તેલંગાણામાં બાળકના સોદાની કહાની:22 હજાર રૂપિયા ઉધાર લઈને પ્રવાસી મજૂરનું બાળક ખરીધ્યુ, 20 રૂપિયાના સ્ટેમ્પ પર એગ્રીમેન્ટ કર્યું

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • હૈદરાબાદમાં બે મહિનાના બાળકનો સોદો થયો, છેલ્લી ઘડીએ પોલીસે પહોંચીને તમામ ઝડપી પાડ્યા
  • બાળકની માતાનો આરોપ, પતિ દારૂ પીવે છે, તેને કહ્યા વગર જ સોદો કરી દીધો હતો.

હૈદરાબાદના એક મજૂર મદન કુમાર સિંહે તેમના ઘર પાસે રહેતી સેશુ નામની એક મહિલા પાસે 22 હજાર રૂપિયામાં પોતાના બાળકનો સોદો કરાવ્યો હતો. 23 મેના રોજ આ સોદો થયો અને 24 મેના રોજ પોલીસે બાળક વેચતા મજૂર, અને ખરીદનારા દંપતી અને વચેટીયા ત્રણેયને ઝડપી પાડ્યા હતા. હાલ બાળક શિશુ વિહારમાં છે અને ત્રણ લોકોને નોટિસ ફટકારીને છોડી મુકાયા છે.  મદન અને સેશુ એક વિસ્તારમાં રહે છે. સેશુની બહેનનો ચાર વખત ગર્ભપાત થઈ ચુક્યો છે. સેશુને જ્યારે મજૂર મદનના ઘરે બાળક થયાના સમાચાર મળ્યા તો તેને બહેની અને મદનની વાત કરાવી. મદન પહેલા તો ગરીબીના કારણે બાળક એમનેમ જ સોંપવા માટે તૈયાર થઈ ગયો હતો, પણ પછી તેને બાળકના બદલામાં પૈસ માંગ્યા. સેશુની બહેનના પતિએ મદન પાસેથી બાળક ખરીદવા માટે ઉછીના 22 હજાર રૂપિયા લીધા હતા. 

મદન અને સરિતા હૈદરાબાદમાં ભાડાના રૂમમા રહે છે
મદન અને સરિતા હૈદરાબાદમાં ભાડાના રૂમમા રહે છે

પતિ દારૂ પીવે છે, તેને જાણ કર્યા વગર જ સોદો કરી દીધો હતો 

પોલીસ દ્વારા અમે સૌથી પહેલા મદન કુમારની પત્ની સરિતા પાસે પહોંચ્યા. સરિતાએ જણાવ્યું કે, વારંગલ પાસે આવેલા તેના ગામથી 9 મહિના પહેલા કામ ધંધાની શોધમાં હૈદરાબાદ આવી હતી. મારા પતિ મજૂર છે. હું ગર્ભવતી હોવા છતા ચાર મહિના સુધી લોકોના ઘરે કચરા પોતાના કામ કરતી હતી, કારણ કે મારા પતિ દારૂ પીવે છે. જેટલું કમાય છે એ બધુ દારૂમાં ઉડાવી દે છે. તેને 500 રૂપિયા રોજ મળતા હતા, પણ તે દારૂ પી જતો હતો. 
સરિતાએ કહ્યું ઘરમાં એક ટંક જમવાના પણ ફાંફા છે. ક્યારેક ખાવાનું મળે છે, તો ક્યારેક ભૂખ્યા રહેવું પડે છે. એક દિવસ પતિએ ઘરની બાજુમાં રહેતી સેશુને તેના બાળકને 22 હજારમાં વેચવાની વાત કરી લીધી હતી. સેશુનું કોઈ દૂરની બહેન છે. તેને બાળક ન હતા. તેને કહ્યું તે બાળકને સંભાળ રાખશે. પતિએ તેમને કહ્યું કે અમને રિક્ષામાં વારંગલ પાસે ગામ પાસે ઉતારી દેજો. મને બે ત્રણ દિવસ પછી ખબર પડી. મેં ઘણું કહ્યું કે બાળક ના વેંચીશ. હું સાચવીશ, પણ એ ન માન્યો.
‘23 મેની રાતે મદને બાળક સેશુ અને તેની બહેનને આપી દીધું. સવારે એ મને લઈને ગામડે જવા નીકળ્યો. ત્યારે જ મેં બૂમો પાડવાનું શરૂ કરી દીધું. પાડોશીઓને ખબર પડી તો તેમને પોલીસને ફોન કર્યો. પછી પોલીસે બધાને ઝડપી પાડ્યા’બાળક ખરીદવાના પૈસા ન હતા, ઉછીના લઈને 22 હજાર ભેગા કર્યા 
બાળક ખરીદનાર વાલીદેવીને બહેન પદ્માએ જણાવ્યું કે, મદને અમને કહ્યું હતું કે, મારે એક સાત વર્ષનો બાળક છે. હું બીજાને નહીં સંભાળી શકું. મેં કહ્યું મારી બીજી બહેન છે તેને બાળક થતા નથી. એ ઉછેરશે. પહેલા એને કહ્યું કે લઈ જાવ બાળક એમનેમ જ. પછી કહ્યું હું બાળકના 50 હજાર રૂપિયા લઈશ. અમે ના પાડી દીધી તો 22 હજારમાં માની ગયો. પછી કહ્યું અમને રિક્ષામાં અમારા ગામ સુધી મુકવા આવવું પડશે.

સેશુની બહેન પદ્મા, જેને બાળક ખરીદવું હતું
સેશુની બહેન પદ્મા, જેને બાળક ખરીદવું હતું

પદ્માએ કહ્યું ‘દેવીનો પતિ રિક્ષા ચલાવે છે. તેને 20 હજારનું દેવું કર્યું હતું. આ  પૈસા તેને દર સપ્તાહે 2 હજાર ભેગા કરીને ચુકવવાના હતા. તેને પૈસા 23 તારીખની રાતે મદનને આપ્યા હતા. મદને સવારે ગામ છોડવાની વાત પણ કહી હતી. અમે કહ્યું અમે તમને ગામ સુધી નહીં મુકવા આવી  શકીએ કેમકે પોલીસ વધારે છે. મદને કહ્યું કે જ્યાં સુધી આવી શકો ત્યા સુધી તો આવો. આ લોકો  નીકળવાના જ હતા કે એટલામાં તો પોલીસ આવી ગઈ અને બધાને ઝડપી પાડ્યા. પોલીસમાં મામલો ગયા પછી અમારી બન્ને બહેનો પાસેથી કામ જતું રહ્યું. મારા પાંચ બાળક છે. હવે ખાવા પીવા માટે પણ કંઈ નથી. દેવીના પતિએ ઉછીના પૈસા લીધા હતા, હવે એ પણ ફસાઈ ગયો હતો. બાળક પણ નહોતું મળ્યું. પૈસા અને બાળક બન્ને પોલીસ પાસે છે. અમારી ભૂખથી મરવા જેવા હાલ થયા છે’20 રૂપિયાના સ્ટેમ્પ પર એગ્રીમેન્ટ કર્યું હતું 
ઘટના સ્થળ પર સૌથી પહેલા પહોંચનારા અને આ તમામ કેસની તપાસ કરી રહેલા જૈદીમેટલા પોલીસ સ્ટેશનના સેક્ટર પાંચના એસઆઈ મનમાધવ રાવે જણાવ્યું કે, મદન કુમાર સિંહ અને સરિતા બન્ને મજૂરી કરે છે. આ લોકો બટુકમ્મા બાંદામાં એક ભાડાના રૂમમા રહેતા હતા. બે મહિના પહેલા તેમના ઘરે બાળક થયું હતું. ડિલેવરી નજીકમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ વેંકટ અમ્માના ઘરે કરાવી હતી. અહીંયા જ બીજી શેરીમાં સેશું નામની મહિલા રહે છે તેને વેંકટ અમ્માને જણાવ્યું કે વારંગલમાં રહેતી તેની બહેનનો ચાર વખત ગર્ભપાત થઈ ચુક્યો છે અને હવે ડોક્ટરે કહી દીધું છે કે તે મા નહીં બની શકે. 

સેશુ દ્વારા બાળક લેવાની વાત થઈ હતી
સેશુ દ્વારા બાળક લેવાની વાત થઈ હતી

 મનમાધવ રાવે કહ્યું કે, મદને વેંકટ અમ્માને કહ્યું કે તેને બાળક દત્તક લેવું છે કોઈ હોય તો મને કહેજે. વેંકટ અમ્માએ જણાવ્યું કે બે મહિના પહેલા જ એક મજૂરના ઘરે બાળક આવ્યું છે. તેને એક બાળક પહેલાથી જ છે. તે બીજું ઉછેરી શકે તેમ નથી. ત્યારબાદ સેશુ એ આ વાત તેની બહેનને કરી. તેને મજૂર પાસેથી બાળક લેવાની વાત કહી. 

 દેવીનો ભાઈ અરવિંદ, સેશુ અને વેંકટ અમ્માએ 23 જાન્યુઆરીની રાતે મદન કુમારને 22 હજાર રૂપિયા આપ્યા અને બાળક લીધું. દેવીના ભાઈ અરવિંદે 20 રૂપિયાના સ્ટેમ્પ પર લખ્યું. સ્ટેમ્પમાં માત્ર એક જ લાઈન લખી હતી કે અમે 22 હજાર રૂપિયા આપીને બાળક લઈ રહ્યા છીએ. ત્યારબાદ તે બાળકને સેશુના ઘરે લઈ ગયા. બીજા દિવસે સવારે મદન તેની પત્નીને લઈને ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે પત્નીએ રડવાનું શરૂ કરી દીધું હતું. 

 મદનની પત્ની બૂમો પાડી પાડીને કહેવા લાગી કે મને બાળક પાછું આપી દો. આ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા. તેમનણે સેશુને બાળક પાછું આપવા માટે કહ્યું પણ તેને ના પાડી દીધી હતી. પોલીસ હવે જોઈ રહી છે કે કેસમાં કોણી વિરુદ્ધ કેવું એક્શન લેવાશે. તપાસ પુરી થયા બાદ ચાર્જશીટ બનાવાશે. પોલીસનું માનવું છે કે મદનને દારૂના નશામાં વિચાર્યા વગર જ પૈસાની લાલચમાં બાળકને વેચવાનો પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...