તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • The Flow Of Sageganga Stalled By The Wreckage Of A Broken Glacier; The Accumulated Water Has Taken The Shape Of The Lake, This Lake Can Be Broken And Then There Can Be A Flood Like Situation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ દુર્ઘટના:તૂટેલા ગ્લેશિયરના કાટમાળથી ઋષિગંગાનું વહેણ અટક્યું; જમા થયેલા પાણીએ સરોવરનું સ્વરૂપ લીધું; આ તૂટશે તો પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થશે

16 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા પછી કાટમાળ ભેગો થવાને કારણે ઋષિગંગા નદીની ઉપરની ધારામાં વહેણ અટકી ગયું છે. વહેણ અટકવાને કારણે નદીના પાણીએ સરોવરનું રૂપ લઈ લીધું છે. સતત પાણીના વધતા દબાણને કારણે જો સરોવર તૂટશે તો પહાડોમાંથી પાણી પૂરઝડપે નીચે આવશે, જે નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પેદા કરી શકે છે. જો આવું થશે તો રાહતકાર્ય પર પણ અસર થશે. દુર્ઘટના પછી આવેલી સેટેલાઈટ તસવીર અને ગ્રાઉન્ડ ઝીરો પાસેથી આવેલી રહેલા એક્સપર્ટના રિપોર્ટમાં આવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો આવો, આ આખી ભૌગોલિક પ્રક્રિયાને સમજીએ.. ગ્લેશિયર જે જગ્યાએ તૂટ્યું છે એ હિમાલયનો ઘણો ઉપરનો ભાગ છે. એને રોન્ટી પીકના નામે ઓળખવામાં આવે છે. રોન્ટી પીકથી ગ્લેશિયર તૂટ્યા પછી એ સીધો ઋષિગંગા નદીમાં નથી પડ્યું, પણ ગ્લેશિયર ભારે કાટમાળ સાથે જે ધારામાં વહ્યો એને રોન્ટી સ્ટ્રીમ કહેવાય છે. રોન્ટી સ્ટ્રીમ થોડોક નીચે આવીને બીજી બાજુથી આવી રહેલી ઋષિગંગામાં ભળી જાય છે. રોન્ટી સ્ટ્રીમથી આવેલા તેજ વહેણ અને કાટમાળને કારણે ઋષિગંગામાં પણ પૂર આવી ગયું છે. આ પૂર એટલું ભયાનક હતું કે ઋષિગંગા પર બનેલા બે પાવર પ્રોજેક્ટ નષ્ટ થઈ ગયા.

જળસ્તર ઘટ્યા પછી તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ગ્લેશિયર તૂટ્યા પછી રોન્ટી સ્ટ્રીમ અને ઋષિગંગાના સંગમ પર ભારે કાટમાળ અને કીચડ જમા થયો છે, જેનાથી ત્યાં એક અસ્થાયી બંધ જેવું બની ગયું છે અને ઋષિગંગાનું વહેણ લગભગ ઠપ થઈ ગયું છે. નીચે પહાડ પર જે પાણી આવતું જોવા મળી રહ્યું છે એ રોન્ટી સ્ટ્રીમથી આવી રહ્યું છે.

ગ્લેશિયર તૂટ્યા પછી રોન્ટી સ્ટ્રીમ અને ઋષિગંગાના સંગમ પર ભારે કાટમાળ અને કીચડ જમા થયો છે.
ગ્લેશિયર તૂટ્યા પછી રોન્ટી સ્ટ્રીમ અને ઋષિગંગાના સંગમ પર ભારે કાટમાળ અને કીચડ જમા થયો છે.

વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી દેહરાદૂનના નિયામક કલાચંદ સૈન આ અંગે કહે છે, ઘટના પર પહોંચેલી ટીમ અને એરિયલ ફોટોગ્રાફથી લાગી રહ્યું છે કે ઋષિગંગા અને રોન્ટી સ્ટ્રીમના મળવાની જગ્યાએ એક સરોવર જેવી સંરચના બની ગઈ છે. ત્યાં જમા થયેલા પાણીનો રંગ વાદળી જોવા મળી રહ્યો છે, જેનો અર્થ એ છે કે પાણી ઘણા દિવસોથી જમા થઈ રહ્યું છે.

જો આ સરોવર પાણીના વધતા વહેણને કારણે તૂટી ગયું તો પછી પૂર જેવી સ્થિતિ બની શકે છે? કલાચંદ સૈન આ અંગે બે સંભાવના જણાવે છે

1. જમા થયેલા પાણીનો રંગ વાદળી જોવા મળી રહ્યો છે. એટલા માટે બની શકે છે આ પાણી ઘણું જૂનું હશે અને ઋષિગંગાની ઉપરની ધારામાં આ પ્રકારનું પહેલેથી કોઈ સરોવર હોય. જો આવું છે તો આ ચિંતાનો વિષય નથી.

2. ઘટનાસ્થળે પહોંચેલા સાયન્સ્ટિના રિપોર્ટ પ્રમાણે, કાટમાળ અને કીચડ ભેગા થવાને કારણે ઋષિગંગાનો ફ્લો અટક્યો છે, જેનો અર્થ એ છે કે નદીનું પાણી ક્યાંકનું ક્યાંક ભેગું થઈ રહ્યું છે. એવામાં એ જાણવું સૌથી જરૂરી છે કે ઋષિગંગા પાસે જે સરોવર જોવા મળી રહ્યું છે એ કેટલું મોટું છે અને એમાં કેટલું પાણી ભેગું થયું છે. જો સરોવર મોટું થયું તો એના તૂટવાથી પહાડના નીચેલા ભાગમાં પૂર જેવી સ્થિતિ બની શકે છે. જો સરોવર મોટું થયું તો ત્યાંથી પાણીને કંટ્રોલ્ડ રીતે કાઢવાના ઉપાયો કરવા પડશે.

ગુરુવારે ઋષિગંગાનો જળસ્તર વધવાને કારણે તપોવનમાં ચાલી રહેલું રાહતકાર્ય અટકાવવું પડ્યું હતું. ચમોલીના સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે ઋષિગંગા નદીના વહેણ અટકવાની જાણ તેમને છે, ITBPને પણ આ અંગે જાણ કરાઈ છે. ઋષિગંગાનું વહેણ અટકવા અને ત્યાં સરોવર બનવાના રિપોર્ટ્સ પછી ત્યાં NDRFની એક ટીમ મોકલવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો