તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Tea Stalls In Surat Started Selling Tea Made From Jaggery, Not Sugar, Earning Rs 35,000 Per Month From The Sale Of Healthy Tea.

આજની પોઝિટિવ સ્ટોરી:સુરતમાં ટી સ્ટોલ પર ખાંડ નહી પરંતુ ગોળમાંથી બનતી ચા વેચવાનું શરૂ થયું, તંદુરસ્તી આપતી ચાના વેચાણથી મહિને 35 હજારની કમાણી

સુરત3 મહિનો પહેલાલેખક: આશિષ મોદી
સુરતમાં શારીરિક સ્વસ્થતા આપતી ગોળની ચા ટી સ્ટોલ પર વેચાઈ રહી છે.
  • આયુર્વેદિક ડોક્ટરોએ પણ ગોળવાળી ચાને પાચનશક્તિ મજબૂત કરતી રક્તવર્ધક અને શક્તિવર્ધક ગણાવી

વ્યક્તિને સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા જો કોઈ વસ્તુ યાદ આવતી હોય તો તે છે ચા. કામમાંથી કંટાળો આવે કે આળસ આવે તો તરત જ ચાની ચુસ્કી યાદ આવી જતી હોય છે. આપણા જીવનમાં ચાનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે. પરંતુ ખાંડવાળી ચા ઘણી રીતે હાનિકારક સાબિત થઈ રહી છે. ત્યારે ચા બનાવવામાં ફેરફાર કરીને સુરતના ટી સ્ટોલ પર ગોળવાળી ચા બનાવવાનું શરૂ થયું છે. સ્કૂર્તિની સાથે શક્તિવર્ધક ગોળવાળી ચા હવે લોકોને પણ પસંદ પડવા લાગી છે. જેથી ગોળવાળી ચા વેચીને ટી સ્ટોલના માલિક મહિને 35 હજાર જેટલી કમાણી પણ કરી રહ્યા છે. ત્યારે ગોળવાળી ચા અંગે આયુર્વેદિક ડોક્ટરોનું કહેવું છે કે, ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોવાથી લોહીમાં રહેલી ઉણપને દૂર કરે છે. જેથી ગોળવાશી ચા પીવાથી ઘણા ફાયદા થઈ શકે છે.

લોકડાઉન બાદ શરૂ થયેલા ટી સ્ટોલને ટૂંક સમયમાં લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે.
લોકડાઉન બાદ શરૂ થયેલા ટી સ્ટોલને ટૂંક સમયમાં લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે.

લોકડાઉનમાં ટી સ્ટોલ શરૂ કર્યો
સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોક અને બાપા સીતારામ ચોકની વચ્ચે આવેલા રોયલ પ્લાઝા કોમર્શિયલ કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ભરતભાઈ ભરવાડ જય જોગી ટી સ્ટોલ ધરાવે છે. આ ટી સ્ટોલની ખાસિયત એ છે કે, અહિં તેઓ ખાંડની જગ્યાએ ગોળમાંથી બનાવેલી ચાનું વેચાણ કરી રહ્યાં છે. તંદુરસ્ત ભારતના અભિયાનમાં જોડાયા હોવાનું કહેતા ભરતભાઈ કહે છે કે, લોકડાઉન સમયમાં શરૂ કરેલા આ ટી સ્ટોલના આજે લગભગ 500 જેટલા કાયમી ગ્રાહકો બની ગયા છે. દૂર દૂરથી ગોળની ચા શોખીનો ચૂસ્કી મારવા આવે છે. અને વાહ ભાઈ વાહ શું ચા બનાવી છે, કહી સન્માનિત કરતા રહે છે.સાથે મહિને લગભગ 35 હજાર જેટલી આવક પણ થઈ રહી છે.

દૂર દૂરથી લોકો ગોળવાળી ચા પીવા માટે સ્ટોલ પર આવે છે
દૂર દૂરથી લોકો ગોળવાળી ચા પીવા માટે સ્ટોલ પર આવે છે

મિત્ર સાથે સૌ પ્રથમ ગોળવાળી ચા બનાવી
ભરત લક્ષમણ ભાઈ ભરવાડ (ઉ.વ. 23) (રહે. કામરેજ ગોપનાથ સોસાયટી)એ જણાવ્યું હતું કે, આ વિચાર એક વર્ષ પહેલાં એક મિત્ર સાથે બેઠા બેઠા આવ્યો હતો. ત્યારબાદ બન્નેએ સાથે મળીને ગોળની પાણી વગરની ચા બનાવીને પીધી હતી. બસ ત્યારબાદ લોકડાઉન આવી ગયું. બેકાર બન્યા અને આ વ્યવસાયમાં ઝપલાવ્યું હતું. આજે ટી સ્ટોલ ફર્સ્ટ કલાસ ચાલે છે. રોજના ઓછામાં ઓછા 500 કપ ચા વેચાઈ જાય છે. નવાઈની વાત એ છે કે, હું ચા કાચના અને પેપરના કપ સાથે ઘઉંના લોટના બનેલા ગ્લાસમાં પણ આપું છું. એનો સ્વાદ તો કંઈક અલગ જ રહે છે. ચા પીતા પીતા ગ્લાસ ખાવાથી ચા નો સ્વાદ જ બદલાય જાય છે.

ચાની સાથે ખાઈ શકાય તેવા કપ પણ આપવામાં આવે છે.
ચાની સાથે ખાઈ શકાય તેવા કપ પણ આપવામાં આવે છે.

રોજ 6-7કિલો ગોળનો ઉપયોગ થાય છે
મૂળ લીમડી સુરેન્દ્રનગરના રહેવાસી એવા ભરતભાઈ કહે છે કે, પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. માતા-પિતા, બે ભાઈ એક બહેન પરિવારમાં છે. મિત્રના આઇડિયાને લઈ આજે એક ચાની દુકાનના માલિક બની ગયા હોય એમ કહી શકાય છે. સુરતમાં એક માત્ર ગોળ, ઘી સહિતની ચાનો સ્વાદ આપનાર જય જોગી ટી સ્ટોલ ધારકથી લોકો ઓળખતા થયા છે. અમારી ટી સ્ટોલ પર સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ચાના શોખીનો દૂર દૂરથી ચા પીવા આવે છે. ગોળની ચા લોકો ફેવરિટ ચા બની ગઈ છે. રોજનું લગભગ 30 લિટર દૂધ અને 6-7 કિલો ગોળનો વપરાશ થઈ જાય છે.

આપણ વાંચોઃ-યુએસથી પરત આવીને ભારતમાં ફૂડ ટ્રક બિઝનેસ શરૂ કરનારા કપલની કહાની

ગોળના અનેક ફાયદા છે
આરોગ્ય સાથે બાંધછોડ કર્યા સિવાય ગળ્યું ખાવા માંગો છો, તો ગોળ એક હેલ્ધી વિકલ્પ હોઈ શકે છે. ગોળનો ઉપયોગ લોકો પ્રાચીન સમયથી કરતા આવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં તેનું પોતાનું એક અલગ મહત્વ છે. ખાલી પેટ ગોળ ખાઈને હુંફાળું પાણી પીવાથી ગેસ, એસીડીટી, પેટમાં દુ:ખાવો, કબજિયાત વગેરે સમસ્યાઓ દૂર થાય છે. જો સવારે તમારું પેટ સારી રીતે સાફ નથી થતું તો તેનું સેવન શરુ કરી દો. તેનું સેવન ખાલી પેટ કરવાથી ત્વચા અને સ્નાયુઓ મજબૂત અને શક્તિશાળી બને છે. તે લોહીને પણ સાફ કરી દે છે. એટલું જ નહીં, તેના સેવનથી બ્લડ સર્ક્યુલેશન પણ સામાન્ય બને છે જે હૃદયની બિમારીઓને દૂર કરે છે.

આયુર્વેદિક ડોક્ટરે ગોળના ફાયદાઓ ખૂબ હોવાનું કહ્યું હતું.
આયુર્વેદિક ડોક્ટરે ગોળના ફાયદાઓ ખૂબ હોવાનું કહ્યું હતું.

ગોળવાળી ચા પીવી ફાયદાકારક-ડોક્ટર
મિરેકલ ક્લિનિકના આયુર્વેદિક ડોક્ટર અમિષા પટેલ કહે છે કે, ગોળવાળી ચા અંગે કહ્યું કે, જેમ જેમ સમય બદલાયો તેમ તેમ ચા પ્રકાર બદલાયા અંગ્રેજો આવ્યા ત્યાર બાદ ખાંડવાળી ચા ચાલુ થઈ જે ખરેખર હાનિકારક છે. માટે ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોવાથી લોહીમાં રહેલી ઉણપને દૂર કરે છે. ગોળ શક્તિ વર્ધક અને રક્ત વર્ધક પણ છે. પાચન તંત્રને પણ મજબૂત કરે છે. ગોળ ચાની સાથે લેવાય તો ઘણા ફાયદા કારક છે. દરેક વાત, કફ અને પિત પ્રકૃતિના લોકો પણ પી શકે છે. ત્રણેય સિઝનમાં પી શકાય છે. ચા જરૂરી નથી પરંતુ પીવી જ હોય તો ગોળવાળી પીવી જોઈએ.