ગ્રાઉન્ડ રિપોર્ટબાલ ઠાકરે માટે આ માણસ જીવ આપવા તૈયાર હતા:શિવસેનાના પાયાના પથ્થર વિશ્વનાથે કહ્યું- ઉદ્ધવને તકલીફ આપી તો ખેર નથી

2 મહિનો પહેલાલેખક: આશીષ રાય
  • કૉપી લિંક

82 વર્ષના વિશ્વનાથ ખટાટે ઓરેન્જ કલરનો શર્ટ પહેરીને બેઠા હતા. આ એ જ વ્યક્તિ છે, જેમાં તેઓ બાલા સાહેબ ઠાકરે માટે બીજાની હત્યા પણ કરી શકતા હતા. કોમ્યુનિસ્ટ નેતા કૃષ્ણા દેસાઈની હત્યાના મામલે તેમને 1970માં આજીવન કેદની સજા થઈ હતી.

વિશ્વનાથ આજે પણ કહે છે 'બાલા સાહેબ પર કોઈ તકલીફ આવી તો હું પાઠળ નહીં હટું, તેમના પરિવાર માટે પણ નહીં. મર્યા પછી જ કોઈ અમારી પાસેથી શિવસેના લઈ શકશે.' આટલું કહીને વિશ્વનાથ પોતાની સફેદ મૂંછોને તાવ આપે છે.

માત્ર વિશ્વનાથ જ નહીં, અપ્પા ચૌહાણ, દત્તા દિવેકર, રાજન રવીન્દ્રનાથ મોરવાને અને સુરેશ કાલે જેવા જૂના શિવસૈનિક આજે પણ ઉદ્ધવ ઠાકરેની પડખે ઊભા છે. આ એ જ લોકો છે, જેઓ 19 જૂન 1966ના દિવસ શિવાજી પાર્કમાં હાજર હતા. આ દિવસે બાલા સાહેબ ઠાકરેએ પહેલું ભાષણ આપ્યું હતું, ત્યારે મેદાનમાં 2 લાખ લોકો હાજર હતા. અહીંથી જ શિવસેનાની શરૂઆત થઈ.

શિવસેનાની પ્રથમ રેલી 19 જૂન 1966ના રોજ દાદરના શિવાજી પાર્કમાં યોજાઈ હતી. બાંદ્રામાં માતોશ્રી બંગલામાં શિફ્ટ થતાં પહેલાં ઠાકરે પરિવાર આ પાર્ક પાસે રહેતો હતો.
શિવસેનાની પ્રથમ રેલી 19 જૂન 1966ના રોજ દાદરના શિવાજી પાર્કમાં યોજાઈ હતી. બાંદ્રામાં માતોશ્રી બંગલામાં શિફ્ટ થતાં પહેલાં ઠાકરે પરિવાર આ પાર્ક પાસે રહેતો હતો.

આજે હાલત એ છે કે ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી શિવસેનાનાં નામ અને નિશાન લગભગ જતું રહ્યું છે. ચૂંટણી આયોગે આને મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને સોંપી દીધું છે. મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે. ઉદ્ધવની શિવસેના, બાલા સાહેબના શિવસૈનિકો શું વિચારે છે, તે જાણવા હું મુંબઈ પહોંચ્યો.

બોમ્બેથી મુંબઈની સફર અને શિવસેનાની શરૂઆત
ત્યારે મુંબઈ શહેરનું નામ બોમ્બે હતું, 60ના દાયકામાં મરાઠી માણૂસના હક, સન્માન માટે ઠાકરેએ અહીંથી જ શિવસેનાનું સપનું જોયું હતું. બાલા સાહેબ માટે મુંબઈના રસ્તાઓ પર લોહી વહાવી ચૂકેલા વિશ્વનાથ ખટાટે કહે છે કે '1956માં નવા મહારાષ્ટ્ર રાજ્યની માગને લઈને આચાર્ય પી.કે આત્રેના નેતૃત્વમાં સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન શરૂ થયું હતું.'

