તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • The Government Has Increased The Health Budget By 137% By Combining The Expenses Of The Ministry And The Department Which Is Not A Part Of The Health Ministry. Understand What Mathematics Is.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:જે મંત્રાલય અને વિભાગ હેલ્થ મિનિસ્ટ્રીનો ભાગ નથી તેનો ખર્ચ પણ જોડીને સરકારે હેલ્થ બજેટ 137% વધાર્યું, સમજો શું છે ગણિત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે પહેલેથી જ તે વાતની શક્યતા હતી કે આ વખતે બજેટમાં હેલ્થ પર સૌથી વધુ ફોકસ રહેશે. અને થયું પણ એવું જ. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા સમયે જણાવ્યું કે આગામી વર્ષ સ્વાસ્થ્ય પર 2.23 લાખ કરોડ રૂપિયાના ખર્ચની શક્યતા છે, જે ગત વખતે સ્વાસ્થ્ય પર 94,452 કરોડ રૂપિયા ખર્ચ કરાયા હતા. આ રીતે આ વખતે સ્વાસ્થ્ય પર ખર્ચ 137% વધ્યો છે. નિર્મલા સીતારમણની આ વાત પર ઘણી જ તાળીઓ પડી. પરંતુ શું હકિકતમાં હેલ્થ બજેટમાં 137%નો વધારો થયો છે? આવો જાણીએ....

નાણાં મંત્રીએ સાચું કહ્યું, પરંતુ ફેરવી ફેરવીને
સામાન્ય રીતે દર વર્ષે એવું થતું કે જ્યારે હેલ્થ બજેટની જાહેરાત થતી હતી તો તેમાં માત્ર હેલ્થ મિનિસ્ટ્રી અને તેમના અંડરમાં આવનારી સ્કીમની બજેટમાં જાહેરાત કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે એવું ન થયું. આ વખતે નાણાં મંત્રીએ હેલ્થ એન્ડ વેલબીઈંગ પર ખર્ચ જણાવી દિધો અને તેમાં તેનું બજેટ પણ જોડી દેવામાં આવ્યું, જે હેલ્થ મિનિસ્ટ્રીના અંડરમાં આવતું જ નથી.

આ વખતે આટલો ખર્ચ એટલા માટે દેખાડવામાં આવી રહ્યો છે, કેમકે તેમાં હેલ્થ મિનિસ્ટ્રી ઉપરાંત આયુષ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન અને કોરોનાની વેક્સિન પર થનારા ખર્ચાઓને પણ જોડવામાં આવ્યા છે. આયુષ મંત્રાલય સંપૂર્ણપણે અલગ મિનિસ્ટ્રી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ટ સેનિટેશન જળશક્તિ મંત્રાલયને આધીન આવે છે.

હકિકતમાં હેલ્થ મિનિસ્ટ્રીને કેટલું મળ્યું?
ગત વર્ષે હેલ્થ મિનિસ્ટ્રીને 67,112 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે તે સમયે કોરોનાની કોઈ અસર દેશ પર ન હતી. જે બાદ કોરોના આવ્યો. આ કારણે બાદમાં હેલ્થ મિનિસ્ટ્રીનું બજેટ રિવાઈઝ કરવા 82,928 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. આ વખતે હેલ્થ મિનિસ્ટ્રીને 73,971 કરોડ રૂપિયા મળ્યા છે. આ આંકડા ગત વર્ષે રિવાઈઝ બજેટથી 11% ઓછું છે. જો કે બજેટમાં જે ફંડ મળ્યું હતું, તેનાથી 10% વધુ છે.

PM આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજના અંગે કોઈ જ જાણકારી નથી
નાણાં મંત્રીએ બજેટમાં હેલ્થ માટે એક નવી વડાપ્રધાન આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજના લાવવાની વાત કરી છે. જે માટે 64,181 કરોડ રૂપિયા રિઝર્વ રાખવામાં આવ્યા છે. પરંતુ આ યોજના શું છે? કયારે અને કઈ રીતે શરૂ થશે? તે અંગે બજેટ ડોક્યુમેન્ટમાં કોઈ જ જાણકારી આપવામાં નથી આવી. નાણાં મંત્રીએ એટલું કહ્યું કે આ યોજના માટે જે પૈસા આપવામાં આવ્યા છે, તે આગામી 6 વર્ષ માટે છે, પરંતુ બજેટમાં ક્યાંય પણ આ વાતનો ઉલ્લેખ જ નથી કે આ યોજના ક્યારથી શરૂ થશે?

હેલ્થકેર પર GDPના 2% પણ ખર્ચ નથી કરતું ભારત
ગત વર્ષે નવેમ્બરમાં નીતિ આયોગના સભ્ય વીકે પોલે દેશમાં હેલ્થકેર પર ખર્ચને લઈને ચિંતા જાહેર કરી હતી. તેમનું કહેવું હતું કે યુરોપિયન દેશોમાં GDPના 7થી 8% ખર્ચ હેલ્થ પર થાય છે, પરંતુ ભારતમાં આ 1.5% જ છે.

બજેટ દસ્તાવેજ મુજબ 2020-21માં સરકારે હેલ્થ પર GDPનો 1.8% ખર્ચ કર્યો. આ પહેલાં 2019-20માં 1.5% ખર્ચ થયો હતો. હેલ્થ પર સરકાર ખર્ચ જરૂરથી વધારે છે, પરંતુ તેટલી ગતિએ નહીં, જેટલો વધવો જોઈએ.

સાયન્સ જર્નલ લેન્સેટ મુજબ, હેલ્થકેર એક્સેસ અને ક્વોલિટી ઈન્ડેક્સમાં ભારતનો રેન્ક 195 દેશોમાં 145મો છે.

દરેક વ્યક્તિ હેલ્થ પર 1,657 રૂપિયા ખર્ચ કરે છે સરકાર
નેશનલ હેલ્થ પ્રોફાઈલ 2019 મુજબ, 2017-18માં દરેક વ્યક્તિની હેલ્થ પર થનારો સરકારી ખર્ચ 1,657 રૂપિયા હતો. એટલે કે દરરોજ માત્ર 4.5 રૂપિયા. તો નેશનલ હેલ્થ એકાઉન્ટ્સ 2016-17માં અલગ જાણકારી મળે છે. જે મુજબ 2016-17માં લોકોને વર્ષભરમાં પોતાના ખીસ્સામાંથી 3.40 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો. જો તે અંગેની એવરેજ કાઢવામાં આવે, તો દરેક વ્યક્તિએ પોતાના ખીસ્સામાંથી પોતાના હેલ્થ પર 2,570 રૂપિયા ખર્ચ કર્યો. જેનો અર્થ એ થયો કે હેલ્થ પર સરકારથી વધુ લોકો જ ખર્ચ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો