તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • The Father Daughter Duo Is Doing Organic Farming By Leasing 4 Acres Of Land, The Aim Is To Eat Pure And Feed The People As Well

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:4 એકર જમીન લીઝ પર લઈને પિતા-દીકરી ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે, પ્રોડક્ટને સીધી કસ્ટમર સુધી પહોંચાડી રહ્યાં છે

સંગરુરએક મહિનો પહેલાલેખક: વિકાસ વર્મા
  • કૉપી લિંક
પ્રિયંકા અને તેમના પિતાએ લીઝ પર જે જમીન લીધી છે એમાં તેઓ મલ્ટી ક્રોપિંગ જૈવિક ખેતી કરે છે. તસવીરમાં દેખાઈ રહેલી મહિલાઓ તેમના ખેતરમાંથી કાચી હળદર ભેગી કરી રહી છે(તસવીરઃ પુનીત ગર્ગ) - Divya Bhaskar
પ્રિયંકા અને તેમના પિતાએ લીઝ પર જે જમીન લીધી છે એમાં તેઓ મલ્ટી ક્રોપિંગ જૈવિક ખેતી કરે છે. તસવીરમાં દેખાઈ રહેલી મહિલાઓ તેમના ખેતરમાંથી કાચી હળદર ભેગી કરી રહી છે(તસવીરઃ પુનીત ગર્ગ)
  • 72 વર્ષના બદ્રીદાસ બંસલ અને તેમની દીકરી પ્રિયંકા ગુપ્તા સંગરુરમાં મલ્ટી ક્રોપિંગ ઓર્ગેનિક ખેતી કરે છે
  • પ્રિયંકાએ કહ્યું, જો કોઈ આ જ ખેતી પોતાની જમીન પર કરે તો ચોક્કસ સારો બિઝનેસ સાબિત થશે

પંજાબના સંગરુરમાં રહેતા 72 વર્ષના બદ્રીદાસ બંસલ વીજળી વિભાગમાંથી રિટાયર્ડ છે. નોકરી દરમિયાન તેઓ ઘર પાસે ખાલી જમીન પર ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડતા હતા. આ શાકભાજીનો ઉપયોગ તે પોતાના ઘર માટે કરતા હતા અને જે કંઈ વધતું હતું એ સગાં-વહાલામાં વેચી દેતા હતા. તેમણે નક્કી કર્યું કે રિટાયર્ડમેન્ટ પછી તેઓ ખેતી જ કરશે, કારણ કે આવું કરવું તેમને ગમતું હતું, પરંતુ રિટાયર્ડમેન્ટ પહેલાં તેમની પત્નીનું નિધન થઈ ગયું હતું. ત્યાર પછી તેઓ સંગરુર શિફ્ટ થઈ ગયા.

અહીં લીઝ પર ચાર એકર જમીન લઈને તેમણે મલ્ટી ક્રોપિંગ ખેતી શરૂ કરી. પાંચ વર્ષ પહેલાં લુધિયાણામાં રહેતી તેમની 45 વર્ષની દીકરી પ્રિયંકા ગુપ્તાએ ખેતીમાં પપ્પાને મદદ કરવાની શરૂઆત કરી. પ્રિયંકાએ એમાં ઘણા ફેરફાર કર્યા. હવે તેમના ખેતરમાં પેદા થતાં ઉત્પાદન પ્રોસેસ થઈને બજાર પણ પહોંચી રહ્યાં છે.

પ્રિયંકાના પિતા બદ્રીદાસ બંસલ વીજળી વિભાગમાંથી રિટાયર્ડ થયા પછી જૈવિક ખેતી કરી રહ્યા છે, જેમાં હવે દીકરી પ્રિંયકા પણ તેમને મદદ કરે છે.
પ્રિયંકાના પિતા બદ્રીદાસ બંસલ વીજળી વિભાગમાંથી રિટાયર્ડ થયા પછી જૈવિક ખેતી કરી રહ્યા છે, જેમાં હવે દીકરી પ્રિંયકા પણ તેમને મદદ કરે છે.

બદ્રીદાસની જમીન સંગરુરમાં છે અને તેમની દીકરી લુધિયાણામાં રહે છે. તે સપ્તાહમાં ત્રણ દિવસ લુધિયાણાથી સંગરુર આવે છે. પિતા-દીકરીની આ જોડી ઓર્ગેનિક રીતે ઉત્પાદનને પ્રોસેસ કરીને સીધું ગ્રાહકો સુધી પહોંચાડી રહી છે. બદ્રીદાસ કહે છે, તેમને માત્ર એ વાતની ખુશી છે કે તે પોતે શુદ્ધ ખાઈ રહ્યા છે અને લોકોને પણ શુદ્ધ ખવડાવી રહ્યા છે. ઉંમરના આ પડાવમાં પણ બદ્રીદાસ ફાર્મ પર સમય પસાર કરે છે, પરંતુ હવે ખેતીનું બધું કામ તેમની દીકરી પ્રિયંકા જ સંભાળી રહી છે.

દીકરીની ફૂડ પ્રોસેસિંગની શરૂઆત
ફાઈનાન્સમાં એમબીએ કરી ચૂકેલી પ્રિયંકાએ પોતાના ચાર એકરના ખેતરનું નામ ‘મધર અર્થ ઓર્ગેનિક ફાર્મ’ રાખ્યું છે અને આ નામને કારણે તે પોતાની પ્રોડક્ટ્સને બજાર સુધી પહોંચાડી રહી છે. તેઓ જણાવે છે કે અમે અહીં દાળ, મકાઈ, બાજરી, ચણા, જુવાર, તલ, અળસી, હળદર અને લીલી શાકભાજી વાવી રહ્યાં છીએ. આ ઉપરાંત અમારા ફાર્મ પર કેરી, જામફળ, આમળાં, તુલસી, લીમડો, બ્રાહ્મી, મોરિંગા અને સ્ટીવિયાના પણ પ્લાન્ટ છે. પપ્પા ક્યારેય ખેતરમાં પેદા થતી ઊપજને વેચતા ન હતા, એને વહેંચી દેતા હતા, પણ જ્યારે મેં તેમને ખેતીમાં સપોર્ટ કરવાનું શરૂ કર્યું તો હવે ઉત્પાદનને પ્રોસેસ કરીને બજાર સુધી પહોંચાડવા લાગ્યા છે.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે એક વખત અમારા ખેતરમાં હળદરનું ઉત્પાદન ઘણું સારું થયું હતું. ઘર-પરિવાર, સગાં-વહાલાંને વહેંચ્યા પછી પણ ઘણી હળદર વધી હતી. ત્યારે મેં કાચી હળદરનું અથાણું બનાવી દીધું. એ અથાણાને જેણે પણ ચાખ્યું તેણે કહ્યું કે અમને પણ બનાવી આપો. આનાથી મને આઈડિયા આવ્યો કે આપણે આપણા ખેતરમાં પેદા થતી પેદાશને પ્રોસેસ કરીને વેચીએ અને અહીંથી જ અમે ફૂડ પ્રોસેસિંગની શરૂઆત કરી.

ફાર્મમાં ઊગતું લીલું મરચું પ્રોસેસ કરીને અથાણું તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉપયોગમાં લેવાતા મસાલા પણ અહીં ઉગાડવામાં આવે છે.
ફાર્મમાં ઊગતું લીલું મરચું પ્રોસેસ કરીને અથાણું તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉપયોગમાં લેવાતા મસાલા પણ અહીં ઉગાડવામાં આવે છે.

પ્રોસેસિંગ દ્વારા આજે પ્રિયંકા લગભગ 20-25 પ્રકારનાં ઉત્પાદન બનાવે છે. એ હવે સંગરુરમાં જ તેમના ઘરના રસોડામાં જ પ્રોસેસ થઈને પેક થાય છે. તેઓ હળદર, લસણ, ગાજર, લીલાં મારચાં, મૂળા, કેરીનું અથાણું, જામ વગેરે તૈયાર કરે છે, સાથે જ જુવાર, બાજરી અને મકાઈનાં બિસ્કિટ અને લોટ પણ તૈયાર કરે છે, જેના માટે પ્રિયંકાએ પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટીથી ફૂડ પ્રોસેસિંગની ટ્રેનિંગ પણ લીધી છે.

પ્રોસેસિંગના કામમાં તેઓ સંગરુરનાં આસપાસનાં ગામની 5 મહિલાની મદદ લે છે. આનાથી તેમને રોજગાર પણ મળે છે. આ અંગે પ્રિયંકા જણાવે છે કે આ મહિલાઓ મારી સૌથી મોટી શક્તિ છે, મારી હાજરીમાં આ લોકો ખેતરથી માંડી પ્રોસેસિંગ અને પેકિંગ સુધી બધું સંભાળી લે છે.

ચાર રિટેલર્સ અને આસપાસના લોકો બધો સામાન ખરીદી લે છે
પ્રિયંકા જણાવે છે, છેલ્લાં અમુક વર્ષોમાં લોકોએ તેમના ત્યાં વાવેલાં તથા તૈયાર કરેલાં ઉત્પાદનો ટેસ્ટ કર્યા, ત્યાર પછી જ આસપાસના લોકો સીધા ફાર્મથી જ રો અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ ખરીદી લે છે. આ ઉપરાંત પ્રિયંકા ચાર રિટેલર્સ સુધી પણ પોતાના ફાર્મમાં વાવેલી તથા પ્રોસેસ કરેલી ઓર્ગેનિક પ્રોડક્ટ પહોંચાડે છે.

પ્રોસેસિંગ પછી પ્રોડક્ટને આ પ્રકારના પેકિંગમાં રિટેલર્સ પાસે મોકલવામાં આવે છે.
પ્રોસેસિંગ પછી પ્રોડક્ટને આ પ્રકારના પેકિંગમાં રિટેલર્સ પાસે મોકલવામાં આવે છે.

ખાદ્ય અને બાકી જૈવિક પોષણ બનાવવા માટે તેઓ ગામની બહારથી જ છાણ અને ગૌમૂત્ર લાવે છે. આનાથી ખેતરો માટે જૈવિક ખાદ્ય, પોષણ અને કીટનાશક બનાવવામાં આવે છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે આ વાતની ખુશી છે કે તેના પિતાએ જે ઉદ્દેશથી જૈવિક ખેતીની શરૂઆત કરી હતી, હવે તેઓ ઘણી હદ સુધી એને પૂરો કરી શકે છે. આસપાસના ખેડૂતોને પણ જૈવિક ખેતીનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. એક ઘટના જણાવતાં તેમણે કહ્યું હતું કે એક દિવસ અમુક ખેડૂતો અમારા ખેતર અને ખેતી કરવાની પદ્ધતિને જોવા આવ્યા હતા. તેઓ અમારા અળસિયા જોઈને ચોંકી ગયા, ત્યારે તેમને સમજાયું કે કેમિકલ્સને કારણે જ હવે ખેતરમાં અળસિયા જોવા મળતા નથી.

પ્રોસેસિંગ પછી દાળ અને ચોખાને આ પ્રકારે પેક કરીને ગ્રાહકોને આપવામાં આવે છે.
પ્રોસેસિંગ પછી દાળ અને ચોખાને આ પ્રકારે પેક કરીને ગ્રાહકોને આપવામાં આવે છે.

લોકોને કેમિકલ ફ્રી ખાવાનું મળે એ સૌથી મોટો હેતુ
જૈવિક ખેતીથી થતી વાર્ષિક કમાણીના સવાલ અંગે પ્રિયંકાએ કહ્યું હતું કે તેમના પિતાએ ક્યારેય પૈસા માટે ખેતી નથી કરી. તેમના જીવનનિર્વાહ માટે પેન્શન પૂરતું છે. આ ખેતીથી અમને એ વાતની ખુશી છે કે અમે પોતે શુદ્ધ જમવાનું જમી રહ્યાં છીએ અને લોકોને પણ શુદ્ધ તથા જૈવિક ભોજન પૂરું પાડી રહ્યાં છીએ. અમે લીઝની જમીન પર ખેતી કરીએ છીએ, એટલા માટે અમારે વાર્ષિક 2 લાખ રૂપિયા લીઝની રકમ આપવાની હોય છે, પણ એવા લોકો જેમની પાસે પોતાની જમીન છે તેઓ મલ્ટી ક્રોપિંગ ખેતી દ્વારા સારી કમાણી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો