અમરનાથમાં જ્યાં વાદળ ફાટ્યું ત્યાં રસ્તાઓ જ નથી:ગત વર્ષે પણ આ જગ્યાએ જ વાદળ ફાટ્યું હતું, પરંતુ કોરોનાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી

3 મહિનો પહેલાલેખક: અક્ષય વાજપેયી

અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાને કારણે લગભગ 13 જેટલા યાત્રિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. શુક્રવારના રોજ જ્યાં વાદળ ફાટ્યું છે ત્યાં ગત વર્ષે પણ વાદળ ફાટ્યું હતું. ત્યારે પણ જુલાઈનો જ મહિનો હતો, પરંતુ ગત વર્ષે કોરોનાને કારણે યાત્રા યોજાઈ ન હતી. એને કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી.

અમરનાથ ગુફા તરફ જવાના બંને રસ્તા કાચા છે અને રસ્તાઓ એટલા સાંકડા છે કે ઘોડા પણ એક-એક કરીને મોકલવામાં આવે છે. ગુફાની આજુબાજુ અસ્થાયી ટેન્ટ લગાડવામાં આવ્યા છે. જે લોકો ભવનની પાસે રોકાય છે તેમને આ અસ્થાયી કેમ્પમાં ઉતારો આપવામાં આવે છે. શુક્રવારે જ્યારે વાદળ ફાટ્યું ત્યારે અનેક અસ્થાયી કેમ્પ પણ વહી ગયા.

વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાથી એકથી બે કિલોમીટરના અંતરે જ થઈ. ભારે પ્રવાહને કારણે શ્રદ્ધાળુઓ માટે લગાડવામાં આવેલા લગભગ 25 ટેન્ટ અને બેથી ત્રણ લંગર વહી ગયા.
વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાથી એકથી બે કિલોમીટરના અંતરે જ થઈ. ભારે પ્રવાહને કારણે શ્રદ્ધાળુઓ માટે લગાડવામાં આવેલા લગભગ 25 ટેન્ટ અને બેથી ત્રણ લંગર વહી ગયા.

એમપીના 35 લોકો પંચતરિણીમાં ફસાયા
ગુફાથી 5 કિલોમીટર પહેલા પંચતરિણીમાં મધ્યપ્રદેશના 35 લોકો ફસાયેલા છે. યાત્રા સંયોજકે જણાવ્યું કે પંચતરિણી સુધી સ્થિતિ સામાન્ય છે અને તમામ લોકો સુરક્ષિત છે, પરંતુ જે લોકો ભવન પાસે પહોંચી ગયા છે તેમની શું સ્થિતિ છે એનો કોઈ અંદાજો નથી. કોઈની સાથે ફોન પર વાત પણ નથી થઈ.

માત્ર જિયોનું જ નેટવર્ક મળે છે
ભવનની આસપાસના એરિયામાં માત્ર જિયોનું નેટવર્ક જ પકડાય છે. એવા શ્રદ્ધાળુઓ જેની પાસે જિયોનું સિમ નથી તે તમામ નેટવર્કની બહાર થઈ ગયા છે. આ ઉપરાંત જેઓ બાબાનાં દર્શન માટે ગુફામાં જાય છે, તેમનો મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ પણ પહેલેથી જ જમા કરાવી લેવામાં આવે છે. એવામાં અનેક લોકો તેમના પરિવારના લોકો સંપર્ક નથી કરી શકયા નથી.

આ ઘટનામાં 10થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. 35થી 40 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના સમાચાર છે.
આ ઘટનામાં 10થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. 35થી 40 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના સમાચાર છે.

ભવનમાં માત્ર એકથી બે મિનિટ જ દર્શનની વ્યવસ્થા
આ વખતે બાબા અમરનાથનાં દર્શન કરવા માટે ભક્તોએ અંતર જાળવીને દર્શન કરવા પડી રહ્યા છે, જે અંગેનું અંતર પણ નક્કી કરાયું છે. અમરનાથ શ્રાઈન બોર્ડના CEO નીતીશ્વર કુમારે જણાવ્યું કે ભીડના કારણે હીટ ઊભી થાય છે, તેથી ભક્તોને દૂરથી જ દર્શન કરવાની પરમિશન આપવામાં આવી છે.

નવી વ્યવસ્થા પછી દર્શન માટેની જગ્યા પણ મોટી કરવામાં આવી છે, જેને કારણે ભવનમાં ભક્તોની ભીડ વધુ નથી થતી. 1થી 2 મિનિટમાં દર્શન થઈ જાય છે, પરંતુ ભવન સુધી જે બે રસ્તા જાય છે એ બંને કાચા છે. એવામાં વાદળ ફાટવાની ઘટના પછી આ રસ્તાઓ પર અનેક જગ્યાએ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ITBP, CRPF, BSF, NDRF અને SDRFની સાથે જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.
ITBP, CRPF, BSF, NDRF અને SDRFની સાથે જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...