ભાસ્કર એક્સપ્લેનરજુવાનનું લોહી ચડાવવાથી શું વૃદ્ધાવસ્થા અટકી શકે છે?:45 વર્ષીય કરોડપતિએ પુત્રના લોહીથી પ્લાઝમા થેરાપી કરાવી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં 45 વર્ષીય બ્રાયન જોનસન કરોડપતિ ઉદ્યોગ સાહસિક છે. હાલમાં રિવર્સ એજિંગ એટલે કે તેમની ઉંમર ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે પોતાના પર જે પ્રયોગ કરી રહ્યા છે એમાં તે દર વર્ષે લગભગ 16 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે.

તાજેતરમાં તેમણે દાવો કર્યો હતો કે માત્ર 7 મહિનામાં પોતાની બાયોલોજિકલ ઉંમર ઓછી કરી છે. આ રિવર્સ એજિંગ પછી હવે તેમનું હૃદય 37 વર્ષનું, ત્વચા 28 વર્ષની અને ફેફસાં 18 વર્ષનાં થઈ ગયાં છે.

આ માટે તેમણે કડક શાકાહારી આહારનું પાલન કર્યું, સપ્લિમેન્ટ્સ લીધાં, સખત કસરત કરી, દર મહિને ડઝનેક મેડિકલ પ્રક્રિયાઓમાંથી પસાર થયા અને પ્લાઝમા થેરાપી કરાવી. પ્લાઝમા થેરાપીની પ્રક્રિયામાં તેમણે પોતાના 17 વર્ષના પુત્ર ટેલ્મેજના લોહીનો ઉપયોગ કર્યો.

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે શું વૃદ્ધાવસ્થા રોકવા માટે પ્લાઝમા થેરાપી કરવામાં આવી? 'રિવર્સ એજિંગ'માં વિજ્ઞાન કેટલું સફળ રહ્યું છે?

એક દિવસ 45 વર્ષીય જોનસન પોતાના 70 વર્ષીય પિતા રિચાર્ડ અને 17 વર્ષના પુત્ર ટેલ્મેજ સાથે ક્લિનિકમાં ગયા. અહીં તેમણે 'પ્લાઝમા સ્વેપિંગ' થેરાપી કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પછી જોનસન અને તેમના પુત્ર ટેલ્માગેના શરીરમાંથી એક લિટર લોહી કાઢવામાં આવ્યું. ડૉક્ટરોએ તેના લોહીમાંથી લાલ કોષો, શ્વેત કોષો અને પ્લેટલેટ્સને અલગ કર્યા. આ પછી ટેલ્મેજનું લોહી જોનસનના શરીરમાં અને જોનસનનું લોહી તેના પિતાના શરીરમાં ચડાવવામાં આવ્યું.

આ પ્રક્રિયા આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહી. વચ્ચે જોનસન અને ટેલ્મેજ જેવી જ ઉંમરના અન્ય સ્વસ્થ લોકોનું લોહી પણ જોનસન અને તેના પિતાના શરીરમાં ચડાવવામાં આવ્યું.

જોનસન અને તેના પિતાની આ થેરાપી પર 30 ડોક્ટરની ટીમ કામ કરી રહી છે. આ ડોક્ટરોની ટીમનું નેતૃત્વ કરી રહેલા ડોક્ટર ઓલિવર ઝોલમેનનો દાવો છે કે તેઓ રિવર્સ એજિંગમાં સફળ થયા છે.

'પ્લાઝમા સ્વેપિંગ' કેવી રીતે કામ કરે છે?
પ્લાઝમા સ્વેપિંગને કારણે વૃદ્ધ લોકો કેવી રીતે યુવાન બને છે એ જાણતાં પહેલાં સમજો કે માનવ શરીર કેવી રીતે વૃદ્ધ થાય છે…

12 જાન્યુઆરી 2023ના રોજ હાર્વર્ડ યુનિવર્સિટીનું એક સંશોધન પ્રકાશિત થયું. આ પછી એન્ટી-એજિંગ ટેક્નિક તરીકે બ્લડ પ્લાઝમાનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ચર્ચામાં આવી. આ પ્રયોગમાં મોટી ઉંમરના ઉંદરોને નાના ઉંદરોનું લોહી આપવામાં આવ્યું.

રિસર્ચરે કહ્યું હતું કે આનાથી માત્ર ઉંદરની આંખોમાં પ્રકાશ નથી આવ્યો, પરંતુ વૃદ્ધ ઉંદરોમાં મેટાબોલિઝમ, હાડકાની રચના અને શરીરના અન્ય ફંક્શનમાં પણ સુધારો થયો. જોકે આ રક્ત વિનિમયથી માણસોમાં શું ફરક પડે છે એ હજી સ્પષ્ટ નથી.

શું પ્લાઝમા થેરાપી મનુષ્યમાં અસરકારક છે?
બ્રાયન પર નજર રાખી રહેલા ડોક્ટર ઓલિવરનું કહેવું છે કે પ્લાઝમા સ્વેપિંગ દ્વારા તે બ્રાયન જોનસન અને તેના પિતાના શરીરના કોષોની પ્રવૃત્તિને નિયંત્રિત કરી રહ્યા છે. આ સાથે તેઓ યુવાનોના લોહીને વૃદ્ધોના શરીરમાં નાખીને જૂના કોષોને રિપેર કરી રહ્યા છે. જોકે વૈજ્ઞાનિકોનો એક વર્ગ આ દાવાને સાચો માનતો નથી.

અમેરિકાના લોસ એન્જલસમાં બાયોકેમિસ્ટ ચાર્લ્સ બ્રેનર કહે છે, 'અત્યારે અમને નથી લાગતું કે તે મનુષ્યની કોઈપણ પ્રકારની સારવાર માટે યોગ્ય છે. મારા મત મુજબ, આ ટેક્નિક માટે કોઈ સકારાત્મક પુરાવા નથી અને એ ખતરનાક છે. જોકે લોહીના પ્લાઝમાનો ઉપયોગ ઇજા, ગંભીર યકૃત રોગ, લોહીની ગંઠાઈ જવાની ક્ષમતામાં ઘટાડો જેવી શારીરિક પરિસ્થિતિઓમાં થાય છે.

જ્યારે વૈજ્ઞાનિકોની ચિંતાઓથી વિપરીત જોનસને વય ઘટાડવા માટે વૃદ્ધત્વવિરોધી પહેલ શરૂ કરી છે. એને નામ આપવામાં આવ્યું છે - પ્રોજેક્ટ બ્લૂપ્રિન્ટ. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ શરીરના 70 ભાગોની જૈવિક ઉંમર ઘટાડવાનો છે.

શું બીજું કોઈ આ ટેક્નોલોજી પર રિસર્ચ કરી રહ્યું છે?
વિશ્વમાં ઘણી સ્ટાર્ટ-અપ કંપનીઓ રિવર્સ એજિંગ પર કામ કરી રહી છે. 2016માં અમેરિકાના એમ્બ્રોસિયા નામના સ્ટાર્ટ-અપે એક યુવાનના શરીરમાંથી વૃદ્ધના શરીરમાં એક લિટર લોહી નાખવાનો ખર્ચ 6.5 લાખ રૂપિયા જણાવ્યો હતો. આ સ્ટાર્ટ-અપે જણાવ્યું હતું કે IVF દ્વારા 16થી 25 વર્ષના યુવાનોનું લોહી લેવામાં આવે છે અને તેને વૃદ્ધોના શરીરમાં ઇમ્ફ્યૂજ કરવામાં આવે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ન્યુરોલોજિસ્ટ ટોની વાયસ કોરની સ્ટાર્ટ-અપ કંપનીનું નામ 'અલકાહેસ્ટ' છે. આ કંપનીએ દાવો કર્યો છે કે ઑગસ્ટ 2019માં છ મહિનાના પરીક્ષણ બાદ તેમને અપેક્ષિત પરિણામો મળ્યાં હતાં. વાસ્તવમાં હળવા અલ્ઝાઈમર રોગવાળા 40 દર્દીઓના શરીરમાં યુવાન લોકોના પ્લાઝમા નાખવામાં આવ્યા હતા, જેના કારણે તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો.

ઝકરબર્ગથી લઈને બેઝોસ રિવર્સ એજિંગ પર અબજો ખર્ચ કરે છે