તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Surendranagar's Private Schools To Follow Government School Street Education. First Time In State, 150 Private Schools In Surendranagar Will Teach More Than 70,000 Students Through Street Education.

એક્સક્લુઝિવ:રાજ્યમાં સૌપ્રથમ સરકારી શાળાની પદ્ધતિને અનુસરી સુરેન્દ્રનગરની 150 પ્રાઇવેટ સ્કૂલો 70 હજારથી વધુ વિદ્યાર્થીઓને શેરી શિક્ષણથી ભણાવાશે

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરના વાલીઓએ માગ કરતાં ખાનગી સ્કૂલો 15 જુલાઇથી શેરી શિક્ષણ શરૂ કરશે
  • તાલુકાની 17 શાળાના શિક્ષકો અલગ-અલગ ગામમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવાશે

સામાન્ય રીતે સરકારી કરતાં ખાનગી શાળાની ભણાવવાની પદ્ધતિ વધુ સારી હોય છે તેવી એક છાપ વાલીઓમાં રહેલી છે. પરંતુ કોરોના આવ્યા બાદથી જે રીતે ગવર્મેન્ટ સ્કૂલના ટીચરો ઓનલાઈન શિક્ષણની સાથે સાથે નવી નવી પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે તેને જોઈને હવે ખાનગી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ હવે સ્કૂલ સંચાલકોને સરકારી શાળાનું અનુકરણ કરવા માટે કહી રહ્યા છે.

ગુજરાતમાં પહેલીવાર સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળામાં ચાલતા શેરી શિક્ષણથી પ્રેરાઇને સુરેન્દ્રનગર શહેરની સાથે સાયલા,ચુડા, લિમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ખાનગી શાળઆના વાલીઓએ સંચાલકોને શેરી શાળા શરૂ કરવા માટે માગ કરી છે. જેને લઇને જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડળે શેરી શાળા શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

દિકરી સાથે અભ્યાસ અંગે ચર્ચા કરી રહેલા વાલી કલ્પેશ વનરા
દિકરી સાથે અભ્યાસ અંગે ચર્ચા કરી રહેલા વાલી કલ્પેશ વનરા

સરકારી શિક્ષકો શેરીમાં જઇ ભણાવી શકે તો ખાનગીના શિક્ષકો કેમ નહિ?
સુરેન્દ્રનગરના વાલી કલ્પેશભાઇ વનરાનું કહેવુ છે કે પાછલા કેટલાક દિવસોથી સરકારી શિક્ષકોનો શેરી શિક્ષણનો પ્રયોગ પ્રચિલત બન્યો છે. શાળા બંધ હોવાથી ઓનલાઇ શિક્ષણમાં વિદ્યાર્થીઓ પણ હવે કંટાળ્યા છે, જેથી પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થી-શિક્ષકનો સંપર્ક જરૂરી બન્યો છે. જેને લઇ મારી દિકરીની શાળામાં શેરી શિક્ષણ આપવામ માટે રજૂઆત કરી હતી જેમાં અન્ય વાલીઓ પણ સહમત થયા હતા. જો સરકારી શિક્ષકો શેરીમાં જઇ ભણાવી શકે તો, ખાનગી શાળાના શિક્ષકોએ પણ શેરી શિક્ષણનો વિચાર અપનાવવો જોઇએ.

સાયલામાં શરૂ કરાયેલ શેરી શિક્ષણનો પાયલોટ પ્રોજેક્ટ
સાયલામાં શરૂ કરાયેલ શેરી શિક્ષણનો પાયલોટ પ્રોજેક્ટ

સાયલાની શાળામાં 2 મહિના પહેલા પાયલોટ પ્રોજેક્ટ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની વિવેકાનંદ વિદ્યાલયમાં 2 મહિના પહેલા વાલીઓની માંગના આધારે શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ હતુ. પ્રાયોગિક ધોરણે 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ હતુ. વિવેકાનંદ વિદ્યાલયના સંચાલક કલ્પેશ ચાવડાનું કહેવુ છે કે 200 વિદ્યાર્થીઓને તેમના વિસ્તારમાં જઇને શિક્ષકો ભણાવતા. જેમાં એક દિવસમાં 10-15 વિદ્યાર્થીઓને 2 કલાક સુધી મહત્વના વિષયના ટોપિક અંગે માર્ગદર્શન આપવામાં આવતુ. આ રીતે ભણાવવા બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડના પ્રમુખ ઇન્દ્રજિતસિંહ ઝાલા
સુરેન્દ્રનગર જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડના પ્રમુખ ઇન્દ્રજિતસિંહ ઝાલા

150 ખાનગી શાળાઓની શેરી શિક્ષણ શરૂ કરવા તૈયારી
સુરેન્દ્રનગર ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ઇન્દ્રજિત ઝાલાએ જણાવ્યું કે શાળા બંધ છે, ગ્રામ્ય સ્તરે વાલીઓએ સરકારી શાળાના શિક્ષકોની શેરી શિક્ષણની કામગીરી જોઇ છે. જે બાદ ખાગની શાળા સંચાલકોને પણ વાલીઓએ માગ કરી કે જો સરકારી શિક્ષકો કરી શકે તો, ખાનગી શિક્ષકોએ પણ આ પ્રમાણે શિક્ષણ આપવુ જોઇએ. પ્રત્યેક શાળા દિઠ 60-100 જેટલા વાલીઓની રજૂઆત મળી હતી. આ અંગે જિલ્લા સ્તરે સંગઠનમાં ચર્ચા થઇ અને કોવિડની ગાઇડ લાઇન અનુસાર સતર્કતા સાથે જિલ્લાની 150 ખાનગી શાળાના સંચાલકોએ શેરી શિક્ષણ શરૂ કરવા માટે તૈયારી દર્શાવી છે અને આમાં 4500 શિક્ષકો જોડાશે. જેમાં અંદાજે 70 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

શેરી શાળા સંદર્ભે સંચાલક મંડળના હોદ્દેદારોની બેઠક પણ યોજાઇ હતી
શેરી શાળા સંદર્ભે સંચાલક મંડળના હોદ્દેદારોની બેઠક પણ યોજાઇ હતી

15મી જૂલાઇથી સાયલાના 35 ગામમાં ખાનગી શાળા આપશે શેરી શિક્ષણ
સાયલા તાલુકાના સુદામડાની ઉપાસના વિદ્યાલયના સંચાલક રમેશ ઝાપડિયાનું કહેવુ છે કે સાયલા તાલુકામાં 65 ગામડા છે, જે પૈકી 35 ગામડાની ખાનગી શાળાના શિક્ષકો તેમની વિદ્યાર્થીઓના વિસ્તારમાં જઇને ભણાવશે. 15 જૂલાઇથી રાજ્યમાં સૌ પ્રથમવાર ખાનગી શાળા મારફતે ધોરણ 1-8ના વિદ્યાર્થીઓમ માટે શેરી શિક્ષણ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તાલુકાની 17 શાળાના શિક્ષકો અલગ-અલગ ગામમાં જશે. જેમાં ગામડા પ્રમાણે શાળાને જવાબદારી સોંપવામાં આવી છે, એટલે કે જે-તે ગામમાં જનારા શિક્ષક ગામની તમામ શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે.

અન્ય સમાચારો પણ છે...