તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Due To The Burnt Husk Of Paddy, People Cast Sorcery; Said Insults, Now He Earns Millions Of Rupees From Husk, Also Got Orders From Abroad

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:ધાનના સળગેલા ભૂસાને લીધે લોકોએ ટોણા માર્યા; અપશબ્દો કહ્યા, હવે તે ભૂસાથી લાખો રૂપિયાની કમાણી કરે છે, વિદેશમાંથી પણ ઓર્ડર મળ્યા

કાલાહાંડી,ઓડિશા19 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
 • કૉપી લિંક

ઓડિશામાં એક જિલ્લો છે કાલાહાંડી. ભૂખમરાના સમાચારોને લઈ આ જિલ્લો હંમેશાં ચર્ચામાં રહ્યો છે. અહીં રહેતા મોટા ભાગના લોકો ગરીબ અને પછાત છે. આ જિલ્લાના રહેવાસી વિભુ સાહુ છે. વિભુનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું. પિતા મજૂરી કરતા હતા. વિભુ પણ તેમને મદદ કરતો હતો. બાદમાં પોતાના ભાઈ સાથે એક દુકાન પર કામ કરવા લાગ્યો, સાથે અભ્યાસ પણ કરતો હતો. ગ્રેજ્યુએશન બાદ તેને નોકરી મળી ગઈ. એક સરકારી શાળામાં તે શિક્ષક બની ગયો, પણ આ કામમાં તેનું મન લાગ્યું નહીં.

તે પોતાના પગ પર કંઈક કરવા માગતો હતો, જેથી અન્ય લોકોને પણ તે સારા પ્રમાણમાં રોજગારી આપી શકાય. 7 વર્ષ કામ કર્યા બાદ છેવટે વર્ષ 2007માં તેણે નોકરી છોડી દીધી અને ધાન-ચોખાનો બિઝનેસ કરવાનો નિર્ણય લીધો, કારણ કે ઓડિશામાં મોટે પાયે ધાનની ખેતી થાય છે. કેટલાંક વર્ષ કામ કર્યા બાદ વિભુને લાગ્યું કે જે સપનાંને લઈ તે આ બિઝનેસમાં આવ્યો હતો એ પૂરાં કરી શકતો નથી. માટે બાદમાં વર્ષ 2017માં તેણે બેન્કમાંથી લોન લીધી અને પોતાની રાઈસ મિલની શરૂઆત કરી. આ બિઝનેસ ચાલવા લાગ્યો. સારી કમાણી થવા લાગી. જોકે કેટલાક મહિના બાદ એક નવી મુશ્કેલી સામે આવી પડી. હકીકતમાં વિભુની રાઈસ મિલથી દરરોજ 3થી 4 ટન ભૂસાનું ઉત્પાદન થાય છે. તે આ ભૂસાને બહાર ફેંકી દેતો હતો અથવા તો સળગાવી દેતો હતો. જ્યારે જોરથી પવન ફૂંકાય ત્યારે ભૂસું લોકોની આંખમાં પડતું હતું. લોકો તેને લઈ ફરિયાદ કરવા લાગ્યા. ઝઘડો થવા લાગતો. વિભુ કહે છે કે મને સમજમાં આવતું ન હતું કે છેવટે શું કરું. ક્યારેક તો લાગતું હતું કે આ કામ જ બંધ કરી દઉં.

સતત ઈન્ટરનેટ પર સર્ચ કરતો રહ્યો, લોકો પાસેથી માહિતી એકત્રિત કરતો રહ્યો
જોકે મેં હાર માનવાને બદલે પ્રયત્ન જાળવી રાખ્યા. દિવસ-રાત સર્ચ કરતા રહ્યો હતો કે એનાથી કેવી રીતે બચી શકાય છે. હું અનેક નિષ્ણાતોને મળી ચૂક્યો હતો અને એના ઉપાયો અંગે પૂછપરછ કરી હતી, પણ મને કોઈ અસરકારક ઉપાય જણાવી શકતું ન હતું. એ સમય દરમિયાન મને જાણ થઈ કે ધાનના સળગેલા ભૂસામાં મોટા પ્રમાણમાં સિલિકા જોવા મળે છે. ત્યાર બાદ મેં ઈન્ટરનેટ પર સર્ચ કરવાની શરૂઆત કરી તો સિલિકાનો ઉપયોગ શું છે, ક્યાં એની માગ હોય છે. જાણવા મળ્યું કે સ્ટીલ કંપનીઓ ઈન્સ્યુલેટર તરીકે સિલિકાનો ઉપયોગ કરે છે.

વિભુ કહે છે, અમે સૌથી પહેલા ભૂસું એકત્રિત કરી છીએ, ત્યાર બાદ એમાં કેટલાંક કેમિકલ મિશ્રિત કરી છીએ, જેથી પેલેટ્સ બને છે.
વિભુ કહે છે, અમે સૌથી પહેલા ભૂસું એકત્રિત કરી છીએ, ત્યાર બાદ એમાં કેટલાંક કેમિકલ મિશ્રિત કરી છીએ, જેથી પેલેટ્સ બને છે.

આ આઈડિયાને લઈ વિભુએ કેટલીક કંપનીઓને મેલ મોકલ્યા. કેટલાક દિવસ બાદ ઈજિપ્તની એક કંપની એનો રિપ્લાઇ આપ્યો અને મળવા માટે બોલાવ્યો. વર્ષ 2018માં વિભુ ઈજિપ્ત ગયો અને કંપનીના મેનેજર સામે પોતાનાં સેમ્પલ રજૂ કર્યાં. કંપનીને સેમ્પલ પસંદ આવ્યાં. તેમણે વિભુને કહ્યું હતું કે જો તમે એને આ નાના-નાના પિસેજ સ્વરૂપમાં આપશો તો અમે કોન્ટ્રેક્ટ કરી શકીએ છીએ.

મોટા-મોટા એન્જિનિયર જે કરી શક્યા નહીં એ ગામના એક શ્રમિકે કરી બતાવ્યું
વિભુ સામે અનેક નવા પડકારો હતા, આ ભૂસાથી નાના-નાના પેલેટ તૈયાર કર્યા. તેણે ભારતમાં અનેક કંપનીઓનો સંપર્ક કર્યો. કેટલીક કંપનીઓએ તૈયારી દર્શાવી, પણ એ પેલેટ્સ નહીં બનાવી શકી. ત્યાર બાદ વિભુએ અનેક એન્જિનિયરોને પોતાને ત્યાં બોલાવ્યા. આ લોકોએ અનેક દિવસો સુધી એના માટે મશીન તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમને સફળતા મળી નહીં. અનેક લોકોએ વિભુને સલાહ આપી કે પોતાના સમય અને પૈસાનો વ્યય ન કરો, આ શક્ય નથી.

તે કહે છે, એક બાજુ હું લોકોની ભૂલોથી પરેશાન હતો, બીજી બાજુ બેન્કોનું દેવું વધી રહ્યું હતું. જો કોઈ સોલ્યુશન્સ ન દેખાય તો રાઈસ મિલ બંધ કરવી પડે એવી સ્થિતિ હતી અને ત્યારે તો નોકરી પણ ન હતી. વિભુએ નક્કી કર્યું કે આટલી જલદી તે હાર માનશે નહીં, અત્યારે વધુ પ્રયત્ન કરશે. એ સમયે તેને ત્યાં કામ કરતા રંજિત નામના એક શ્રમિકે આઈડિયા આપ્યો. તેણે કહ્યું હતું, હું ગામડે જઉં છું, ત્યાંથી કેટલાક છોકરાઓને લાવું છું, જે માટીનાં વાસણ તૈયાર કરવાનું કામ કરે છે, તે ચોક્કસપણે કંઈ ઉકેલ મેળવશે અને તે ગામ જતો રહ્યો. એક સપ્તાહ બાદ તેઓ કેટલાક છોકરા સાથે લઈ આવ્યા. આ લોકો રોજ નવી-નવી પદ્ધતિથી મશીન તૈયાર કરવાનો પ્રયત્ન કરતા રહ્યા. છેવટે તેમણે એક દિવસ પેલેટ તૈયાર કરનારું મશીન બનાવી જ દીધું.

કેવી રીતે તૈયાર કરે છે પેલેટ્સ?

વિભુએ હરિપ્રિયા રિફેક્ટરી નામથી પોતાની કંપની તૈયાર કરી છે. પ્રત્યેક મહિને ત્રણથી ચાર ટન પેલેટ્સ તેમની કંપની તૈયાર કરી છે.
વિભુએ હરિપ્રિયા રિફેક્ટરી નામથી પોતાની કંપની તૈયાર કરી છે. પ્રત્યેક મહિને ત્રણથી ચાર ટન પેલેટ્સ તેમની કંપની તૈયાર કરી છે.

વિભુએ પોતાની જરૂરિયાતના હિસાબથી વેલ્ડર કારીગરોની મદદથી આશરે 10 મશીનો તૈયાર કર્યાં છે. આ મશીનોનો આકાર એવો છે કે જે ગામોમાં માટીનાં વાસણો તૈયાર કરવા માટે ચાકડાનો ઉપયોગ કરવામાં આવે છે એ આ સ્થિતિનું એડવાન્સ સ્વરૂપ છે. તે કહે છે, અમે સૌથી પહેલા ભૂસું એકત્રિત કરી છીએ, ત્યાર બાદ એમાં કેટલાક કેમિકલનું મિશ્રણ કરી છીએ. અલબત્ત, વિભુને એની પેટન્ટ પણ પ્રાપ્ત થઈ ચૂકી છે. આ માટે તેઓ કયાં કેમિકલનું મિશ્રણ કરે છે એ અંગે માહિતી આપતા નથી. ત્યાર બાદ સળગેલા ભૂસાને મશીનમાં નાખવામાં આવે છે, જેથી નાના-નાના પેલેટ્સ નીકળે છે.

કેવી રીતે થાય છે માર્કેટિંગ?
વિભુ કહે છે કે હું મારા પ્રોડક્ટનાં સેમ્પલ વિશ્વભરની અનેક મોટી મોટી કંપનીઓને મોકલું છું. અનેક જગ્યાએ હું જાતે જ સેમ્પલ રજૂ કરવા જઉં છું અને એના ઉપયોગ અંગે જાણકારી આપું છું. મોટા ભાગના લોકો મારી પ્રોડક્ટ પસંદ કરે છે. ઈજિપ્ત, તાઈવાન અને સાઉદી અરેબિયામાં અમે અમારી પ્રોડક્ટ્સ મોકલી ચૂક્યા છીએ. ભારતમાં પણ અનેક કંપનીઓને અમારાં સેમ્પલ મોકલી ચૂક્યો છું. કેટલીક કંપનીઓ સાથે અમારી ડીલ અંતિમ તબક્કામાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં અમે 15 લાખ રૂપિયાની પ્રોડક્ટ તાઈવાન મોકલી છે, જ્યારે વર્ષ 2019માં ઈજિપ્તમાં રૂપિયા 20 લાખની પ્રોડક્ટ્સ મોકલી હતી.

હવે તેમણે હરિપ્રિયા રિફેક્ટરી નામથી પોતાની કંપની બનાવી છે. પ્રત્યેક મહિને ત્રણથી ચાર ટન પેલેટ્સ
તેમની કંપની તૈયાર કરે છે, સાથે જ અન્ય રાઈસ મિલવાળા પણ ફ્રીમાં સળગેલા ભૂસા લે છે. વિભુના મતે એક ટન પેલેટ્સ તૈયાર કરવામાં 8થી 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને તે એક ટન પેલેટથી અઢી લાખ રૂપિયા સુધી કમાણી કરી લે છે. વિભુએ 20થી 25 લોકોને રોજગારી પણ આપી છે.

વિભુ કહે છે કે આ વર્ષે જાન્યુઆરીમાં અમે 15 લાખની પ્રોડક્ટ્સ તાઈવાન મોકલી છે.
વિભુ કહે છે કે આ વર્ષે જાન્યુઆરીમાં અમે 15 લાખની પ્રોડક્ટ્સ તાઈવાન મોકલી છે.

ધાનના સળગેલા ભૂસાનો ઉપયોગ અને એનો કારોબાર
સમગ્ર વિશ્વમાં પ્રત્યેક વર્ષ આશરે 50 કરોડ ટન ધાનનું ઉત્પાદન થાય છે. આ પૈકી સૌથી વધારે ચીન 30 ટકા, ભારત 24 ટકા, બાંગ્લાદેશ 7 ટકા, ઈન્ડોનેશિયા 7 ટકા અને વિયેતનામ 5 ટકા ઉત્પાદન કરે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિશા, બિહાર અને છત્તીસગઢમાં ધાનનું ઉત્પાદન મોટે પાયે થાય છે. એક અહેવાલ પ્રમાણે, એક ટન ધાનથી આશરે 40 કિલો સળગેલું ભૂસું નીકળે છે. એમાં 90 ટકા સુધી સિલિકા ઉપલબ્ધ હોય છે.

સિલિકાનો ઉપયોગ મોટા સ્તર પર ટૂથપેસ્ટ, સિમેન્ટ, સિન્થેટિક રબર તૈયાર કરવા તથા મોટી મોટી ફેક્ટરીઓમાં ઈન્સ્યુલેટર સ્વરૂપમાં થાય છે. જોકે અત્યારે ભારત સહિત મોટા ભાગના દેશોમાં સિલિકા સ્વરૂપમાં ભૂસાનો ઉપયોગ ઓછો થાય છે, આ માટે મોટા સ્તર પર સેન્ડ સ્ટોન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એક અહેવાલ પ્રમાણે, વર્ષ 2018માં વિશ્વભરમાં સિલિકાનું માર્કેટ 38 હજાર કરોડ રૂપિયાનું હતું, જ્યારે ભારતમાં એનું માર્કેટ રૂપિયા 340 કરોડ રૂપિયાનું હતું. એટલે કે જો ધાનના સળગાવવામાં આવેલા ભૂસાથી સિલિકા તૈયાર થાય છે તો મોટે પાયે એનો કારોબાર કરી શકાય છે. નોર્થ અમેરિકા, લેટિન અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં ધાનના સળગાવેલા ભૂસાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં પણ કેટલાક લોકોએ પરાળીથી પૈસા બનાવવાનું કામ શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો