• Gujarati News
  • Dvb original
  • The Important Contribution Of Men Behind The Success Of Women Should Be Acknowledged And Move Forward

બ્યૂટી વિથ બ્રેન આશ્કાનો ગુરુમંત્ર:મહિલાઓની સફળતા પાછળ પુરુષોનું મહત્ત્વપૂર્ણ યોગદાન, નિષ્ફળતાને સ્વીકારી આગળ વધવું જોઈએ

5 મહિનો પહેલાલેખક: જય ભટ્ટ

બ્યૂટી વિથ બ્રેનને સાર્થક કરતી આશ્કા ગોરડિયા માત્ર એન્ટરટેઇન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં, બિઝનેસ ફિલ્ડમાં પણ ખાસ ઓળખ ધરાવે છે. ગુજરાતના અમદાવાદમાં જન્મેલી આશ્કાના જીવનની સફર પણ ઘણી રોમાંચક રહી છે. એમાં તેની કારકિર્દીની શરૂઆત અમદાવાદથી થયા પછી મુંબઈ, ગોવામાં પોતાની આગવી છાપ છોડી ફરીથી અમદાવાદમાં તે સ્થાયી થઈ છે.

તમને જણાવી દઈએ કે ટીવી સિરીયલ 'કુસુમ' અને 'લાગી તુમસે લગન'માં મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યા પછી દેશમાં પ્રખ્યાત થયેલી આશ્કાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક માર્કેટિંગ ફર્મમાં ટ્રાન્સલેટર તરીકે કરી હતી.

‘‘મેં પણ મારા જીવનમાં 4થી 5 બિઝનેસ સ્ટાર્ટઅપ્સ કર્યાં, જે નિષ્ફળ રહ્યાં છતાં હાર ના માની.’’
‘‘મેં પણ મારા જીવનમાં 4થી 5 બિઝનેસ સ્ટાર્ટઅપ્સ કર્યાં, જે નિષ્ફળ રહ્યાં છતાં હાર ના માની.’’

આશ્કાએ સફળતાનો ગુરુમંત્ર જણાવ્યો
સફળ અભિનેત્રી અને મોડલ હોવાની સાથે આશ્કા કોસ્મેટિક કંપની રેનેની ફાઉન્ડર પણ છે. આ દરમિયાન આશ્કાને જ્યારે પોતાની સફળતા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે ફેમ અને સફળતા રાતોરાત મળતી નથી. એના માટે ઘણી મહેનત કરવી પડે છે, દિવસ-રાત એક કરીને યોગ્ય પ્લાન બનાવી એને કેવી રીતે સફળ કરી શકાય એની તૈયારીઓ કરવી પડે છે. જોકે આ સફર પણ ઘણી મુશ્કેલ હોય છે. પહેલાં ઘણીવાર નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી જ કોઈપણ વ્યક્તિ સફળતાનાં શિખરો પાર કરતી હોય છે.

મેં પણ મારા જીવનમાં 4થી 5 બિઝનેસ સ્ટાર્ટઅપ્સ કર્યાં હતાં, જે નિષ્ફળ રહ્યાં હતાં, પરંતુ તેમ છતાં મેં હાર ન માની અને મારું 100% બેસ્ટ આપીને અત્યારે એક સફળ બિઝનેસ વુમન પણ બની ગઈ છું.

‘‘મહિલાને આગળ વધવા માટે તેના આત્મવિશ્વાસને વધારે તેવા પુરુષનો સાથ હોવો અત્યંત જરૂરી છે.’’
‘‘મહિલાને આગળ વધવા માટે તેના આત્મવિશ્વાસને વધારે તેવા પુરુષનો સાથ હોવો અત્યંત જરૂરી છે.’’

મહિલાઓની સફળતાનું શ્રેય પુરુષોને પણ મળવું જોઈએ- આશ્કા
વુમન ડે પર આશ્કાએ કહ્યું હતું કે અત્યારે નવા ડિજિટલયુગમાં કોઈપણ મહિલાને આગળ વધવું હોય તો તેના આત્મવિશ્વાસને વધારે તેવા પુરુષનો સાથ હોવો અત્યંત જરૂરી છે. હવે તો એક સફળ મહિલા પાછળ પુરુષનો હાથ હોય છે એવું કહેવું પણ કંઈ ખોટું નથી. અત્યારે દરેકે ક્ષેત્રે મહિલાઓ પોતાની આગવી છાપ છોડી રહી છે, પરંતુ આ મુશ્કેલ સફરમાં મહિલાઓને પુરુષો એટલે કે પિતા, ભાઈ, મિત્ર અથવા પતિનો સાથ પણ મળી રહે છે, તેથી હું પણ મારી સફળતાનું શ્રેય મારા પિતા, પતિ અને રેનેના પાર્ટનર્સને આપવા માગું છું.

આશ્કા ગોરાડિયા.
આશ્કા ગોરાડિયા.

સ્ક્રીન પર કમબેક કરવા અંગે જણાવ્યું
આશ્કાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા ફેન્સ હજુ પણ સ્ક્રીન પર જોવા માટે ઈચ્છુક છે. ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું, જો કોઈ એવી સ્ટોરી મને મળશે, જેનું પાત્ર મને તથા ફેન્સને ગમે તેવું હશે તો હું ફરીથી કમબેક કરીશ.

અન્ય સમાચારો પણ છે...