કરિયર ફંડા10 મિનિટમાં 40 ઇંગ્લિશ વર્ડ્સ શીખો:"રૂટ વર્ડ્સ"નો જાદુ - ઇંગ્લિશ વોકેબ્યુલરી બની સરળ

3 મહિનો પહેલા

વોકેબ્યુલરી યાદ કરવાની સાથોસાથ ઉપયોગનો વિષય છે. ~ ડેવિડ ક્રિસ્ટલ

કરિયર ફંડામાં સ્વાગત છે!

10 મિનિટમાં 40 ઇંગ્લિશ વર્ડ્સ શીખવાની સિરીઝમાં મારો ચોથો લેખ છે.

હવે તમે જાણો છો કે મોટાભાગની ઇંગ્લિશ 'રૂટ વર્ડ્સ' ગ્રીક અને લેટિન ભાષાઓમાંથી આવ્યા છે. રુટ વર્ડ્સ દ્વારા વોકેબ્યુલરી બનાવવાની એક ઉપયોગી રીત એ છે કે પહેલા રુટ વર્ડને જુઓ અને પછી તે આધાર સાથે જતા પરિચિત ઉપસર્ગો (પ્રીફિક્સ) અને પ્રત્યયો (સફિક્સ) શોધો.

'10 મિનિટમાં 40 વર્ડ્સ'નો સફર શરૂ કરીએ...

હું તમને રૂટ વર્ડ આપીશ, અને પછી તેમાંથી બનનારા ઇંગ્લિશ વર્ડ્સ અને તેનો અર્થ.

1) Ambl– આ શબ્દ લેટિનમાંથી આવ્યો છે, જેનો અર્થ 'ચાલવું' હોય છે.
આ રૂટથી અમને આ શબ્દો મળે છે- ( )
AMBLE (એમ્બ્લ)- ધીમી ગતિએ આરામથી ચાલવું
AMBULATE (એમ્બ્યુલેટ)- ચાલવું/ફરવું
AMBULANCE (એમ્બ્યુલન્સ)- બીમાર અથવા ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જનાર વાહન
PERAMBULATOR (પેરામબુલેટર)- એક બાળક ગાડી; પ્રમ (pram)
CIRCUMAMBULATE (સરકમ-એમ્બ્યુલેટ)- ચારેય બાજુ ફરવું

કુલ 5 વર્ડ્સ થયા, મજા આવીને? છે ને સરળ?

2) Micro - આ શબ્દ ગ્રીકમાંથી આવ્યો છે, જેનો અર્થ 'નાનો' થાય છે.
આ રૂટથી અમને આ શબ્દો મળે છે-
MICROCOSM (માઇક્રોકોસ્મ)- કંઈક એવું કે જે કોઈ મોટી વસ્તુનું નાનું ઉદાહરણ છે
MICROSCOPE (માઇક્રોસ્કોપ)- નરી આંખે જોઈ શકાય તેટલી નાની વસ્તુઓની તપાસ કરવા માટે વપરાતું પ્રયોગશાળાનું સાધન
MICROBIOLOGY (માઇક્રોબાયોલોજી)- વાઈરસ, બેક્ટેરિયા, શેવાળ, ફૂગ જેવા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ.

કુલ 8 વર્ડ્સ થયા, મજા આવીને? છે ને સરળ?

3) Spect - આ શબ્દ લેટિન ભાષાનો છે, જેનો અર્થ થાય છે 'જોવું'.
આ રૂટથી અમને આટલા શબ્દો મળે છે-
INSPECT (ઇંસ્પેક્ટ) – ધ્યાનથી જોવું
RESPECT (રેસ્પેક્ટ) – સન્માનથી જોવું
SPECTATE (સ્પેક્ટેટ) – એક ગેમ આયોજનમાં એક દર્શક હોવું
PROSPECT (પ્રોસ્પેક્ટ) – ભવિષ્યની સફળતાને જોવું અથવા હોવાની સંભાવના
SPECTACLE (સ્પેક્ટિકલ) – ખાસ કરીને વિશેષ દૃષ્ટિથી કંઈક અથવા કોઈને જોવા માટે
INSPECTOR (ઇંસ્પેક્ટર) – આ એક તપાસકર્તા છે જે કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે
INTROSPECT (ઇંટ્રોસ્પેક્ટ) – પોતાની જાતની અંદર જોવું, ચિંતન કરવું
RETROSPECT (રેટ્રોસ્પેક્ટ) – ભૂતકાળની વાતોનું ચિંતન, જોવું અથવા વિચાર્વુ
PERSPECTIVE (પર્સ્પેક્ટિવ) – પરિસ્થિતિઓ અથવા વિષયોના સંબંધમાં રીત જોવી
SPECTACULAR (સ્પેક્ટેક્યુલર) – આવું કંઈક જે જોવામાં સનસનાટીભર્યુ અને રોમાંચક છે

કુલ 18 શબ્દો થયા. બંચિંગ ખૂબ સરળતાથી થાય છે ને?

