તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The BJP Is Also On The Tongues Of The People Of The Area Left, Muslim Voters Decisive In 50 To 55 Seats In Kerala

દેશની પહેલી મસ્જિદથી ગ્રાઉન્ડ રિપોર્ટ:વિસ્તાર ડાબેરીઓનો, પણ લોકોની જીભ પર ભાજપ છે, કેરળની 50થી 55 બેઠક પર મુસ્લિમ મતદારો નિર્ણાયક

ત્રિશૂર7 મહિનો પહેલાલેખક: ગૌરવ પાંડેય
  • કૉપી લિંક

કેરળના ત્રિશૂર જિલ્લામાં ચેરામન જુમા મસ્જિદ દેશની પહેલી મસ્જિદ છે. એ ત્રિશૂરથી આશરે 40 કિ.મી. દૂર અને કોચીથી આશરે 35 કિ.મી.દૂર કોડંગલૂર વિધાનસભા બેઠકના મેથલા ગામે આવેલી છે. જોકે હવે અહીં ગામ જેવું કશું નથી. મસ્જિનું નિર્માણ ઈસ. 629માં દીનારે કરાવ્યું હતું. હાલ મસ્જિદનું મુઝિરીસ હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ રિનોવેશન થઈ રહ્યું છે. મસ્જિદ સમિતિના એડમિન ફેઝલ કહે છે, આ કામ માટે વિજયન સરકારે રૂ. 1.18 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત આશરે રૂ. 15 કરોડ અમે આપ્યા છે.

આ મસ્જિદ બહાર ગેટથી લઈને રસ્તા સુધી વિવિધ સ્થળે સીપીઆઈના ઝંડા દેખાય છે. કોડંગલૂર બેઠક હંમેશાં સીપીઆઈનો ગઢ રહી છે.

તસવીર મસ્જિદ પરિસરના મુખ્ય ગેટની છે, જે અત્યારે બંધ છે. આ ત્રિશૂરથી લગભગ 40 કિમી અને કોચિનથી લગભગ 35 કિમી દૂર મેથલા ગામમાં સ્થિત છે.
તસવીર મસ્જિદ પરિસરના મુખ્ય ગેટની છે, જે અત્યારે બંધ છે. આ ત્રિશૂરથી લગભગ 40 કિમી અને કોચિનથી લગભગ 35 કિમી દૂર મેથલા ગામમાં સ્થિત છે.

ફૈઝલ કહે છે, અહીં કોઈને કંઈ તકલીફ નથી. અમે બધા સેક્યુલર છીએ. અહીં તમામ ધર્મોના લોકો વચ્ચે ભાઈચારો અને એકતા છે. ચેરામન મસ્જિદ તો આમ પણ ધર્મનિરપેક્ષ વિચારધારા માટે જાણીતી છે.

આ મસ્જિદનો આકાર અને નિર્માણ હિંદુઓએ હિંદુ કળા અને વાસ્તુ પ્રમાણે કર્યા હતા. આ વિસ્તારમાં મોટા ભાગના લોકો એલડીએફના સમર્થકો છે, પરંતુ છેલ્લી સ્થાનિક ચૂંટણીમાં ભાજપે અહીં પણ સારો દેખાવ કર્યો. કોડંગલૂર મ્યુનિસિપાલિટીમાં કુલ 44 બેઠક છે. એમાંથી ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં ભાજપે 21, એલડીએફએ 22 અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી, એનાથી ભાજપની મજબૂતાઈનો અંદાજ લગાવી શકાય છે.

મસ્જિદની બહાર મુઝિરીસ હેરિટેજ પ્રોજેક્ટનું બોર્ડ લાગેલું છે. LDF સરકાર ચેરામન મસ્જિદનું રિનોવેશન આ જ પ્રોજેક્ટ અંતર્ગત કરાવી રહી છે.
મસ્જિદની બહાર મુઝિરીસ હેરિટેજ પ્રોજેક્ટનું બોર્ડ લાગેલું છે. LDF સરકાર ચેરામન મસ્જિદનું રિનોવેશન આ જ પ્રોજેક્ટ અંતર્ગત કરાવી રહી છે.

આ મસ્જિદથી કોડંગલૂર માર્કેટ તરફ જતાં એવું લાગે છે કે અહીં ભાજપ અને એલડીએફ વચ્ચે બેનર-પોસ્ટર લગાવવાની હોડ જામી છે. માર્કેટ પહેલાં જ દેવીજીનું મંદિર છે. મંદિર પરિસરની અંદર કેટલીક દુકાનો છે અને એની વચ્ચે ભાજપ કાર્યાલય છે. અહીં મોહનદાસની 20 વર્ષ જૂની દુકાન છે. મોહનદાસને ‘એલડીએફ સરકાર કેવી છે?’ એવું પૂછતાં તેઓ કહે છે, એલડીએફએ સારું કામ કર્યું છે. અમને રાશન- કિટ મળે છે, પેન્શન આપે છે, બીજું શું જોઈએ?

વીજળી, પાણીની સ્થિતિ પૂછવા પર તેઓ કહે છે, અહીં તેની કોઈ મુશ્કેલી નથી. માર્કેટના જ હરિ કહે છે કે આ વખતે ભાજપા સારું કરી શકે તેમ છે. અમારા વિસ્તારની વોર્ડ ચૂંટણીમાં ભાજપા ઉમેદવારો જ જીત્યા હતા. મસ્જિદની સામે ફળની દુકાન ચલાવતા મૃદુલ હિન્દી બોલી શકતા નથી, પણ અંગ્રેજીમાં કહે છે કે અહીં બધું સારું છે. મસ્જિદથી અમને રોજગારી મળે છે.

મસ્જિદથી થોડે દૂર આગળ વધવા પર એક મંદિર છે. મંદિર પરિસરની અંદર કેટલીક દુકાનો છે, જેની વચ્ચે ભાજપાનું કાર્યાલય પણ છે.
મસ્જિદથી થોડે દૂર આગળ વધવા પર એક મંદિર છે. મંદિર પરિસરની અંદર કેટલીક દુકાનો છે, જેની વચ્ચે ભાજપાનું કાર્યાલય પણ છે.

અહીંના લોકો વચ્ચે બીજી એક ચર્ચા છે કે ત્રિશૂરના લોકો પહેલેથી જ કહી દે છે કે આગામી સરકાર કોની હશે. છેલ્લી પાંચ ચૂંટણીથી આવું જોવા મળે છે. ત્રિશૂરના રાજગોપાલન કહે છે કે લોકસભા ચૂંટણીનાં પરિણામો નક્કી કરે છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે. 2019ની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ટી.એન. પાર્થાપન જીત્યા હતા. અહીંના લોકો કહે છે કે આનાથી લાગે છે કે આ વખતે UDFની સરકાર બની શકે છે. આ અગાઉ જુઓ, 2014માં અહીં CPI ઉમેદવાર જીત્યા હતા, તો રાજ્યમાં 2016માં LDFની સરકાર બની હતી. 2009માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, જ્યારે 2011માં UDFની સરકાર બની હતી.

રાજ્યમાં 26% વોટર્સ મુસ્લિમ છે, 24થી 30 સીટો પર મુસ્લિમ લીગ લડે છે

કોડંગલૂર સીટ CPIનો ગઢ રહી છે. મસ્જિદની બહાર ગેટથી લઈને સડક સુધી ઠેરઠેર બસ CPIના જ ઝંડા જોવા મળે છે.
કોડંગલૂર સીટ CPIનો ગઢ રહી છે. મસ્જિદની બહાર ગેટથી લઈને સડક સુધી ઠેરઠેર બસ CPIના જ ઝંડા જોવા મળે છે.

કોડંગલૂર સીટ CPIનો ગઢ રહી છે. મસ્જિદની બહાર ગેટથી લઈને ઠેકઠેકાણે CPIના જ ઝંડા જોવા મળે છે. કોડંગલુર વિસ્તારમાં લગભગ 30% વસતિ મુસ્લિમ છે. મુસ્લિમ આના પર હારજીત નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સેન્ટર ફોર પબ્લિક પોલિસી રિઝર્વ (CPPR)ના ચેરમેન ડોક્ટર ધનુરાજ કહે છે કે આમ તો રાજ્યમાં મુસ્લિમ વોટર્સ લગભગ 26% છે, જે લગભગ 50થી 55 સીટો પર નિર્ણાયક ભૂમિકામાં છે. તેમાંથી પણ 24થી 30 સીટો પર મુસ્લિમ લીગના ઉમેદવાર ઊતરે છે. ગત વખતે મુસ્લિમ લીગના 18 ઉમેદવાર જીત્યા હતા.

મસ્જિદો-ચર્ચોનું રિનોવેશન કરીને બંને માઈનોરિટી કમ્યુનિટીને સાધવાનો LDF સરકારનો પ્રયાસ
ડૉ. ધનુરાજ કહે છે, એલડીએફ સરકાર ચેરામન મસ્જિદનું રિનોવેશન મુઝિરીસ પ્રોજેક્ટ હેઠળ કરી રહી છે. અહીં આ જ મુદ્દો છે, કારણ કે કોસ્ટલ બેલ્ટમાં મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજ સાથે જોડાયેલી તમામ મસ્જિદો-ચર્ચોને સરકારે આ પ્રોજેક્ટમાં સામેલ કર્યાં છે, એમાં ચેરામન બસ મહોરું છે. એેના થકી સરકારની ઈચ્છા લઘુમતી મતો મેળવવાની છે. વિપક્ષ કહે છે કે આ મતબેંકની રાજનીતિ છે. એના માટે સરકાર વિદેશોમાંથી પણ ભંડોળ લે છે. તેના માટે સરકાર ઈન્ટરનેશનલ ફંડિંગ લઈ રહી છે. આ કામ કેરળ કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (KCHR)ની દેખરેખમાં ચાલી રહ્યું છે. જોકે આ અંગે સરકાર કહે છે કે ઐતિહાસિક ધરોહરોની દેખરેખના હેતુથી કામ થઈ રહ્યું છે.

મસ્જિદના મૌલવી મોહમ્મદ ફૈઝલ કહે છે કે અહીં આમ તો મોટા ભાગના લોકો LDFના જ સમર્થક છે, પરંતુ ગત લોકલ બોડી ચૂંટણીમાં ભાજપાએ સારો દેખાવ કર્યો છે.
મસ્જિદના મૌલવી મોહમ્મદ ફૈઝલ કહે છે કે અહીં આમ તો મોટા ભાગના લોકો LDFના જ સમર્થક છે, પરંતુ ગત લોકલ બોડી ચૂંટણીમાં ભાજપાએ સારો દેખાવ કર્યો છે.