• Gujarati News
  • Dvb original
  • The Hospital Is Demanding 25 Lakh Rupees, Sold The House To Make A Doctor; Where Can I Get So Much Money?

સન્ડે જઝબાતચીનમાં પુત્રનો મૃતદેહ પડ્યો છે:હોસ્પિટલવાળા 25 લાખ રૂપિયા માગે છે, ડોક્ટર બનાવવા ઘર વેચી દીધું; આટલા બધા પૈસા ક્યાંથી લાવું?

21 દિવસ પહેલા

'મારો પુત્ર ચીનમાં MBBS કરી રહ્યો હતો. તે પાંચ મહિના પછી ડોક્ટર બનવાનો હતો. મેં તેના અભ્યાસ માટે ઘર વેચી દીધું હતું, ખેતર વેચી દીધું હતું. ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. હમણાં જ 11 ડિસેમ્બરે તે ચીન જવાનો હતો, ત્યારે તેણે મારાં આંસુ લૂછતાં કહ્યું હતું કે આ વખતે હું આવીશ, હું તમારું બધું જ દેવું ચૂકવી દઈશ.'

'અમે ખૂબ જ ખુશ હતા કારણ કે દીકરો ડૉક્ટર બનવાનો હતો, પણ નવા વર્ષના પહેલા જ દિવસે આઘાત સમાચાર મળ્યા હતા. તેની કોલેજના લોકોએ ફોન પર કહ્યું કે તમારા પુત્રનું મોત થયું છે. હવે તેઓ અમને ના તો દીકરાનો ચહેરો બતાવી રહ્યા, અને ના તો તેનો મૃતદેહ અમને આપી રહ્યા. કોલેજવાળા કહે છે કે 25 લાખ રૂપિયા આપશો, તો જ તમારા દીકરાનો મૃતદેહ પરત આપીશું.'

'એક ગરીબ માણસ, જેનું ઘર વેચાઈ ગયું છે અને દેવામાં ડૂબેલા હોય, તે આટલા બધા પૈસા ક્યાંથી કાઢી શકે? હું બધાની સામે હાથ જોડીને થાકી ગયો છું. હું મારા પુત્રનો ચહેરો છેલ્લી વાર જોવા માગું છું. હું તેના અંતિમ સંસ્કાર કરવા માગું છું, પરંતુ કોઈ મારી વાત સાંભળશે નહીં...'

'આ પુત્રનો ફોટો છે. તે ખૂબ જ ખુશ હતો કે હવે તે ડોક્ટર બનીને ભારત આવશે.'
'આ પુત્રનો ફોટો છે. તે ખૂબ જ ખુશ હતો કે હવે તે ડોક્ટર બનીને ભારત આવશે.'

હું સૈયદ અબ્દુલ હસન શાદલી છું, હું તમિલનાડુના પુડુકોટ્ટાઈ જિલ્લામાં રહું છું. પાંચ વર્ષ પહેલાં મારો પુત્ર શેખ અબ્દુલ્લા MBBS કરવા ચીન ગયો હતો. ચીનમાં MBBSનો અભ્યાસ અહીં જેટલો મોંઘો નથી, તેથી તેને ત્યાં મોકલ્યો હતો. તે ચીનની ક્વિહાર મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તે ત્યાં ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો.

'છેલ્લા દોઢ વર્ષથી તે ઘરે હતો. કોવિડના કારણે તે ઓનલાઈન અભ્યાસ કરતો હતો. એક મહિના પહેલાં જ યુનિવર્સિટીમાંથી ફોન આવ્યો હતો કે તેનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને ઇન્ટર્નશિપ કરવા ચીન પરત જવું પડશે.'

'ગયા વર્ષે 11 ડિસેમ્બરે શેખ પુદુકોટ્ટાઈથી ચીન માટે નીકળ્યો હતો. અમે તેને ચેન્નાઈ એરપોર્ટ મૂકવા પણ ગયા હતા.'

'મને યાદ છે એરપોર્ટ પર જતી વખતે તે કહેતો હતો અબ્બુ ચિંતા ન કરો. બધું બરાબર થઈ જશે. હું ડૉક્ટર બનીને આવીશ પછી નવું ઘર લેશું. પછી બધો સામાન પણ લેશું. હું મારા નાના ભાઈનું પણ ધ્યાન રાખીશ. આપણાં બધાં દુઃખોનો અંત આવશે.'

'ચીન પહોંચ્યા પછી, તેને એક અઠવાડિયા માટે એરપોર્ટ પર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. આ પછી તેણે પોતાની યુનિવર્સિટી પહોંચવા માટે ટ્રેનમાં 15 કલાકની મુસાફરી પણ કરી હતા. ત્યાં તેને ફરી એક અઠવાડિયા માટે એક હોટલમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો.'

'આ મારી પત્ની છે. પુત્રને ડોક્ટર બનાવવા માટે તેના તમામ દાગીના વેચી દીધા.'
'આ મારી પત્ની છે. પુત્રને ડોક્ટર બનાવવા માટે તેના તમામ દાગીના વેચી દીધા.'

'સાત દિવસ પછી તે ત્યાંની હોસ્ટેલમાં પહોંચ્યો હતો. તે રોજ પોતાની માતા સાથે વાત પણ કરતો હતો. ત્રીજા દિવસે તેણે પોતાની માતાને ફોન કર્યો હતો કે તેની તબિયત સારી નથી. તેને ઊલટીઓ થઈ રહી છે. તો ત્યારે તેની માતાએ તેને કહ્યું હતું કે યુનિવર્સિટી ઓથોરિટીને જાણ કરીને દવાઓ લઈ લે.'

'શેખે યુનિવર્સિટી ઓથોરિટીને જાણ કરી કે તેને ઊલટીઓ થઈ રહી છે. તો તેને કહ્યું કે તે જાતે જ ઇન્ટરનેટ પર દવા સર્ચ કરીને લઈ લે. તો શેખે જાતે જ ઇન્ટરનેટ પર દવા સર્ચ કરીને યુનિવર્સિટી ઓથોરિટીને જણાવ્યું. આ પછી યુનિવર્સિટી ઓથોરિટીઝે તેને દવાઓ આપી હતી. આ પછી શેખની હાલાત વધુ બગડતી ગઈ હતી.'

'મેં યુનિવર્સિટી ઓથોરિટીઝ સાથે વાત કરી હતી, પરંતુ તે લોકોએ કંઈ જ કર્યું નહીં. આ પછી ત્યાંના ઈન્ડિયન સ્ટુડન્ટ એસોસિયેશનને શેખની તબિયત વિશે જણાવ્યું હતું. તે લોકોએ જાતે 40,000 રૂપિયા ભેગા કર્યા હતા અને શેખને હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો.'

'અમે બન્ને ઈચ્છીએ છીએ કે કોઈ અમારા દીકરાનો છેલ્લી વાર ચહેરો બતાવે.'
'અમે બન્ને ઈચ્છીએ છીએ કે કોઈ અમારા દીકરાનો છેલ્લી વાર ચહેરો બતાવે.'

'શરૂઆતમાં, હોસ્પિટલે શેખને એડમિટ કર્યો નહોતો. તે લોકોએ પહેલાં શેખનો પાસપોર્ટ લીધો હતો. તમામ ડોક્યુમેન્ટ્સ લીધા હતા. વીડિયો કોલ પર મારા અંગૂઠાના નિશાન લીધા હતા. ઘણી જગ્યાએ સાઇન કરાવી હતી. મને ખબર નહોતી કે કેમ તે લોકો સાઇન લઈ રહ્યા હતા. મારી ઈચ્છા માત્ર એટલી જ હતી કે મારો પુત્ર કોઈપણ રીતે સાજો થઈ જાય.'

'બીજા દિવસે મને મેડિકલ કોલેજમાંથી ફોન આવ્યો કે શેખનું લિવર ફેલ થઈ ગયું છે. તેણે બીજી મેડિકલ કોલેજમાં શિફ્ટ થવું પડશે. તેને ત્યાં લઈ જવા માટે 6 લાખ રૂપિયાની માગણી કરી હતી. આટલી મોટી રકમ હું ક્યાંથી લાવી શકું?'

'કોઈક રીતે સંબંધીની હોંગકોંગમાં ઓળખાણ નીકળી હતી. ત્યાંથી તેણે મેડિકલ કોલેજના ખાતામાં 6 લાખ રૂપિયા મોકલ્યા હતા. શેખને બીજા દિવસે હાર્બિન મેડિકલ યુનિવર્સિટીમાં લઈ જવામાં આવ્યો હતો.

'વીડિયો કોલમાં તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેનો ચહેરો બતાવવામાં આવતો નહોતા. હું વારંવાર કહેતો હતો કે મારે પુત્રનો ચહેરો જોવો છે, પરંતુ તેઓ મારી વાતને ટાળતા હતા.'

'ચાર કલાક પછી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પેપરવર્ક પણ ઘણું હતું. વીડિયો કોલ પર મારી પાસેથી સાઇન લેવામાં આવી હતી કે શેખને કંઈ થશે તો તેની જવાબદારી મેડિકલ યુનિવર્સિટીની રહેશે નહીં.'

'આ પછી ત્રણ દિવસ સુધી શેખના કોઈ સમાચાર મળ્યા નહોતા. હું ફોન કરતો રહેતો હતો. એકવાર મારા પુત્રને જોવા માગતો હતો. તેનો અવાજ સાંભળવા માગતો હતો, પરંતુ તેઓ સતત અમને ટાળતા હતા.'

'પુત્રનું મોત થયું ત્યારથી તેની માતા કંઈ ખાતી નથી કે પીતી નથી અને સૂતી પણ નથી. બસ રડે રાખે છે.'
'પુત્રનું મોત થયું ત્યારથી તેની માતા કંઈ ખાતી નથી કે પીતી નથી અને સૂતી પણ નથી. બસ રડે રાખે છે.'

'બીજા દિવસે મેડિકલ કોલેજમાંથી ફોન આવ્યો હતો કે શેખની સારવાર માટે 25 લાખ રૂપિયા આપવા પડશે. મેં કહ્યું કે આટલા બધા પૈસા હું ક્યાંથી લાવીશ? મેં તે લોકોને એમ પણ કહ્યું હતું કે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટનો જે ઇન્શ્યોરન્સ હોઈ છે, તેનાથી પૈસા લઈ લેજો, પરંતુ મેડિકલ કોલેજવાળા કહેતા હતા કે ક્લેમ કરવામાં સમય લાગશે. એ લોકોને તાત્કાલિક પૈસા જોતા હતા.'

'હું તે લોકોને સતત સમજાવતો હતો કે આટલી મોટી રકમ હું કેવી રીતે ચૂકવીશ? આવી રીતે દિવસો વીતતા ગયા. અહીં આખો પરિવાર રોતો રહેતો હતો, દુઆઓ કરતા હતા.'

'એક જાન્યુઆરીની વાત છે. સવારે સવા નવ વાગ્યા હતા. મેડિકલ ઓથોરિટીથી ફોન આવ્યો હતો કે તમારા પુત્રનું મોત થયું છે. આટલું સાંભળતા જ મારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી, હું સુન્ન થઈ ગયો હતો. મારા હાથમાંથી ફોન પડી ગયો હતો. આખું શરીર ધ્રૂજવા લાગ્યું હતું. તેની માતા સતત બેભાન થઈ જતી હતી.'

'મને જણાવો કે મારો પુત્ર આવી કેવી રીતે મરી ગયો! જ્યારે તે અહીંથી ગયો હતો, ત્યારે તેને જરા પણ તકલીફ નહોતી. આમ તેનું 3 દિવસમાં જ લિવર કેવી રીતે ફેલ થઈ ગયું હતું. હું હોસ્પિટલના લોકોને પૂછું છું કે મને જણાવો કે પુત્રને કઈ દવાઓ આપવામાં આવી હતી. મને તેનો ટેસ્ટ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ, કંઈ મળ્યું નથી.'

'હવે મેડિકલ કોલેજ કહી રહી છે કે 25 લાખ રૂપિયા આપો તો પુત્રની લાશ મળી જશે. ગરીબ માણસ પાસે આટલા પૈસા ક્યાંથી હોય? અમે 15 દિવસથી પરેશાન છીએ. આથી સૂઈ રહ્યાં કે નથી કંઈ ખાઈ-પી રહ્યાં. દરેક ક્ષણ પોતાના પુત્રને છેલ્લી વાર જોવા માટે તલપાપડ રહીએ છીએ.'

'શેખને ડોક્ટર બનાવવા મેં ઘર વેચી દીધું. આજે હું એક ભાડાના મકાનમાં રહું છું. તેની માતાના તમામ દાગીના વેચી દીધા હતા. ઘરમાં જે માલસામાન વેચી શકાય તેમ હતો તે વેચી નાખ્યો હતો. હું એક શૂઝની દુકાનમાં કામ કરું છું. જેનાથી ઘરનું ગુજરાન ચાલે છે.'

'આ પુત્રનું પોસ્ટર છે. તેની યાદમાં ગામના લોકોએ લગાવ્યું છે.'
'આ પુત્રનું પોસ્ટર છે. તેની યાદમાં ગામના લોકોએ લગાવ્યું છે.'

'શેખ પહેલાંથી જ ડોક્ટર બનવા માગતો હતો. તેને NEETમાં સારો રેન્ક આવ્યો નહોતો. તેણે કહ્યું હતું કે એક વર્ષ બગાડવા કરતાં ચીનથી MBBS કરવું આસાન રહેશે. ત્યાંની ફી પણ વધારે નથી. એટલા માટે મેં કોઈક રીતે પૈસાની વ્યવસ્થા કરી અને ચીન મોકલ્યો હતો. મને તેની પાસેથી આશા હતી કે એકવાર દીકરો ડોક્ટર બનશે તો તે તમામ દેવું ચૂકવી દેશે.'

'શેખ પહેલાંથી જ ક્લાસમાં ફર્સ્ટ-ક્લાસ આવતો હતો. તે ચીનની યુનિવર્સિટીમાં પણ સારા માર્ક્સ મેળવતો હતો. તે ખુદ્દાર પણ હતો. જ્યારે પણ તેની માતા તેને કહેતી કે શેખ, તું 200 રૂપિયાની ટી-શર્ટ લઈ લે, ત્યારે તે કહેતો કે 150 રૂપિયાની ટી-શર્ટ પહેરી લેશે, તેના માટે 200 રૂપિયા કેમ દેવા છે?'

'તે ચીન જતી વખતે કહેતો હતો કે ડોક્ટર બન્યા પછી તે ગરીબોની મફતમાં સારવાર કરશે. હું બીજાઓને સાજા કરવા માગું છું, અબ્બુ. હવે હું એ જ પુત્ર માટે તડપું છું. વિશ્વાસ નથી કરી શકતો કે મારો પુત્ર હવે નથી રહ્યો. મને કહો, 22 વર્ષ એ પણ કંઈ મરવાની ઉંમર છે!'

સૈયદ અબ્દુલે આ તમામ વાત ભાસ્કર રિપોર્ટર મનીષા ભલ્લા સાથે શેર કરી છે...

અન્ય સમાચારો પણ છે...