તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • The Farmer Leader Said, "We Understand The Government's Maneuvers. When The Government Shows Toughness, It Has To Bow Down."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્ટરવ્યૂ:ખેડૂત નેતાએ કહ્યું-અમે સરકારના દાવપેચ સમજી ગયા છીએ, જ્યારે સરકાર કડકાઈ બતાવે છે તો તે ઝૂકવાની હોય છે

નવી દિલ્હી4 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
 • કૉપી લિંક
 • ખેડૂત નેતા કહે છે, ‘પશ્ચિમ બંગાળ અને યુપીમાં ચૂંટણી યોજાવાની છે, ભાજપને રાજકીય નુકસાન ઉઠાવવું પડી શકે છે.’
 • ‘આ કાયદો પરત લેવાશે કે નહીં, એ અમે ન કહી શકીએ પરંતુ યુવાનો દેશના ભવિષ્ય અંગે જરૂર વિચારશે.’

ભારતીય કિસાન યુનિયન એક્તા (ઉગરાહાં)ના આહ્વાન પછી પંજાબના માલવા ક્ષેત્રના ગામેગામથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચ્યા છે. આ સંગઠનમાં યુવાઓને લઈને વૃદ્ધ દેખાવકારો સુધી જેની પણ સાથે વાત કરો, બધા એક સૂરમાં કહે છે, -‘અમારા નેતા જે નિર્ણય લેશે અમે તેને માનીશું.’

નેશનલ હાઈવે-9 પર એક જૂના ખાલી પડેલા ગોદામમાં સંગઠનને પોતાનું મુખ્યાલય બનાવ્યું છે. અહીં ધાબળા અને પાણી ગરમ કરવાના દેશી ગિઝરોનો ઢગલો છે. આ બધુ છેલ્લા 24 કલાકમાં દાનમાં મળ્યું છે.

કાલ્વિન ક્લીનનું વુલન જેકેટ પહેરેલા 75 વર્ષીય જોગિન્દર ઉગરાહાંના ચહેરા પર અલગ જ ચમક છે. શાંત સ્વભાવના જોગિન્દર ઉગરાહાંની પાછળ લાખો ખેડૂતો ઊભા છે. તેમનું સંગઠન આંદોલનમાં સામેલ સૌથી મોટું અને મજબૂત સંગઠન છે. જોગિન્દર ઉગરાહાં સ્પષ્ટ કહે છે કે આ આંદોલન હવે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરાવવાથી આગળ વધી ચૂક્યું છે. તેઓ કહે છે, ‘લોકો હવે એ સમજી ગયા છે કે સરકાર તેમના માટે નથી, પરંતુ કોર્પોરેટ માટે કામ કરી રહી છે. આ કાયદા પાછા ખેંચાશે કે નહીં, હવે માત્ર આ જ મુદ્દો નથી. આવનારા સમયમાં આ આંદોલનની દિશા કંઈક અલગ હશે.’

ઉગરાહાં કહે છે, ‘સરકારે આને પોતાની આબરૂનો મુદ્દો ન બનાવવો જોઈએ. સરકાર ખેડૂતોની વાત સાંભળવા કેમ તૈયાર નથી, તે અમને સમજાતું નથી.’ છેલ્લા કેટલાક દિવસોમાં આંદોલનમાં યુવાનોની સંખ્યા વધી છે. શું આ આંદોલનને લાંબા સમય સુધી શાંતિપૂર્ણ રાખી શકાશે? આ સવાલ અંગે ઉગરાહાં કહે છે, ‘શરૂઆતમાં અમને એ જોખમ લાગતું હતું કે યુવાનો કંટ્રોલ નહીં કરે. પરંતુ, હવે બધું નિયંત્રિત છે. અમે સમગ્ર કાફલાને સમૂહોમાં વહેંચી દીધો છે અને દરરોજ દરેક સમૂહની મીટિંગ થાય છે.’

ખેડૂત આંદોલનમાં બાળકો અને યુવાનોની સાથે વૃદ્ધો પણ સામેલ છે. તેઓ કહે છે કે અમે અહીંથી જીતીને જ જઈશું.
ખેડૂત આંદોલનમાં બાળકો અને યુવાનોની સાથે વૃદ્ધો પણ સામેલ છે. તેઓ કહે છે કે અમે અહીંથી જીતીને જ જઈશું.

અમે યુવાનોને સમજાવ્યું છે કે આ આંદોલનનું સૌથી મોટું હથિયાર શાંતિપૂર્ણ દેખાવો છે. આ આંદોલન શાંતિપૂર્ણ રહેશે ત્યારે જ તેમાં જીત સંભવ છે. આંદોલન હિંસક થતા જ તેની હાર થશે.’ ઉગરાહાં કહે છે, ‘ઘણા નવયુવકો સવાલ કરે છે કે આપણે અહીં બોર્ડર પર કેમ બેઠા છીએ, દિલ્હી જઈએ. અમે તેમને સમજાવીએ છીએ કે દિલ્હીમાં વસતા લોકો આપણા ભાઈ છે. જો આપણા દિલ્હી જવાથી તેમનું જીવન મુશ્કેલ બને છે તો તેનાથી સરકારને કોઈ ફરક નહીં પડે. કેમકે સરકારના લોકો તો મોટા ઘરોમાં, મોટા મહેલોમાં રહે છે.’

અત્યાર સુધી સરકારે પાછળ હટવા કે પછી દબાણમાં હોવાનો સંકેત આપ્યો નથી. શું સરકાર આંદોલનને અવગણી રહી છે? આ સવાલ અંગે ઉગરાહાં કહે છે, ‘આ આંદોલનને અવગણવું એ સરકારના દાવપેચ છે. અમે આ વાત બરાબર સમજીએ છીએ. પરંતુ, અમે એ પણ જાણીએ છીએ કે આ સરકાર માટે ચિંતાનો વિષય છે. નેતાઓનું રાજકીય જીવન જોખમમાં છે.

પંજાબમાં ભાજપનો કોઈ નેતા કોઈ ગામમાં જઈ શકતો નથી. એટલે સુધી કે કોઈ મંત્રી પણ ગામમાં જઈને આ કાયદાઓ અંગે વાત કરી શકે તેમ નથી. હરિયાણામાં પણ રાજકીય સ્થિતિ ગંભીર છે.

ભાજપાના ઓછા સંખ્યાબળની સરકારનું સમર્થન ગમે ત્યારે તૂટી શકે છે. બીજા રાજ્યોમાં પણ ચૂંટણી આવી રહી છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં ચૂંટણી થવાની છે. ભાજપાને રાજકીય નુકસાન થઈ શકે છે.’

તેઓ કહે છે, ‘આ આંદોલન એક રાજ્ય કે હિન્દુસ્તાનમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થઈ રહ્યું છે. જેટલું આ આંદોલન આગળ વધશે, એટલું રાજકીય નુકસાન ભાજપને થશે.’ ઉગરાહાં સંગઠન પર એફસીઆરએ વિના વિદેશોમાંથી ફંડ લેવાનો આરોપ મૂકાયો છે. જોગિન્દર સિંહ ઉગરાહાં સ્વીકારે છે કે તેમને વિદેશોમાંથી પૈસા મળ્યા છે.

તેઓ કહે છે, ‘ફંડ વિના કામ ચાલતું નથી. બસ આવે છે, તેનું પણ ભાડું આપવાનું હોય છે. સ્પીકર લાગે છે, તેનું પણ ભાડું આપવાનું હોય છે. સવાલ એ છે કે અમને ફંડ કોણ મોકલી રહ્યું છે. જે લોકો અહીંથી જઈને ત્યાં મજૂરી કરે છે, ટ્રક ચલાવે છે, બોર તોડે છે, તેઓ અમને ફંડ મોકલે છે. અમે તેમને પૈસા મોકલવાની અપીલ કરી છે. સરકાર બતાવવા માગે છે કે કોઈ બહારની એજન્સી અમને ફંડ મોકલી રહી છે. અમારા પોતાના લોકો છે, જેઓ વિદેશોમાં કામ કરી રહ્યા છે, તેઓ અમને પૈસા મોકલી રહ્યા છે.

ભારતીય કિસાન એક્તા (ઉગરાહાં)ના આહ્લાન પર પંજાબના માલવા ક્ષેત્રના ગામેગામથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચ્યા છે.
ભારતીય કિસાન એક્તા (ઉગરાહાં)ના આહ્લાન પર પંજાબના માલવા ક્ષેત્રના ગામેગામથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચ્યા છે.

ઉગરાહાં કહે છે, ‘આ શાંતિપૂર્ણ આંદોલનને આતંકવાદી આંદોલન, ખાલિસ્તાની આંદોલન, કોંગ્રેસનું આંદોલન ગણાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાજપે જેટલા પણ પાના ઉતર્યા, બધા ફેઈલ થયા છે. આ યોગ્ય માર્ગ નથી. 36 વર્ષથી હું જમીન પર કામ કરી રહ્યો છું. હવે અમે સરકારના તમામ દાવપેચ સમજી ગયા છીએ. જ્યારે સરકાર કડકાઈથી બોલે છે, ત્યારે તેનો મતલબ એવો થાય છે કે સરકાર ઝૂકવાની છે. સરકાર કહે છે કે કોઈ હાલતમાં કાયદો રદ નહીં થાય, તેનો અર્થ એ છે કે કાયદા રદ થવાની સંભાવના છે. આપને અમારા ચહેરા પર દેખાતું હશે. અમારા ચહેરા પર ક્યારેય નિરાશાના ભાવ આવતા નથી. અમે અહીંથી જીતીને જ જઈશું. આ ઉપરાંત કોઈ સંભાવના નથી. અમે ઘણી જીત મેળવી લીધી, હવે જે બાકી છે એ પણ જીતીને જઈશું.’

શું આપે ક્યારેય વિચાર્યુ હતું કે આંદોલન આટલું લાંબુ થઈ જશે? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, ‘અમે શરૂઆતથી જાણતા હતા કે આ મુદ્દો મોટો છે. તેને હાંસલ કરવામાં મોટી તાકાત અને લાંબો સમય જોઈશે. ઓછી તાકાત કે ઓછા સમયમાં આ પ્રાપ્ત કરી શકાશે નહીં. યુવાનો જ અમારી હિંમત છે. અમને એવું લાગે છે કે અમે આ આંદોલનમાં એક નવી ચીજ જોઈ છે, જેને જોવા માટે અમે 36 વર્ષથી તરસી રહ્યા હતા. જે યુવાનો વિશે કહેવાતું હતું કે તેઓ કાનમાં બુટી પહેરે છે, મોટરસાઈકલથી ફટાકડા ફોડે છે, તે યુવાનો અહીં વૃદ્ધજનોને નવડાવે છે, તેમની સેવા કરી રહ્યા છે. યુવાનો આ આંદોલનની તાકાત બની ગયા છે. તેઓ બધુ યોગ્ય કરી લેશે. હવે તેમના મનમાં સવાલ છે કે પીએચડી, એમફિલ કર્યા પછી, એન્જિનિયરીંગ કર્યા પછી પણ તેમને નોકરી મળી રહી નથી.

તો હવે આગળ શું થશે? જોગિન્દર સિંહ ઉગરાહાં કહે છે, ‘નવી દિશામાં આંદોલન જવાની શક્યતા છે, આ કાયદા પાછા ખેંચાશે કે નહીં, એ અમે ન કહી શકીએ. પરંતુ, અમે એટલું જરૂર કહી શકીએ કે હવે આ દેશના યુવાનો દેશના ભવિષ્ય અંગે જરૂર વિચારશે. હવે વાત માત્ર કાયદા પાછા ખેંચવાની નથી. આવનારા દિવસોમાં કંઈપણ બની શકે છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો