તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The Monsoon Session Was The Least Productive Session Of Parliament In 5 Years Due To The Tumult Of The Opposition; 15 Bills Passed Without Discussion

ભાસ્કર ડેટા સ્ટોરી:વિપક્ષના હંગામાને કારણે 5 વર્ષમાં સંસદના સૌથી ઓછા પ્રોડક્ટિવ સેશનનું રહ્યું ચોમાસુ સત્ર; ચર્ચા વિના 15 બિલ પાસ થયાં

એક મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ

સંસદનું ચોમાસુ સત્ર નિશ્ચિત કરતાં બે દિવસ અગાઉ જ સમાપ્ત થઈ ગયું. 19 દિવસ ચાલેલું આ સેશન આ લોકસભાની સૌથી ઓછી પ્રોડક્ટિવ સેશન રહ્યું. 19 જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્ર દરમિયાન કુલ 19 દિવસ સંસદનાં બંને ગૃહ ચાલવાનાં હતાં, પરંતુ માત્ર 17 દિવસ જ ચાલ્યાં. લોકસભાની પ્રોડક્ટિવિટી માત્ર 22 % રહી તો રાજ્યસભાની પ્રોડક્ટિવિટી માત્ર 29%.

લોકસભામાં આ દરમિયાન કુલ 96 કલાક કામકાજ થવાનું હતું, પરંતુ માત્ર 21 કલાક 14 મિનિટ જ કામ થયું, એટલે કે કામકાજના નિશ્ચિત કલાકોમાંથી 74 કલાક 46 મિનિટ કામ ન થઈ શક્યું. આ દરમિયાન 20 બિલ પાસ કરવામાં આવ્યાં. એમાં OBC બિલ પણ સામેલ છે, જેમાં OBC લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર એકવાર ફરી રાજ્યોને આપવામાં આવ્યો.

હાલની લોકસભાની સૌથી ઓછું પ્રોડક્ટિવ સેશન
2019માં થયેલી લોકસભા ચૂંટણી પછી અત્યારસુધી 6 સેશન થયાં છે. એમાંથી આ સૌથી ઓછું પ્રોડક્ટિવ સેશન રહ્યું છે. હાલની લોકસભામાં આવું સતત ચોથીવાર છે, જ્યારે સેશનની કુલ અવધિને ઓછી કરવામાં આવી છે. જ્યારે 2020નું શિયાળુ સત્ર કોરોનાને કારણે સ્થગિત કરાયું હતું. આ સેશનમાં પસાર થયેલાં અનેક બિલ કોઈ ચર્ચા વિના જ પસાર કરી દેવાયાં.

હંગામા દરમિયાન 15 બિલ પસાર થયાં
આ હંગામેદાર ચોમાસુ સત્ર દરમિયાન 15 બિલ ગૃહમાં પસાર થયાં. હાલના સત્રમાં આમ તો કુલ 20 બિલ રજૂ થયાં. સંસદમાં એક બિલ રજૂ થવાના સરેરાશ સાત દિવસમાં એ પસાર થઈ ગયું. કેટલાંક બિલ તો રજૂ થયાંના બીજા જ દિવસે પસાર કરી દેવાયાં.

હાલની લોકસભામાં તો 70% બિલ એક જ સેશનમાં રજૂ થયાં અને પસાર થઈ ગયાં. આ અગાઉ ગત લોકસભામાં એક જ સેશનમાં બિલ રજૂ અને પાસ થવાની સરેરાશ 33% હતી.

લોકસભાએ સરેરાશ 34 મિનિટમાં તો રાજ્યસભાએ સરેરાશ 46 મિનિટમાં એક બિલ પસાર કર્યું
હાલના સત્રમાં લોકસભામાં જેટલાં બિલ પસાર થયાં એમાં એક બિલ પર સરેરાશ 34 મિનિટ ચર્ચા થઈ. કેટલાંક બિલ તો રજૂ થયાં પછી માત્ર 5 મિનિટ પછી પસાર થઈ ગયાં. જ્યારે રાજ્યસભામાં એક બિલ પસાર થવાના પહેલાં તેના પર સરેરાશ 46 મિનિટ ચર્ચા થઈ.

માત્ર 127મું બંધારણ સંશોધન બિલ એવું બિલ રહ્યું, જેના પસાર થવા પહેલાં બંને ગૃહોમાં 1 કલાકથી વધુ ચર્ચા થઈ. આ બિલ 9 ઓગસ્ટે લોકસભામાં રજૂ કરાયું હતું. લગભગ 8 કલાકની ચર્ચા પછી 10 ઓગસ્ટે આ બિલ લોકસભામાંથી પસાર થયું. એના પછી રાજ્યસભામાં પણ 6 કલાકની ચર્ચા પછી એને 11 ઓગસ્ટે પસાર કરી દેવાયું હતું. એના પસાર થવાથી અનામત માટે OBC લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર રાજ્યોને મળી જશે.

હાલની લોકસભાની વાત કરીએ તો એક બિલને પસાર કરતાં પહેલાં લોકસભામાં સરેરાશ 2 કલાક 23 મિનિટ ચર્ચા થાય છે, જ્યારે રાજ્યસભા કોઈ બિલ પસાર કરતાં પહેલાં સરેરાશ 2 કલાક ચર્ચા કરે છે. આ સત્રમાં લોકસભામાં 15 બિલ કોઈ ચર્ચા વિના પસાર કરી દેવાયાં.

આ સત્રમાં એકપણ બિલ સંસદીય કમિટીને મોકલાયું નહીં
મોદ સરકારમાં કોઈપણ બિલને સંસદીય કમિટીને મોકલવાનું ચલણ ઘટ્યું છે. યુપીએ-1માં જ્યાં 60% બિલ સંસદીય કમિટીની સમક્ષ મોકલવામાં આવ્યાં, જ્યારે યુપીએ-2માં 71% બિલ સંસદીય કમિટીને મોકલવામાં આવ્યાં. નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં માત્ર 27% બિલ સંસદીય કમિટીને મોકલવામાં આવ્યાં. હાલની લોકસભામાં એમાં વધુ ઘટાડો થયો. આ લોકસભામાં અત્યારસુધીમાં માત્ર 12% બિલ જ સંસદીય કમિટીને મોકલાયાં છે. આ વખતના ચોમાસુ સત્રમાં એકપણ બિલ સંસદીય કમિટીને મોકલાયું નથી

2016 પછી સૌથી ઓછું પ્રોડક્ટિવ રહ્યું આ ચોમાસુ સત્ર
ચોમાસુ સત્ર દરમિયાન નિશ્ચિત કલાકોમાંથી માત્ર 21 કલાક જ કામ થઈ શક્યું. લોકસભાની પ્રોડક્ટિવિટી માત્ર 22% જ રહી. આ 2016ના વિન્ટર સેશન પછી સૌથી ઓછું છે. 2016ની વિન્ટર સેશનની પ્રોડક્ટિવિટી માત્ર 15% રહી હતી. રાજ્યસભાની પ્રોડક્ટિવિટી 29% રહી. ગત 10 વર્ષ દરમિયાન 5 સત્ર એવા રહ્યા છે, જ્યારે રાજ્યસભા 25%થી ઓછી ચાલી. પ્રશ્નકાળની વાત કરીએ તો લોકસભામાં એના માટે નિશ્ચિત સમયની 35% કાર્યવાહી ચાલી. જ્યારે રાજ્યસભામાં પ્રશ્નકાળ માટે નિશ્ચિત સમયનો 25% જ ઉપયોગ થયો. આ દરમિયાન બંને ગૃહોમાં માત્ર 20% સવાલોના જવાબ આપવામાં આવ્યા.

આ લોકસભાને અત્યારસુધી ન મળ્યા ડેપ્યુટી સ્પીકર
લોકસભાનો લગભગ અડધો કાર્યકાળ સમાપ્ત થવામાં છે, પરંતુ અત્યારસુધીમાં લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની નિયુક્તિ થઈ નથી. 70 વર્ષના ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં એવું પ્રથમવાર બન્યું છે. જ્યારે 17મી લોકસભાની પ્રથમ સેશન શરૂ થયા પછી 788 દિવસ વીતી ચૂક્યા છે. આ અગાઉ 12મી લોકસભામાં સૌથી વધુ 269 દિવસ પછી ડેપ્યુટી સ્પીકરની નિયુક્તિ થઈ હતી. ગત લોકસભાની વાત કરીએ તો 70 દિવસ પછી જ ડેપ્યુટી સ્પીકર ચૂંટી લેવાયા હતા.