ભાસ્કર એક્સક્લૂસિવમારઝૂડ કર્યાના 5 દિવસ પછી આફતાબ શ્રદ્ધાને હોસ્પિટલમાં લાવ્યો:ડોક્ટરે કહ્યું- 'તે ચાલી પણ શકતી નહોતી, ઈજાનું કારણ જણાવતાં અચકાઈ રહી હતી'

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રદ્ઘા વાલકર હત્યામાં આફતાબ હજુ પણ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. દિલ્હી પોલીસે શુક્રવારે સ્વીકાર્યું કે આ કેસની તપાસ હાલમાં ચાલી રહી છે અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જોકે આવા પુરાવા અને સાક્ષીઓ સામે આવી રહ્યા છે, જે આફતાબની ક્રૂરતાની વાર્તાને સાબિત કરી રહ્યા છે. આ પુરાવા કોર્ટમાં કેવી રીતે ટકી શકશે, આ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે.

મુંબઈની ઓઝોન હોસ્પિટલના ડોક્ટર શિવપ્રસાદ શિંદેએ મીડિયાને જણાવ્યું હતું કે 3 ડિસેમ્બર 2020ના રોજ શ્રદ્ધા તેમની પાસે સારવાર માટે આવી હતી. તેના શરીર પર ઈજાઓ હતી, તે શારીરિક હિંસાના કારણે જ અહીં આવતી હતી, પરંતુ તેણે ખૂલીને જણાવ્યું નહોતું.

ભાસ્કરની પાસે શ્રદ્ધાના તમામ મેડિકલ રિપોર્ટ્સ છે, જે સાબિત કરે છે કે તેની ગરદન અને પીઠ પર ગંભીર ઈજાઓ હતી.

શ્રદ્ધાના મેડિકલ રિપોર્ટમાં સીવર બેક પેન અને ગરદનના દુખાવાનો ઉલ્લેખ છે. આ સમસ્યાઓ 4-5 દિવસથી થઈ રહી હતી. રિપોર્ટમાં દર્દીનું નામ મિસિસ શ્રદ્ધા વિકાસ વાલકર લખવામાં આવ્યું છે.
શ્રદ્ધાના મેડિકલ રિપોર્ટમાં સીવર બેક પેન અને ગરદનના દુખાવાનો ઉલ્લેખ છે. આ સમસ્યાઓ 4-5 દિવસથી થઈ રહી હતી. રિપોર્ટમાં દર્દીનું નામ મિસિસ શ્રદ્ધા વિકાસ વાલકર લખવામાં આવ્યું છે.

ડોક્ટરે કહ્યું- આફતાબે શ્રદ્ધાને પોતાની પત્ની કહી હતી
ભાસ્કરે હોસ્પિટલનાં બિલ અને મેડિકલ રિપોર્ટ જોયા છે, જેનાથી જાણ થાય છે કે શ્રદ્ધા સાથે મારઝૂ઼ડ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ચાર દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. શ્રદ્ધાને ગરદન અને પીઠમાં દુખાવો, પગમાં ધ્રુજારી અને ઉબકા આવવાની સમસ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ડો.શિવપ્રસાદ શિંદેના કહેવા પ્રમાણે, જ્યારે આફતાબ શ્રદ્ધાને હોસ્પિટલ લઈ આવ્યો ત્યારે તેણે તેને પોતાની પત્ની કહી. શ્રદ્ધાને ગરદન અને પીઠમાં દુખાવો હતો અને તે બરાબર ચાલી પણ શકતી ન હતી. તેણે ત્રણ દિવસ સુધી ફિઝિયોથેરપી લીધી. અમે ત્રણ દિવસ પછી શ્રદ્ધાને ડિસ્ચાર્જ કર્યું. તેની સારવાર ચાલુ રાખવાની હતી, પરંતુ તેણે ન તો ફોન ઉપાડ્યો કે ન ક્યારેય ચેક-અપ કરાવવા આવી.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા ઈજાનું કારણ જણાવતાં અચકાઈ રહી હતી. શુક્રવારે જ શ્રદ્ધાના એક મિત્ર સાથેની ચેટના સ્ક્રીનશોટ સામે આવ્યા છે, જેમાં તે મારપીટનો ઉલ્લેખ કરી રહી છે. હાલ પોલીસ આ ચેટ્સની સત્યતાની તપાસ કરી રહી છે.

શ્રદ્ધાએ દુખાવાની ફરિયાદ કરી રહી હતી. ડિસ્ચાર્જ થયા પછી તેને 5 દિવસ પછી હોસ્પિટલમાં પાછા આવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે ગઈ નહોતી.
શ્રદ્ધાએ દુખાવાની ફરિયાદ કરી રહી હતી. ડિસ્ચાર્જ થયા પછી તેને 5 દિવસ પછી હોસ્પિટલમાં પાછા આવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે ગઈ નહોતી.

શ્રદ્ધાએ ઓફિસમાં એમ પણ કહ્યું હતું કે તે પોલીસ પાસે જવાની હતી
મુંબઈમાં શ્રદ્ધા જ્યાં કામ કરતી હતી તે કોલ સેન્ટરનો મેનેજરે પણ માહિતી આપી છે. તેણે નવેમ્બર 2020માં શ્રદ્ધા સાથેની ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. 24 નવેમ્બર 2020ના રોજ થયેલી આ વાતચીતમાં શ્રદ્ધાએ મેનેજરને કહ્યું હતું કે તે 'ગઈકાલે થયેલી મારપીટને કારણે ઓફિસમાં આવી શકશે નહીં'.

શ્રદ્ધા મેસેજમાં કહી રહી છે- 'મને લાગે છે કે મારું બ્લડપ્રેશર ઓછું છે અને મારા શરીરમાં દુખાવો છે. મારામાં પથારીમાંથી ઊઠવાની તાકાત નથી.' શ્રદ્ધાએ તેની સાથેની લડાઈની તસવીર પણ મેનેજરને મોકલી હતી.

મીડિયા સાથે વાત કરતાં શ્રદ્ધાના મેનેજર કરણે કહ્યું, 'શ્રદ્ધા 2020માં મારી ટીમ સાથે જોડાઈ હતી. તે ખૂબ જ મહેનતુ છોકરી હતી. જ્યારે પણ તે હિંસા કે તણાવમાંથી પસાર થતી ત્યારે તે ઓફિસમાં આવતી નહોતી. તેણે ક્યારેય નથી જણાવ્યું કે તે માર મારવાના કારણે નથી આવી રહી, પરંતુ અન્ય કોઈ કારણ આપતી હતી. નવેમ્બર 2020માં તેણે તેના સૂજી ગયેલા ચહેરાની એક તસવીર મોકલી, પછી મને ખબર પડી કે તે ઘરેલુ હિંસામાંથી પસાર થઈ રહી છે.'

શ્રદ્ધાએ તેનો આ ફોટો શેર કર્યો હતો, જેમાં તેના નાક અને ગાલ પર ઈજાનાં નિશાન દેખાય છે.
શ્રદ્ધાએ તેનો આ ફોટો શેર કર્યો હતો, જેમાં તેના નાક અને ગાલ પર ઈજાનાં નિશાન દેખાય છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાએ તેની સામે થયેલી હિંસા અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ આફતાબે તેને કહ્યું હતું કે તે બદલાઈ જશે. આફતાબના પરિવારજનોએ પણ શ્રદ્ધાને વિશ્વાસ અપાવ્યો હતો. શ્રદ્ધા અને આફતાબનું ઘણી વખત બ્રેકઅપ થયું હતું અને બંને પોતાના જીવનમાં આગળ વધવા માગતાં હતાં, પરંતુ પછી ફરી સાથે આવી ગયાં હતાં.

આફતાબ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે, CCTV ફૂટેજ પરથી આશા
દિલ્હી પોલીસે શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે આ સમયે આવી કોઈ થિયરી આપવી ખૂબ જ ઉતાવળ છે, જે કોર્ટ સમક્ષ સાબિત ન થઈ શકે. હાલ તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. દરેક બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પછી જ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસને આફતાબના CCTV ફૂટેજ પણ મળ્યા છે, જેમાં તેના હાથમાં એક બેગ દેખાય છે. શ્રદ્ધા સાથે સંબંધિત કોઈપણ અવશેષો મેળવવા માટે પોલીસ મહેરૌલીનાં જંગલોમાં તપાસ કરી રહી છે. પોલીસે એમ પણ કહ્યું છે કે આફતાબે ઘણી વખત ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ઘણી ટીમો મોકલવામાં આવી છે, જેઓ હોટલો અને એ જગ્યાઓની તપાસ કરી રહી છે, જ્યાં શ્રદ્ધા કે આફતાબ ગયાં હતાં.

ગુરુગ્રામમાંથી પણ પોલિથીનમાં શરીરનાં અંગો મળ્યાં
શુક્રવારે જ દિલ્હી પોલીસે ગુરુગ્રામનાં જંગલોમાંથી કેટલાક પુરાવા એકત્ર કર્યા છે. પોલીસને એક પોલિથીન મળી આવ્યું છે, જેમાં શરીરના ટુકડા છે. એ શ્રદ્ધાના હોઈ શકે છે. આ પહેલાં દિલ્હીના પાંડવનગર અને ત્રિલોકપુરીમાં મળી આવેલા સમાન મૃતદેહોના ટુકડાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં પોલીસ દરેક નક્કર, ડિજિટલ, ફોરેન્સિક અને બાયોલોજિકલ પુરાવા એકત્ર કરવા માગે છે, જેથી હત્યારાને કોર્ટમાં સજા થઈ શકે. આફતાબે કાવતરું એવી રીતે ઘડ્યું છે કે પોલીસ માટે દરેક પાસાની તપાસ કરવી અને ઘટનાઓની સાંકળને જોડવી એ એક મોટો પડકાર બને.

આફતાબના નાર્કો ટેસ્ટથી આશા
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે અત્યારસુધી છતરપુરમાં ભાડા પર લીધેલું મકાન, મહરૌલીનાં ઘણાં સ્થળોની SFL રોહિણીની ટીમ તપાસ કરી છે. મહરૌલી જંગલ અને એની આસપાસના સર્ચ-ઓપરેશનમાં કેટલાંક હાડકાં મળી આવ્યાં છે, જેના DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોલીસે તેના નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે કોર્ટની પરવાનગી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ટેસ્ટ ટૂંક સમયમાં કરવામાં આવશે.

દિલ્હી પોલીસની ટીમ શનિવારે બીજા દિવસે પણ ગુરુગ્રામ પહોંચી હતી. પોલીસને આશંકા છે કે હત્યામાં વપરાયેલું હથિયાર અહીં ફેંકવામાં આવ્યું હતું, જેથી ટીમ મેટલ ડિટેક્ટર સાથે આવી પહોંચી હતી.
દિલ્હી પોલીસની ટીમ શનિવારે બીજા દિવસે પણ ગુરુગ્રામ પહોંચી હતી. પોલીસને આશંકા છે કે હત્યામાં વપરાયેલું હથિયાર અહીં ફેંકવામાં આવ્યું હતું, જેથી ટીમ મેટલ ડિટેક્ટર સાથે આવી પહોંચી હતી.

અત્યારે દિલ્હી પોલીસે આફતાબના ઘરમાંથી મળેલાં બધાં કપડાં જપ્ત કર્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં શ્રદ્ધાનાં કપડાં નહિવત્ પ્રમાણમાં મળ્યાં છે. પોલીસને અત્યારસુધી એ કપડાં નથી મળ્યાં, જે આફતાબ હત્યાના દિવસે પહેર્યાં હતાં. પોલીસે અત્યારે પણ મહરૌલી પાસે ફ્લેટની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

શ્રદ્ધાનો ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સામે આવ્યો
બીજી તરફ, શ્રદ્ધાનો એક ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ પણ સામે આવ્યો છે, જેણે કહ્યું હતું કે શ્રદ્ધાએ 18 મેની સાંજે તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. આ મેસેજમાં શ્રદ્ધાએ તેના મિત્રને કહ્યું, હું ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ હતી. એ પછી શ્રદ્ધાએ મિત્રના મેસેજનો ક્યારેય જવાબ આપ્યો નહીં. ત્યાર બાદ કેટલાક મહિનાઓ સુધી શ્રદ્ધાનો કોઈ જવાબ આવ્યો નહીં. તો તેના મિત્રએ પૂછ્યું હતું કે તું ક્યાં છે, શું તું સુરક્ષિત છે? જોકે તેનો જવાબ ક્યારેય આવ્યો નહિ. પોલીસે આ વ્યક્તિને પણ પૂછપરછ માટે બોલાવી છે.

અન્ય સમાચારો પણ છે...