કરિયર ફંડા10 મિનિટમાં 40 ઇંગ્લિશ વર્ડ્સ શીખો:રૂટ વર્ડ્સનો મેજિક - ઇંગ્લિશ વોકેબ્યુલરી સરળ બની

એક મહિનો પહેલા

વોકેબ્યુલરી શબ્દ-રચનાની સાથોસાથ શબ્દ-પ્રયોગનો વિષય છે. ડેવિડ ક્રિસ્ટલ (બ્રિટિશ ભાષાશાસ્ત્રી, શૈક્ષણિક અને ફલપ્રદ લેખક)

કરિયર ફંડામાં સ્વાગત છે!

10 મિનિટમાં 40 ઇંગ્લિશ શબ્દો શીખો સિરીઝનો આ મારો સાતમો લેખ છે.

હવે તમે જાણો છો કે મોટાભાગના ઇંગ્લિશ 'રૂટ વર્ડ્સ' ગ્રીક અને લેટિન ભાષાઓમાંથી આવ્યા છે. રુટ શબ્દો દ્વારા વોકેબ્યુલરી બનાવવાની એક ઉપયોગી રીત એ છે કે પહેલા રુટ શબ્દને જોવો અને પછી તે આધાર સાથે જતા પરિચિત ઉપસર્ગો અને પ્રત્યયો શોધો.

ચાલો '10 મિનિટમાં 40 વર્ડ્સ'ની વધુ એક સફર શરૂ કરીએ

હું તમને રૂટ વર્ડ આપીશ, અને પછી તેમાંથી બનેલા ઇંગ્લિશ વર્ડ્સ અને તેનો અર્થ.

1) Pater – આ શબ્દ લેટિનમાંથી આવ્યો છે, આનો અર્થ 'પિતા' છે.
આ રૂટથી અમને આટલા શબ્દો મળે છે-
PATRIOT (પેટ્રીઓઈટ) – 'પિતૃભૂમિના સમર્થક', દેશભક્ત
PATRON (પેટ્ર્ન) – પિતા અથવા સંરક્ષક
PATERNAL (પેટર્નલ) – પૈતૃક અથવા વારસાગત
PATRIARCH (પેટ્રીઆર્ક) – પિતૃસત્તા અથવા પુરુષોના શાસન માટે સામાન્ય શબ્દ
REPATRIATE (રિપેટ્રિએટ) – કોઈને પિતૃભૂમિમાં આવવા દેવા
EXPATRIATE (એક્સપટરિયેટ) – કોઈને પિતૃભૂમિમાંથી બહાર કાઢવા,દેશનિકાલ
PERPETRATE (પરપેટ્રેટ) – અપરાધ જેવી ક્રિયા 'ફાધરિંગ'
COMPATRIOT (કોમપેટ્રીઓઈટ) – સાથી દેશભક્ત
PATRONYMIC (પેટ્રોનિમિક) – પૈતૃક કુળ અથવા ગૌત્રનું નામ

કુલ 9 વર્ડ્સ થયા, મજા આવીને? સરળ છે ને.

2) Omni - આ શબ્દ લેટિન ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ છે 'બધા'
આ રૂટથી અમને આટલા શબ્દો મળે છે-

OMNIFIC (ઓમીફ્રિક) – બધું જ બનાવવામાં સક્ષમ
OMNISCIENT (ઓમનીશિયંટ) – એ વ્યક્તિ જેને બધા વિશેની ખબર હોય
OMNIPOTENT (ઓમનિપોટેન્ટ) – તમામ પ્રકારની શક્તિઓથી સજ્જ
OMNIFARIOUS (ઓમનીફેરિયસ ) – બધી રીતે
OMNIPRESENT (ઓમનીપ્રેસેંટ) – બધી જગ્યાએ ઉપલબ્ધ
OMNIVOROUS (ઓમનીવોરસ) - સર્વભક્ષી

કુલ 15 વર્ડ્સ થયા, મજા આવીને? સરળ છે ને.

