તમારું બાળક રૂમમાં પુરાઈને શું કરે છે?:દૂર બેઠાં પણ બાળક કે બાળકીના નગ્ન વીડિયો ઉતારીને બજારમાં લાખોની કીંમતે વેંચવાનો કારોબાર; જાણો ત્રણ ચોંકાવનારા કિસ્સા

વૈભવ પલનીટકર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન મુલાકાત, વર્ચ્યુઅલ મિત્રતા અને મહિનાઓ સુધી બાળ યૌન શોષણ

તારીખ- 16 નવેમ્બર, દિવસ-મંગળવાર અને સમય- સવારે બ્રેકફાસ્ટનો. CBI અધિકારીઓએ છેલ્લી વાર પોતાનું પ્લાનિંગ જોઈ રહ્યા હતા. આમ તો એક-એક શેરી, એક-એક ઘર અને એક-એક વ્યક્તિની તપાસ પહેલેથી જ થઈ ગઈ હતી. પરંતુ 14 રાજયોના 77 જુદા જુદા શહેરોમાં એક જ સમયે દરોડા પાડવાના હતા, માટે તેઓ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા ન હતા. મામલો છે બાળકોને ખુબ જ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો. એવી બદતર સ્થિતિ જેમાં અનેક ઘરના બાળકો ફસાઈ શકે છે. અને અમને ખબર નથી કે અહીં અમે 13 વર્ષની કિશોરી અને 16 વર્ષની કિશોરી તેમજ 8 વર્ષના છોકરાની કહાની જણાવી રહ્યા છીએ. પહેલા આ વાંચો, પછી આ બાબતો પર વધુ વિચારો...

પ્રથમ કેસ- ઓનલાઇન મુલાકાત, વર્ચ્યુઅલ મિત્રતા અને મહીનાઓ સુધી યૌન શોષણ

હૈદરાબાદની રહેવાસી 13 વર્ષીય એશ્વર્યા (નામ બદલીને) મધ્યમ વર્ગના પરિવારની છે. સૉફ્ટવેર એંજિનિયર પિતા અને ડોકટર માતાની એકની એક ન દીકરી એશ્વર્યા અભ્યાસ ઉપરાંત ઇન્ટરનેટ સર્ફિંગમાં પણ ઘણો જ સમય પસાર કરે છે. વર્ષ 2018માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એશ્વર્યાની મિત્રતા એક મહિલા સાથે થઈ હતી. શરૂઆતના દિવસોમાં બંને વચ્ચે હાય-હેલ્લો, એક બીજાના હાલચાલ જાણવાની વાતચીત થઈ રહી હતી. પછી ધીરે ધીરે એશ્વર્યા આ મહિલાની સાથે પોતાની પર્સનલ વાતો પણ શેર કરવા લાગી હતી.

એશ્વર્યાને ઘણા દિવસોથી એક વાત પરેશાન કરી રહી હતી કે તેનું ફિગર સારું નથી અને એટલા માટે તેના દોસ્તો તેની મજાક ઉડાવી રહ્યા છે. એશ્વર્યાએ આ વાત તેની ફેસબુકની મહિલા દોસ્તને જણાવી. ફેસબુકવાળી મહિલા દોસ્ત તેને આશ્વાસન આપે છે કે તે તેને તેના ફિગરને સુવ્યવસ્થિત બનાવવામાં મદદ કરશે. ત્યારબાદ એશ્વર્યા વીડિયો ચેટિંગ પર મહિલા પાસેથી ફિઝિકલ ટ્રેનિંગ લેવા લાગે છે અને આ જ ક્રમમાં એશ્વર્યાને કપડાં ઉતારીને ગુપ્ત ભાગ સબંધિત કેટલીક એકસરસાઈઝ કરવા માટે કહેવામા આવે છે.

લગભગ 4 મહિના બાદ એશ્વર્યાનો પિતરાઇ ભાઈને ઇન્ટરનેટ સર્ફિગ દરમિયાન એક ચાઇલ્ડ પોર્ન વીડિયો જોવે છે અને તેમાં તેણે પોતાની બહેન એશ્વર્યાનો ખુબ જ અભદ્ર વીડિયો જોયો. જ્યારે આ વાતની જાણ પરિવારને થઈ ત્યારે તેઓ ખુબ જ ડરી ગયા હતા. માતા-પિતાએ બાળ ગુનાને રોકવાના અભિયાન સાથે જોડાયેલ સુનીથા કૃષ્ણન સાથે આ સમગ્ર ઘટના બાબતે વાત કરી. સુનીથાને 2016માં પોતાના સામાજિક કાર્યો બદલ પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

સુનિતા કહે છે કે 'ઐશ્વર્યાનો કેસ ઓનલાઈન ચાઈલ્ડ એબ્યુઝનો એવો મામલો હતો જેમાં પીડિત છોકરીને ક્યારેય એ વાતનો અહેસાસ પણ નહોતો થયો કે તેનું યૌન શોષણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઐશ્વર્યાને ચાઇલ્ડ પોર્ન વીડિયો વિશે ખબર પડી ત્યારે તે પોતે ઘરના રૂમમાં પુરાઈ ગઈ હતી અને કોઈની સાથે પણ મળવાની ના પાડી દીધી હતી.

એશ્વર્યાના પરિવારે પોલીસ કેસ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સ્પષ્ટ છે કે એશ્વર્યાની જેમ જ અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી જ નથી. અને એટલા માટે જ ઓનલાઇન ચાઇલ્ડ સેકશુઅલ એબ્યુઝની આ સમસ્યા આંકડાઓ કરતાં પણ ઘણી વધારે છે.

બીજો કેસ- કેરળની 16 વર્ષની છોકરી

કેરલ પોલીસની સાયબર ક્રાઇમ ટીમને ડાર્ક નેટ પર સર્વેલન્સ દરમિયાન એક સગીરાનો રૂવાડા ઊભા કરી દેનારો વીડિયો મળ્યો. પોલીસને ત્રણ મહિના સુધી ઇન્ટરનેટની કાળી દુનિયા (ડાર્ક વેબ)માં ભારે મુશ્કેલીઓ સાથે તપાસ કરવી પડી. સ્પેશિયલ સૉફ્ટવેર દ્વારા આ વીડિયોનું ઓરીજનલ આઇપી એડ્રેસ શોધવામાં આવ્યું અને એક ભયનાક કહાની સામે આવી.

કોરોનાની પ્રથમ લહેર બાદ જાન્યુઆરી 2021માં કેરળની રાજધાની તિરુઅનંતપુરમના પોલીસ મુખ્યમથકથી માત્ર 3 કિમી દૂર જ એક ઘરમાં 16 વર્ષની છોકરી રાધિકા (નામ બદલીને) નું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેનું યૌન શોષણ કરનાર કોઈ બહારનું નહીં પણ રાધિકાના કાકા જ હતા. રાધિકાનું યૌન શોષણ કરવાની સાથે સાથે તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને તે વીડિયોએ તેના કાકા ચાઇલ્ડ પોર્નોગ્રાફીના બજારમાં વેચી દેતા હતા.

કેરળ પોલીસના એડીજી અને સાયબર વિભાગના પ્રમુખ મનોજ અબ્રાહમ જણાવે છે કે, 'અમને આવા ઘણા કિસ્સાઓ મળી આવ્યા છે જેમાં ફક્ત બાળકોના માતાપિતા અથવા પરિચિતો જ પોર્ન સામગ્રી રેકોર્ડ કરી રહ્યા છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફિક સામગ્રીનું લાઈવ સ્ટ્રીમિંગથી સારી એવી કમાણી કરે છે. આ રીતે ઘરમાં જ બાળકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.'

ત્રીજો કેસ- ચેટિંગ, દોસ્તી પછી બ્લેકમેલિંગ અને વારંવાર ચાઇલ્ડ સેક્શુઅલ એબ્યુઝ

મુંબઇના મધ્યમ પરિવારનો એક 8 વર્ષનો છોકરી રાહુલ ( નામ બદલીને) તે પોતાના બીજા મિત્રોની જેમ ન ઇન્ટરનેટ પર ઘણો જ એક્ટિવ હતો. વર્ષ 2016માં રાહુલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ફિંગ દરમિયાન એક બીજી વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ દોસ્તી થાય છે. એક દિવસ અચાનક જ સામે વાળી વ્યક્તિએ પોતાની ન્યૂડ તસવીર મોકલી. બાદમાં રાહુલે પણ તેને પોતાની ન્યૂડ તસવીર મોકલવાની શરૂ કરી હતી.

હવે સામેની વ્યક્તિએ આ જ તસ્વીરો પર રાહુલને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું કે તું આ પ્રકારની વધુ તસવીરો અને વીડિયો મોકલ. રાહુલને ધમકીન પણ આપવામાં આવી હતી કે તે પોતાની વધુ ન્યૂડ તસવીર, વીડિયો નહીં મોકલે તો તે પહેલાની તસ્વીરોને વાયરલ કરી દેશે.

બેલ્ક્મેલિંગ બાદ પણ રાહુલે મજબૂરીમાં સેક્શુઅલ વીડિયો શુટ કરીને આપવા પડ્યા હતા. ત્યારબાદ રાહુલના માતા પિતાને આ ઘટના બાબતે જાણ થઈ ત્યારે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. રાહુલના માતા-પિતાએ રાહુલ સાથે થઈ રહેલા યૌન શોષણની પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાહુલે પૂછપરછમાં જણાવ્યુ હતું કે તે સેક્શુઅલ એબ્યુઝમાં ફસાઈ ગયો છે. આ કેસની જાણકારી બાળકો સાથેના યૌન શોષણ સામે કાર્ય કરટી સંસ્થા આરંભ ઈન્ડિયાના સભ્ય સિદ્ધાર્થ પિલ્લઈને મળી હતી. સિદ્ધાર્થ એક IT એક્સપર્ટ છે અને તે ઓનલાઇન કાઇલ્ડ એબ્યુઝ કન્ટેન્ટને ડિટેક્ટ કરવા અને તેને ઇન્ટરનેટ પરથી દૂર કરવા માટે કામ કરે છે.

80% પીડિત 14 વર્ષથી પણ નાની વયની છોકરીઓ

ઇન્ટરપોલના હાલના રિપોર્ટ મુજબ માત્ર 2017 થી 2020 વચ્ચે ભારતમાં ઓનલાઈન ચાઇલ્ડ સેક્શુઅલ એબ્યુઝના 24 લાખ ઘટનાઓ સામે આવી છે. શિકાર બનાવવામાં આવેલા બાળકોમાં 80 % માત્ર 14 વર્ષથી પણ નાની વયની છોકરીઓ છે.

હાલમાં જ CBIએ ચાઈલ્ડ પોર્નોગ્રાફીના સંબંધમાં 14 રાજ્યોમાં 70 સ્થળો પર દરોડા પાડ્યા હતા. પૂછપરછ બાદ એજન્સીએ દિલ્હી, નોઈડા, ઢેંકનાલ, ઝાંસી અને તિરુપતિ જેવા સ્થળોએથી 7 લોકોની ધરપકડ કરી હતી. અમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની તપાસ કરી છે અને ત્રણ રિપોર્ટની સીરિઝ તૈયાર કરી છે.

'child porn', 'sexy child' જેવા શબ્દથી સર્ચ કરવામાં આવે છે ચાઇલ્ડ પોર્ન કન્ટેન્ટ

એપ્રિલ 2014માં ઈન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન ગંડ (ICPF)એ ભારતમાં ચાઇલ્ડ પોર્ન કન્ટેન્ટની ડિમાન્ડ બાબતે રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતના 100 શહેરોમાંથી દર મહિને સરેરાશ 50 લાખ ચાઇલ્ડ પોર્ન કન્ટેન્ટની માંગ કરવામાં હતી. પબ્લિક નેટ પર 'child porn', 'sexy child' અને 'teen sex videos' ટ્રેંડિંગ સર્ચ છે. આ કન્ટેન્ટના દર્શકોમાં 90% લોકો પુરૂષ હતા. પોર્ન સાઇટ પોર્નહબના ડેટા અનુસાર, ભારતમાં 24 માર્ચથી 26 માર્ચ, 2020 વચ્ચે પોર્નની માંગમાં 95%નો ઉછાળો આવ્યો હતો.

ચાઇલ્ડ પોર્ન કન્ટેન્ટ ભારતમાં સૌથી વધુ

નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઈટેડ ચિલ્ડ્રન (NCMEC) અનુસાર, એક અમેરિકન એનજીઓ જે સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ્સ (CSAM) પર કામ કરે છે, ચાઈલ્ડ પોર્ન-સંબંધિત સામગ્રીના મામલે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમ પર છે. ભારત પછીની યાદીમાં વર્ષ 2020માં NCMEC એ સાયબરટીપ નામની એજન્સીને 2.17 કરોડ સીસેમ કન્ટેન્ટનો રિપોર્ટ આપ્યો હતો. 2019ની સરખામણીમાં વર્ષ 2020માં સીસેમ (CSAM)ના કન્ટેન્ટમાં 28%નો વધારો જોવા મળ્યો હતો. આ વધારો થવા પાછળનું એક કારણ કોરોનાનો સમય પણ હતો.

ચાઇલ્ડ પોર્ન તપાસનો અમારો પ્રથમ રિપોર્ટને વાંચીને તમે સમજી ગયા હશો કે ચાઇલ્ડ પોર્નનું સમગ્ર નેટવર્ક ખેતળું ખતરનાક છે. અમારા અને તમારા ઘરના બાળકો પણ જેઓ દિવસ અને રાત્રે હાથમાં ફોન રાખીને રમી રહ્યા છે અને ઇન્ટરનેટ પર હોવાનો વટ કરી રહ્યા છે, તેઓ પણ આ ચાઇલ્ડ પોર્નના શિકાર બની રહ્યા છે. તપાસની આગળની સીરિઝમાં અમે તમને રાજસ્થાનની કેસ જણાવીશું. તેનાથી તમને સમજાશે કે ચાઇલ્ડ પોર્નનો આ ધંધો કરી રીતે ચાલે છે? ગુનેગારો કઈ રીતે મેસેજિંગ ઇપીએસ પર ગ્રુપ બનાવીને પોર્ન કન્ટેન્ટ વેચે છે? આવી ઘટનાઓમાં પોલીસ કઈ રીતે તપાસ કરે છે અને ગુનેગારોને કેવી રીતે દબોચે છે? તમને કરલ અને મુંબઈના કેટલાક અધિકારીઓ સાથેની વાતો જણાવીશું જેમણે ચાઇલ્ડ પોર્નના આ દૂષણને અટકાવવા માટે વિશેષ કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...