આજના પોઝિટિવ સમાચાર:18 વર્ષની ઉંમરે શરૂ કર્યું સ્ટાર્ટઅપ, ત્રણ વર્ષમાં 20 કરોડ પહોંચ્યું ટર્નઓવર

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: વિકાસ વર્મા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને વ્યવસ્થિત પીજી ઉપલબ્ધ કરાવવા માટે સનીએ તેના મિત્ર શેફાલી સાથે મળી યોરશેલની સ્થાપના કરી હતી. જેને સ્ટેન્જા લિવિંગે એક્વાયર કરી હતી - Divya Bhaskar
વિદ્યાર્થીઓને વ્યવસ્થિત પીજી ઉપલબ્ધ કરાવવા માટે સનીએ તેના મિત્ર શેફાલી સાથે મળી યોરશેલની સ્થાપના કરી હતી. જેને સ્ટેન્જા લિવિંગે એક્વાયર કરી હતી

આજના પોઝિટિવ સમાચાર દિલ્હીના રહેવાસી 23 વર્ષિય સની ગર્ગ વિશે છે. તેમણે ગ્રેજ્યુએશન સેકન્ડ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમસ્યાને જોઈ અને સમજ્યા. વર્ષ 2018માં માત્ર 18 વર્ષની ઉંમરે જ 'યોરશેલ' નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જ્યાં તેઓ વિદ્યાર્થીઓને એક વ્યવસ્થિત PGની સુવિધા ઉપલબ્ધ કરાવતા હતા. ત્રણ વર્ષમાં જ તેમની કંપનીનું ટર્નઓવર 20 કરોડ પર પહોંચી ગયું.

કોરોનાની શરૂઆત થઈ તે અગાઉ નવેમ્બર,2019માં આ સેક્ટરમાં કામ કરનારી એક મોટી કંપની સ્ટેન્જા લિવિંગે તેમની આ કંપનીને ખરીદી લીધી. તેનાથી જે નાણાં મળ્યા તેનાથી લોકડાઉન સમયે વર્ષ 2020માં સનીએ તેની મિત્ર શેફાલી જૈન સાથે મળી એક નવું સ્ટાર્ટઅપ ' AE સર્કિલ'ની શરૂઆત કરી, જેના મારફતે તેઓ સ્ટાર્ટઅપ શરૂ કરનારની મદદ કરે છે.

પરંપરાગત બિઝનેસ ફેમિલી સાથે સંકળાયેલા સની નવા બિઝનેસ આઈડિયા શોધતો હતો
પરંપરાગત બિઝનેસ ફેમિલી સાથે સંકળાયેલા સની નવા બિઝનેસ આઈડિયા શોધતો હતો

સની કહે છે કે 'સ્ટાર્ટઅપનો અર્થ છે, એક સમસ્યાને ઓળખવી, તેનો ઉકેલ મેળવવો અને તેને મોનેટાઈઝ કરવી. મે કોલેજમાં અનેક લોકોને તેમની તકલીફ પૂછી તો એક સામાન્ય સમસ્યા સામે આવી, તે હતી PG ની સમસ્યા. જ્યારે કોઈ બહારની વ્યક્તિ દિલ્હી યુનિવર્સિટી આવે છે તો તેને સૌથી પહેલા રહેવાની વ્યવસ્થા કરવી પડે છે અને PG શોધવી એટલું સરળ રહેતુ નથી.

મે વિચાર કર્યો કે આ સમસ્યાને અમે લોકો ઉકેલી શકીએ છીએ, પણ તે સમયે એડમિશન સિઝનમાં ફક્ત 15 દિવસ બચ્યા હતા. જો હું એપ, વેબસાઈટ તૈયાર કરવામાં સમય બગાડુ તો આ તક મારા હાથમાંથી જતી રહે તેમ હતી.

તે કહે છે કે મે કેટલાક મિત્રોની મદદ લીધી, કેટલાક ઈન્ટર્ન હાયર કર્યાં. ત્યારબાદ કેટલાક PG સાથે ટાઈ અપ કર્યું તથા કેટલાક પોસ્ટર્સ છપાવી તમામ કોલેજની બહાર લગાવડાવ્યા. અમે નક્કી કર્યું હતું કે અમે વિદ્યાર્થીઓના એડમિશનમાં મદદ કરશું પછી તે આપમેળે જ પૂછશે કે PG ક્યાં લેવુ યોગ્ય છે. અમે સ્ટ્રેટેજી તૈયાર કરી 20થી 25 દિવસ સુધી આ કામ કર્યું, આ સમય દરમિયાન અમે 2500થી વધારે વિદ્યાર્થીઓની મદદ કરી. આ પૈકી આશરે 300 લોકોને PG અપાવ્યું. આ 20 દિવસમાં અમારો ચોખ્ખો નફો રૂપિયા 7.5 લાખ હતો.

જે બાળકોને PG અપાવી તેમણે આકરી ટીકા કરતા યોરશેલ નો વિચાર આવ્યો
સની કહે છે કે જુલાઈ 2017ની વાત છે, કેટલાક વિદ્યાર્થીઓના ફોન આવવા લાગ્યા કે PG અપાવતી વખતે જે વચન આપવામાં આવ્યા હતા તે પૂરા થયા નથી. તેને લીધે તે લોકો તરફથી મારે ઘણુ સાંભળવાનું થયું.

આ દરમિયાન બિઝનેસ માટે મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'સ્ટેન્ડઅપ ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા' સ્કીમ હેઠળ રૂપિયા 35 લાખની લોન લીધી. કેટલાક પૈસા માર્કેટમાંથી વ્યાજ પર લાવ્યો અને 150 બેડની યોરશેલની શરૂઆત કરી. પ્રથમ વર્ષે ઘણો સારો રિસ્પોન્સ મળ્યો. બિઝનેશ શરૂ કર્યાંના 15 દિવસમાં જ તમામ સીટ ફૂલ થઈ ગઈ.

પોતાના બિઝનેસ મોડલ અંગે સની કહે છે કે આ માટે અમે લીઝ પર બિલ્ડિંગ અને ફ્લેટ લીધા હતા. ત્યારબાદ ફર્નિશ્ડ કરાવ્યા હતા, તેમા સર્વિસ પ્રોવાઈડ કરતા હતા અને તે પ્રતિ બેડ હિસાબથી ભાડુ આપતા હતા. યોરશેલમાં સની સાથે શેફાલી જૈન, વિશેષ કુંગર તથા ગૌરવ વર્મા પણ ફાઉન્ડર હતા.

જ્યારે સનીએ પોતાના સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી ત્યારે તેનું એડમિશન ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ, હૈદરાબાદમાં થયુ હતું, પણ પોતાના સ્ટાર્ટઅપને લીધે તેણે એડમિશન લીધુ નહીં. તેને લીધે પરિવારના સભ્યો ઘણા નારાજ થઈ ગયા હતા.

યોરશેલનું વેચાણ કર્યાં બાદ સની ગર્ગ હવે નવા સ્ટાર્ટ અપ્સને ફાયનાન્સિયલ અને લીગલ પ્રોબ્લેમના ઉકેલ આપે છે
યોરશેલનું વેચાણ કર્યાં બાદ સની ગર્ગ હવે નવા સ્ટાર્ટ અપ્સને ફાયનાન્સિયલ અને લીગલ પ્રોબ્લેમના ઉકેલ આપે છે

લોકડાઉનમાં અમે ખુશ હતા કે અમે બચી ગયા
સની કહે છે કે નવેમ્બર,2019ની આ વાત છે, સ્ટેન્જા લિવિંગે અમારો સંપર્ક કર્યો અને કહ્યું કે તમે લોકો સારું કામ કરી રહ્યા છો. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે મળી કામ કરો. તે સમયે અમે કોઈની સાથે કામ કરવા ઈચ્છતા ન હતા, બસ અમે રાહ જોઈ રહ્યા હતા કે વેન્ચરને યોગ્ય માન મળે અને કેર મળે. તે કંપની અમારા કરતા વધારે સારી કાળજી લઈ શકે તેમ હતી. બસ અમે અમારું સ્ટાર્ટઅપનું વેચાણ કરી લીધું. ત્યારે અમે એટલા ખુશ ન હતા, પણ એવું કહેવાય છે કે કોઈ કાર્ય સારી નિયત સાથે કરવામાં આવે તો ભગવાન પણ સાથ આપે છે. લોકડાઉનમાં અમે ઘણા ખુશ હતા કે અમે બચી ગયા. કારણ કે વિદ્યાર્થીઓ હાઉસિંગ ઈન્ડસ્ટ્રીઝ, રિયલ એસ્ટેટ તથા હોસ્પિટાલિટી માટે 2020 ખરાબ રહ્યું.

હવે AE સર્કિલ મારફતે આપી રહ્યા છીએ સ્ટાર્ટઅપમાં આવતા દરેકને સમસ્યાના ઉકેલ
વર્તમાન સમયમાં સ્ટાર્ટઅપ 'AE સર્કિલ' છે. તેના મારફતે એક સર્કલ બની રહ્યુ છે. AE એટલે એનીથિંગ એન્ડ એવરીથિંગ. એટલે કે એક સ્ટાર્ટઅપ શરૂ કરવામાં જે મુશ્કેલી આવે છે તે આર્થિક, કાયદાથી લઈ તમામ સમસ્યાના ઉકેલ અમે આપી રહ્યા છીએ. આ ઉપરાંત તેમને માર્કેટીંગ, પ્રોડક્શન અને પ્રિન્ટિંગ બિઝનેસમાં પણ ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.