• Gujarati News
  • Dvb original
  • The Daughter Came In Periods, I Was Scared Like An Accident Because She Was Not Allowed To Love Or Marry

બ્લેકબોર્ડ:દીકરી પિરિયડ્સમાં આવી, કોઈ દુર્ઘટનાની જેમ હું ડરી ગઈ, કેમ કે તેને પ્રેમ કે લગ્ન કરવાની મંજૂરી ન હતી

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: મૃદુલિકા ઝા

ઘરના મેઈન ડોર પર હંમેશાં તાળું મારેલું હોય છે. તે દિવસે લોક ખુલ્લું રહી ગયું અને 7 વર્ષની મારી દીકરી પિયાલી ગાયબ થઈ ગઈ. રસ્તા પર ચારેબાજુ તેને ગાંડાની જેમ શોધી, અને લાગ્યું કે મેં તેને હંમેશા માટે ગુમાવી દીધી.

થોડીક મિનિટ પસાર થઈ હશે... કે કેટલાંક વર્ષ! તે એક જીપ ડ્રાઈવરની પાસેથી મળી. તેનું માથું ચુમતા મેં મારી જાતને વાયદો કર્યો કે હવે તેને ક્યારેય એકલી નહીં છોડું. એક એક્સ્ટ્રા ક્રોમોઝોમે મને થોડી વધુ મમતાવાળી બનાવી દીધી.

વર્ષ 1985માં રાયપુર એક નાનકડું શહેર હતું. ડૉકટરે જ્યારે કહ્યું કે તેને ડાઉન સિન્ડ્રોમ છે તો તે ધીમેધીમે બોલી રહ્યો હતો. કંઈક એવી રીતે કે જાણે પોતાનાથી પણ તે વાતને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય. મેં સાંભળ્યું પરંતુ સમજી નહીં. જ્યારે સમજી તો વિશ્વાસ ન થયો. વાંકડિયા વાળ અને ભરાવદાર ગાલવાળી મારી દીકરી નોર્મલ જ છે. તેનામાં કોઈ તકલીફ નથી, પરંતુ આ સત્ય ન હતું. પિયાલી એક સ્પેશિયલ બાળક હતું. નાનકડાં શહેરમાં આવી દીકરીને સંભાળવી તે 23 વર્ષની મા માટે સહેલું ન હતું.

ફોનની બીજી સાઈડથી મીતા મુખર્જીનો આવતો અવાજ ગંભીર હતો, તેવો જ જાણે વર્ષોનું દુઃખ ભેગું કર્યા બાદનો હોય. પોતાની મરી ગયેલી દીકરીને યાદ કરતાં તે મનમૂકીને રડતી નથી, ફક્ત યાદ જ કરે છે. કહે છે- સ્કૂટીમાં બેસવામાં તેને પરેશાની થતી હતી. સંભાળી જ શકતી ન હતી. મેં ડ્રાઈવિંગ શીખ્યું. હવે કારની ચાવી લેતે કાળજું રડે છે. યાદ આવે છે કે વરસાદમાં કારના કાચ પર નાચતું વાઈપર જોઈને તે કેવી ખળખળાટ હસી પડતી હતી.

23 વર્ષની ઉંમરમાં મા બની. પિયાલીને ખોળામાં લેતી તો અંતરિક્ષ મળ્યું હોવાની ખુશી પણ ઓછી લાગતી. હું થાકેલી હતી,પરંતુ એટલી જ જેટલી દરેક નવી મા હોય છે. પછી એક દિવસ મારી સાસુએ મને ધીમેથી કહ્યું- આ નોર્મલ નથી લાગતી! હું ડરી ગઈ, પરંતુ તે વાત તુરંત જ ફગાવી દીધી. હાં, નોર્મલ કેમ હશે મારી દીકરી, તે તો બધાં જ ચઢિયાતી હશે- હું મનોમન જ આ વાતને વાગોળતી. પછી ખબર પડી કે તેને ડાઉન સિન્ડ્રોમ છે. એટલે કે તે બીમારી, જેમાં બાળકમાં 21માં ક્રોમોઝોમ એકસ્ટ્રા આવી જાય છે.

છત્તીસગઢના રાયપુર ત્યારે હાલના દિવસની જેમ મોટું ન હતું. હોસ્પિટલ હતી પરંતુ મોટી બીમારીઓ માટે. બાળકોના એક્સ્ટ્રા ક્રોમોઝોમ માટે કોઈની પાસે સમય ન હતો. અમે બીજા શહેર, પછી બીજા સ્ટેટ ભાગવા લાગ્યા. મુંબઈ ગઈ. દેશી પરથી વિશ્વાસ ડગમગ્યો તો વિદેશી ડોકટરને મળી. સૌએ કહ્યું- પિયાલી ઘણી જ પ્યારી છે, પરંતુ સ્પેશિયલ ચાઈલ્ડ છે. અમે ઘરે પાછા આવી ગયા.

હવે મને મારી દીકરી માટે અલગ સપનાં જોવાના હતા. તે મોટી થઈને ડોકટર નથી બનવાની, એન્જિનિયર પર નહીં બને. ઘરના અન્ય બાળકોની જેમ મ્યૂઝિશિયન પણ નહીં હોય, પરંતુ તે મારી દીકરી હંમેશા રહેશે. મેં હવે ઈલાજ છોડીને સંપૂર્ણપણે તેનામાં ડૂબી ગઈ. જો કે આ સહેલું ન હતું.

પતિ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા. મોટાભાગે શહેરની બહારે જ હોય. હું એકલી જ દીકરીને સંભાળતી. અનેક વખત દુર્ઘટના ઘટતાં ઘટતાં અટકી. પિયાલી ત્યારે ત્રણ વર્ષની હતી, જ્યારે તે રમતાં રમતાં અનેક ગોળીઓ ખાઈ લીધી. ઉધરસનો અવાજ આવ્યો ત્યારે મારું ધ્યાન ગયું, હું તેને ઉંચકીને ભાગી. ડોકટરની પાસે પહોંચતા-પહોંચતા અનેક માનતાઓ માની લીધી, ગણી વખત પોતાની જાતને કોસી કે હું એક સારી માતા નથી.

દુનિયાની દરેક મા ક્યારેકને ક્યારે પોતેના કોસતી હોય છે, પરંતુ સ્પેશિયલ બાળકની માની સાથે આવું વારંવાર થાય છે. તે પોતાને જવાબદાર માને છે, જ્યારે બાળક બીજા બાળકોની જેમ દોડી નથી શકતું. જ્યારે તે સામાન્ય સ્કૂલ નથી જઈ શકતું. જ્યારે 10 વર્ષની ઉંમરે પણ યોગ્ય રીતે કૌર નથી ખાઈ શકતું. મીતાનો અવાજ હજાર કિલોમીટર દૂરથી મારા સુધી પહોંચે છે.

દવાઓ કબાટની સૌથી ઉપરના ખાનામાં મૂકી દીધી. દરવાજાનું તાળું અંદરથી બંધ રહેવા લાગ્યું. બાથરુમની લેચ ખોલાવી દીધી. ઘરમાંથી લગભગ દરેક તીક્ષણ વસ્તુઓ હટાવી દીધી. હવે મારી દીકરી સેફ હતી, પરંતુ ના હું ખોટી હતી! લોકોની ઘાતક નજરથી બચાવવા માટે મારે ઘણું ઝઝુમવું પડ્યું. પિયાલીને લઈને જ્યાં પણ જઉં, બધાં જ એકીટશે તેને જોતા. રસ્તા પરથી પસાર થતી તો લોકો વળીવળીને જોતા. જમી રહેલા લોકો ખાવાનું છોડીને જોવા લાગતા.

એક દિવસ પિયાલીએ પૂછ્યું- મા, બધાં મને ઘૂરીઘૂરીને કેમ જુવે છે? હું બહાના કરવા લાગી- તું આટલી મસ્ત ઢીંગલી જેવી છો. 'ખોટું ન બોલ મા. મને ડાઉન સિન્ડ્રોમ છે તેથી બધાં આવી રીતે જુએ છે.' પિયાલીએ એક જ શ્વાસમાં કહી દીધું. હું ફ્કત જોતી જ રહી. તે હવે બધું જ સાંભળવા-સમજવા લાગી હતી. જાણતી હતી કે તે બીજા બાળકોથી અલગ છે. ઘરમાં અમારી વાતો સાંભળતી અને બધું જ યાદ રાખી લેતી. અને જો કોઈ વાત હોય તો પિયાલીની આ મેમરી પર અમે હસતા, પરંતુ આ વાત પર મોડે સુધી આંસુ રોકાતા ન હતા.

દીકરી મોટી થતાંની સાથે જ મા આઝાદ થઈ જાય છે- પણ હું વધુને વધુ બંધાવા લાગી. આજે પણ તે દિવસ નથી ભૂલાતો, જ્યારે પિયાલીને પીરિયડ્સ આવ્યા. જેમ કોઈપણ જાતની વોર્નિંગ વગર કોઈ દુર્ઘટના ઘટે છે, કંઈક એવી જ રીતે. અમે એક ફેમિલી ફંકશનમાં જબલપુર ગયા હતા. પિયાલીને ડાન્સનો ઘણો જ શોખ હતો. તે ડીજે પર મનમૂકીને નાચતી હતી. એકાએક નીચે ઉતરી અને મને ખેંચીને સાઈડમાં લઈ ગઈ. એકદમ ધીમા સ્વરે કહ્યું કે તેની નીચેના કપડાં ભીના લાગી રહ્યાં છે. અમે બાથરૂમમાં પહોંચ્યા તો જોયું કે કપડાં લોહીથી ભીના હતા. હું કંઈ સમજાવું, તે પહેલાં જ તે રડવા લાગી. તે ડરી ગઈ કે તેને કંઈક થઈ ગયું છે. ત્યારે મેં દીવાલ પર કેલેન્ડર ટાંગી દીધું અને લાલ નિશાન કરવા લાગી. આ નિશાન પિયાલીથી વધુ મારા માટે હતા, કે વધતું શરીરી પરંતુ નાનાકડાં દિલવાળી મારી દીકરીને ક્યાંક શરમમાં ન મૂકાવું પડે.