3) Magni – આ શબ્દ લેટિનમાંથી આવ્યો છે જેનો અર્થ છે 'મોટું'
આ રૂટથી અમને આટલા શબ્દો મળે છે-

DEMAGNIFY (ડિમેગ્રીફાય) – નાનું કરીને બતાવવું
MAGNITUDE (મેગ્રીટ્યૂડ) – કોઈ વસ્તુની મોટી સાઈઝ અથવા મહત્ત્વ
MAGNOSCOPE (મેગનોસ્કોપ) – ચિત્ર મોટું કરવાનું સાધન
MAGNIFICIENT (મેગ્નિફિશિયંટ) – ખુબજ પ્રભાવશાળી, ભવ્ય
MAGNIPOTENT (મેગનીપોટેન્ટ) – મોટી શક્તિ ધરાવનાર
MAGNANIMITY (મેગ્નેનિમિટી ) – ઉદારતા
MAGNILOQUENT (મેગનીલોકેન્ટ) – જોરજોરથી બોલવું
MAGNIFICATION (મેગ્નિફિકેશન) – કોઈ વસ્તુને મોટી કરવાની પ્રોસેસ

કુલ 23 વર્ડ્સ થયા, મજા આવીને. કેટલું સરળ છે ને

4) Hypno – આ શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે, આનો અર્થ છે "ઊંઘ"
આ રૂટથી આપણને આટલા શબ્દો મળે છે-

HYPNOS (હિપ્રોસ) – ગ્રીસમાં ઊંઘના ભગવાન
HYPNOSIS (હિપ્રોસિસ) – સંમોહન
HYPNOIDAL (હિપ્રોઈડ્લ) – ઊંઘ અથવા સંમોહનથી સંબંધિત
HYPNOPHOBIA (હિપ્રોફોબિયા) – ઊંઘવાનો ડર
HYPNOGENESIS (હિપ્રોજેનેસિસ) – ઊંઘવાનો માહોલ
HYPNOTHERAPY (હિપ્રોથેરાપી) – સંમોહન દ્વારા ટ્રીટમેન્ટ

કુલ 30 વર્ડ્સ થયા. મજા આવીને? સરળ છે ને?

5) Derm – આ ગ્રીક ભાષામાંથી આવે છે જેનો અર્થ છે 'ચામડી અથવા સ્કિન'
આ રૂટથી અમને આટલા શબ્દો પ્રાપ્ત થાય છે-

DERMIS (ડર્મિસ) – એ વ્યક્તિ જે દાણ અથવા ભેટ આપે છે.
TAXIDERMY (ટેક્સીડર્મી) - મૃત પ્રાણીઓને હજુ પણ જીવંત દેખાડવા માટે તેમને ખાસ સામગ્રી વડે સાફ કરવાની, સાચવવાની અને ચામડી કાઢવાની પ્રવૃત્તિ.
DERMATITIS (ડર્મેટિસિસ) – ખંજવાળ આવવી, જલન અથવા સોજો આવવો
PACHYDERM (પેકિડર્મ) – મોટી ચામડી વાળા પ્રાણી - હાથી, ગેંડા
HYPODERMIC (હાઈુપોડર્મિક) – સબક્યુટેનીયસ ઈન્જેક્શન ઉપકરણ
DERMATOLOGY (ડર્મેટોલોજી) – સ્કિન સાયન્સ

કુલ 36 વર્ડ્સ થયા, મજા આવીને

6) Somn – આ લેટિનભાષામાંથી આવે છે જેનો અર્થ છે 'ઊંધવું'
આ રૂટથી અમને આટલા શબ્દો મળે છે-

INSOMNIA (ઇન્સોમેનિયા) – ઊંઘ ન આવાનો રોગ
SOMNOLENT (સોમ્નોલેન્ટ) – સુસ્તી
SOMNOLENCE (સોમ્નોલેન્સ) – ઊંધ આવવી
SOMNAMBULIST (સોમનાબ્યુલિસ્ટ) – એ વ્યક્તિ જે ઊંઘમાં ચાલે છે

અને 40 વર્ડ્સ પૂરા થઈ ગયા!

તો આજનો કરિયર ફંડા એ છે કે ઇંગ્લિશ શીખતી વખતે વોકેબ્યુલરી સ્ટ્રોંગ કરવી જરૂરી છે, અને એના માટે રૂટ વર્ડ્સની સ્ટડી સૌથી સારી રીત છે.

કરીને બતાવીશું!

અન્ય સમાચારો પણ છે...