• Home
  • Dvb Original
  • Terrorists are looking for new routes of infiltration in Kashmir through launch pad.

ભાસ્કર એક્સક્લુઝિવ / કાશ્મીરમાં ઘૂસણખોરીના રસ્તા શોધી રહ્યા છે આતંકીઓ, પહેલીવાર દ્રાસના રસ્તેથી 4 આતંકીઓએ ઘૂસણખોરી કરી

X

  • દ્રાસ સેક્ટરનું દોમેલ આતંકવાદીઓનું એક નવું લોન્ચિંગ પેડ તરીકે સામે આવ્યું છે, ઈન્ટેલિજન્સના જણાવ્યા પ્રમાણે હિજબુલના 16 આતંકીઓ અહીંથી ઘૂસણખોરીનું પ્લાનિંગ કરી રહ્યા છે
  • એપ્રિલ 2020માં 465 આતંકી જમ્મુ કાશ્મીરના અલગ અલગ સેક્ટર પાસે આવેલી સીમાની બીજી બાજુ હાજર હતા જ્યારે મે મહિનામાં તેમની સંખ્યા 9 ટકા ઘટીને 428 થઈ ગઈ છે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 03:37 PM IST

શ્રીનગર. પાકિસ્તાન પાસે આવેલી નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલા આતંકવાદી ભારતમાં ઘૂસણખોરીનો નવો રસ્તો શોધી રહ્યા છે. સેનાના નવા આવેલા ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે, નવા ઈન્ફિલટ્રેશન રુટ્સ શોધવા સિવાય લોન્ચ પેડ પર હાજર આતંકીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ભાસ્કરને ઈન્ટેલિજન્સનો એ રિપોર્ટ મળ્યો છે જેમાં આતંકીઓની ઘૂસણખોરી અને લોન્ચપેડ સાથે જોડાયેલી સમગ્ર માહિતી છે.

એપ્રિલ 2020માં 465 આતંકીઓ જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી અલગ અલગ સીમાઓ પર હાજર હતા. જ્યારે મે મહિનામાં તેમની સંખ્યા 9% ઘટીને 428 થઈ ગઈ હતી. ગયા વર્ષે મે મહિનામાં આ સંખ્યા 439 હતી. આમ ગયા વર્ષની સરખામણી આ વર્ષે ઘૂસણખોરીની રાહ જોતા આતંકીઓની સંખ્યા થોડી ઓછી છે. દ્રાસ સેક્ટરનું દોમેલ આતંકવાદીઓના નવા લોન્ચ પેડ તરીકે સામે આવ્યું છે. ઈન્ટેલિજન્સના જણાવ્યા પ્રમાણે હિજબુલ મુઝાહિદ્દીનના 16 આતંકીઓ પીઓકેના દોમેલમાં ઘૂસણખોરીનું પ્લાનિંગ કરી રહ્યા છે. ઈનપુટના જણાવ્યા પ્રામણે 4 આતંકીઓએ ઘૂસણખોરી કરી પણ લીધી છે.

 જાન્યુઆરીથી માંડી અત્યાર સુધી કાશ્મીરમાં 125થી વધુ આતંકી ઠાર મરાયા છે

કાશ્મીર વિસ્તારમાં કેરન, તંગધાર અને માચ્છિલ સેક્ટર અને જમ્મુના પૂંછ, ભિંબર ગલી અને કૃષ્ણાઘાટીમાં ઘણાં સમયથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. જોકે ગયા મહિને પીર પંજાલ રેન્જની ભિંબર ગલીમાં આતંકવાદીઓની મુવમેન્ટ અને હાજરી ઘણી ઓછી દેખાઈ હતી. આ સેક્ટરની સામે લશ્કરના 45 આતંકીઓની મુવમેન્ટ મે મહિનામાં જોવા મળી હતી. જ્યારે એપ્રિલમાં 80 આતંકીઓ હાજર હતા.
જ્યારે કૃષ્ણાઘાટી સેક્ટરમાં એપ્રિલમાં 68 આતંકીઓની હાજરી જોવા મળી હતી જે મે મહિનામાં ઘટીને 37 થઈ ગઈ હતી. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ બંને વિસ્તાર (ભિંબર ગલી અને કૃષ્ણા ઘાટી સેક્ટર)માં બેટ હુમલા અને આઈઈડી પ્લાન્ટિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અખનૂર સેક્ટરમાં જૈશના ત્રણ આતંકીઓ લોન્ચ પેડ પર જોવા મળ્યા હતા. આ આતંકીઓ પાક રેન્જર્સની મદદથી ઘૂસણખોરીનો પ્રયત્ન કરતા હતા.

નૌગામ સેક્ટરમાં ગત મહિને 6 આતંકી જોવા મળ્યા હતા, જે વધીને 12 થયા છે

ગુરેજ સેક્ટરમાં એપ્રિલમાં 31 અને મે મહિનામાં 47, માચ્છિલમાં એપ્રિલમાં 70 અને મે મહિનામાં 47 આતંકી હાજર હતા. આ વિસ્તારમાં જ્યાં આતંકીઓના મૂવમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી બાજુ કેરન સેક્ટરમાં લોન્ચ પેડ પર આતંકવાદીમાં વધારો થયો છે. કેરનમાં એપ્રિલમાં 43 આતંકી હતા જે મે મહિનામાં વધીને 73 થઈ ગયા છે.
નૌગામ સેક્ટરમાં ગત મહિને 6 આતંકી જોવા મળ્યા હતા જે વધીને 12 થઈ ગયા છે, ઉરીમાં જૈશ હિજબુલના 34 આતંકી લોન્ચ પેડ પર હતા જે વધીને 30 થઈ ગા હતા. સાથે જ પૂંછમાં લશ્કર અને  હિજબુલના 62 આતંકી સીમા પાર લોન્ચ પેડ પર જોવા મળ્યા હતા.

ઈન્ટેલિજેન્સના જણાવ્યા પ્રમાણે POKથી દોમેલમાં ચાર આતંકી ઘુસણખોરી કરી ચુક્યા છે

ઈન્ટેલિજન્સ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આતંકી તેમની સ્ટ્રેટજીમાં ફેરફાર કરીને ઘૂસણખોરીના નવા રસ્તાઓ અને પદ્ધતિઓ શોધી રહ્યા છે. કાશ્મીરમાં 125થી વધારે આતંકીઓ જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ ઓપરેશનમાં ઠાર કરવામાં આવ્યા છે. તેના કારણે આતંકી સંગઠન કાશ્મીરમાં ઘૂસણખોરીના નવા રસ્તા અને પદ્ધતિઓ શોધી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી