તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Know, How The Gujarat Government And Pediatricians Are Preparing To Save Children In A Possible Third Wave Of Corona

એક્સક્લૂઝિવ:કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા જાણો ગુજરાત સરકાર અને બાળકોના ડોકટરો કેવી રીતે કરી રહ્યા છે તૈયારીઓ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • પીડિયાટ્રિક્સ એકેડમીએ પીડિયાટ્રિક્સ કોવિડ ટાસ્કફોર્સની રચના કરી
  • રાજ્યમાં બાળકોની 2 હજાર ચિલ્ડ્રન હોસ્પિટલનાં 7 હજાર બેડ તૈયાર

કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક છે એવી ચર્ચા થઈ રહી છે અને વાલીઓમાં પોતાના સંતાન માટે ચિંતા વધી રહી છે. આ પરિસ્થિતિમાં લડવા માટે સરકાર કેડ તાલી સજ્જ છે અને બાળકોના ડોક્ટર્સ કઈ રીતની તૈયારીઓ કરી રહ્યા છે એ અંગે દિવ્ય ભાસ્કરે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિશિયન (IAP) સાથે વાત કરી અને જાણ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને સુરક્ષિત રાખવા માટે કેવી તૈયારીઓ થઈ રહી છે.

કોવિડ માટે 5 ઝોનમાં ખાસ ટાસ્કફોર્સ બનાવવામાં આવી
બાળકોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ(IAP) સંભવિત કોવિડની ત્રીજી લહેર સામેની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે મળી બાળકોના ડોકટરોને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. આ માટે IAPએ રાજ્યના 5 ઝોન પ્રમાણે પ્રતિનિધિઓ સાથેની ટાસ્કફોર્સની રચના પણ કરી છે. પીડિયાટ્રક્સ કોવિડ સંદર્ભે ટાસ્કફોર્સ ટીમ રાજ્યભરમાં આરોગ્ય વિભાગ અને પીડિયાટ્રિશિયન ડોકટરો સાથે સંકલન કરશે. આ ટ્રેનિંગમાં ગાયનેકોલોજિસ્ટને પણ જોડવામાં આવશે. 9 ઓગસ્ટથી શરૂ થયેલા તાલીમ કાર્યક્રમ 13 ઓગસ્ટ સુધી ચાલશે. IAPના પ્રમુખ યોગેશ પરીખનું કહેવું છે કે તેઓ રાજ્યભરના પીડિયાટ્રિશિયન સાથે સંકલન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જ્યારે-જ્યારે જરૂર પડશે ત્યારે બાળ રોગના ડોકટરો આરોગ્ય વિભાગની સાથે રહીને બાળકોની સારવાર કરશે

ડો. યોગેશ પરીખ,પ્રમુખ, IAP-ગુજરાત.
ડો. યોગેશ પરીખ,પ્રમુખ, IAP-ગુજરાત.

ટાસ્કફોર્સમાં સામેલ અગ્રણી ડોક્ટર્સ
કેપિટલ ઝોન - ડો. અભય શાહ (અમદાવાદ)
ઉત્તર ઝોન - ડો.સંદિપ ત્રિવેદી (ઇડર)
મધ્ય ઝોન - ડો.નિલેશ બેંકર (આણંદ)
દક્ષિણ ઝોન - ડો.રાકેશ દેસાઇ (સુરત)
સૌરાષ્ટ્ર ઝોન - ડો. યજ્ઞેશ પોપટ (રાજકોટ)

ગુજરાતની 300 બાળકની હોસ્પિટલમાં 7 હજારથી વધુ બેડ
IAP ગુજરાતના સેક્રેટરી મનીષ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે ગંભીરતાપૂર્વક અને મિશન મોડ પર કામ કરી રહ્યા છીએ. એકેડેમીએ રાજ્યભરમાંથી બાળકોની હોસ્પિટલનો ડેટા એકઠા કર્યા છે. કેટલાં બેડ, ICU બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, ઓક્સિજનની વ્યવસ્થા વગેરે જેવી વિગતો મેળવી છે, જેમાં અત્યારસુધી રાજ્યની 300થી વધુ ચિલ્ડ્રન હોસ્પિટલનો ડેટા અમારી પાસે આવ્યો છે. હાલમાં 7 હજારથી વધુ બેડ બાળકો માટે ઉપલબ્ધ છે, જેમાંથી 50% બેડ ICU-ઓક્સિજનવાળાં છે, જ્યારે 20% વેન્ટિલેટર સાથેનાં બેડ છે.

મનીષ મહેતા, સેક્રેટરી, IAP ગુજરાત.
મનીષ મહેતા, સેક્રેટરી, IAP ગુજરાત.

2 હજાર જેટલા બાળ રોગ નિષ્ણાતો સ્થિતિને પહોંચી વળવા તૈયાર
ટાસ્કફોર્સના ચેરમેન ડો. દિગંત શાસ્ત્રીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાની અગાઉની બે લહેરના અનુભવો પરથી પાણી પહેલાં પાળ બાંધવી ખૂબ જરૂરી હોય છે, એ પ્રમાણે જ આપણી તૈયારીઓ સ્થિતને પહોંચી વળવા માટે સક્ષમ હોવી જોઇએ. રાજ્યભરમાં IAPના ખાનગી અને સરકારી હોસ્પિટલના બાળ નિષ્ણાંત કુલ 1800 ડોકટર સભ્યોનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય બાળ રોગ નિષ્ણાતો અને એમ.ડી. અભ્યાસ કરતાનો પણ સમાવેશ થાય છે, એટલે અંદાજે 2 હજારથી વધુ બાળ રોગના ડોકટરો છે, જેમને આરોગ્ય વિભાગ કોવિડની સારવાર સંદર્ભે તાલીમ આપશે. ઉપરાંત સરકાર સમક્ષ હેલ્પલાઇન શરૂ કરવા માટે પણ સુઝાવ મૂક્યો છે, જેમાં પણ IAP સહયોગ આપશે.

ડો. દિગંત શાસ્ત્રી, ચેરમેન, પીડિયાટ્રિક કોવિડ ટાસ્કફોર્સ.
ડો. દિગંત શાસ્ત્રી, ચેરમેન, પીડિયાટ્રિક કોવિડ ટાસ્કફોર્સ.

ગાયનેકોલોજિસ્ટને પણ તાલીમ આપવામાં આવશે
મનીષ મહેતાએ જણાવ્યું હતું કે જિલ્લા અને સિટી લેવલ પર રાજ્યમાં અમારી 26 બ્રાન્ચ છે, જ્યાંના હોદ્દેદારો જિલ્લાની હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના પીડિયાટ્રક્સ વિભાગના નિષ્ણાતોની મદદથી તાલીમ કાર્યક્રમનું આયોજન કરશે. એક દિવસના તાલીમ કાર્યક્રમમાં મહિલા રોગના નિષ્ણાત ડોકટરોને પણ જોડવામાં આવશે, કારણ કે અગાઉ પ્રેગ્નન્ટ મહિલામાં કોરોના પોઝિટિવના કિસ્સા પણ સામે આવ્યા હતા, જેથી આ પ્રકારના કિસ્સામાં પીડિયાટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટના સંકલનથી દર્દીની યોગ્ય સારવાર થઈ શકે.

ડો. કમેલેશ ઉપાધ્યાય, OSD, હેલ્થ કમિશનર કચેરી.
ડો. કમેલેશ ઉપાધ્યાય, OSD, હેલ્થ કમિશનર કચેરી.

1 લાખ આરોગ્યકર્મીને તાલીમ આપવાનો ટાર્ગેટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડિસિન વિભાગના વડા અને આરોગ્ય કમિશનર કચેરીના OSD ડો. કમલેશ ઉપાધ્યાયે કહ્યું હતું કે બાળકોની વેક્સિન નથી આવી, જેથી જે ઘરમાં બાળકો હોય એ ઘરના તમામ સભ્યોએ વેક્સિન લેવી જોઇએ, ઉપરાંત સગર્ભા બહેનોએ પણ ડોકટરની સૂચના પ્રમાણે રસી ઝડપથી લેવી જોઇએ, જેથી જોખમ ટાળી શકાય. 1 લાખ આરોગ્યકર્મીને ટ્રેન કરવાના લક્ષ્યાંક સામે 60,000 સરકારી આરોગ્યકર્મીની તાલીમ પૂરી થઇ ચૂકી છે, જેઓ સ્થાનિક સ્તરે અન્ય કર્મીઓને માર્ગદર્શન કરશે.

અન્ય સમાચારો પણ છે...