• Home
  • Dvb Original
  • The 29 year old Rajiv Gandhi Foundation in disputes after BJP allegations.

રાજીવ ગાંધી ફાઉન્ડેશન / 29 વર્ષ જૂનું ફાઉન્ડેશન 9 વર્ષમાં બીજી વખત વિવાદમાં, આ વખતે આપદા પીડિતોના હકના પૈસા ડાયવર્ટ કરવાનો મુદ્દો ઉઠ્યો

X

  • ભાજપે કહ્યું- UPAના સમયે પીએમ નેશનલ રિલીફ ફંડના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ડાયવર્ટ કરાયા
  • 2011માં આતંકીઓ સાથેના કનેક્શનના આરોપી જાકિર નાઈકની સંસ્થા પાસેથી 50 લાખ મળવા અંગે વિવાદ થયો હતો.

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 04:38 PM IST

નવી દિલ્હી. ચીન મુદ્દે કોંગ્રેસ-ભાજપની નિવેદનબાજીમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશન અંગે સવાલ ઉઠી રહ્યા છે. ભાજપે આ ફાઉન્ડેશનને ચીનથી ફંડિગ મળવા અને UPAના સમયમાં જરૂરિયાતવાળા લોકોના પૈસા ડાયવર્ટ કરવાનો મુદ્દો ઉછાળ્યો છે. 

રાજીવ ગાંધી ફાઉન્ડેશન શું છે?
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લક્ષ્યને આગળ વધારવા માટે 21 જૂન 1991ના રોજ સોનિયા ગાંધીએ તેની શરૂઆત કરી હતી. ફાઉન્ડેશન 2010થી એજ્યુકેશનને પ્રોત્સાહિત કરવા પર ભાર આપી રહ્યું છે. જેનું કામકાજ ડોનેશનથી મળતી રકમ દ્વારા ચાલે છે. સોનિયા તેના ચેરપર્સન છે.પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઉપરાંત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પિ.ચિદમ્બરમ ટ્રસ્ટી છે. 

ફાઉન્ડેશન પર હાલ વિવાદ કેમ?
ભાજપનો પહેલો આરોપ- ચીન પાસેથી ફંડિંગ મળ્યું
 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી 3 લાખ ડોલર(ત્યારે 90 લાખ રૂપિયા)  મળ્યા હતા. ફાઉન્ડેશનના એન્યુઅલ રિપોર્ટના આધારે આ દાવો કરાયો છે. 2005-06ના એન્યુઅલ રિપોર્ટમાં ફાઉન્ડેશનને ડોનેશન આપનારના લિસ્ટમાં ચીનનું પણ નામ છે.

બીજો આરોપ-UPA વખતે PM રિલીફ ફંડના પૈસા ડાયવર્ટ કરાયા 
UPAના સમયે વડાપ્રધાન નેશનલ રિલીફ ફંડ(PMNRF)ના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશન(RGF)ને આપવામાં આવ્યા હતા. સોનિયા PMNRFના બોર્ડમાં પણ હતા અને RGFના અધ્યક્ષ પણ હતા.આ દાવાનો આધાર પણ RGFનો 2005-06 અને 2007-08નો એન્યુઅલ રિપોર્ટ છે. બન્ને રિપોર્ટમાં ડોનેશન આપનારના લિસ્ટમાં PMNRF સામેલ છે.

રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ફંડિંગ પર 9 વર્ષ પહેલા પણ વિવાદ થયો હતો
આતંકીઓ સાથે સંબંધ હોવાના આરોપી જાકિર નાઈકની ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશને 2011માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 50 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, કોંગ્રેસે પછી રકમ પાછી આપી દીધી હતી. ત્યારે ભાજપે કહ્યું હતું કે, રકમ પાછી આપીને લોકોને બેવકૂફ બનાવાયા છે. ભાજપ નેતા આરપી સિંહે કહ્યું હતું કે, નાઈકના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, એટલા માટે પોતાને સુરક્ષિત રાખવા રકમ પાછી આપી દીધી. 
જાકિર નાઈક લગભગ ત્રણ વર્ષથી મલેશિયામાં છે. ધરપકડની બીકના કારણે તે 2016માં ભાગી ગયો હતો. ભારતમાં તેના વિરુદ્ધ મની લોન્ડરિંગ અને કટ્ટરતાને પ્રોત્સાહિત કરવાનો કેસ છે. જૂન 2017માં કોર્ટે તેને ભાગેડુ ગુનાખોર જાહેર કર્યો હતો

વડાપ્રધાન નેશનલ રિલીફ ફંડ શું છે?
1948માં એ વખતના વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ આ ફંડ બનાવ્યું હતું. પાકિસ્તાનથી વિસ્થાપિત લોકોની મદદ કરવા માટે આ ફંડ બનાવાયું હતું. પછી અન્ય જરૂરિયાતવાળા લોકો માટે આ ફંડનો ઉપયોગ થવા લાગ્યો હતો. જેની રકમથી હવે પૂર, તોફાન અને ભૂકંપ જેવી આપત્તિઓમાં મૃતકોના પરિવારોને મદદ કરવામાં આતી હતી. હાર્ટ સર્જરી, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સરની સારવાર માટે પણ જરૂરિયાતવાળા લોકોને આર્થિક મદદ કરાતી હતી. એસિડ અટેકના પીડિતોની પણ મદદ કરવામાં આવતી હતી. જેનું મેનેજમેન્ટ વડાપ્રધાનના હાથમાં રહેતું હતું. આ ફંડમાં કોઈ પણ વ્યક્તિગત, ઓર્ગેશનાઈઝેશન, ટ્રસ્ટ, કંપની અથવા ઈન્સ્ટીટ્યૂશન દાન આપી શકે છે. દાનની રકમ પર ઈનકમ ટેક્સમાં છૂટ મળે છે.

વિવાદની કડી કોરોના પર બનાવાયેલા પીએમ કેયર્સ ફંડ સાથે જોડાયેલી છે
કોરોના જેવી મહામારીની સ્થિતિમાં પ્રભાવિત લોકોને રાહત આપવા માટે માર્ચમાં જ એક ટ્રસ્ટ તરીકે પીએમ-કેયર્સ ફંડની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકોથી માંડી કોર્પોરેટ્સ અને સેલિબ્રિટી સુધી આ ફંડમાં ડોનેટ કરવાની અપીલ કરી હતી. આ ફંડના અધ્યક્ષ વડાપ્રધાન છે. રક્ષા મંત્રી, ગૃહ મંત્રી અને નાણામંત્રીને પણ ટ્રસ્ટી બનાવાયા છે. વડાપ્રધાન પાસે એ અધિકાર છે કે તે રિસર્ચ, હેલ્થ, સાયન્સ, સોશિયલ વર્ક, લો, પબ્લિક એડમિનિસ્ટ્રેશ અને ફિલાન્થ્રોપી ફિલ્ડમાથી ત્રણ લોકોને ટ્રસ્ટમાં નોમિનેટ કરી શકે છે. 

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ-કેયર્સ ફંડ પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે પીએમ રિલીફ ફંડ પહેલા હતો તો ફરી અલગથી પીએમ કેયર્સ બનાવવાની જરૂર કેમ પડી? સોનિયાએ કહ્યું હતું કે, પીએમ કેયર્સની રકમ પીએમ રિલીફ ફંડમાં ટ્રાન્ફર થવી જોઈએ, જેનાથી ઓડિટ થઈ શકે અને ટ્રાન્સપરેન્સી જળવાઈ રહે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી