• Gujarati News
  • Dvb original
  • The Inspirational Story Of The Deaf Frog And The 'mountain Man Dasaratha' Teaches A Lot; Do Not Despair Under Any Circumstances And Do Not Associate With Pessimists

કરિયર ફન્ડા:બહેરા દેડકા અને 'માઉન્ટેઇનમેન દશરથ'ની પ્રેરણાદાયી વાત ઘણુંબધું શીખવે છે; કોઈપણ સંજોગોમાં નિરાશ ન થાવ અને નિરાશાવાદીઓનો સંગ ન કરો

6 દિવસ પહેલા
  • શિક્ષણશાસ્ત્રી સંદીપ માનુધનેની ટિપ્સ

'ઊઠો, જાગો અને ત્યાં સુધી અટકશો નહીં, જ્યાં સુધી લક્ષ્યાંકને હાંસલ ન કરી લેવામાં આવે'-સ્વામી વિવેકાનંદ

મનની તાલીમ (માઈન્ડ ટ્રેનિંગ)થી જ નીકળશે પરીક્ષામાં સફળ થવાનો માર્ગ

તો તમે એક મુશ્કેલ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જઈ રહ્યા છો, સરસ અને તમે કલાકો સુધી મહેનત કરી રહ્યા છો, ખૂબ સરસ. અલબત્ત, જો તમે તમારી માઈન્ડ ટ્રેનિંગ કરી નથી તો આ યાત્રા અધૂરી રહી જશે.

તો આજે અમે તમને એક શાનદાર 3-P ફોર્મ્યુલા જણાવી રહ્યા છીએ

પર્ફોર્મન્સ, પ્રેક્ટિસ તથા પર્ફેક્શન
(1) પર્ફોર્મન્સ-બહેરો દેડકો બનો

એક તળાવમાં ઘણાબધા દેડકા રહેતા હતા. આ તળાવની મધ્યમાં લોખંડનો એક વિશાળ સ્તંભ હતો. એક દિવસ તળાવમાં રહેતા દેડકાઓએ આ સ્તંભ ઉપર ચડવાની સ્પર્ધાનું આયોજન કર્યું. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં દેડકા ઊમટી પડ્યા અને અન્ય તળાવમાંથી પણ દેડકા સ્પર્ધામાં ભાગ લેવા આવી પહોંચ્યા. તમામ દેડકા લોખંડના આ સ્તંભને જોઈ કહેવા લાગ્યા, 'અરે આ સ્તંભ ઉપર ચડવું અશક્ય છે', એની ઉપર કોઈ ચડી શકશે નહીં' અને આવું જ કંઈક થઈ રહ્યું હતું, જે પણ દેડકા આ સ્તંભ ઉપર ચડવાનો પ્રયત્ન કરતા હતા, સ્તંભ લીસો (Polish) અને ઊંચો હોવાથી એ ઉપર જઈ નીચે પડતા હતા. વારંવાર પ્રયત્ન કર્યા બાદ પણ કોઈ સ્તંભ ઉપર પહોંચી શકતું નહોતું. અનેક દેડકાઓએ હાર માની લીધી હતી અને કેટલાક દેડકા પડી ગયા બાદ પણ પ્રયત્ન કરતા હતા.

આ ઉપરાંત આ સ્પર્ધા જોવા માટે આવેલા અનેક દેડકા જોર-જોરથી બૂમો પાડી રહ્યા હતા, 'અરે આ થઈ શકે નહીં', 'આ અશક્ય છે' કોઈ આટલા ઊંચા સ્તંભ ઉપર ચડી શકે નહીં', આમ, વારંવાર સાંભળીને અનેક દેડકાઓએ અગાઉથી જ હાર માની લીધી અને તેમણે પ્રયત્ન છોડી દીધા. એટલું જ નહીં, તેઓ પણ એવા દેડકાઓનો સાથ આપવા લાગ્યા કે જેઓ જોર-જોરથી બૂમો પાડી અન્ય.

પણ એક નાનો દેડકો હતો કે જેણે સતત પ્રયત્ન કરવાને લીધે સ્તંભની ઉપર પહોંચવામાં સફળ હાંસલ કરી લીધી. અલબત્ત, એ પણ અનેક વખત નીચે પડી ગયો હતો, ફરી સ્તંભ ઉપર ચડવા પ્રયત્ન કર્યો, છેવટે એને સફળતા મળી. આ નાના દેડકાને વિજેતા જોઈને ઉપસ્થિત અન્ય દેડકાઓએ આ સફળતા પાછળનું રહસ્ય (સિક્રેટ) પૂછ્યું કે ભાઈ આ અશક્ય કાર્યને છેવટે કેવી રીતે શક્ય બનાવ્યું? ત્યારે પાછળથી કોઈ દેડકાનો અવાજ આવ્યો, 'અરે, એને શા માટે પૂછી રહ્યા છો, એ તો બહેરો છે, એટલે કે નિરાશ કે હતોત્સાહી કરનાથી હંમેશાં દૂર રહેવું જોઈએ અને પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ.

(2) પ્રેક્ટિસ- શીખેલી બાબતોને વધુ દુરસ્ત કરવા સતત પ્રયત્ન કરો
પ્રેક્ટિસ એટલે એક જ પ્રક્રિયાને વારંવાર કરવી અને ત્યા સુધી એનું પુનરાવર્તન કરવું કે જ્યાં સુધી કોઈ ભૂલ થવાનું બંધ ન થાય તથા પ્રક્રિયામાં સફળતા ન મળે. પરીક્ષમાં સતત પ્રેક્ટિસથી જ સફળતા મળે છે. નિષ્ણાતો, અભિનેતા-અભિનેત્રી, ગાયકો, લેખકો, વૈજ્ઞાનિકો, શિક્ષકો વગેરે પોતાનાં ક્ષેત્રોમાં સતત પ્રેક્ટિસ કરીને જ સફળ નીવડ્યા હોય છે. આ વિશ્વમાં લાખો લોકો જન્મ લે છે. આ તમામ લોકો જન્મજાત સક્ષમ કે ડાઇનામિક હોતા નથી. જેઓ પોતાના જીવનમાં ખૂબ જ પ્રેક્ટિસ કરે છે, તેમના જીવનમાં આપોઆપ સફળતા મળવા લાગે છે. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં આપણા નેતાઓને અનેક વખત જેલમાં જવું પડ્યું, પણ દરેક વખતે પોતાની વ્યૂહરચના તૈયાર કરીને મેદાનમાં કૂદી પડ્યા હતા. ઋષિ પાણિનિ અભ્યાસમાં અગાઉ નબળા હતા, પણ પ્રેક્ટિસથી તેમણે સંસ્કૃત વ્યાકરણમાં એક સંપૂર્ણ શાસ્ત્રની રચના કરી. આચાર્ય વિનોબા ભાવે તેમના ભૂદાન આંદોલનમાં હજારો કિલોમીટર ચાલીને યાત્રા કરેલી, અનેક નિષ્ફળતા બાદ લાખો એકર જમીન દાન કરાવવામાં સફળતા હાંસલ કરી.

(3) પર્ફેક્શન- લક્ષ્યાંકને હાંસલ કરવાનો જ છે-માંઝી ધ માઉન્ટેઇનમેન બનો
દશરથ માંઝીને 'માઉન્ટેઇનમેન' કહેવામાં આવે છે, કારણ કે તેમણે એ બાબત સાબિત કરી છે કે મનોબળથી કોઈપણ કામ અશક્ય નથી. દશરથ બિહારના ગયા શહેરની નજીક ગહલૌર ગામના એક ગરીબ શ્રમિક હતા. તેઓ ખૂબ નાની ઉંમરમાં જ ધનબાદની કોલ માઈન (કોલસાની ખાણ)માં કામ કરવા લાગ્યા અને યુવા અવસ્થામાં ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. પતિ માટે ભોજન લઈને જતી વખતે ફાલ્ગુની પહાડની એક ખીણમાં પડી ગયાં. હોસ્પિટલ પહાડની બીજી બાજુ હતી, જે 55 કિલોમીટરના અંતરે હતી. આટલું અંતર કાપી સારવાર મળી શકે એમ ન હતી અને પત્નીનું દુઃખદ અવસાન થયું. આ ઘટનાએ દશરથના જીવનને હચમાવી નાખ્યું. આ સાથે જ આ ઘટનાએ દશરથને એક લક્ષ્યાંક આપી દીધો- તે એકલા પંડે પહાડ વચ્ચેથી એક માર્ગ કાઢશે. ફક્ત એક હથોડો અને છાણી લઈ તેમણે 360 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોંળો તથા 25 ફૂટ ઊંચા પહાડને કાપીને એક માર્ગ બનાવી નાખ્યો. 22 વર્ષની તનતોડ મહેનત બાદ દશરથ દ્વારા નિર્માણ કરવામાં આવેલા આ માર્ગે અતરી તથા વજીરગંજ બ્લોક વચ્ચેનું અંતર 55 કિલોમીટરથી 15 કિલોમીટર કરી દીધું. લોકો દશરથને પાગલ માનતા હતા, પણ લોકોની આ વાતે દશરથને વધુ મજબૂત કર્યો. છેવટે પર્ફેક્શનને હાંસલ કરીને જ જંપ્યા.

આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે- માઈન્ડની ટ્રેનિંગથી જ પરીક્ષાની સફળતાનો માર્ગ નીકળે છે!

તો જોડાઈ જાઓ તમારી સફળ ગાથાનું સર્જન કરવામાં- કરીને દેખાડીશું જ!