• Home
  • Dvb Original
  • The Haryana government sent laborers to UP by buses, but the UP administration returned them from the border; 250 workers sat under teenshed for 2 days

તાલમેલમાં ગરબડ / હરિયાણા સરકારે બસોથી મજૂરોને UP મોકલ્યા, પણ UP તંત્રએ તેમને બોર્ડરથી જ પાછા ધકેલ્યા;250 મજૂર 2 દિવસ ટીનશેડ નીચે બેસી રહ્યા

The Haryana government sent laborers to UP by buses, but the UP administration returned them from the border; 250 workers sat under teenshed for 2 days
X
The Haryana government sent laborers to UP by buses, but the UP administration returned them from the border; 250 workers sat under teenshed for 2 days

  • કેન્દ્ર-ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં એક જ પાર્ટીની સરકાર છે પણ બન્ને વચ્ચે કોઈ તાલમેલ નથીઃજેનું પરિણામ મજૂર ભોગવી રહ્યા છે
  • આઠ મહિનાની ગર્ભવતી કિરણએ જણાવ્યું કે, અમને સોનીપતથી લાવવામાં આવ્યા, 6 કલાક સુધી ગરમીમાં યૂપી બોર્ડર પર ઊભા રહીને પછી પાછા મેદાનમાં છોડી મુક્યા

રાહુલ કોટિયાલ

રાહુલ કોટિયાલ

May 23, 2020, 02:04 PM IST

સોનીપતમાં હરિયાણા-યુપી બોર્ડરથી.  35 વર્ષના આસારામ મૂળ ઝાંસીના રહેવાસી છે છેલ્લા ઘણા વર્ષોથી તે સોનીપતના કુંડલી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સહાયક તરીકે નોકરી કરી રહ્યા હતા. 24 માર્ચથી જ્યારે દેશભરમાં લોકડાઉન શરૂ થયું તો તેમની કંપની પણ અસ્થાયી રીતે બંધ થઈ ગઈ હતી. આ સાથે જ આસારામને મળતો પગાર પણ બંધ થઈ ગયો હતો.
આસારામના જણાવ્યા પ્રમાણે, ‘માર્ચમાં પણ તેમને આખો મહિનો પગાર નહોતો મળ્યો અને તેના પછી તો એક પણ પૈસો ન મળ્યો. શરૂઆતમાં લાગ્યું કે બે ત્રણ દિવસ પછી કામ શરૂ થઈ જશે નોકરી પણ પાછી મળી જશે પણ બે મહિના થયા હોવા છતા જ્યારે કામ ચાલુ ન થયું ત્યારે મુશ્કેલી પડવા લાગી ’

લોકડાઉન જેમ જેમ વધતું ગયું આસારામ અને તેમની સાથે કામ કરતા તમામ લોકોની મુશ્કેલીઓ વધતી ગઈ હતી. જેના પરિણામે એક એક કરીને આસારામના તમામ સાથી પોત પોતાના ગામે ચાલ્યા ગયા. ઘણા સાઈકલ તો ઘણા પગપાળા પોત પોતાના મૂળ નિવાસે ચાલ્યા ગયા. એક પણ પૈસાની કમાણી વગર પરદેશમાં રહેવું કઠિન હોય છે. આસારામ પણ ઘરે જવા માંગતા હતા પણ તેમના પત્ની આઠ મહિનાના ગર્ભવતી છે જેથી પગપાળા કે સાઈકલથી જવું શક્ય ન હતું.  આસારામ અને કિરણની હેરાનગતિ વધી રહી હતી. પૈસા ખતમ થઈ રહ્યા હતા. આવકનો કોઈ રસ્તો ન હતો, ખર્ચા માથે હતા. બાળકની ડિલેવરીનો સમય પણ નજીક આવી રહ્યો હતો. અને દેખભાળ કરનારું કોઈ ત્રીજું વ્યક્તિ સાથે પણ ન હતું. ડિલેવરી માટે હોસ્પિટલ જવું પડે તો ત્યાં ખર્ચો કેવી રીતે પુરો થશે, હવે એ પણ ભગવાન ભરોસે હતું. એવામાં એવા સમાચાર મળવા કે કુંડલી ઈન્ડસ્ટ્રીયલ એરિયાથી યુપી માટે બસો જવાની છે એ કોઈ ચમત્કારથી ઓછું ન હતું. 

આસારામે જણાવ્યું કે, 17 મેના રોજ સ્થાનિક તંત્રએ આપણા વિસ્તારમાં તેની જાહેરાત કરાવીને જણાવ્યું હતું કે, આવતી કાલ સવાર સુધી લોકોની મેડિકલ તપાસ થઈ જશે અને પછી તેમને તેમના ઘરે મોકલી દેવાશે. 18 મેની સવારે અમે પણ તપાસ કરાવી અને સાંજે લગભગ છ વાગ્યે અમે લોકો બસમાં બેસ્યા. જેના માટે લગભગ ત્રણ કિલોમીટર પગપાળા ચાલવું પડ્યું. બસ પકડવાની ઉતાવળમાં ઝડપથી ચાલતા ચાલતા કિરણના પગમાં મોચ આવી ગઈ હતી. 

 આસારામે જણાવ્યું કે, બસમાં બેસ્યા ત્યારે અમને લાગતું હતું કે ભગવાને અમારું સાંભળી લીધું છે અને હવે કદાચ બધી તકલીફ પુરી થઈ જશે. નોકરી તો છે નહીં, પણ કમ સે કમ ડિલેવરી વખતે મા બાપ પાસે તો પહોંચી જશું. અમને ખબર ન હતી કે આ સફર અમારી મુશ્કેલીઓ વધારી દેશે.  આસારામ અને તેમની પત્નીની મશ્કેલી જ્યારે સોનીપતથી ઉપડેલી તેમને બસને શામલી પહોંચ્યા ત્યારે ઉત્તરપ્રદેશ તંત્રએ તેમના રાજ્યમાં પ્રવેશ આપવાની મંજૂરી ન આપી. હરિયાણા અને ઉત્તરપ્રદેશ બોર્ડર પર ઘણા કલાકો સુધી ઊભા રહ્યા બાદ સોનીપતથી ઉપડેલી આ બસોને પાછું આવવું પડ્યું 

કિરણે કહ્યું કે, આ ગરમીમાં અમને અહીંયા લાવીને મુકી દીધા છે. આનાથી સારુ અમે અમારા ઘરે જ રહેતા. એ જ બીકે તો બાર નહોતા નીકળ્યા કે આવી સ્થિતિમાં જો ક્યાંક ફસાઈ ગયા તો શું થશે. અહીંયા આવ્યાના ત્રીસ કલાકથી વધારે થઈ ગયું છે અને હજું કંઈ જ ખબર નથી કે શું થશે. અહીંયા ક્યાંય શૌચાલય નથી. ઓક્ટોબર 2019માં દેશના વડાપ્રધાન મોદીએ એ દાવો કર્યો હતો કે, હવે ભારત ખુલ્લામાં શૌચ મુક્ત થઈ ચુક્યું છે. પરંતુ એ દાવાને ખોટો પાડતા હરિયાણા સરકારે આ 250 લોકોને એવી જગ્યાએ લાવીને મુકી દીધા છે જ્યાં ખુલ્લામાં શૌચ માટે જવું એ જ એકમાત્ર વિકલ્પ છે. 

હરિયાણા અને ઉત્તરપ્રદેશ જેવા તમામ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ અને પોતે વડાપ્રધાન મોદીએ જનતાને અપીલ કરી હતી કે તેમને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે મોદી સરકારને વોટ આપવો જોઈએ. આજે હરિયાણા ઉત્તરપ્રદેશ અને કેન્દ્ર, ત્રણેય જગ્યાએ ભાજપની જ સરકાર છે. પણ ત્રિપલ એન્જિનની આ સરકાર મળીને પણ એવા પ્રયાસ નથી કરી રહી કે કિરણ અને આસારામ જેવા લોકો સોનીપતથી ઝાંસી પહોંચી શકે. આ મામલો રાજ્ય સરકારોની ભારે ખામીને દેખાડે છે. કારણ કે કિરણ જેવા લોકોને તેમના ઠેકાણાઓથી બોલાવીને અધવચ્ચે છોડી દેવાયા છે. આ એવા લોકો નથી કે જે પોતાની મરજી કે મજબૂરીથી રસ્તા પર ઉતર્યા હોય અને એટલા માટે અચાનક તેમની વ્યવસ્થા કરવી તંત્ર માટે પડકાર બન્યો હોય.

આ લોકોમાં સામેલ એક યુવા મહાવીર ભારતીએ કહ્યું કે, અમને અમારા રૂમમાંથી ઉઠાવીને અહીંયા છોડી મુકાયા છે. હવે અહીંયા માત્ર પોલીસના જવાન છે જે સરખી રીતે વાત પણ કરતા નથી. તેમને પુછીએ કે ઘરે ક્યારે પહોંચીશું તો કહે છે કે તમને જમવાનું મળે છેને એટલું બસ છે. આવી રીતે તગેડી મુકવાના હતા તો બોલાવ્યા શા માટે. બે દિવસ અહીંયા રહ્યા પછી 20 મેની બપોરે એક વાર ફરી ઘણી બસો આ લોકોને લેવા માટે આવી હતી. આ વખતે આ લોકોને ઉત્તરપ્રદેશમાં જવાની મંજૂરી તો મળી ગઈ પણ ઘરે પહોંચવાનું નસીબમાં ન હતું. આ વખતે આ લોકોને સોનીપતથી બસોમાં ભરીને સહારનપુરમાં ઉતારી દેવાયા હતા. હવે રાધા સ્વામી સત્સંગ વ્યાસનું એક મેદાન તેમનું ઠેકાણું બની ગયું છે.
મહાવીરે જણાવ્યું કે, તંત્રના લોકો કહી રહ્યા છે કે અહીંયાથી આગળ માટે એક ટ્રેન દોડાવાશે અને તેમાં અમને મોકલવામાં આવશે. પણ ટ્રેન ક્યારે દોડાવાશે કંઈ જ ખબર નથી.

રાજ્યોની આવી વ્યવસ્થાની કિંમત ચુકવી રહેલા હજારો લોકો દિલ્હી-કરનાલ હાઈવે પર જોવા મળી રહ્યા છે. કિરણ જેવા લોકોથી પણ વધારે દયનીય સ્થિતિ 22 વર્ષની રિતુની છે. રિતુ પણ ગર્ભવતી છે અને તેની સાથે તેના પતિ પણ નથી. તેમણે જણાવ્યું કે થોડા મહિના પહેલા ચેમના પતિનું માનસિક સંતુલન બગડી ગયુ અને તેમને આવી સ્થિતિમાં છોડીને ગામે ચાલ્યા ગયા.20 માર્ચે રિતુની માતા બિહારના કટિહારથી તેમને લેવા માટે આવી પણ રિતુને લઈને નીકળે એના પહેલા જ લોકડાઉન થઈ ગયું. હવે આ મા-દીકરીઘરે જવા માટે ભટકી રહી છે.

આ લોકોને હરિયાણા પ્રશાસને ઘરે મોકલવાનું પણ આશ્વાસન આપ્યું નથી કારણ કે કુંડલી ઈન્ડ્રસ્ટ્રીએરિયાથી ઉત્તરપ્રદેશ જવા માટે બસો દોડાવાઈ છે. એવામાં બિહાર જનારા લોકોનું શું થશે, તેનો જવાબ કોઈની પાસે નથી. રિતુની માતા ઈન્દિરા દેવીએ જણાવ્યું કે, કોઈએ કહ્યું હતું કે, સોનીપતથી બસો દોડાવાઈ રહી છે તો અમે ત્યાં પહોંચ્યા હતા. પણ પોલીસવાળા કહે છે કે અહીંયા માત્ર ઉત્તરપ્રદેશ જનારા લોકોએ જ રોકાવું અને એ લોકોને જ મોકલવામાં આવશે. બિહાર જવા માટે હાલ કોઈ વ્યવસ્થા નથી. 

હાઈવે પગપાળા ચાલતા મજૂરોથી ભરાયેલો છે અને ખરા તડકામાં હજારો લોકો તેમના નાના બાળકો સાથે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે રાજ્યોની વચ્ચે તાલમેલની આવી ખામી એક ગુનાની હદે ગંભીર લાગે છે. એ પણ ત્યારે જ્યારે રાજ્યોમાં જ એક પાર્ટીની સરકાર છે. એક બાજુ હજારો મજૂરો બસની રાહમાં ઠેર ઠેર ફસાયા છે, હાજરો લોકો પગપાળા ચાલવા માટે મજબૂર છે. હજારો લોકો ભારેભરખમ ભાડું ચુકવીની ખાનગી બસોના માલિકો દ્વારા લુટાઈ રહ્યા છે અને બીજી બાજુ વિપક્ષ દ્વારા મોકલાવામાં આવેલી આઠસોથી વધારે પાછી આવી રહી છે કારણ કે તેમને આગળ જવાની મંજૂપી આપવામાઁ આવી નથી. સંકટના આ સમયમાં દેશના આ લાખો મજૂરો માત્ર બિમારી અને આર્થિક મંદીની મહામારીથી જ નહીં પણ નકારાત્મક રાજકારણની મહામારી સામે પણ ઝઝૂમી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી