ભાસ્કર એક્સક્લૂસિવભારતીય પાસપોર્ટ ગુમાવવાનું દુઃખ:ભારતીય પાસપોર્ટ સરન્ડર કરતી વખતે તેને ફાડવો પડે છે એ વખતે ભારત છોડ્યાનું દુખ થાય છે, એ વખતે રડી પડાયું

25 દિવસ પહેલા

મને આજે પણ પોતાનો ભારતીય પાસપોર્ટ ગુમાવવાનું દુઃખ છે. પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરતા સમયે ખૂબ રડી રહી હતી. બિઝનેસ માટે મને બ્રિટનના પાસપોર્ટની જરૂર હતી. જો ભારતમાં બેવડી નાગરિકતા હોત તો મારી ઓળખ મારી પાસે હોત. ભારત સરકારે બેવડી નાગરિકતા વિશે વિચારવું જોઈએ. આ દુઃખ NRI અદિતિ વાજપેયીનું છે. તે ઈન્દોરમાં જન્મી હતી, ભણી અને નોકરી કરવા લંડન જતી રહી. અદિતિ ઈન્દોરમાં 8થી 10 જાન્યુઆરી સુધી થઈ રહેલા પ્રવાસી સંમેલનમાં ભાગ લેવા આવી છે. ડેલી કોલેજમાં ભણેલી અદિતિ વાજપેયીએ ભાસ્કર સાથે વાત કરી. તેણે પોતાની અને પ્રવાસી ભારતીયોની સમસ્યાને અહીં જણાવીને છે.

મિત્રો કહે છે, NRI એટલે નોન રિક્વાયર્ડ ઈન્ડિયન
અદિતિ કહે છે, ઈન્ડિયામાં જન્મ થયો છે અને અહીં જ મોટી પણ થઈ છે. ક્યાંક ને ક્યાંક દિલ તો અહીં લાગેલું હોય છે, પરંતુ કામ કરવા યુકે જવું પડે છે. અમને એક અલગ ટર્મ NRI(નોન રિક્વાયર્ડ ઈન્ડિયન) આપવામાં આવી છે. એ બોલીને મિત્રો મજાક ઉડાવે છે કે ઈન્ડિયાને તમારી જરૂર નથી, આથી તમે નોન રિક્વાયર્ડ ઈન્ડિયન થઈ ગયા છો.

મને લાગે છે કે અમને NRI નહીં, માત્ર ઈન્ડિયન બોલાવો. લોકો MP(મધ્યપ્રદેશ) છોડીને બીજા કોઈ રાજ્યમાં જતા રહે છે, તો તેમને નોન રેસિડન્ટ ઓફ MP કહો છો? તો પછી અમને કેમ નોન રેસિડન્ટ ઓફ ઈન્ડિયન કહેવામાં આવે છે.

ઈમાનદારીથી કહું તો 9 વર્ષ પહેલાં જ્યારે મેં બ્રિટનની નાગરિકતા અપનાવી ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમારો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરો. સરેન્ડર કરવા માટે તમારે તમારા પાસપોર્ટનો એક ખૂણો ફાડવો પડે છે.

આ એક પ્રોસેસ છે, એના વગર પાસપોર્ટ સરેન્ડર માની ન શકાય. મારા માટે એ ક્ષણ ખૂબ દર્દનાક હતી. મેં ભારે મનથી અને ભીની આંખોથી ભારતીય પાસપોર્ટનો એક ખૂણો ફાડ્યો અને પાસપોર્ટ સરેન્ડર કર્યો. ભારતીય પાસપોર્ટમાં મારાં માતા-પિતાનું નામ અને ઘરનું સરનામું હતું. મારી ઓળખ પણ હવે સરેન્ડર થઈ ગઈ છે.

પાસપોર્ટ સરેન્ડર કરવો એટલે જરૂરી હતો કે બ્રિટિશ પાસપોર્ટથી યુરોપમાં મુસાફરી કરવી સરળ બની જાય છે. યુકેનો પાસપોર્ટ સ્ટ્રોંગ માનવામાં આવે છે. તમને યુકે જવા માટે વિઝાની જરૂર નથી હોતી. ભારતીય પાસપોર્ટ સાથે યુરોપના કોઈ બીજા દેશમાં જવા વિઝાના ચક્કર મારવાં પડે છે, આથી પાસપોર્ટ બદલવો મારી મજબૂરી હતી.

ભારત આવવા માટે મારી પાસે OCI(ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા) કાર્ડ છે. OCI કાર્ડનો અર્થ મારી પાસે ભારત આવવા લાઈફ ટાઈમ વિઝા છે. જો મારી પાસે બેવડી નાગરિકતા હોત તો આવું ન હોત. યુકેને બેવડી નાગરિકતાથી વાંધો નથી.

પ્રવાસી સંમેલન દરમિયાન PM અને CM સાથે મુલાકાત થશે, તો હું આ સવાલ કરીશ. મેં બેવડી નાગરિકતા સંબંધમાં સવાલ પહેલાંથી જ મંત્રાલયને મોકલી આપ્યો છે.

દુબઈની સીધી ફ્લાઇટ થઈ શકે છે તો યુકે કેમ નહીં?
ચાલો... હું તમને જણાવું કે મારા શહેર ઈન્દોરમાં આવવા માટે મારે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લંડનથી ઈન્દોર કે મધ્યપ્રદેશના અન્ય કોઈ શહેરની સીધી ફ્લાઈટ નથી. સામાન લઈને કલાકો સુધી એરપોર્ટની આસપાસ ભટકવું પડે છે.

જ્યારે ઈન્દોરથી દુબઈની સીધી ફ્લાઈટ હોય ત્યારે યુકે માટે પણ એક ફ્લાઈટ હોવી જોઈએ. હવે MP આવવા માટે દિલ્હી કે મુંબઈ થઈને આવવું પડશે. આમાં વધુ પૈસા ખર્ચવા પડે છે અને સમય પણ લાગે છે. આ માત્ર મારી સમસ્યા નથી, લંડનમાં રહેતા સેંકડો પરિવારોની પીડા છે, જે મધ્યપ્રદેશના છે.

એરપોર્ટથી સીધા છપ્પન...પૌંઆ, જલેબી ખાઈ ઘરે પહોંચી, તમે મારી ઈન્દોરિયત નહીં છીનવી શકો
અદિતિનો ભારતીય પાસપોર્ટ ભલે છીનવાઈ ગયો હોય, પરંતુ ઈન્દોરી હોવાનો ગર્વ છે. તે કહે છે કે આ વખતે ઈન્દોર એરપોર્ટ પર ઊતરી ત્યારે પેરેન્ટ્સ મને લેવા એરપોર્ટ પર આવ્યા હતા. મેં તેમને કહ્યું હતું કે પહેલા છપ્પન જઈએ, પછી ઘરે જઈશું. અમે ત્યાં પહોંચી પૌંઆ-જલેબી ખાધાં પછી ઘરે પહોંચ્યાં.

જ્યારે પણ હું ઘરે આવું છું, પહેલા છપ્પન દુકાનનાં દર્શન કરું છું. હું કહું છું કે ઈન્દોરીથી તમે ઈન્દોર છીનવી લેશો, પરંતુ ઈન્દોરિયત નહીં છીનવી શકો. અદિતિના પિતા પ્રો. અરુણ વાજપેયી મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર રહ્યા છે. માતા પ્રેમલતા બાજપેયી મધ્યપ્રદેશ રાજ્ય સેવામાં જોઈન્ટ ડાયરેક્ટર રહ્યાં છે. બંને હાલ રિટાયર છે. અદિતિના ભાઈ અર્પિત લંડનમાં છે અને ભાભી દિવ્યા પણ ત્યાં ડોક્ટર છે.

અનકમ્ફર્ટેબલ નહીં, ડિસઅપોઈન્ટમેન્ટ થાય છે
તે આગળ જણાવે છે, મેં 2018માં અહીં સ્કીમ નંબર 114માં પ્રોપર્ટી બુક કરી હતી, પરંતુ હજુ સુધી પજેશન નથી મળ્યું. રેરાનું રજિસ્ટ્રેશન છે, પરંતુ હજુ સુધી એ ખબર નથી પડી કે પજેશન કેમ નથી મળ્યું. હવે તો મેં બિલ્ડરને ફોન કરવાનું પણ મૂકી દીધું છે. તે પણ ઘણા મોટા બિલ્ડર છે તેમ છતાં ખબર નથી પડતી કે મોડું કેમ થઈ રહ્યું છે. મારો અહીં પ્લોટ છે. બંને તરફ બંને પાડોશીઓએ જમીન પચાવી લીધી છે. મેં આવીને જોયું તો લાગ્યું કે પ્લોટ નાનો થઈ ગયો છે. જ્યારે મેં અરજી કરી અને ફરીથી માપણી કરાવી ત્યારે મને ખબર પડી કે મારી જમીન બંને બાજુએ અતિક્રમણ કરવામાં આવી છે. આ બધી બાબતો મનને ખલેલ પહોંચાડે છે. હું અહીં અનકમ્ફર્ટેબલ નથી, હા ક્યારેક આવી બાબતોને કારણે નિરાશા પણ થાય છે.

સમય આવી ગયો છે કે હવે આપણે બેવડી નાગરિકતા વિશે વિચારીએ: IIM ડાયરેક્ટર
આ વિશે જ્યારે અમે ભારતીય પ્રબંધ સંસ્થાન ઈન્દોર(IIMI)ના ડાયરેક્ટર હિમાંશુ રાય સાથે વાત કરી, તો તેમણે કહ્યું હતું કે ભારતીય મૂળની કોઈપણ વ્યક્તિ જે બહાર છે, આપણે તેમના જીવનને કેવી રીતે સરળ બનાવી શકીએ. એ ભેદભાવ કર્યા વગર કે તેમની પાસે કોઈ દેશની નાગરિકતા છે, તે લોકોને એ સુવિધા આપવી જોઈએ, જે બીજા દેશ આપી રહ્યા છે.

ઉદાહરણ તરીકે, જો આપણે તેમને વિદેશી નાગરિકતા આપવા માગીએ છીએ, તો આ પ્રક્રિયાને સરળ બનાવવી પડશે. ધારો કે જો તેઓ ભારતમાં નાણાં ટ્રાન્સફર કરવા માગતા હોય તો આપણે એ પ્રક્રિયાને સરળ બનાવવી પડશે. મારા મતે, કદાચ સમય આવી ગયો છે, જ્યારે આપણે બેવડી નાગરિકતા વિશે વિચારવું જોઈએ.

અમે તેમને બેવડી નાગરિકતા કેમ આપી શકતા નથી એનું કાળજીપૂર્વક અને ગંભીરતાથી વિશ્લેષણ કરવું જોઈએ. અમારે ભારતીય મૂળના લોકોને ખાતરી આપવી પડશે કે તેઓ ગમે તે દેશમાં રહેતા હોય, જો મુશ્કેલી આવે તો તેઓ સૌથી પહેલા ભારતીય દૂતાવાસને યાદ કરે.

અન્ય સમાચારો પણ છે...