લાલુ યાદવ એર એમ્બ્યુલન્સથી પહોંચ્યા દિલ્હી AIIMS:5-6 લાખ છે ખર્ચ, તમે 2500થી 5000માં પણ કરી શકો છો બુક, આ છે રીત...

9 મહિનો પહેલાલેખક: અલિશા સિન્હા
  • કૉપી લિંક

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની બગડતી તબિયતને જોતાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. લાલુ યાદવ છેલ્લા ત્રણ દિવસથી સીડી પરથી પડી જવાને કારણે પટનાની પારસ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. તેમને પહેલેથી જ કિડની, હાઇ શુગર અને શ્વાસ લેવામાં તકલીફ છે. તેમની હાલત હજુ સ્થિર નથી.

આ એવા સમાચાર છે, જેના વિશે તમે અગાઉથી જ જાણતા હશો. અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વાંચ્યું હશે

હવે જરૂરી વાત કરીએ...
તમે એર એમ્બ્યુલન્સનો ઉલ્લેખ કોઈ ને કોઈ સમયે સાંભળ્યો જ હશે. દાખલા તરીકે, આવા નેતા અથવા કોઈ સામાન્ય વ્યક્તિ ખૂબ જ બીમાર હતી અને એર એમ્બ્યુલન્સ દ્વારા સારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને તેમનો જીવ બચી ગયો હતો.

આવા સમાચાર વાંચ્યા પછી ઘણા લોકો વિચારે છે કે ફક્ત પૈસાવાળા જ એનો ઉપયોગ કરી શકે છે, પરંતુ એવું નથી. ચાલો... સમજીએ કે કેવી રીતે?

પ્રશ્ન- એર એમ્બ્યુલન્સ શું છે?
જવાબ
- પ્રાથમિક તબીબી સુવિધાઓ સાથેના વિમાન અથવા હેલિકોપ્ટરનો ઉપયોગ દર્દીને એક શહેરથી બીજા શહેરની હોસ્પિટલમાં ઓછામાં ઓછા સમયમાં લઈ જવા માટે કરવામાં આવે છે, તેને એર એમ્બ્યુલન્સ કહેવામાં આવે છે.

ખર્ચની બાબત
અમે કેટલીક એર એમ્બ્યુલન્સ સર્વિસ કંપનીઓ અને હોસ્પિટલ સાથે વાત કરી અને જાણવા મળ્યું કે એર એમ્બ્યુલન્સ બુક કરાવવાનો ખર્ચ સામાન્ય રીતે 5-6 લાખ અથવા એનાથી પણ વધુ હોઈ શકે છે, પરંતુ તેમણે કેટલીક એવી રીતો જણાવી, જેની મદદથી કોઈ મધ્યમવર્ગની વ્યક્તિ પણ એર એમ્બ્યુલન્સ બુક કરી શકે છે.

કેશલેસ એર એમ્બ્યુલન્સ સભ્યપદ અથવા કોઈપણ માહિતીની જરૂર હોય તો આ લિંક પર ક્લિક કરો

જો સીએમ હેલ્પલાઇન નંબર ઉપયોગી ન હોય, આરોગ્ય વીમો ઉપલબ્ધ ન હોય, ફ્લાઇટ બુક ન થઈ રહી હોય અને તમે કેશલેસ એર એમ્બ્યુલન્સનું સભ્યપદ લીધું ન હોય, તો તમે તમારા શહેરના કલેક્ટરને વિનંતી કરીને એર એમ્બ્યુલન્સ માટે મદદની વિનંતી કરી શકો છો.

પ્રશ્ન- એક સામાન્ય વ્યક્તિ એર એમ્બ્યુલન્સ કેવી રીતે બુક કરી શકે છે અને તે દર્દી સુધી કેવી રીતે પહોંચશે?
જવાબ
- એર એમ્બ્યુલન્સ ધરાવતી કેટલીક કંપનીઓનું કહેવું છે કે બુકિંગની પ્રક્રિયા સમયાંતરે બદલાતી રહે છે. તેમ છતાં સામાન્ય પ્રક્રિયા જાણો-

  • સૌપ્રથમ, એર એમ્બ્યુલન્સ કંપની અથવા હોસ્પિટલના ઇમર્જન્સી નંબર પર કૉલ કરો.
  • તેમના કસ્ટમર કેર એક્ઝિક્યુટિવને દર્દીની બીમારી વિશે સંપૂર્ણ વિગતો આપવી પડશે જેથી તેઓ તમને વહેલી તકે સેવા આપી શકે.
  • એક ટીમ તમારી જણાવેલી પરિસ્થિતિનું વિશ્લેષણ કરશે અને સેવાની કિંમત સાથે કેટલીક જરૂરી માહિતી આપશે.
  • તે ટીમ તેના ઈમર્જન્સી મેનેજમેન્ટ યુનિટને એલર્ટ મોકલશે અને એર એમ્બ્યુલન્સ મોકલશે.
  • અંતે એર એમ્બ્યુલન્સ દર્દી સુધી જલદી પહોંચશે અને દર્દીને હોસ્પિટલ લઈ જશે.

પ્રશ્ન- એર એમ્બ્યુલન્સની અંદર શું સુવિધાઓ છે?
જવાબ
- એર એમ્બ્યુલન્સની અંદર કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતાં જરૂરી સાધનો છે. જેમ-

  • શ્વાસ લેવાનું ઉપકરણ (જો દર્દી શ્વાસ ન લઈ શકે તો એ પહેરવામાં આવે છે)
  • મોનિટરિંગ સિસ્ટમ (દર્દીની સ્થિતિનું અવલોકન કરે છે)
  • પેસમેકર (દર્દીના હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે)
  • આ સિવાય લોહી પાતળું કરવાની દવાઓ પણ છે.
  • દર્દીની પરિસ્થિતિના આધારે, કેટલાંક અન્ય સાધનો પણ ઉમેરી શકાય છે.

જતાં જતાં જાણી લો

દેશમાં હાલ 49 સરકારી એર એમ્બ્યુલન્સ છે.

  • દિલ્હી - 39
  • મહારાષ્ટ્ર - 5
  • કેરળ-2
  • ઓડિશા - 1
  • ગુજરાત - 1
  • પશ્ચિમ બંગાળ - 1

સંદર્ભઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી વીકે સિંહે માર્ચ 2022માં લોકસભામાં આ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...