાર અને સંબંધિત કંપનીઓની ઝાટકણી કાઢી હતી.

બીનાદેવી પોતાની ઘરની દીવાલો પર આવેલી તિરાડ બતાવે છે અને કહ્યું હતું, બધા પૈસા લગાવીને અમે આ ઘર બનાવ્યું હતું, જે હવે જર્જરિત થઈ ગયું છે.
બીનાદેવી પોતાની ઘરની દીવાલો પર આવેલી તિરાડ બતાવે છે અને કહ્યું હતું, બધા પૈસા લગાવીને અમે આ ઘર બનાવ્યું હતું, જે હવે જર્જરિત થઈ ગયું છે.

2019માં ઉત્તરાખંડ હાઈકોર્ટે આ વિસ્તારમાં બ્લાસ્ટ પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા હતા. એ વર્ષે આ મામલાને પૂર્વ ક્ષેત્ર પંચાયત સભ્ય સંગ્રામ સિંહ રાવત NGT પણ લઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘નંદા દેવી નેશનલ પાર્કમાં આવ્યાને કારણે પ્રશાસન ગામના લોકોને આસપાસની ઝાડીઓ સુધી સળગાવવાની મંજૂરી નથી આપતું, પણ પ્રોજેક્ટને કારણે અહીં સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે. આનાથી નેશનલ પાર્કના ઘણાં જાનવર પણ માર્યાં ગયાં. કંપનીનું આ કામ ન અટક્યું. એ બધો કાટમાળ નદીમાં જ ફેંકતી રહી અને તેમણે સ્ટોન ક્રશર પણ એકદમ નદીની પાસે જ બનાવ્યું હતું.’

સંગ્રામે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ વાતોને મેં NGT સમક્ષ રાખી હતી. NGTએ મામલાને ઘણો ગંભીર પણ માન્યો હતો, પણ સ્થાનિક અધિકારીઓની કંપની સાથે મિલીભગતને કારણે તેનું કામ ચાલતું રહ્યું. પરિણામ અમે લોકો ભોગવી રહ્યાં છીએ. માત્ર રૈણી ગામ જ નહીં, પણ તેની પાસે જ આવેલા જુગજુ અને જુવા ગ્વાડ ગામના લોકો પણ વિસ્થાપન ઈચ્છે છે. આ બન્ને ગામોની નીચેની જમીન સતત સરકી રહી છે અને ઉપર તરફથી પહાડોના ખસવાનું જોખમ એટલું વધી ગયું છે કે ગામના લોકો વરસાદમાં ગામ જ છોડી દે છે.

અમુક વર્ષ પહેલાં સ્થાનિક પ્રશાસને આવાં તમામ ગામોની એક યાદી તૈયાર કરી હતી, જે ભૌગોલિક દૃષ્ટિએ સંવેદનશીલ હતા. રૈણી ગામનું નામ પણ આ યાદીમાં સામેલ હતું. હવે ઋષિગંગામાં આવેલા પ્રલય પછી પુનર્વાસની આ વાતને ગામના લોકો ઘણી મજબૂતાઈથી ઉઠાવવા લાગ્યા છે, જેનું એક કારણ એ પણ છે કે ગામનાં ઘણાં ઘરોમાં આ ઘટના પછી તિરાડ પડી ગઈ છે.

ગામની જ રહેવાસી બીનાદેવી પોતાના ઘરની દીવાલો પર આવેલી તિરાડો જોઈને કહે છે, ઘણી મહેનત પછી આ ઘર બનાવડાવ્યું હતું. આ દુર્ઘટનાએ એને જર્જરિત કરી દીધું છે અને હવે અહીં રહેતાં પણ બીક લાગે છે. અમારી સરકાર પાસે એટલી જ માગ છે કે અમને બીજે ક્યાંક વસાવી દો. ગામના ઘણા અન્ય ઘરોમાં પણ આ તિરાડ સ્પષ્ટ જોઈ શકાય છે અને આ તમામ લોકો પુનર્વાસની માગ સરકાર પાસે કરી રહ્યા છે.

1970માં રૈણી ગામના લોકોએ ચિપકો આંદોલનની શરૂઆત કરી હતી. આ પ્રકારે મહિલાઓ ઝાડ પાસે ચોંટીને એને કાપવાથી બચાવતી હતી.
1970માં રૈણી ગામના લોકોએ ચિપકો આંદોલનની શરૂઆત કરી હતી. આ પ્રકારે મહિલાઓ ઝાડ પાસે ચોંટીને એને કાપવાથી બચાવતી હતી.

જોકે લોકોના મનમાં પોતાના મૂળ લગાવ અને એની ઐતિહાસિક ધરોહર થવાની ચિંતા પણ ઓછી નથી. રૈણી ગામના 1970ના ચિપકો આંદોલનની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ કહેવામાં આવે છે. આખી દુનિયામાં ચર્ચિત આ આંદોલનને શરૂ કરનાર ગૌરાદેવી આ ગામની રહેવાસી હતાં. આ આંદોલનમાં મહિલાઓએ ઝાડને કાપવાથી અટકાવવા માટે પોતાના જીવની બાજી લગાવી દીધી હતી, પણ પર્યાવરણ બચાવવાના એ આંદોલનને જન્મ આપનાર આ ગામ હવે જો પર્યાવરણ કારણોને કારણે જ ખાલી થઈ ગયું તો એના ઘા ઘણા ઊંડે સુધી રહેશે.

ચિપકો આંદોલનને શરૂ કરનાર ગૌરાદેવીના દીકરા ચંદર સિંહ. તેઓ કહે છે કે આ ગામ સાથે અમારી લાગણી છે, કેવી રીતે છોડીને જઈ શકીએ.
ચિપકો આંદોલનને શરૂ કરનાર ગૌરાદેવીના દીકરા ચંદર સિંહ. તેઓ કહે છે કે આ ગામ સાથે અમારી લાગણી છે, કેવી રીતે છોડીને જઈ શકીએ.

ગૌરાદેવીના દીકરા ચંદર સિંહ કહે છે, આ ગામ સાથે અમારી લાગણી છે, અમે કેવી રીતે છોડી શકીએ. જો માત્ર અમારી ચિંતા કરતાં અમે ગામને છોડવાનું વિચારીએ તોપણ એ દેવતાઓનું શું થશે, જે અહીં વસે છે. અમારા દેવતાઓને અમે ન છોડી શકીએ, પણ આ દુર્ઘટનાએ ગામ અને એના ભવિષ્ય પર સવાલ ઊભા કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો