આજની પોઝિટિવ સ્ટોરી:કુદરતી આફતોથી કંટાળી સુરતના ખેડૂતે  ડિઝાઈન મોતીની ખેતી શરૂ કરી, 9 વીઘા જમીનમાં 5 તળાવમાંથી વર્ષે 5 લાખની કમાણી

સુરત4 મહિનો પહેલા
પરંપરાગત ખેતી છોડીને પ્રગતિશિલ ખેડૂતે ડિઝાઈન મોતી પકવવામાં મહારથ મેળવી છે.
  • ક્વોલિટી પ્રમાણે સીપની અંદર મોતી બનવાની પ્રોસેસ ઝડપી થાય છે
  • અમદાવાદ, મુંબઈ, બેંગાલુરૂં, હૈદરાબાદ સહિતના શહેરોમાં વેચાણ

ખર્ચાળ અને પરંપરાગત ખેતી છોડીને ગુજરાતના ખેડૂતો કંઈક નોખું અનોખું કરી રહ્યાં છે. પરંપરાગત ખેતીમાં રોગ અને કુદરતી આફતોના કારણે ઘણીવાર પારાવાર નુકસાની સહન કરવાની નોબત આવતી હોય છે. અચાનક આવતા વાતાવરણના પલટા અને સતત નુકસાનથી કંટાળીને સુરતના પ્રગતિશિલ ખેડૂતે ડિઝાઈન મોતીની ખેતી કરવા લાગ્યાં છે. દેશ વિદેશમાં ભારે માંગ ધરાવતાં ડિઝાઈન મોતીની 9 વીઘા જમીનમાં 5 તળાવ બનાવીને નીરવભાઈ પટેલ ખેતી કરી રહ્યાં છે. જેથી તેઓ વાર્ષિક પાંચ લાખ જેટલી આવક મોતીના વેચાણ થકી મેળવી રહ્યાં છે.

અચાનક આવતા વાતાવરણના પલટા અને સતત નુકસાનથી કંટાળીને મોતીની ખેતી શરૂ કરી
અચાનક આવતા વાતાવરણના પલટા અને સતત નુકસાનથી કંટાળીને મોતીની ખેતી શરૂ કરી

ખેડૂતો અને ઈન્ટરનેટ પરથી માહિતી મેળવી
સુરતના અઠવાલાઇન્સ ખાતે રહેતા ખેડૂત પરિવારના નીરવભાઈ પ્રવીણભાઈ પટેલની ખેતી લાયક જમીન ઓલપાડ તાલુકાના છેવાડે આવેલા વડોલીથી સાહોલ ગામ વચ્ચે આવેલી છે. પિતા પ્રવિણભાઈ પટેલ વર્ષોથી શાકભાજી અને શેરડીની ખેતી કરતા હતાં. પરંતુ સિંચાઈના પાણી સાથે કુદરતી આફતની અસરને લઈને ઉભા પાક નાશ પામતા હતાં. જેથી ભારે આર્થિક નુકસાની સહન કરવાનું આવતું હતું. પરંતુ નીરવભાઈ ગ્રેજ્યુએટ થયા બાદ પ્રગતિશીલ ખેડૂત બનવા સાથે અલગ ખેતી કરવાનું વિચાર્યું હતું. જયારે અભ્યાસ કરતા ત્યારે ચીખલીના ભાર્ગવભાઈ દેસાઈ નામના ખેડૂતે મોતીની ખેતી કરી હોવાનું તેને ધ્યાનમાં આવેલું અને ત્યારથી તે મોતીની ખેતી કરવા માટે પ્રેરાઈ ઈન્ટરનેટ પરથી બધી માહિતીઓ મેળવીને નવા પ્રકારની ખેતી શરૂ કરી.

9 વીઘા જમીનમાં 5 તળાવ બનાવીને નીરવભાઈ પટેલ મોતીની ખેતી કરી રહ્યાં છે
9 વીઘા જમીનમાં 5 તળાવ બનાવીને નીરવભાઈ પટેલ મોતીની ખેતી કરી રહ્યાં છે

બે લાખનું રોકાણ કર્યું
ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં વધુ પ્રોફિટ મેળવવાની ઈચ્છા ધરાવનારાઓ માટે મોતીની ખેતી એક સારો વિકલ્પ બની શકે છે. તેના માટે 2 લાખ રૂપિયાનું શરૂઆતનું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. દોઢ વર્ષ બાદ જયારે મોતી તૈયાર થાય છે. ત્યારે એવરેજ 1 લાખ રૂપિયાની મંથલી કમાણી પણ થઈ શકે છે. હાલ ઘરેલું અને ઈન્ટરનેશનલ માર્કેટમાં મોતીની ખૂબ જ માંગ છે. ક્વોલિટીના હિસાબે માર્કેટમાં એક મોતી 250 રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધી વેચાય છે.મોતીની ખેતી કરવા માટે 500 સ્ક્વેર ફૂટમાં તળાવ બનાવવાનું હોય છે. તળાવમાં 100 છીપ ઉગાડીને મોતીના ઉત્પાદનની શરૂઆત કરી શકાય છે. પ્રત્યેક છીપની બજારમાં કિંમત 15થી 25 રૂપિયા હોય છે. છીપ ખેતી કરવા માટે સ્ટ્રક્ચર સેટ-અપનો ખર્ચ 10થી 12 હજાર રૂપિયા થાય છે. પાણીનો ખર્ચ 1000 રૂપિયા અ 1000 રૂપિયા અન્ય સાધનો ખરીદવા પાછળ થાય છે.

ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં વધુ પ્રોફિટ મેળવવાની ઈચ્છા ધરાવનારાઓ માટે મોતીની ખેતી એક સારો વિકલ્પ બની શકે છે
ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં વધુ પ્રોફિટ મેળવવાની ઈચ્છા ધરાવનારાઓ માટે મોતીની ખેતી એક સારો વિકલ્પ બની શકે છે

બહારના રાજ્યોમાં ખૂબ ડિમાંડ
નીરવભાઈ 3 વર્ષથી મોતીની ખેતી કરે છે. ખેતી બાબતે માહિતી આપતા જણાવ્યું કે, નદી, ડેમ, અને તળાવમાંથી છીપલા શોધી લાવી તેમાં ડિઝાઈન વાળી ડાય સાથે પાવડર ફોમ ભેળવી 12થી 15 મહિના સુધી તળાવમાં રાખ્યા બાદ કુદરતી રીતે મોતી તૈયાર થાય છે. નીરવ પટેલ ડિઝાઈન પલમા મોતી બનાવે છે. જે મોતીની રાજસ્થાન, દિલ્હી સહિતના અન્ય રાજ્યો સાથે વિદેશોમાં મોટી માગ છે. તે ભગવાન, આલ્ફાબેટ અને લક્કી નંબર જેવી જુદી જુદી ડિઝાઈનમાં મોતી તૈયાર કરી વિદેશમાં એક્સપોર્ટ કરે છે. 12 થી 15 મહિના સુધી તળાવમાં રાખ્યા બાદ કુદરતી રીતે તૈયાર થયેલા મોતી બજારમાં નંગના 300 રૂપિયા સુધી વેચાય છે.

12 થી 15 મહિના સુધી તળાવમાં રાખ્યા બાદ કુદરતી રીતે તૈયાર થયેલા મોતી બજારમાં નંગના 300 રૂપિયા સુધી વેચાય છે
12 થી 15 મહિના સુધી તળાવમાં રાખ્યા બાદ કુદરતી રીતે તૈયાર થયેલા મોતી બજારમાં નંગના 300 રૂપિયા સુધી વેચાય છે

આ રીતે છીપ તૈયાર થાય છે
શરૂઆતના 10 દિવસ એન્ટીબાયોટિક પાણીમાં રહ્યાં બાદ જેટલા છીપ જીવતા રહે છે. તેને તળાવમાં નાખવામાં આવે છે. આ છીપોને નાયલોનની બેગમાં રાખીને વાસ કે પાઈપના સહારે તળાવમાં 1 મીટર ઊંડા પાણીમાં લટકાવવામાં આવે છે. સાથે જ ધ્યાન રાખવામાં આવે છે કે, કોઈ પણ છીપ એવું ન રહે. જે વાસ પર લટકાવા છતા સંપૂર્ણ રીતે પાણીથી ન હોય. વચ્ચે આર્ગેનિક ખાતર તળાવમાં નાખવાનું રહે છે. જેનાથી છીપની હેલ્થ સારી રહે છે અને છીપની અંદર મોતી બનવાની પ્રોસેસ ઝડપી થાય છે. લગભગ દોઢ વર્ષ બાદ તમામ છીપોને બહાર કાઢીને તેમાંથી મોતી મેળવવામાં આવે છે.

મોતીની ખેતી કરવા માટે 500 સ્ક્વેર ફૂટમાં તળાવ બનાવવાનું હોય છે
મોતીની ખેતી કરવા માટે 500 સ્ક્વેર ફૂટમાં તળાવ બનાવવાનું હોય છે

સારી ક્વોલિટીના મોતીની સારી કિંમત મળે છે
મોતીને વેચવા પર 250થી 500 રૂપિયા પ્રતિ મોતી મળે છે. દેશમાં મોતીની વધુ ખરીદી અમદાવાદ, મુંબઈ, બેંગાલુરૂં, હૈદરાબાદ, સુરત અને અન્ય મહાનગરોમાં થાય છે. કેટલાક હાઈ ક્વોલિટીના મોતી માટે 2000થી 15 હજાર રૂપિયા સુધી પણ મળી જાય છે. મોતીની ખેતીના એક પ્લોટમાં આવા 2-4 હાઈ ક્વોલિટીના મોતી નીકળી આવે છે. બધાને જોડીને એવરેજ 1 લાખ સુધીની કમાણી કરી શકાય છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં 12થી 15 મહીનામાં મોતી તૈયાર થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...