5G ઇન્ટરનેટની રાહ સમાપ્ત થઈ:દેશમાં ઓગસ્ટ સુધીમાં 5G સેવા શરૂ થઈ શકે છે; શું હશે એની વિશેષતા, કેવી રીતે બદલાશે જીવન?

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • યુઝર્સ ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે

શું તમે પણ યુટ્યૂબ કે ફેસબુક પર વીડિયો જોતી વખતે બફરિંગ થવાથી પરેશાન છો? જો જવાબ હા છે, તો ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. વાસ્તવમાં ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ઓગસ્ટના અંત સુધીમાં '5G' ઇન્ટરનેટ શરૂ કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે સ્પેક્ટ્રમનું વેચાણ શરૂ થઈ ગયું છે અને જૂન સુધીમાં પ્રક્રિયા પૂરી થવાની શક્યતા છે.

આવી સ્થિતિમાં આજે જાણીએ G ફોર જનરેશન શું હોય છે? '5G'ના લોન્ચ સાથે ઇન્ટરનેટની સ્પીડ કેટલી હશે? એ પણ જાણીશું કે લોકોના જીવન પર એની અસર શી થશે?

7.5 લાખ કરોડથી વધુના સ્પેક્ટ્રમ માટે મેગા ઓક્શન
ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે 5G ઈન્ટરનેટની શરૂઆતને લઈને મહત્ત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે મેના પ્રથમ સપ્તાહમાં ઓક્શન અંગે ડિજિટલ કોમ્યુનિકેશન કમિટી (DCC)ની બેઠક યોજાવાની છે. DCC ટેલિકોમ સેક્ટરમાં નિર્ણય લેનારી સૌથી મોટી સંસ્થા છે.

તેમણે કહ્યું હતું કે વિભાગ TRAIની ભલામણોની પણ રાહ જોઈ રહ્યું છે. વૈષ્ણવે એમ પણ કહ્યું છે કે TRAIએ 1 લાખ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમના 7.5 લાખ કરોડ રૂપિયામાં હરાજી કરવા સરકારને ભલામણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેની વેલિડિટી 30 વર્ષની રહેશે. સરકારી સ્તરે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હરાજી સમાપ્ત થતાં જ 5G લોન્ચ કરવામાં આવશે.

ઇન્ટરનેટની ‘G’ જનરેશન શું છે
ઈન્ટરનેટ માટે વપરાતો 'G' એટલે જનરેશન થાય છે, જેમ કે પ્રથમ જનરેશનના ઇન્ટરનેટને 1G કહેવામાં આવે છે. વર્ષ 1979માં શરૂ થયેલા ઈન્ટરનેટને 1G જનરેશન કહેવાય છે, જેનો 1984 સુધીમાં વિશ્વભરમાં વિસ્તાર થયો હતો.

એ જ રીતે 2G ઈન્ટરનેટ 1991માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 2G ઇન્ટરનેટની સ્પીડ 1G કરતાં વધુ હતી. એક તરફ જ્યાં 1Gની સ્પીડ 2.4 Kbps હતી, જ્યારે 2G ઇન્ટરનેટની સ્પીડ હવે વધીને 64 Kbps થઈ ગઈ છે. આ પછી 1998માં 3G ઇન્ટરનેટ, 2008માં 4G અને 2019માં 5G ઇન્ટરનેટ લોન્ચ થયું.

5G ઇન્ટરનેટ 4Gથી શું અને કેવી રીતે અલગ છે?
ઇન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5G કહેવામાં આવે છે. એ વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે. જે તરંગો દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. એમાં મુખ્ય રીતે ત્રણ પ્રકારના ફ્રિક્વન્સી બેન્ડ છે.

1. લો ફ્રિક્વન્સી બેન્ડ- એરિયા કવરેજમાં શ્રેષ્ઠ, ઈન્ટરનેટ સ્પીડ 100 Mbps, ઈન્ટરનેટ સ્પીડ ઓછી

2. મિડ ફ્રિકવન્સી બેન્ડ- ઈન્ટરનેટ સ્પીડ લો બેન્ડ કરતાં 1.5 Gbps વધુ, વિસ્તાર કવરેજ લો ફ્રિકવન્સી બેન્ડ, સિગ્નલની દૃષ્ટિએ સારું

3. હાઈ ફ્રિકવન્સી બેન્ડ- ઈન્ટરનેટ સ્પીડ મહત્તમ 20 Gbps, સૌથી ઓછો વિસ્તાર કવર, સિગ્નલની દૃષ્ટિએ પણ સારું છે.

5G શરૂ થવાથી સામાન્ય લોકોને શું ફાયદો થશે?

5G ઈન્ટરનેટ સેવાની શરૂઆતથી ભારતમાં ઘણુંબધું બદલાવાનું છે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, મનોરંજન અને સંદેશવ્યવહારના ક્ષેત્રમાં પણ ઘણુંબધું બદલાશે. એરિક્સન, 5G માટે કામ કરતી કંપનીનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે. જાણો 5G ની શરૂઆતથી લોકોને શું ફાયદો થશે?

  • પહેલો ફાયદો એ થશે કે યુઝર્સ ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
  • વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે.
  • યુટ્યૂબ પર વીડિયોઝ બફરિંગ અથવા અટક્યા વિના ચાલશે.
  • વ્હોટ્એપ કોલમાં અવાજ અટક્યા વગર અને સ્પષ્ટ રીતે આવશે.
  • ફિલ્મ 20થી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.
  • કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.
  • મેટ્રો અને ડ્રાઇવર વિનાનાં વાહનો ઓપરેટ કરવામાં સરળતા રહેશે.
  • વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટ્સનો ઉપયોગ સરળ બનશે.
  • આટલું જ નહીં, 5Gના આગમન સાથે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા વધુ ને વધુ કોમ્પ્યુટર સિસ્ટમને જોડવાનું સરળ બનશે.

દેશનાં કયાં શહેરોમાં સૌથી પહેલા લોન્ચ થઈ શકે છે 5G ઈન્ટરનેટ?
ભારતમાં 5G ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે મોટી પ્રાઈવેટ કંપની ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા કામ કરી રહી છે. આ ત્રણેય કંપનીએ મોબાઈલ એસેસરીઝ બનાવતી કંપનીઓ એરિક્શન અને નોકિયાની સાથે મળીને કામ શરૂ કર્યું છે. ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સૌથી પહેલા દેશનાં કયાં 13 શહેરમાં 5G ઈન્ટરનેટ શરૂ થવાનું છે. સરકારે જણાવ્યું હતું કે તેની પાછળનાં મુખ્ય ત્રણ કારણ છે.

  • નોકિયા અને અરિક્શન કંપની શરૂઆતના ફેઝમાં આ જ શહેરોમાં ટ્રાયલ અને ટેસ્ટિંગ કરી રહી છે.
  • આ 13 શહેરમાં ઈન્ટરનેટનો ઉપયાગ કરનારા લોકો વધુ છે. અહીં ઈન્ટરનેટનો વપરાશ પણ વધુ છે, માટે જ આ શહેરોની પસંદગી કરવામાં આવી છે.
  • 5G ઈન્ટરનેટ સેવાની કિંમત 4Gની સરખામણીઓ વધુ છે. એ મુજબ નાનાં શહેરાની સરખામણીમાં 5G વપરાશ કરતા લોકો આ 13 શહેરમાં વધુ છે.
અન્ય સમાચારો પણ છે...