વર્ષનો ગરમ દિવસ કહેવામાં આવતા નવ દિવસનો નૌતપા બુધવારે સમાપ્ત થઈ ગયો. આ દરમિયાન મહત્તમ તાપમાન 30 મેના રોજ કોટામાં 43 ડીગ્રી નોંધાયું હતું, આવું લગભગ 10 વર્ષ બાદ થયું. નિષ્ણાતો આને હવામાનની ભારે પરિસ્થિતિ કહી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં હવામાનની ભારે પરિસ્થિતિવાળી ઘટનાઓમાં 20 ગણી વધારો થયો છે. હવામાનની ભારે પરિસ્થિતિનો અર્થ છે- ભૂસ્ખલન, ભારે વરસાદ, કરા પડવા, વાદળ ફાટવાની ઘટનાઓમાં વધારો. વાવાઝોડું, દુષ્કાળ અને પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં વધારો થવો. 1970-2005ની વચ્ચે 250 જેટલી જળવાયુ ઘટના બની છે, પરંતુ 2005-2020 વચ્ચે 310 જળવાયુ ઘટના નોંધાઈ છે.
સ્કાઇમેટના ઉપાધ્યક્ષ મહેશ પહલાવત કહે છે, હવામાનની બદલાતી પરિસ્થિતિને એ રીતે સમજી શકાય કે પહેલાં કેરળ અને મુંબઈમાં પૂર આવતું હતું, પરંતુ હવે ગુજરાત અને રાજસ્થાનમાં પૂર આવવા લાગ્યાં છે. ભલે વરસાદના પ્રમાણમાં વધુ બદલાવ થયો નથી, પરંતુ એના સરેરાશ દિવસ (રેન ડે) ઓછા થયા છે. હવે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. 10 વર્ષ પહેલાં જેટલો વરસાદ ત્રણ દિવસમાં પડતો હતો, હવે એ ત્રણ કલાકમાં પડી જાય છે. પહેલાં ચાર મહિના સુધી નિયમિત વરસાદ પડતો હતો. પાણી જમીનમાં નીચે સુધી પહોંચતું હતું અને જળસ્તર વધતો હતો, પરંતુ હવે ભારે વરસાદને કારણે બધું જ પાણી વહીને નદીઓમાં ચાલ્યું જાય છે.
વરસાદના પ્રમાણમાં ફેરફાર નહીં, પણ જ્યાં પૂર, ત્યાં દુષ્કાળ પણ
જો કોઈ દિવસે 2.4 મિમીથી વધુ વરસાદ પડેશે તો એને રેન ડે કહેવાય છે. પહેલાં 1 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે 122 દિવસમાં લાંબા ગાળે સરેરાશ (LPA) 880 મિમીની આસપાસ વરસાદ પડતો હતો. હજી પણ વરસાદના પ્રમાણમાં કોઈ વધુ બદલાવ આવ્યો નથી, પરંતુ એના દિવસો હવે 60 કે તેથી ઓછા થયા છે. એવામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે, પરંતુ કમોસમી વરસાદ અને ભીષણ ગરમીને કારણે એ જ ક્ષેત્રમાં દુષ્કાળની સ્થિતિ પણ સર્જાય છે.
પ્રિપેરિંગ ઈન્ડિયા ફોર એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ઇવેન્ટ્સ રિપોર્ટ અનુસાર 2005થી 2020 સુધી દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં 13 ગણો વધારો થયો છે. 2005 સુધીમાં ભારતમાં ફક્ત 6 દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ બચ્યા હતા, પરંતુ બાદમાં હવામાનના ઝડપી પરિવર્તનને કારણે હવે એની સંખ્યા વધીને 79 થઈ ગઈ છે. આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે હવે 40% પૂરગ્રસ્ત જિલ્લાઓને પણ દુષ્કાળનો સામનો કરવો પડે છે.
