માર્કેટ વ્યૂ:વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે ત્યારે આ સપ્તાહે ચોમાસાની પ્રગતિ સાથે કંપનીઓનાં પરિણામો પર બજારની નજર રહેશે

અમદાવાદ3 મહિનો પહેલા
 • ભારત પાસે હાલમાં 593.30 અબજ ડોલર ફોરેકસ રિઝર્વ

વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે તેને કારણે નિકાસ પર અસર થવાની સંભાવના છે. જોકે આ તમામ નેગેટિવ પરિબળો છતાં સ્થાનિક ફંડો તેમજ રોકાણકારોની અવિરત ખરીદીને પગલે બજાર ટકી રહ્યું છે. વળી, વૈશ્વિક અર્થતંત્રની સરખામણીમાં આપણું અર્થતંત્ર સારી સ્થિતિમાં છે. ચોમાસાના પોઝિટિવ ફેક્ટર સાથે ગત સપ્તાહે એપ્રિલ - જૂન ક્વાર્ટરના પરિણામોની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી દિવસોમાં અનેક કંપનીઓના નાણાકીય પરિણામો ઉપરાંત એફઆઈઆઈની ચાલ અને ક્રૂડ તથા કરન્સી બજાર પર ભારતીય શેરબજારની નજર રહેશે.

જૂન માસમાં વિદેશી રોકાણકારોએ અંદાજિત રૂ.58112 કરોડની નેટ વેચવાલી કરી છે. માર્ચ 2020માં રૂ.65817 કરોડની વેચવાલી પછીથી આ સૌથી મોટી વેચવાલી છે ઉપરાંત ડોલર સામે રૂપિયામાં અવિરત ધોવાણ થઈ રહ્યું છે. રૂપિયાએ 79ની મહત્વની સપાટી પણ ગત સપ્તાહે તોડી છે. બીજી તરફ ક્રૂડ ઓઈલ સહિતનું આયાત બિલ વધી રહ્યું છે જેને કારણે ભારતીય અર્થતંત્ર પર અસર જોવા મળી રહી છે.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

 • ઈન્ડસઈન્ડ બેન્ક (851): પ્રાઈવેટ બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.828 આસપાસ છે. રૂ.808ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.868થી રૂ.874નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.880 ઉપર તેજી તરફી ધ્યાન.
 • ઓરબિન્દો ફાર્મા (547): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.533 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.525ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.564થી રૂ.570નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (345): રૂ.323નો પ્રથમ તેમજ રૂ.316 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.363થી રૂ.373 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
 • કોલ્ટે-પાટીલ ડેવલપર્સ (239): રેસિડેન્શિયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.253થી રૂ.260ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ.227 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
 • વેલસ્પન કોર્પ (223): રૂ.212નો પ્રથમ તેમજ રૂ.202ના સ્ટોગ સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.237થી રૂ.240 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
 • અપોલો ટાયર્સ (200): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.188 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.214થી રૂ.224ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
 • સીજી પાવર (199): આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.187ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.212થી રૂ.220ના સંભવિત ભાવની શક્યતા છે.
 • કે.પી. એનર્જી (220): ટેકનીકલ ચાર્ટ મુજબ ઇલેક્ટ્રિક યુટીલીટી સેક્ટરનો આ સ્ટોક રૂ.202 આસપાસ રોકાણકારે રૂ.237 થી રૂ.245 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.188 સ્ટોપલોસ ધ્યાને લેવો.

કોર્પોરેટસે નવાં ધિરાણ મેળવવા હિલચાલ શરૂ કરી
ભારત પાસે હાલમાં ફોરેકસ રિઝર્વનો આંક 593.30 અબજ ડોલર જેટલો છે. 3, સપ્ટેમ્બર 2021ના 642.50 અબજ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએથી ફોરેકસ રિઝર્વમાં 49.20 અબજ ડોલર જેટલો ઘટાડો થયો છે. દેવાની ચૂકવવાની રહેતી રકમ ફોરેકસ રિઝર્વના અંદાજે 43% જેટલી થવા જાય છે. અનેક કોર્પોરેટસે નવા ધિરાણ મેળવવા માટે હિલચાલ શરૂ કરી છે તો કેટલાકે ડોલરના રૂપમાં થયેલી આવકને દેવાની ચૂકવણી માટે જાળવી રાખી છે. આમ છતાં નવ મહિનાના ટૂંકા ગાળામાં આટલા જંગી ફન્ડસનો આઉટફલોઝ રૂપિયા પર દબાણ લાવી શકે છે.

નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ

 • નિફ્ટી ફ્યુચર બંધ (16233): આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16006 પોઇન્ટના પ્રથમ અને 15808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16303 પોઇન્ટથી 16373 પોઇન્ટ, 16404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ

 • બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ (35195): આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 34808 પોઇન્ટના પ્રથમ અને 34373 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 35373 પોઇન્ટથી 35474 પોઇન્ટ, 35606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 35606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

વેપાર ખાધ પણ રૂપિયા પર દબાણને વધારશે
મોંઘવારીને કારણે વૈશ્વિક બજારમાં વ્યાજદર વધતા ભારતીય શેરબજાર અને ડેટ માર્કેટમાંથી જોવા મળી રહેલ આઉટફ્લોને કારણે ભારતીય ચલણ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. ગયા વર્ષના ડિસેમ્બરથી અત્યારસુધીમાં ડોલર સામે રૂપિયો 5%થી વધુ ઘટી ગયો છે. હાલમાં રૂપિયો ડોલર સામે અત્યારસુધીની નીચી સપાટીએ બોલાઈ રહ્યો છે ત્યારે ભારતના બહારી દેવાની ચૂકવણીને જોતા આવનારા દિવસોમાં રૂપિયા પરના દબાણમાં વધુ વધારો થવા સંભવ છે. ભારતે તેના 621 અબજ ડોલરના બહારી દેવામાંથી 40% અથવા તો 267 અબજ ડોલર જેટલી રકમ વર્તમાન નાણાં વર્ષના અંત સુધીમાં ચૂકવવાની આવે છે, એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. આ ઉપરાંત વધી રહેલી વેપાર ખાધ પણ રૂપિયા પર દબાણને વધારશે.

ફ્યુચર સ્ટોક સ્પેસિફિક ટેક્નિકલ લેવલ

 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (2398): ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2360ના સપોર્ટથી ખરીદવાલાયક. રીફાઇનરી & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2417થી રૂ.2440 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • એસબીઆઈ લાઈફ (1147): આ સ્ટોક રૂ.1123નો પ્રથમ તેમજ રૂ.1107ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1163થી રૂ.1170 સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે.
 • આઈસીઆઈસીઆઈ બેન્ક (758): 1375 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.733નો પ્રથમ તેમજ રૂ.717ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક. પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.774થી રૂ.780 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
 • કોટક બેન્ક (1748): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1770 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1787ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1727થી રૂ.1707નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1808 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
 • લાર્સન & ટુબ્રો (1667): રૂ.1690 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1707ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકાગાળે રૂ.1644થી રૂ.1630નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1717 ઉપર તેજી તરફી ધ્યાન.
 • લુપિન લિમિટેડ (631): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.653 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.660ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.616થી રૂ.606નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.676 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.

ફુગાવો કાબૂમાં આવતાં કોર્પોરેટ્સની ચિંતા હળવી થઈ
ચાઈનામાં કોવિડના નવા કેસોને લઈ ફરી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ચિંતા ઊભી થવા સાથે વૈશ્વિક આર્થિક મંદીની ચિંતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત મોંઘવારી - ફુગાવાને અંકુશમાં લેવાની વિશ્વની કવાયતમાં સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરમાં કરેલા આક્રમક વધારાના પરિણામે ક્રુડ ઓઈલ, મેટલ્સ સહિતની કોમોડિટીઝના ભાવો જૂનની ટોચથી 20% જેટલા ઘટતા ફુગાવો અંકુશમાં આવતા કોર્પોરેટ વિશ્વની ચિંતા હળવી થવા સાથે સ્થાનિકમાં ચોમાસાની સારી પ્રગતિએ ફંડોએ નીચા મથાળે લેવાલી કરતાં ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી હતી.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્ય ભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...