આના બે મહિના પછી મુંબઈના એક ભાગમાં પ્રબોધનકાર ઠાકરેના કાર્ટૂનિસ્ટ પુત્ર બાલ ઠાકરેએ પોતાની સાપ્તાહિક વ્યંગ્ય કાર્ટૂન પત્રિકા 'માર્મિક' શરૂ કરી હતી. 23 જાન્યુઆરી 1927માં પૂણેમાં જન્મેલા બાલ ઠાકરેએ ફ્રી પ્રેસ જનર્લની નોકરી છોડીને માર્મિક શરૂ કરી હતી. ત્યાં સુધીમાં તેઓ જાણીતા કાર્ટૂનિસ્ટ બની ગયા હતા.

બાલ ઠાકરેએ તેમની કારકિર્દી કાર્ટૂનિસ્ટ તરીકે શરૂ કરી હતી. પહેલાં તે અંગ્રેજી અખબારો માટે કાર્ટૂન દોરતો હતો. 1960માં તેણે 'માર્મિક' શરૂ કરી હતી.
બાલ ઠાકરેએ તેમની કારકિર્દી કાર્ટૂનિસ્ટ તરીકે શરૂ કરી હતી. પહેલાં તે અંગ્રેજી અખબારો માટે કાર્ટૂન દોરતો હતો. 1960માં તેણે 'માર્મિક' શરૂ કરી હતી.

આ વાત 1963ની છે, જ્યારે એક દિવસે બાલા સાહેબના મિત્ર શ્રીકાંત ગડકરી અમુક લોકોની સાથે તેમને મળવા દાદરમાં આવેલા શિવાજી પાર્કની પાસે 'કદમ મેન્શન' પહોંચ્યા હતા. આ લોકોમાં વિશ્વનાથ ખટાટે પણ સામેલ હતા.

વિશ્વનાથ કહે છે કે 'અમે બાલા સાહેબની મુંબઈની ડાયરેક્ટરી જોતા કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રનો જ હિસ્સો છે, પરંતુ ટૉપની બધી જ પોસ્ટ પર બિન મરાઠી લોકો છે. અમારા લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે. અમારી પાસે ના કામ છે, ના પૈસા છે અને ના તો અમને સન્માન મળે છે. અહીંથી જ ચિનગારી ઊઠી અને પછીથી શિવસેના બની.'

બાલા સાહેબના પિતાના નજીક હતા વિશ્વનાથ ખટાટે
વિશ્વનાથ કહે છે કે 'બાલા સાહેબથી મારે લગાવ તેમના પિતા પ્રબોધનકાર ઠાકરેના કારણે થયો હતો. તે દિવસોમાં 'કદમ મેન્શન'માં દર રવિવારે દરબાર લાગતો હતો. અહીં આખો ઠાકરે પરિવાર ભાડે રહેતો હતો. અહીં મરાઠી અસ્મિતાને બચાવવા માટે પ્રબોધનકાર ઠાકરે અને હું યુવાઓની સાથે મિટિંગ અને પ્લાનિંગ કરતા હતા. તેઓ જાણતા હતા કે રાજકારણમાં આવ્યા સિવાય સમાજમાં બદલાવ લાવવો શક્ય નથી. અને તેમના કહેવાથી જ શિવસેનાના નિર્માણની રૂપરેખા બની હતી. તેમણે જ પાર્ટીનું નામ શિવસેના નક્કી કર્યું હતું.'

'બાલા સાહેબના આદેશ પર જે શિવસેનાને અમે પોતાના લોહીથી બનાવી, જેના માટે અમે દંડા ખાધા, જેલ ગયા અને ઘણીવાર રસ્તાઓ પર ઊતરીને આંદોલન કર્યાં. તેને કોઈ બહારના લોકો છીનવી ના શકે. અમે બાલા સાહેબના શિવસૈનિક છે અને અંતિમ શ્વાસ સુધી તેમની અને તેમના પરિવાર સાથે રહીશું.'

વિશ્વનાથ ગુસ્સામાં કહે છે કે 'અમે ગામડે-ગામડે જઈને શાખા બનાવીને આખા રાજ્યમાં આને ફેલાવી. ઘણીવાર અમે પહેલા કામ અથવા પછીથી બાલા સાહેબને જણાવતા હતા. અમારા માટે કોર્ટ માત્ર બાલા સાહેબનું ઘર અને શિવસેનાની શાખા જ હતી.'

ઉદ્ધવને તકલીફ દેનારાઓને નહીં છોડીએ
કૃષ્ણા દેસાઈની હત્યામાં દોષિત કટ્ટર શિવસૈનિક વિશ્વનાથ ખટાટેને જેલમાં સારા વર્તનના કારણે 7 વર્ષમાં જ છોડી દેવાયા હતા. તે દિવસોને યાદ કરતાં વિશ્વનાથ કહે છે કે 'તે (કૃષ્ણ દેસાઈ)ને મારવા આવ્યો હતો, એટલે મેં જ એને મારી નાખ્યો. મને તેની હત્યા કર્યાનો કોઈ જ પસ્તાવો નથી. જો પિતાને કોઈ તકલીફ થઈ, તો બાળક તેને છોડી દે? ઉદ્ધવજીને કોઈ તકલીફ દેશે, તો અમે તેને છોડીશું નહીં.'

વિશ્વનાથે વધુમાં કહ્યું હતું કે 'જેલ અમારા માટે ઘર જેવું જ છે. અહીંથી વધુ આરામ ક્યાંય નથી. એટલે જ અમને કોઈ ધમકીઓ અથવા પાર્ટી છીનવાની વાત કરે, તો અમને ડર નથી.'

શિવસેના અમારા માટે રામમંદિર જેવી, અમે હટીશું નહીં
વિશ્વનાથની પછી મારી મુલાકાત મુંબઈમાં રહેનાર 80 વર્ષના અપ્પા ચૌહાણની સાથે થઈ, તે પણ કટ્ટર શિવસૈનિક છે. શિવસેનાની સ્થાપનાના દિવસોથી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ કહે છે કે 'શિવસેના અમારા માટે રામમંદિર જેવી છે.'

બાલ ઠાકરેની મુલાકાતને યાદ કરતાં અપ્પા જણાવે છે કે 'હું 15 વર્ષનો હતો અને પહેલીવાર 'કદમ મેન્શન'માં બાલા સાહેબને મળ્યો હતો. બાલા સાહેબે મને શિવસેનાનો સભ્ય બનવા માટે 500 ફોર્મ આપ્યા હતા અને મને ભરાવી લાવવાનું કહ્યું હતું. હું ભોઈગાંવ, નાયગાંવ અને પરેલ સુધી ગયો, મેં પાર્ટીની સ્થાપના પહેલાં 500 લોકોને આના સભ્યો બનાવ્યા હતા.'

'અમે જ્યાં રહેતા હતા, ત્યાં એક રામમંદિર હતું. બાલા સાહેબ ત્યાં આવતા હતા અને પોતાનો દરબાર લગાવતા હતા. અહીં જ શિવસેના બનવાની રૂપરેખા તૈયાર થઈ હતી. મંદિરની સામે અમે ટીનના પતરાં નાખીને શિવસેનાની શાખા બનાવી હતી. તેને ગેરકાયદેસર બતાવીને તેને પાડવા માટે મ્યુનિસિપાલિટી અને પોલીસે ઘણા પ્રયાસો કર્યા. અમારા પર લાઠીચાર્જ પણ કર્યો, અમે પણ જવાબમાં પથ્થરમારો કર્યો, ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઘણાની ધરપકડ થઈ હતી.'

અમે શિવસેના માટે જીવ આપી દીધો હતો, ઉદ્ધવની સાથે પણ છીએ
અપ્પાની રીત જ 76 વર્ષના દત્તા દિવેકર શિવસેનાની સ્થાપનાથી પાર્ટી સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે 'શિવસેનાના નિર્માણમાં માર્મિક પત્રિકાનું ખૂબ જ મોટું યોગદાન છે. મેગેઝિનમાં મરાઠીઓ પર થનારા અત્યાચારોને બતાવ્યા છે. આ જ કારણે મરાઠી લોકો બાલા સાહેબ સાથે જોડાવા લાગ્યા હતા.'

દત્તા આગળ વધુમાં જણાવે છે કે 'એવા ઘણા લોકો હતા, જેમણે શિવસેના માટે પોતાનો જીવ આપી દીધો હતો. બાલા સાહેબ આજે જીવતા નથી, પરંતુ તેમના પુત્ર ઉદ્ધવની સાથે અમે આજે પણ તેની પડખે ઊભા છીએ.'

BJPની લાલચના કારણે શિવસેના તૂટી
શિવસેનામાં તિરાડને લઈને દત્તા, BJPને જવાબદાર માને છે. તેમણે કહ્યું હતું કે 'શરૂઆતમાં BJPની સાથે જવા કોઈ તૈયાર નહોતું. બાલા સાહેબ જ હતા, જેમણે તેમને સાથ આપ્યો હતો. હિંદુત્ત્વની ભૂમિકાના કારણે BJP મહારાષ્ટ્રમાં સ્થાપિત થઈ. અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, ગોપીનાથ મુંડે અને પ્રમોદ મહાજનને પણ બાલા સાહેબે જ સંભાળ્યા હતા.'

પાર્ટીના નામ, ચિન્હ અને વિતરણના સવાલ પર દત્તા કહે છે કે 'દુખ તો ઘણું થાય છે. માતા-પિતા જેમ પોતાના બાળકોને બરાબર રાખે છે, તેવી જ રીતે બાલા સાહેબે એકનાથ શિંદે સહિત પાર્ટી છોડીને ગયેલા લોકોની સાથે બરાબર વ્યવહાર કર્યો હતો. અમુક લોકો એવા હોય છે, જેને જેટલું મળે તેટલું ઓછું લાગે છે. અમારી જેવા ઘણા એવા વૃદ્ધો છે, જેમણે શિવસેનાની સ્થાપના કરી, પરંતુ આખી જિંદગી તેમને કંઈ મળ્યું નહીં. આમ છતાં અમે પાર્ટી છોડી નહીં અને જેણે પાર્ટી છોડી, તેને બધું જ મળી ગયું છે.'

મરાઠીને સ્કૂલમાં ફરજિયાત બનાવનાર પણ ઉદ્ધવ સાથે
મસ્જિદ બંદરના રહેનાર રાજન રવીન્દ્રનાથ મોરવાને (79) ધોરણ 10માં ભણતા હતા ત્યારે શિવસેનામાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે '1966 પહેલાં મુંબઈની નોન-કોન્વેન્ટ સ્કૂલોમાં ઇંગ્લિશ અને મરાઠી ભાષા ફરજિયાત હતી. આ કારણોસર મરાઠી વિદ્યાર્થીઓ સારા રેન્ક મેળવતા હતા, પરંતુ તેને રોકવા મિશનરી અથવા કોન્વેન્ટ સ્કૂલોએ મરાઠીને હટાવીને ફ્રેન્ચને ફરજિયાત ભાષા બનાવી દીધી હતી. જેના કારણે મરાઠી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી હતી.'

'આ પછી અમે કોન્વેન્ટ સ્કૂલોમાં મરાઠીને ફરજિયાત બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ઓફિસમાં જતા, રસ્તા પર વિરોધ કરતા હતા. આ પછી શાળાએ અમારી વાત માની અને ફ્રેન્ચની જગ્યાએ મરાઠીને સ્થાન આપ્યું. આ સફળતા પછી હું પહેલીવાર બાલા સાહેબને મળ્યો અને તેમણે મને મારા વિસ્તારના ઉપ-શાખા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આ શિવસેના બન્યા પછી અમે લોકોના ઘરે રાશન, કેરોસીન, ઘી અને ખાંડ પહોંચાડતા હતા.'

રવીન્દ્રનાથ મોરવાનેએ હાલના વિવાદ પર કહ્યું હતું કે 'બોમ્બેને મુંબઈ બનાવવામાં શિવસેનાનું ઘણું યોગદાન છે. શિવસેનાના કોર્પોરેટર કેસરીનાથ રાજકોરકરે સૌથી પહેલાં ગેટવે ઓફ ઈન્ડિયાની સામે મુંબઈનું બોર્ડ લગાવ્યું હતું.'

કદમ મેંશન હવે બાલા સાહેબનું ઘર નથી, પરંતુ વિચાર હજુ પણ જીવંત છે
મોરવાનેને મળ્યા પછી, હું પાર્ટીના વડીલો સાથે બાલા સાહેબ ઠાકરેની કદમ મેંશન જોવા ગયો જ્યાં શિવસેનાનું આખું પ્લાનિંગ થયું હતું. કદમ મેંશનની જગ્યાએ હવે 12 માળની ભવ્ય ઈમારત ઊભી છે.

જૂના દિવસોને યાદ કરતાં પાર્ટીના સ્થાપક સભ્યોમાંથી એક વિશ્વનાથ ખટાટે કહે છે કે 'માતોશ્રી જતાં પહેલાં બાલા સાહેબનુું આ ઘર તેમના માટે મંદિર જેવું હતું. અહીં તેઓ ગમે ત્યારે આવ-જા કરતા હતા.'

કદમ મેંશનની પાસે મારી મુલાકાત પાર્ટીની સ્થાપના પછી શિવસેનાના શાખા પ્રમુખ રહી ચૂકેલા સુરેશ કાલેની સાથે થઈ હતી. તેમણે કહ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં 'ઠાકરે' બ્રાન્ડ ઘણી મોટી છે. કોર્ટ હોય કે ચૂંટણી પંચ, અમે અમારું નિશાન પાછું લઈશું. જો તે ન મળે તો પણ અમે મશાલના પ્રતિક સાથે લોકોની વચ્ચે જઈને જીતીશું.'

બાલા સાહેબે જેને ઊભા કર્યા, તેણે જ શિવસેનાને તોડી નાખી
પાર્ટીના વડીલોને મળ્યા પછી હું યુવા શિવસૈનિકોને મળવા ગયો. દાદરમાં શિવસેનાની 191 બ્રાન્ચમાં હું બ્રાન્ચ ચીફ અજિત કદમને મળ્યો. 42 વર્ષીય કદમે કહ્યું હતું કે 'હું સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને શિવસેનામાં જોડાયો, હજુ પણ શિવસેનામાં છું અને મારા છેલ્લા શ્વાસ સુધી ઉદ્ધવ ઠાકરેની સાથે રહીશ.'

પાર્ટીના વિભાજનના સવાલ પર કદમે કહ્યું હતું કે 'અમે દુખથી વધુ ગુસ્સામાં છીએ. આ સ્થિતિ અચાનક નથી બની, આ બધું પ્રિપ્લાન્ડ છે. દરેક વ્યક્તિ જાણે છે કે પ્લાન કોણે કરાવ્યો છે. જેને બાલા સાહેબે ઊભા કર્યા, તેણે જ દગો કર્યો છે.'

હું પૂછું છું કે શું એકનાથ શિંદે બ્રાન્ચ ઑફિસો નથી લીધી? અજીત કદમે જવાબ આપ્યો કે 'અમને તેમની વાત પર વિશ્વાસ નથી. તેઓ અમારી શાખામાં આવી શકતા નથી, કારણ કે અમને પણ ખબર છે કે શું કરવું અને કેવી રીતે કરવું. હાલ પૂરતું, અમે અમારી શાખામાં જૂની શિવસેનાની નિશાની મૂકી છે.'

આ 'ચાલીસ ચોર' શિવસેનાને પોતાની પાર્ટી કહી રહ્યા છે
આ પછી હું શિવસેનાના વિભાગીય આયોજક 59 વર્ષીય શશિ પાર્ટેને મળ્યો. તેમણે જણાવ્યું હતું કે શિવાજી પાર્કમાં દશેરા રેલીમાં તેમણે બાલા સાહેબને પહેલીવાર જોયા હતા. 'જ્યારે હું સમજણો થયો, ત્યારથી જ આ પાર્ટીમાં છું. આ 'ચાલીસ ચોર' કહી રહ્યા છે કે શિવસેના તેમની છે. તેઓ અમારા પૈસાથી વડાપાવ ખાતા હતા. તેઓ બાલા સાહેબનું નામ લઈને આગળ વધી રહ્યા છે. કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને દબાવી રહ્યા છે.'

દાદરમાં બાલા સાહેબના ઘર પાસે રહેતા અશોક પ્રભાકર મસ્તાર કહે છે કે 'શિવસેનાની રચના વખતે અમે દરેક મીટિંગમાં હાજરી આપતા હતા. મનોહર જોશી બાલા સાહેબની નજીક હતા અને અમે તેમની સાથે જોડાયેલા હતા. તેઓ મારા પ્રથમ ટેમ્પોના ઉદ્ઘાટન માટે પણ આવ્યા હતા.' અશોક તેમની તસવીરો બતાવતા ભાવુક થઈ ગયા હતા.

કોંગ્રેસ, શિવસેના અને BJP કેટલા દૂર અને કેટલા પાસે
શિંદે જૂથ એ આરોપ લગાવે છે કે ઉદ્ધવે કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યો, જે બાલા ઠાકરેની શિવસેના ક્યારેય ના કરતી. ઈતિહાસમાં નજર નાખીએ તો આ વાત સાચી નથી. 30 ઓક્ટોબર 1966માં દશેરા હતા અને આ જ દિવસે શિવસેનાની પહેલી રેલી થઈ હતી.

તે દિવસોમાં શિવસેનાનો કોમ્યુનિસ્ટો સાથે ટકરાવ હતો. પરેલની દલવી બિલ્ડિંગમાં કમ્યુનિસ્ટ પાર્ટીનું મુખ્યાલય હતું. ડિસેમ્બર 1967માં શિવસેનાએ ઈમારત પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. જ્યોર્જ ફર્નાન્ડીઝને 60ના દાયકામાં મુંબઈમાં સૌથી મોટા ટ્રેડ યુનિયન લીડર માનવામાં આવતા હતા. 1967ની લોકસભા ચૂંટણીમાં, માત્ર 35 વર્ષના જ્યોર્જે કોંગ્રેસના દિગ્ગજ નેતા એસ કે પાટીલને હરાવ્યા હતા.

રાજકીય નિષ્ણાતોના મતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વસંતરાવ નાઈકે જ્યોર્જ સાથે વ્યવહાર કરવા માટે શિવસેનાને સમર્થન આપ્યું હતું. તે દિવસોમાં શિવસેનાને ઘણા લોકો મજાકમાં 'વસંત સેના' કહેતા હતા. મુંબઈના મજબૂત સંઘના નેતા દત્તા સાવંતની હત્યા માટે પણ શિવસૈનિકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. બાલ ઠાકરે કોંગ્રેસના મુખ્ય પ્રધાનોની નજીક હોવાનું માનવામાં આવે છે અને તેઓ ટ્રેડ યુનિયનોને નિયંત્રણમાં રાખવા માટે ઉપયોગમાં લેતા હતા.

સુકેતુ મહેતાના પુસ્તક 'મૅક્સિમમ સિટી' અનુસાર, 70 અને 80ના દાયકામાં કોંગ્રેસ અને શિવસેનાએ મહારાષ્ટ્રના ઘણા શહેરો સાથે સંકલન કરીને જિલ્લા પરિષદો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં બોર્ડની રચના કરી હતી. એવું નથી કે બાલ ઠાકરે કોંગ્રેસની નજીક ના રહ્યા.

તેમણે 1975માં ઈન્દિરા ગાંધી સરકારે લાદેલી ઈમરજન્સીને સમર્થન આપ્યું હતું. આ માટે તેઓ બોમ્બેના રાજભવનમાં ઈન્દિરા ગાંધીને મળવા ગયા હતા. એટલું જ નહીં બાલ ઠાકરેએ 1977ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેમણે 1977માં મુંબઈના મેયરની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા મુરલી દેવરાને પણ સમર્થન આપ્યું હતું. તેમણે 2012માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રણવ મુખર્જીને અને 2007માં પ્રતિભા પાટીલને પણ સમર્થન આપ્યું હતું.

સુજાતા આનંદનની બૂક 'હિંદુ હૃદય સમ્રાટ'ના જણાવ્યા પ્રમાણે, 80ના દાયકામાં છેલ્લે શિવસેનાએ BJPને પાર્ટનર બનાવ્યું. રાજકરણમાં હિંદુત્ત્વની એન્ટ્રી અને રામ મંદિરના મુદ્દા પર બન્ને નજીક આવ્યા. શિવસેના જેમ જેમ ઉગ્ર બનતી ગઈ તેમ તેમ કોંગ્રેસથી તેનું અંતર વધતું ગયું. શિવસેનાએ 1997માં 'મેં નાથુરામ ગોડસે બોલતોય' નાટકનું મંચન કર્યું હતું, આ સીધો-સીધો મહાત્મા ગાંધીનો વિરોધ હતો.