ભાસ્કર એક્સક્લૂસિવકોમ્પિટિટિવ એક્ઝામમાં હાઇટેક નકલ:ઉમેદવાર બેઠો રહે ને 800 કિમી દૂર બેઠાં બેઠાં પેપર સોલ્વ થતું રહે; એક્ઝામ પાસ કરાવવાનો ખર્ચ 12 લાખ

21 દિવસ પહેલાલેખક: દેવાંશુ તિવારી
  • કૉપી લિંક

UP-STF (ઉત્તરપ્રદેશની સ્પેશિયલ ટાસ્કફોર્સ)એ કેન્દ્રીય વિદ્યાલયની ટીચર એલિજિબિલિટી ટેસ્ટમાં ઘાલમેલ કરનારી સોલ્વર ગેંગનો પર્દાફાશ કર્યો છે. 25 ફેબ્રુઆરીએ ગેંગના સૂત્રધાર સહિત 21 લોકોની ધરપકડ કરવામાં આવી. તેમાં બે મહિલા પણ હતી. તેઓ કોમ્પ્યુટર હેકિંગનો આશરો લઈને વારાણસી અને પ્રયાગરાજમાં નકલ કરાવતાં હતાં. સોલ્વર ગેંગનો સૂત્રધાર અલીગઢનો ચિત્તરંજન શર્મા નીકળ્યો. તે હરિયાણામાંથી પેપરમાં નકલ કરાવવાની આખી ગેમને કંટ્રોલ કરતો હતો. યુપીમાં છેલ્લા આઠ મહિનામાં પરીક્ષામાં હેકિંગ કરાવીને નકલ કરાવવાના 10થી વધારે કિસ્સા સામે આવી ચૂક્યા છે. દરેકમાં સોલ્વર ગેંગે હાઇટેક્નોલોજીનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે પેપરમાં નકલ કરાવી. આમાં ATM કાર્ડ જેવા દેખાતા બ્લૂટૂથ ડિવાઇઝથી એક્ઝામ પાસ કરાવી. ક્યારેક ચિપને પ્રાઇવેટ પાર્ટમાં છુપાવીને, ક્યારેક લોકલ એરિયા નેટવર્ક એટલે LANને હેક કરીને પરીક્ષા અપાવી. અમે યુપીના ત્રણ જિલ્લા (લખનઉ, પ્રયાગરાજ અને વારાણસી)માં સોલ્વર ગેંગની નકલ કરાવવાની ટ્રિકની જાણકારી મેળવી. યુપી UP-STFના એડિશનલ એસપી રાજકુમાર મિશ્રા અને કેટલાક મોબાઈલ ટેક્નિકના માહેર લોકો સાથે વાત કરી. જે જાણવા મળ્યું એ ચોંકાવનારું હતું. શું ટ્રિક છે, કેવી રીતે પેપરમાં નકલ કરાવાય છે, સિલસિલાબંધ જાણીએ...

સૌથી પહેલાં વાત 25 ફેબ્રુઆરીએ ઝડપાયેલી સોલ્વર ગેંગની...

સોલ્વર ગેંગના સાગરીતો KV-TET પરીક્ષામાં છેતરપિંડી કરતા ઝડપાયા.
સોલ્વર ગેંગના સાગરીતો KV-TET પરીક્ષામાં છેતરપિંડી કરતા ઝડપાયા.

કોમ્પ્યુટર ઓન કરતાં જ સોલ્વ થઈ જાય છે આખું ક્વેશ્ચન પેપર
સોલ્વર ગેંગનો પર્દાફાશ કરનાર નોઈડા એસટીએફના એડિશનલ એસપી રાજ કુમાર મિશ્રાએ અમને સમગ્ર ઓપરેશનની કહાની જણાવી. તેમના જણાવ્યા અનુસાર, 25 ફેબ્રુઆરીએ STFના બનારસ યુનિટને ઈનપુટ મળ્યું હતું કે સેન્ટ્રલ સ્કૂલની TET પરીક્ષામાં ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે. સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધીની પ્રથમ શિફ્ટમાં સોલ્વર ગેંગ સક્રિય હોય છે. નકલની આ આખી ગેમ સ્ક્રીન શેરિંગ દ્વારા કરવામાં આવી રહી હતી. આ ટોળકી નકલ કરાવવા માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરતી હતી.

સેન્ટ્રલ સ્કૂલની TET પરીક્ષાનું આયોજન Aptech કંપની કરતી હતી. વાસ્તવમાં થાય છે એવું કે Aptech પરીક્ષા લેવા માટે તેના મુખ્ય સર્વરથી નોડલ કેન્દ્રો પર પેપર ડાઉનલોડ કરાવી દે છે. આ પછી કંપની ઈન્ટરનેટ બંધ કરી દે છે, જેથી પરીક્ષા કેન્દ્રો બહારની દુનિયા સાથે જોડાઈ શકતા નથી. ઓનલાઈન પરીક્ષાઓમાં હાજર રહેલા દરેક ઉમેદવારને ક્લાયન્ટ નોડ આપવામાં આવે છે, જેની મદદથી તે પેપર સોલ્વ કરે છે. માસ્ટર માઇન્ડ ચિત્તરંજને ખાસ સોફ્ટવેરની મદદથી પરીક્ષાર્થીને આપવામાં આવેલા ક્લાયન્ટ નોડનો પ્રોક્સી ક્લાયન્ટ નોડ તૈયાર કર્યો હતો. આ નોડ દ્વારા સોલ્વર ગેંગ પેપર સોલ્વ કરતી હતી.

સરળ શબ્દોમાં કહીએ તો શું થાય છે કે પ્રોક્સી નોડની મદદથી ક્વેશ્ચવ પેપર અન્ય જગ્યાએ બેઠેલી સોલ્વર ગેંગ સુધી પહોંચે છે, જ્યાં ગેંગ તેને સોલ્વ કરી દે છે અને પરીક્ષા હોલમાં બેઠેલો ઉમેદવાર માત્ર દેખાડો કરવા માટે બેસી રહે છે, જેમ કે આ કેસમાં માસ્ટરમાઇન્ડ પરીક્ષા કેન્દ્રથી 800 કિલોમીટર દૂર બેસીને નકલ કરાવતો હતો.

પરીક્ષા લેનારા પણ સોલ્વર ગેંગમાં સામેલ હતા

STFએ ગેંગને રંગેહાથ પકડી ત્યારે આ તસવીર લેવામાં આવી હતી.
STFએ ગેંગને રંગેહાથ પકડી ત્યારે આ તસવીર લેવામાં આવી હતી.

પરીક્ષા દરમિયાન એપ્ટેક કંપનીના કેટલાક છોકરાઓ છેતરપિંડી આચરતા હતા. તે બધા ચિત્તરંજન સાથે સંપર્કમાં હતા. ચિત્તરંજન અલીગઢનો રહેવાસી છે, પરંતુ તેણે હરિયાણાના પલવલમાં એક ઘરમાં કંટ્રોલ રૂમ બનાવ્યો હતો. જ્યાંથી તે ગેંગના સતત સંપર્કમાં હતો. જ્યારે અમે સોલ્વર્સને પકડ્યા ત્યારે તેમની સિસ્ટમમાં લાઇવ ક્લાયન્ટ નોડ્સ ખુલ્લા હતા, જેમાં સોફ્ટવેર દ્વારા 3 ઉમેદવાર જોડાયા હતા. આ નેટવર્ક સાથે જોડાવાથી બનારસ અને પ્રયાગરાજમાં કેટલાક સોલ્વર બેસાડવામાં આવ્યા હતા, જેઓ ક્વેશ્ચન પેપર સોલ્વ કરી રહ્યા હતા.

માહિતી મળતાં જ વારાણસી, પ્રયાગરાજ અને નોઈડાની એસટીએફની ટીમોએ સોલ્વર ગેંગના સભ્યોને શોધવાનું શરૂ કર્યું. મળેલાં ઈનપુટ્સના આધારે ટીમે પ્રયાગરાજ અને વારાણસીમાં અનેક કેન્દ્રો પર દરોડા પાડ્યા હતા. વારાણસીમાંથી 14 અને પ્રયાગરાજમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી. ગેંગના સૂત્રધાર ચિત્તરંજનની હરિયાણાના પલવલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ એક મોટું ઓપરેશન હતું, જેમાં 3 જિલ્લાની STF યુનિટ અને જિલ્લા પોલીસને તહેનાત કરવામાં આવી હતી.

3 લેપટોપ ખોલીને બેઠો હતો સૂત્રધાર, અચાનક STF ત્રાટકી
ચિત્તરંજન કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. જ્યારે STFની ટીમે તેના કંટ્રોલ રૂમમાં દરોડો પાડ્યો ત્યારે તે 3 લેપટોપ ખોલીને બેઠો હતો, જેમાં સિક્રેટ સોફ્ટવેરના માધ્યમથી તે સોલ્વ થતા પેપર અને સોલ્વ કરનારાની ગતિવિધિઓ પર નજર રાખતો હતો. ઉમેદવારોની પ્રોફાઇલ, ડિજિટલ OMR શીટ્સ, પ્રોક્સી લોગઇન અને જરૂરી દસ્તાવેજો તેમની પાસેથી મળી આવેલા ડેટામાંથી મળ્યા છે.

એસટીએફની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે યુપીના વારાણસી અને પ્રયાગરાજ જિલ્લામાં સૌથી વધુ સ્ટુડન્ટ્સ કોમ્પિટિટિવ એક્ઝામ આપે છે. તેથી તેણે આ શહેરોમાં પોતાની ગેંગ વધારી. તેનું નિશાન હોસ્ટેલ અને લોજમાં રહેતા વિદ્યાર્થીઓ અને BSc-MSc પાસ યુવાનો હતા. તે આ યુવકોને પોતાની ગેંગમાં સામેલ કરતો હતો.

STF અનુસાર, આરોપીઓ પાસેથી 17 લેપટોપ, 1 પ્રિન્ટર, 13 CPU, 3 ઇન્ટરનેટ રાઉટર ડિવાઇસ, 24 મોબાઇલ, 2 ATM અને પ્રિન્ટેડ એડમિટ કાર્ડ મળ્યાં છે. ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી કોડેડ ડેટા રિકવર કરવામાં આવી રહ્યો છે.

પરીક્ષા પાસ કરાવી આપવાની રકમ 12 લાખ રૂપિયા
STFના એડિશનલ એસપી રાજ કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, સોલ્વર ગેંગ પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારો પાસેથી 10થી 12 લાખ રૂપિયા લે છે. આ રકમ 2 ભાગમાં લેવામાં આવે છે. 50% એક્ઝામ પહેલાં અને બાકી એક્ઝામ પછી.
વારાણસી એપ્ટેકના સિટી હેડ મનીષ રસ્તોગી આ કેસમાં ઝડપાયો છે. મનીષ IT ટેક્નિશિયન સંતોષને ઉમેદવારદીઠ 20,000 રૂપિયા આપતો હતો, જે પરીક્ષા કેન્દ્રોમાં કોમ્પ્યુટર હેક કરતો હતો. બંને હાલ જેલમાં છે. આ ઉપરાંત ધરપકડ કરાયેલા 21 આરોપીમાં 2 યુવતી (જૌનપુરની દીપ્તિ સિંહ અને વારાણસીની પ્રતિભા સિંહ) પણ સામેલ છે.

STFના જણાવ્યા અનુસાર, સોલ્વર ગેંગનો લીડર ઓનલાઈન પરીક્ષા આપતી કંપનીના કર્મચારીઓને મળ્યો હતો. તસવીર મનીષ રસ્તોગીની છે.
STFના જણાવ્યા અનુસાર, સોલ્વર ગેંગનો લીડર ઓનલાઈન પરીક્ષા આપતી કંપનીના કર્મચારીઓને મળ્યો હતો. તસવીર મનીષ રસ્તોગીની છે.

અહીં સુધી તમે KV-TET એક્ઝામમાં નકલ કરાવી રહેલી સોલ્વર ગેંગ વિશે જાણ્યું. હવે હાઇટેક રીતે નકલ કરાવનારા બીજા આઇડિયાઝ વિશે જાણીએ...

3 હાઇટેક ડિવાઇઝ મારફત નકલ કરાવતી સોલ્વર ગેંગ
પ્રયાગરાજના કીડગંજમાં ઇલેક્ટ્રોનિક શોપના માલિકે નામ ન લખવાની શરતે કહ્યું, 'પરીક્ષામાં નકલ કરાવતાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સના સારા જાણકાર હોય છે. એટલે ત્રણ સૌથી સરળ ટેક્નિક ડિવાઇઝનો ઉપયોગ કરે છે. આ ઉપયોગ GSM એટલે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કોમ્યુનિકેશન પર આધારિત હોય છે.
GSM Card : એ ATM કાર્ડ જેવું લાગે છે. એમાં ઇનબિલ્ટ એમ્પ્લિફાયર છે. એમાં સિમ નાખવામાં આવે છે. માખી આકારની બ્લૂટૂથ સ્પાય ઇયરપીસ તેની સાથે જોડાય છે. તે વિદ્યાર્થીના કાનની અંદર ફિક્સ કરાય છે. છેતરપિંડી કરતી ટોળકીના સભ્યો પરીક્ષા કેન્દ્રથી 100-150 મીટરના અંતરે બેસે છે. ત્યાંથી તમામ પ્રશ્નોના જવાબ એક પછી એક જણાવવામાં આવે છે.

KV-TET પરીક્ષામાં ઝડપાયેલી ટોળકી પાસેથી આવાં બે ATM કાર્ડ મળ્યાં હતાં.
KV-TET પરીક્ષામાં ઝડપાયેલી ટોળકી પાસેથી આવાં બે ATM કાર્ડ મળ્યાં હતાં.

GSM Box : આ ડિવાઇઝ પણ GSM Cardની જેમ કામ કરે છે. તેની રચના અને આકારમાં માત્ર થોડો તફાવત છે. એ એક નાનું પ્લાસ્ટિક બોક્સ છે, જેની અંદર એમ્પ્લિફાયર છે. એમાં ઓટો કોલ આન્સર ફંક્શન છે. એની બેટરી 4 કલાક સુધી ચાલે છે, જે કોઈપણ પરીક્ષામાં આપવામાં આવેલા સમય કરતાં વધુ છે.

જીએસએમ બોક્સની કિંમત 6 હજારથી 15 હજાર રૂપિયા સુધીની છે. એની અંદરની સિસ્ટમને બહાર કાઢીને એને અલગ-અલગ જગ્યાએ ફિટ કરીને પરીક્ષા હોલમાં લઈ જવાય છે.
જીએસએમ બોક્સની કિંમત 6 હજારથી 15 હજાર રૂપિયા સુધીની છે. એની અંદરની સિસ્ટમને બહાર કાઢીને એને અલગ-અલગ જગ્યાએ ફિટ કરીને પરીક્ષા હોલમાં લઈ જવાય છે.

GSM Pen : આ પેનમાં સિમકાર્ડ પણ નાખવામાં આવે છે. એ પેન જેવું લાગે છે, પરંતુ GSM કાર્ડ અને GSM બોક્સ જેવું કામ કરે છે. એ બ્લૂટૂથ દ્વારા સ્પાય ઇયરપીસ સાથે પણ કનેક્ટ થાય છે. પરીક્ષામાં ચીટિંગને ઇઝી બનાવે છે.

નકલ કરાવવા ચપ્પલમાં એમ્પલિફાયર ફિટ કર્યા
લખનઉના નાજા માર્કેટમાં મોબાઈલ અને ઈલેક્ટ્રિકલ રિપેરિંગની દુકાન ચલાવતા રાજીવે પણ અમારી સાથે વાત કરી. તેણે કેમેરા સામે કહ્યું, 'સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમયે અમારી પાસે બજારમાં ઉપલબ્ધ માઇક્રો બ્લૂટૂથ ડિવાઇઝની માગ વધી જાય છે. સોલ્વર ગેંગ ડિવાઇઝ સાથે ચેડાં કરે છે અને એનો ઉપયોગ અલગ રીતે નકલ કરવા માટે કરે છે.

રાજીવે કહ્યું, "કોપીકેટ ગેંગે ઘરે ઘરે ડિવાઇઝ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ ડિવાઇઝને ચશ્માંથી લઈને ચપ્પલ સુધી સરળતાથી ફિટ કરી શકાય છે." 25 ફેબ્રુઆરીએ વારાણસીના શિવપુર, ચિતઈપુર અને ચૌબેપુરમાં સૌથી વધુ ધરપકડો થઈ હતી. અમે આ વિસ્તારોના ઇલેક્ટ્રિક માલસામાનના વેપારીઓ સાથે પણ વાત કરી. દુકાનદારોએ જણાવ્યું કે બનારસમાં ઈલેક્ટ્રોનિક ડિવાઇસીસનું બજાર ઓછું છે. મોટા ભાગનો માલ દિલ્હી, નોઈડા, લખનઉ અને પ્રયાગરાજ જેવાં શહેરોમાંથી ખરીદવામાં આવે છે.

રાજસ્થાનમાં REET-2021ની પરીક્ષામાં છેતરપિંડી કરવા માટે સોલ્વર ગેંગે રૂ. 6 લાખની કિંમતના 'બ્લુટૂથ ચંપલ'નો ઉપયોગ કર્યો હતો. 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
રાજસ્થાનમાં REET-2021ની પરીક્ષામાં છેતરપિંડી કરવા માટે સોલ્વર ગેંગે રૂ. 6 લાખની કિંમતના 'બ્લુટૂથ ચંપલ'નો ઉપયોગ કર્યો હતો. 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

અંતમાં... કોમ્પિટિટિવ એક્ઝામમાં સામે આવેલા નકલચીઓના ગજબના આઇડિયા અને કિસ્સા જાણીએ...

કેસ 1 : ઓગસ્ટ 2022, જૌનપુરની ટીડી કોલેજમાં ઉત્તરપ્રદેશ સબઓર્ડિનેટ સિલેક્શન કમિશન એટલે કે UPSSSC ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ચાલી રહી હતી. કોલેજના રૂમનંબર-34માં નકલ કરતાં રાજુ યાદવ ઝડપાયો હતો. રાજુ બ્લૂટૂથની મદદથી ખૂબ જ આરામથી નકલ કરી રહ્યો હતો, પણ એટલામાં જ તેની પાસેથી બીપ-બીપનો અવાજ આવવા લાગ્યો. જ્યારે એક્ઝામિનર નજીક આવ્યા ત્યારે ફરીથી બીપનો અવાજ શરૂ થયો. એક્ઝામિનરે બહાર રાખેલા ચપ્પલની તપાસ કરી, જેમાં એક ચપ્પલ ફાટેલું મળી આવ્યું હતું. તેની અંદર એક ચિપ હતી, જે રાજુના કાનમાં ડિવાઇઝ સાથે જોડાયેલી હતી.

કેસ 2 : આ પરીક્ષામાં બીજો કેસ પ્રયાગરાજનો હતો, જ્યાં એક મહિલા ચીટિંગ કરતી ઝડપાઈ હતી. તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટમાં ઈલેક્ટ્રિક ડિવાઈસ છુપાવી રાખ્યું હતું. એટીએમ કાર્ડ જેવું દેખાતું ઈલેક્ટ્રિક ડિવાઈસ બ્લૂટૂથથી કનેક્ટેડ હતું. એની મદદથી તે નકલ કરતી હતી.

આ છોકરી જૌનપુરની પ્રસાદ સંસ્થામાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં છેતરપિંડી કરતી ઝડપાઈ હતી. તે પ્રયાગરાજની રહેવાસી હતી. તેણે તેની કાનની બૂટી સાથે બ્લૂટૂથ કનેક્ટ કર્યું હતું.
આ છોકરી જૌનપુરની પ્રસાદ સંસ્થામાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં છેતરપિંડી કરતી ઝડપાઈ હતી. તે પ્રયાગરાજની રહેવાસી હતી. તેણે તેની કાનની બૂટી સાથે બ્લૂટૂથ કનેક્ટ કર્યું હતું.

કેસ 3 : 31 જુલાઈ 2022ના રોજ કાનપુરમાં લેવાયેલી લેખપાલની પરીક્ષામાં એટીએમ કાર્ડની મદદથી છેતરપિંડી કરનારી સોલ્વર ગેંગનો પર્દાફાશ થયો હતો, જેમાં 5થી 6 એવા લોકો મળ્યા હતા, જેઓ પોતાની છાતી પાસે એટીએમ કાર્ડ જેવી વસ્તુ રાખતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ કાર્ડ તેના કાનમાં બ્લૂટૂથ ડિવાઇસ સાથે જોડાયેલું હતું. તેની પાસેથી નાનું સ્પીકર પણ મળ્યું હતું.

કેસ 4 : ઓક્ટોબર 2021માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી, મેરઠમાં MPEdનો વિદ્યાર્થી CCTV કેમેરામાં કોપી કરતાં પકડાયો હતો. વિદ્યાર્થી તેના કાંડા પર બાંધેલી સ્માર્ટ વોચમાંથી નકલ કરી રહ્યો હતો. પકડાયા બાદ વિદ્યાર્થીની સ્માર્ટ વોચ જપ્ત કરવામાં આવી હતી. તપાસ કરતાં સ્માર્ટ વોચમાં ચિપ હોવાનું જણાયું હતું, જેમાં પેપરનાં 26 પેજ સેવ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...