• Home
  • Dvb Original
  • The new education policy will create a cluster of schools, with all resources available, including teachers

ભાસ્કર એક્સપ્લેનર / નવી શિક્ષણ નીતિથી શાળાઓનું ક્લસ્ટર બનશે, શિક્ષક સહિત તમામ સંસાધન ઉપલબ્ધ બનશે

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.
X
ફાઇલ તસવીર.ફાઇલ તસવીર.

  • દરેક વિસ્તારની સેકન્ડરી શાળાને આસપાસની તમામ નાની શાળાઓની મુખ્ય સ્કૂલ બનાવાશે
  • કેન્દ્ર સરકારે 34 વર્ષ પછી નવી શિક્ષણનીતિ બનાવી તેમાં ઘણી બાબત અસ્પષ્ટ
  • વિદ્યાર્થી-વાલીને થતા સવાલ નિષ્ણાત મારફતે આપવાનો પ્રયાસ કર્યો

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 05:54 AM IST

નવી દિલ્હી. નવી શિક્ષણ નીતિમાં સરકારી સ્કૂલોના તંત્રમાં મોટું પરિવર્તન કરાયું છે. હવે કોમ્પલેક્સ કે ક્લસ્ટર તરીકે સ્કૂલોનું મેનેજમેન્ટ થશે. આ ક્લસ્ટર સ્કૂલ શિક્ષણમાં ગર્વનેન્સના મૂળ એકમ હશે. સ્કૂલ કોમ્પલેક્સ હેઠળ આજુબાજુની નાની સ્કૂલોને એક સંગઠનીય અને વહીવટી એકમ હેઠળ લવાશે. એક સેકન્ડરી સ્કૂલ તેમાં પ્રમુખ બનશે, જોકે તેની આજુબાજુના વિસ્તારોમાં આવેલી તમામ સરકારી શાળાઓ તેની હેઠળ આવશે. તેનાથી આ તમામ સ્કૂલોના સંસાધનોને પરસ્પર શેર કરવામાં મદદ મળશે.

એક મેનેજમેન્ટ હોવાને લીધે આ સ્કૂલોમાં લાઈબ્રેરી, લેબોરેટરી, સોશિયલ વર્કર, કાઉન્સિલર અને વિશેષ વિષયોના શિક્ષકો જેવા સંસાધન શેર કરી શકાશે. આ ઉપરાંત દેશભરમાં એક સરકારી અને એક ખાનગી સ્કૂલને સાથે જોડવાની વાત પણ નીતિમાં સામેલ છે. સ્કૂલની મફત પાયાની સુવિધાઓનો ઉપયોગ ચેતના કેન્દ્ર તરીકે પણ કરવાની વાત નીતિમાં સામેલ કરાઈ છે.

સૌથી પહેલા સમજો 5+3+3+4 ફોર્મુલા શું છે
3 વર્ષ: આંગણવાડી/પ્રિ-સ્કૂલ/બાલવાટિકા (ઉંમર: 3-6) અને 2 વર્ષ: (ધોરણ: 1-2 ઉંમર: 6-8)
ફાઉન્ડેશન સ્ટેજ (3+2 વર્ષ):
આ સ્તર 3થી 8 વર્ષના બાળકો માટે છે. સ્પોર્ટ્સ અને એક્સ્ટ્રા એક્ટિવિટીથી જ બાળકો શીખશે. એ માટે એનસીઈઆરટી માળખું ઘડશે. આ સ્તર બે ભાગમાં હશે. પહેલું- 3થી 6 વર્ષના બાળકો આંગણવાડી, પ્રિ-સ્કૂલ કે બાળવાટિકામાં જશે. વૈશ્વિક સ્તરે આ ઉંમર બાળકોના માનસિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ મનાય છે. આ ઉપરાંત 6થી 8 વર્ષની ઉંમરે બાળકો પહેલા અને બીજા ધોરણમાં ભણશે.

3 વર્ષ (ધોરણ: 3-5, ઉંમર: 8-11)
પ્રિપેરેટ્રી સ્ટેજ (3 વર્ષ): તેમાં 8થી 11 વર્ષના બાળકો હશે. બાળકો સ્પોર્ટ્સ અને સંશોધનો થકી શીખશે, જેના માટે ઈન્ટરએક્ટિવ ક્લાસરૂમ હશે.

3 વર્ષ (ધોરણ: 6-8, ઉંમર: 11-14)
મિડલ સ્ટેજ (3 વર્ષ):
છઠ્ઠાથી આઠમા સુધી. વિજ્ઞાન, ગણિત, કળા, સામાજિક જીવન અને હ્યુમેનિટીઝ જેવા વિષયોનું પ્રાથમિક જ્ઞાન અપાશે.

4 વર્ષ (ધોરણ 9-12, ઉંમર:14-18)
સેકન્ડરી સ્ટેજ (4 વર્ષ):
9માથી 12મા સુધી. તેમાં ટીકાત્મક ચિંતન વિકસિત થશે. વિદ્યાર્થીઓને તેમાં વિષયો પસંદ કરવાની છૂટ અપાશે.

એક્સપર્ટ પેનલ

  • વી. રામગોપાલ રાવ, ડિરેક્ટર-આઈઆઈટી દિલ્હી
  • પ્રો. ટીવી. કટ્ટિમની, પ્રો. એમકે શ્રીધર-એજ્યુકેશન પોલિસી ડ્રાફ્ટિંગ મેમ્બર
  • શોભા મિશ્રા ઘોષ-આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ, ફિક્કી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી