કરિયર ફન્ડા:વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરી રોજગારીની ઉત્તમ તકોનું સર્જન કરી શકાય છે

8 દિવસ પહેલા
  • શિક્ષણશાસ્ત્રી સંદીપ માનુધનેની ટિપ્સ

બે પ્રકારનું શિક્ષણ હોય છે-એક શિક્ષણ આપણને જીવન જીવતા શીખવે છે અને અન્ય એક શિક્ષણ આપણને આજીવિકા રળી આપે છે.

હૃદયની વાત

એક છોટી-સી નોકરી કા તલબગાર હૂં મૈં, તુમસે કુછ ઔર જો માંગું તો ગુનહગાર હૂં મૈં
એક-સૌ-આંઠવી અર્જી મેંરે અરમાનો કી, કર લો મંજૂર કી બેકારી સે બેજાર હૂં મૈં....

ફિલ્મ એ સમાજનો અરીસો હોય છે અને ડાયરેક્ટર વિમલ રૉયની વર્ષ 1954માં રિલીઝ થયેલી ફિલ્મ 'નોકરી'નું આ ગીત આધુનિક ભારતની સૌથી મોટી સમસ્યા પૈકીની એક સમસ્યા-બેરોજગારી-ને સંગીતના સ્વરૂપમાં પ્રસ્તુત કરી છે.​​​​​​

પરિવારની ચિંતા
ભારતમાં મધ્યમવર્ગીય પરિવારોમાં યુવા સભ્યને સારી નોકરી કે રોજગારી મળે એ અંગે સમગ્ર પરિવાર ચિંતિત હોય છે. નિરાશ થવાને બદલે તમે તમારા સ્તરે બેરોજગારી (જોબલેસનેસ) સામે લડવા ઘણુંબધું કરી શકો છો.​​​​​​

વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવો
વ્યવસાયલક્ષી શિક્ષણ ઉદ્યોગ અથવા તો વ્યાવસાયિક નોકરી અપાવી શકે છે. એને ફોર્મલ સ્વરૂપથી ટ્રેડ સ્કૂલ્સ, ટેક્નિકલ સેકન્ડરી સ્કૂલ્સ, અથવા તો નોકરી સાથે તાલીમ કાર્યક્રમમાં અથવા તો અનૌપચારિક સ્વરૂપમાં કૌશલ કેળવણીની તાલીમ લઈ કરી શકાય છે.

નોકરીલક્ષી અભ્યાસક્રમોનું મહત્ત્વ કોઈ વિદ્યાર્થી અથવા પ્રોફેશનલના રસ, યોગ્યતા તથા અગાઉના શિક્ષણ પર આધાર રાખે છે.

ભારતમાં સૌથી લોકપ્રિય ચાર સ્ટ્રીમ્સ પ્રમાણે ડીગ્રી/ડિપ્લોમાં અને ત્યાર બાદ નોકરીલક્ષી અભ્યાસક્રમ હોય છે-

(1) PCM (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ), (2)PCB (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી), (3) કોમર્સ અને (4) આર્ટ્સ

CBSEની હાયર સેકેન્ડરી લેવલ પર આ વિષયોને રાખવામાં આવે છે.

કોમર્સ બેઝ્ડ- ઓફિસ સેક્રેટરી, શોર્ટહેન્ડ અને કોમ્પ્યુટર એપ્લિકેશન, એકાઉન્ટિંગ અને ઓડિટિંગ, માર્કેટિંગ તથા સેલ્સમેનશિપ, બેન્કિંગ, રિટેલ, ફાઇનાન્શિયલ માર્કેટ મેનેજમેન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન.

એન્જિનિયરિંગ બેઝ્ડ- ઈલેક્ટ્રિકલ ટેક્નોલોજી, ઓટોમોબાઈલ ટેકનોલોજી, સિવિલ એન્જિનિયરિંગ, અને એરકન્ડિશનિંગ એન્ડ રેફ્રિજરેશન ટેકનોલોજી, ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી, જિયોસ્પેશિયલ ટેક, ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એપ્લિકેશન્સ.

હેલ્થ અને પેરા મેડિકલ બેઝ્ડ- ફેશન ડિઝાઈન અને વસ્ત્ર નિર્માણ, ટેક્સટાઈલ ડિઝાઈન, ડિઝાઈન ફંડામેન્ટલ્સ, મ્યુઝિક ટેક્નોલોજી પ્રોડક્શન, બ્યૂટી સર્વિસીઝ.

એગ્રી (ખેતીવાડી) બેઝ્ડ- પોલ્ટ્રી, હોર્ટિકલ્ચર, ડેરી સાયન્સ અને ટેકનોલોજી.

હોસ્પિટાલિટી એન્ડ ટૂરિઝમ- ફૂડ પ્રોડક્શન, ફૂડ એન્ડ બેવરેજ સર્વિસ, ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ.

અન્ય- ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એન્ડ લોજિસ્ટિક્સ, લાઈફ ઈન્શ્યોરન્સ, લાઈબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ, માસ મીડિયા સ્ટડી, મીડિયા પ્રોડક્શન, બેકરી અને કન્ફેક્શનરી, ફ્રન્ટ ઓફિસ મેનેજમેન્ટ

તમે તમારા પોટેન્શિયલ, અનુભવ તથા ઈન્ટરેસ્ટના આધારે આ પ્રોગ્રામથી બેનિફિટ લઈ જોબ પ્રાપ્ત કરી શકો છે અથવા એમ્પ્લોયમેન્ટમાં જળવાઈ રહી શકો છો.

હંમેશાં યાદ રાખો કે બેરોજગારી પાછળનાં કારણોમાં મોટા પ્રમાણમાં યૂથ વર્કફોર્સ, તથા ઓછા પ્રમાણમાં વિકાસ પામેલ ઔદ્યોગિક અર્થતંત્ર, કૃષિક્ષેત્રમાં ધીમી પ્રગતિ, ગ્રામિણ ઉદ્યોગો પડી ભાગવા, જર્જરિત થઈ ગયેલી ટેક્નોલોજીનો ઉપયોગ, સામાજિક મોભો વગેરે બાબતનો સમાવેશ થાય છે. અને તેના પરિણામે કરોડો યંગસ્ટર્સમાં નિરાશાનો માહોલ પેદા થાય છે.

તમે તમારા માટે શું કરી શકો છો, એ સૌ પહેલા જુઓ. તમારે જીવન જીવવાનું છે જ અને એ પણ ખુશખુશાલ.

જીવનલક્ષી સૂચનો
વોકેશન એજ્યુકેશન સાથે અન્ય કેટલીક બાબતો પ્રત્યે કાળજી રાખો

'પહેલું સુખ તે જાતે નર્યાં, આ ઉપરાંત સારું સ્વાસ્થ્ય જ સાચી મૂડી-સારું સ્વાસ્થ્ય જ તમારી સૌથી મોટી સંપત્તિ છે'. સંતુલિત આહાર લો. ચિંતાના માહોલમાં કુટેવથી દૂર રહો, જેમ કે સિંગારેટ, તંબાકુ, ગુટકા, દારૂ વગેરેથી દૂર રહો. આ કુટેવ હેલ્થ અને વેલ્થ બન્નેને ખતમ કરી શકે છે.

ચિંતાને સહેજ પણ સ્પર્શ કરવા દેશો નહીં. તમે કંઈપણ લઈને આવ્યા નહોતા અને કંઈપણ લઈને જવાના નથી. દુનિયા તમે આવ્યા એ અગાઉ પણ ચાલતી હતી, તમે છો ત્યારે પણ ચાલી રહી છે અને તમારી ગેરહાજરી હશે ત્યારે પણ ચાલતી રહેશે.

નવા કૌશલોને શીખવા તૈયાર રહો-પછી ભલે તમે વ્યવસ્થિત રીતે સેટલ્ડ થયેલા હોય, તેમ છતાં કેટલીક બાબતો પ્રત્યે અપડેટ્સ રહેવું જરૂરી બને છે, કારણ કે વિશ્વ ખૂબ જલદીથી બદલાઈ રહ્યું છે. ઘણાંખરાં પરિવર્તન આપણી જાણની બહાર હોય છે. નવા કૌશલ શીખવાની તૈયારી એક હિસ્સાનો ભાગ છે. હકીકતમાં તમારા પરિવારમાં શીખવા અને અન્યને શીખવવાની પરંપરા કેળવો.

છોડો કલ કી બાતે, નયે દૌર મેં નઈ કહાની-પ્રગતિશીલ વિચારો કેળવો. તમારી આજુબાજુના લોકો વચ્ચે ખુશી અને આનંદદાયક રહે તેવો પ્રયત્ન કરો. માહોલ આપમેળે જ આનંદદાયક બની જશે, અન્ય બાબતોની માફક અમીરી પણ સંક્રમક હોય છે.

આધુનિક અર્થતંત્રમાં ખૂબ ઝડપથી કૌશલને લગતી કહાનીમાં તમારે તમારી જાતને ફિટ કરવી જોઈએ. આગામી દિવસોમાં અમે તમને વ્યવસાયલક્ષી શિક્ષણ માટે ડાઈમેન્શન્સ દર્શાવીશું. યાદ રાખો, હંમેશાં જીવનમાં કંઈકને કંઈક શીખવાની ટેવ પાડો, આ રીતે તમે આગળ વધી શકશો. મોટા મોટા ડીગ્રીહોલ્ડરને પણ આ નિયમ લાગુ પડે છે.

તો પોઝિટિવ રહો અને કહેતા રહ્યો 'કંઈક કરીને દેખાડીશું'