તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The 52 yard Flag Is Changed 5 Times A Day, Sponsored By Devotees; Advance Booking Has Been Done Till 2023

દ્વારકાધીશ મંદિરની ધજાની કહાની:દિવસમાં 5 વખત બદલવામાં આવે છે 52 ગજની ધજા, શ્રદ્ધાળુઓ કરે છે સ્પોન્સર; 2023 સુધી એડવાન્સ બૂકિંગ થઈ ચુક્યું છે

19 દિવસ પહેલાલેખક: હિરેન હિરપરા
(ફાઈલ ફોટો)
  • વર્ષ 2020 અને વર્ષ 1998માં પણ મંદિરના ધજાના દંડને નુકસાન થયું હતું
  • મંગળવારે દ્વારકાધીશ મંદિરના શિખરધ્વજ પર વીજળી પડી હતી

દ્વારકાધીશ મંદિરમાં વીજળી પડી છે ત્યાં દિવસમાં પાંચ વખત ધજા ફરકાવવામાં આવે છે. મંદિરના શિખર પર 52 ગજની ધજા ફરકાવવાની પરંપરા છે. જેને શ્રદ્ધાળુઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે. ધજા ફરકાવવા માટે વર્ષ 2023 સુધીનું એડવાન્સ બૂકિંગ થઈ ચુક્યું છે. નવું બૂકિંગ અત્યારે બંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ મંદિર તથા ધજાને લગતી કેટલીક રસપ્રદ બાબતો જોડાયેલી છે, જેમાં દિવસમાં પાંચ વખત ધજા ફરકાવવાનો સમય, 52 ગજની ધજા પાછળની કહાની, ચંદ્રમા અને સૂર્યના પ્રતીકનું મહત્વ, ધજા ફરકાવવાની જવાબદારી કોની છે તથા તેના બૂકિંગની પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે.

અબોટી બ્રાહ્મણોનો ધજારોહણ પર એકાધિકાર
દ્વારકાધીશની મંગલા આરતી સવારે 7.30 વાગે, શ્રૃગાર સવારે 10.30 વાગે, ત્યારબાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે તેમ જ શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગુગલી બ્રાહ્મણ કરાવે છે. પૂજા બાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ ધજા ચડાવે છે.

ધજા બદલવા માટે એક મોટો કાર્યક્રમ યોજાય છે. જે પરિવાર ધજા સ્પોન્સર કરે છે તેઓ ત્યાં આવે છે. તેમના હાથમાં ધજા હોય છે. તે ભગવાનને સમર્પિત કરવામાં આવે છે. ત્યાંથી અબોટી બ્રાહ્મણ તેને લઈ ઉપર જાય છે અને ધજા બદલે છે. નવી ધજા ચડાવ્યા બાદ જૂની ધજા પર અબોટી બ્રાહ્મણોનો હક હોય છે.તેના કપડાંથી ભગવાનના વસ્ત્રો વગેરે તૈયાર કરવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા જ શા માટે?
દ્વારકાધીશ મંદિર પર ફરકાવવામાં આવતી ધજા અનેક કિલોમીટર દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે આ ધજા 52 ગજની હોય છે. 52 ગજની આ ધજા પાછળ અનેક લોકમાન્યતા છે. કેટલાક લોકોનું માનવું છે કે દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. તે સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લાગતા હતા. મુખ્ય ભગવાન કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાનોના મંદિર હજું પણ બનેલા છે. જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોના પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે.

અન્ય એક લોકમાન્યતા છે કે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારકામાં એક સમયે 52 દ્વાર હતા. તે પણ પ્રતીક છે. મંદિરની આ ધજા ખાસ દરજી જ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થાય છે તે સમયે તેને જોવા પર પ્રતિબંધ હોય છે.

ધજા પર ચંદ્રમા અને સૂર્યનું પ્રતીક
દ્વારાકાધીશ મંદિરની ઉપર ફરકાવવામાં આવેલી ધજામાં સૂર્ય અને ચંદ્રમાનું પ્રતીક છે. માન્યતા છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા રહેશે ત્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે.દ્વારકાધીશ હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળો પૈકી એક છે. દ્વારકા હિંદુ ધર્મમાં ચારધામની તીર્થ યાત્રા પૈકી એક છે. દ્વારકામાં દ્વારકાધીશ કૃષ્ણનું મંદિરમાં દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર તે જગ્ય પર છે, જ્યાં હજારો વર્ષ અગાઉ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજાનું વિશેષ મહત્વ છે. આ ધજાની વિશેષતા એ છે કે હવાની દિશા જે પણ હોય આ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે.

ધજારોહણ માટે વર્ષ 2023 સુધી એડવાન્સ બૂકિંગ
ભક્ત ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ધજા અર્પણ કરે છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન તેમની ઉપર આશીર્વાદ વરસાવે છે. આ જ કારણ છે કે અનેક શ્રદ્ધાળુઓ ધજા અર્પિત કરે છે. ધજા અર્પણ કરવા માટે એડવાન્સ બૂકિંગ કરવામાં આવે છે. દ્વારકા મંદિરમાં સેવા અને પૂજાના પ્રભારી ગુગલી સમાજના ટ્રસ્ટી વત્સ્યલભાઈ પુરોહિત કહે છે કે ધજા ચડાવવાનું બૂકિંગ આગામી બે વર્ષ એટલે કે વર્ષ 2023 સુધી થઈ ચુક્યું છે. વર્તમાન સમયમાં બૂકિંગ છ મહિના માટે બંધ છે. બૂકિંગ ફોન મારફતે પણ કરી શકાય છે.

વીજળી પડવાથી મંદિરને નુકસાન થયું નથી
વીજળી પડવાની ઘટના અંગે વત્સલભાઈ કહે છે કે મંગળવારે વાદળની ગર્જના સાથે વરસાદ થયો અને વીજળી મંદિરના શિખર પર પડી. જોકે તેને લીધે મંદિરને કોઈ નુકસાન થયું નથી. તે ધજા પર પડી હતી, જેથી ધજાના દંડને નુકસાન પહોંચ્યું છે. ધજા બદલી દેવામાં આવી છે. ધજા દંડનું સમારકામ માટે પુરાતત્વ વિભાગે જાણ કરવામાં આવી છે.