4) Voc / Vok – આ શબ્દ લેટિનમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'બોલવું'
આ રૂટથી અમને આ શબ્દો મળે છે-
VOCAL (વોકલ) – પોતાના વિચારોને વ્યક્ત કરવું
VOCALIC (વોકેલિક) – વોવેલ અથવા વોવેલથી મળીને બનનાર
VOCABLE (વોકેબલ) – માનવ સાઉંડ, શબ્દ
VOCALIZE (વોકલાઈઝ) – ગાવું અથવા ઉચ્ચાર કરવા માટે
VOCALION (વોક્લાઈન) – સંગીતનું સાધન
VOCATION (વોકેશન) – કોઈ ખાસ સ્થિતિમાં સેવા કરવાનો આહ્વાન
AVOCATION (અવોકેશન) – શોખ અથવા સામાન્ય ઓળખ
VOCIFEROUS (વોસિફોરસ) – હંગામો કરવો
VOCABULARY (વોકેબ્યુલરી) – શબ્દભંડોળ

કુલ 27 વર્ડ્સ થયા, મજા આવીને? છે ને સરળ?

5) Jud – આ શબ્દ લેટિનથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'નિર્ણય લેવો'
આ રૂટથી અમને આ શબ્દો મળે છે-
JUDGE (જજ) – ન્યાયાધીશ
JUDICIAL (જ્યુડિશિયલ) – ન્યાયાધીશ અથવા કાયદાના નિર્ણય સાથે જોડાયેલા
ADJUDGE (એડ્જજ) – તથ્યોના આધારે કોઈ વસ્તુ અથવા વ્યક્તિ વિશે નિર્ણય લેવો
MISJUDGE (મિસજજ) – કોઈ વ્યક્તિ અથવા વસ્તુ વિશે ખોટું વિચારવું
PREJUDGE (પ્રીજજ) – જાતિ, ધર્મ અથવા લિંગના આધારે કોઈને/કંઈકને ન ગમવા અથવા તેના પર વિશ્વાસ ન કરવાની તીવ્ર અયોગ્ય લાગણી ઊભી કરવી
ADJUDICATE (એડજુડિકેટ) - જ્યારે બે લોકો અથવા જૂથ કોઈ બાબત પર અસંમત હોય ત્યારે કોણ સાચું છે તે નક્કી કરવા માટે સત્તાવાર ન્યાયાધીશ અથવા ન્યાયાધીશ
INJUDICIOUS (ઇન્જયુડીશિયસ) – ખુબજ ખરાબ નિર્ણય લેવો

કુલ 34 વર્ડ્સ થયા, મજા આવીને? છે ને સરળ?

6) Scrib / Script- આ શબ્દ લેટિનથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'લખવું'
આ રૂટમાંથી આ શબ્દો મળે છે-
SCRIBE (સ્ક્રાઈબ) – જેને લખતા આવડતું હોય
SCRIPT (સ્ક્રિપ્ટ) – લેખ અથવા નાટકનો શબ્દ
SCRIBBLE (સ્ક્રિબલ) – બેદરકારી અને વગર કામનું લખવું
DESCRIBE (ડિસ્ક્રાઈબ) – કોઈના વિશે લખવું
TRANSCRIBE (ટ્રાન્સક્રાઇબ) – ભાષણને લેખિતમાં ટ્રાન્સક્રિપ્ટ કરવું
MANUSCRIPT (મેન્યુસ્ક્રિપ્ટ) – હસ્તલિખિત સ્ક્રિપ્ટ

અને 40 શબ્દ પુરા થઈ ગયા!

તો આજનું કરિયર ફન્ડા એ છે કે ઇંગ્લિશ શીખતી વખતે શબ્દભંડોળને મજબૂત બનાવવું મહત્વપૂર્ણ છે, અને તેના માટે રૂટ શબ્દની સ્ટડી સૌથી સરળ રસ્તો છે.

કરીને બતાવીશું!

અન્ય સમાચારો પણ છે...