લગભગ 10 વર્ષ પછી પિયાલીને એક નાનકડી બહેન આવી. નોર્મલ, પરંતુ મુશ્કેલીઓ વધવા લાગી. તે મોટી બહેન જેવી થવા માગતી હતી. પિયાલીને જોઈને જિદ કરતી કે તેને પણ નથી ભણવું. સ્કૂલ જવાનું ટાળતી. હોમવર્ક કરાવો તો રડવા લાગતી. ખાતી સમયે જાણી જોઈને ખાવાનું પાડતી. મોટી બહેન તેની રોલ મોડલ હતી. હું ડરી ગઈ હતી કે ક્યાંક આ બાળકીમાં પણ ક્યાંક કોઈ મુશ્કેલી તો નથી ને!

આ બાજુ પિયાલી પણ મોટી થતી હતી. ટીવીમાં ગીત જોતી, કપલ્સને પ્રેમ કરતાં જોતી તો હસી પડતી. સાથે સાથે હું પણ હસતી, પરંતુ મગજમાં દરેક સમયે કંઈક ચાલતું રહેતું. બીજી યુવતીઓને પ્રેમ કરવાની છૂટ છે, લગ્ન કરવાની છૂટ છે, પરંતુ મારી દીકરીને નહીં. તેના 21માં એકસ્ટ્રા ક્રોમોઝોમે તેને પ્રેમ કરવાની મંજૂરી આપી ન હતી.

મીતા હસતા હસતા યાદ કરે છે. એક વખત કોઈ છોકરાએ તેને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું. તે પણ ડાઉન જ હતો. પિયાલી જ્યારે ઘરે આવી તો ખુશીનો કોઈ પાર ન હતો. વારંવાર મને ભેટતી હતી. કોઈપણ જાતની શરમ વગર મને જણાવવા લાગી કે તે મારો બોયફ્રેન્ડ છે. ઘણાં દિવસ સુધી તે તેને એ રીતે બોલાવતી રહી, જે પછી બંને એકબીજાને ભૂલી ગયા. પિયાલી ભૂલી ગઈ, પરંતુ હું દિવસો સુધી એક ચાનકમાં જ રહી.

લગભગ 30 મિનિટની વાતમાં પહેલી વખત મીતાના અવાજમાં રુદન હતું. યાદ કરે છે- ગત વર્ષે પહેલાં પિયાલીના પપ્પા અને પછી નાની દીકરી કોરોના પોઝિટિવ થયા. પછી હું. અમે પિયાલીને એક રુમમાં બંધ કરી દીધી. અહીંથી જ કંઈક ખોટું થવાનું શરૂ થઈ ગયું. દરેક વખતે પતંગિયાની જેમ ફરતી અને હંસતી મારી દીકરી એકાએક ચૂપ થઈ ગઈ. હું ગ્લોવ્સ પહેરીને જ તેને થાળી આપતી અને તરત પાછળ હટી જાતી. તે તાકીતાકીને જોતી. આ પહેલી વખત હતું, જ્યારે દિવસો સુધી હું તેને ગળે ન લગાડી શકી.

બાદમાં હું તેને ક્યારેય ગળે ન લગાડી શકી. તે પણ પોઝિટિવ થઈ. અફરાતફરીમાં હોસ્પિટલ પહોંચ્યા, અને જેટલી ઝડપથી તેને મને મા બનાવવાનું શીખવાડ્યું હતું, તેટલી જ ઝડપથી તે મને છોડીને જતી રહી. ICUમાંથી જ્યારે તેનું શરીર બહાર નીકળ્યું ત્યારે તે બોડી બેગમાં હતું. હું જોઈ પણ ન શકી કે મારી પિયાલી છેલ્લી ઘડીએ કેવી લાગતી હતી.

લાંબા મૌન બાદ અવાજ આવે છે- તે જતી રહી તેને એક વર્ષ થયું. હાલમાં જ મેં તેનો કબાટ ખોલ્યો. એક-એક કરીને 22 ઘાઘરા-ચોલી મળ્યાં. એટલી જ ડ્રેસ. એટલાં જ ઘરેણાં અને પર્સ. પિયાલીને તૈયાર થવું બહું જ ગમતું હતું. દરેક કપડાંની સાથે મેચિંગ ઘરેણાં ન મળે તો મોઢું ચઢાવીને બેસી જાય. લાવીને આપો, તો એવી ખુશ થઈ જાતી કે આટલું જલદી તો કોઈ બાળક પણ ન માને.

હવે આ કપડાં-ઘરેણાંનું શું કરીશ? બાળકીઓને આપી દઈશ. 'બધાં'? ના... એકાદ જોડી છોડીને. જે પિયાલીએ પહેલી વખત પહેર્યા હતા. કે જે પહેરીને તેને છેલ્લી વખત ડાન્સ કર્યો હતો. તેની વસ્તુ જ્યારે પણ અડકું છું ત્યારે લાગે છે કે તે મારી સાથે જ છે, મારી આજુબાજુ જ છે.

અન્ય સમાચારો પણ છે...