ગરમીનો અભાવ નકારાત્મક, એ ચોમાસાને અસર કરે છે
ભારે હવામાનની સ્થિતિ એવું કહે છે કે ખૂબ જ ગજબના આંકડા જોવા મળશે. નૌતપા દરમિયાન ગરમીનો સ્તર પણ 2011ના આંકડાથી નીચે ગયો હતો. હવામાન શાસ્ત્રી ડી.પી. દુબેએ જણાવ્યું હતું કે માત્ર નૌતપામાં જ નહીં, સમગ્ર મે દરમિયાન જેટલી ગરમી પડે છે એટલી નથી પડી. આને કારણે જેટલી વરાળ બનવી જોઈએ એટલી બનતી નથી. આને કારણે ચોમાસાની તારીખને અસર થાય છે.
મધ્યપ્રદેશ સહિત મધ્ય ભારતનાં રાજ્યોમાં ચોમાસું 2011 સુધી 13 જૂને આવતું હતું, પરંતુ 2021 સુધીમાં આ તારીખ 19 જૂન થઈ ગઈ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં 2016 સૌથી ગરમ વર્ષ હતું. ત્યારે તાપમાન લગભગ 47 ડીગ્રીએ પહોંચ્યું હતું, પરંતુ ત્યારે વર્ષમાં 44 ડીગ્રીથી વધુ પારો માત્ર 4 વખત વધ્યો હતો, પરંતુ 2018માં આવું 6 વાર બન્યું. જ્યારે 2020માં આ ફક્ત 2 વાર બન્યું હતું, જેને હવામાનશાસ્ત્રીઓ ભારે પરિસ્થિતિ કહે છે. આમાં હવામાનનું કઠોર અને ભયંકર સ્વરૂપ જોઈ શકાય છે.
હવામાન વિભાગના ડો.એસ.એસ. તોમર કહે છે- દર વર્ષે મે મહિનામાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે, જેનાથી વરસાદની સ્થિતિને અસર થાય છે. સતત ઘટતા તાપમાનને કારણે વરસાદ માટે યોગ્ય પરિસ્થિતિ સર્જાતી નથી.
અરબી સમુદ્રમાંથી આવતા વાવાઝોડા ભારત માટે જોખમી, આવનારાં પાંચ વર્ષમાં વરસાદ પર ભારે અસર પડશે
2021માં આવેલા 'તાઉ-તે' અને 'યાસ' વાવાઝોડાંની અસર ભારતના ચોમાસા પર પડી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે, પરંતુ બાદમાં 3 જૂન સુધી આગળ ધરવામાં આવ્યું. એનું કારણ કારણ હાલમાં આવેલા વાવાઝોડાં છે.
હવામાન વૌજ્ઞાનિક જે.ડી. મિશ્રા કહે છે, 'તાઉ-તે' અને 'યાસ' ભારતના હવામાનમાંથી ભેજ લઈને અરબ દેશો તરફ આગળ ચાલ્યાં ગયાં. પહેલાં મોટા ભાગનાં વાવાઝોડાં બંગાળની ખાડીથી આવતાં હતાં. એનાથી ભારતના વરસાદને વધુ અસર થતી ન હતી, પરંતુ અરબી સમુદ્રથી આવેલું વાવાઝોડુ ંભારતના હવામાનનો ભેજ સાઉદી અરેબિયા તરફ લઈ જાય છે.
સ્કાઇમેટના મહેશ પહલાવત કહે છે, અગાઉ અરબી સમુદ્રનું વાવાઝોડું બે વર્ષમાં એકવાર આવતું હતું, હવે એ વર્ષમાં બેવાર આવવા લાગ્યું છે. આ જોખમી છે. આ કારણે આગામી પાંચ વર્ષમાં ભારતમાં વરસાદ ખરાબ રીતે અસર થશે.
વર્ષ 2005 બાદ વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાની સંખ્યા વાર્ષિક સરેરાશ બમણી થઈ ગઈ છે. છેલ્લા એક દાયકામાં પૂર્વી કિનારાના લગભગ 258 જિલ્લા વાવાઝોડાથી અસરગ્રસ્ત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.