• Gujarati News
  • Dvb original
  • The Father Was Imprisoned, The Sister Committed Suicide, She Worked In The Village Herself; Learn How Xi Jinping Became So Powerful

મંડે મેગા સ્ટોરી:પિતાને જેલ થઈ, બહેને આત્મહત્યા કરી, પોતે ગામડામાં કામ કર્યું; જાણો પછી કઈ રીતે આટલા શક્તિશાળી બની ગયા શી જિનપિંગ

7 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક
  • શી જિનપિંગે જીવનમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતીઓનો સામનો કર્યો છે

પાંચ વર્ષનો એક છોકરો આઇવી લીગની શ્રેષ્ઠ શાળામાં ભણવા જાય છે. 9 વર્ષની વયે તેની દુનિયામાં ઊથલપાથલ થઈ જાય છે. તેના પિતાને માઓ જેલમાં ધકેલી દે છે. તેની માતાને મજૂરી કરવા માટે મજબૂર કરવામાં આવે છે. તેની મોટી બહેન આત્મહત્યા કરે છે. તેને ગામડામાં ભણવા માટે કામ કરવા માટે મોકલી દેવામાં આવે છે. આવી મુશ્કેલ પરિસ્થિતીમાંથી બહાર નીકળીને એક દિવસ તે ચીનની સત્તાના શિખર પર પહોંચી જાય છે. નામ છે- શી જિનપિંગ. તેમણે આજીવન ચીનના રાષ્ટ્રપતિ બની રહેવાનો માર્ગ તો પહેલેથી જ બનાવી લીધો છે, હવે એક નવો સંકલ્પ પત્ર લઈને આવ્યા છે.

ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના 100 વર્ષના ઈતિહાસમાં આ માત્ર ત્રીજો સંકલ્પ પત્ર છે, જેણે તેને માઓ ત્સે તુંગની બરાબરીમાં ઊભા કરી દીધા છે. આ સંકલ્પ પત્રમાં નવા યુગની નવી નીતિઓ વિશે વાત કરવામાં આવી છે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડશે. આજની મંડે મેગા સ્ટોરીમાં શી જિનપિંગની, તેમના સંકલ્પ પત્રની અને તેમની નીતિઓની અસરની સંપૂર્ણ કહાની...

ગ્રાફિક્સ: પુનિત શ્રીવાસ્તવ

અન્ય સમાચારો પણ છે...