તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીજીની સ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવજીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો, ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખો જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તેમજ ગૌ માતાને પૂજતા આવ્યા છે. પુરાતનકાળમાં થતી ગૌ આધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખેડૂતે રાસાયણિક ખાતરનો ત્યાગ કરીને ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેથી વીઘાદીઠ થતો 60 હજારનો ખર્ચ ઘટીને બે- ત્રણ હજાર જ થઈ રહ્યો છે. વળી, ઉત્પાદિત થતા ભીંડા સહિતના પાકનો ભાવ 10થી વધુ ગણા મળી રહેતાં ખેડૂતની આવકમાં ચોખ્ખો વધારો થયો છે.
ટૂંકા ગાળામાં સારો નફો મળ્યો
પ્રાકૃતિક ખેતીએ ટૂંકા ગાળામાં સારોએવો નફો આપ્યો હોવાનું જણાવતાં પ્રકાશભાઈ ઉમેરે છે કે મારી પાસે ચારેક વીઘા જમીન હોવાથી ભીંડો, રીંગણ જેવાં શાક, પાકો તથા ડાંગર, શેરડી જેવા રોકડિયા પાકો લઉં છું. જાન્યુઆરી મહિનામાં ભીંડાનું વાવેતર કર્યું હતું. કોઈપણ પ્રકારના પેસ્ટિસાઈડઝનો ઉપયોગ કર્યા વિના માત્ર પ્રાકૃતિક દવાઓ દ્વારા ભીંડા પકવ્યા. ત્યારે ભીંડા 50ના કિલોનો ભાવ ઊપજતો હતો. અન્ય ભીંડા માર્કેટમાં 50 મણના ભાવે વેચાતા. મારા ખેતરમાં ઉગાડેલા ભીંડા અઠવાડિયાં સુધી બગડતા નથી. એકવાર ચાખ્યા બાદ એના મીઠા સ્વાદનું વળગણ થઈ જાય છે.
ખેતીના ખર્ચમાં ઘટાડો થયો
ખેતીમાં રાસાયણિક ખેતી દ્વારા 50થી 60 ટકા ખર્ચ થતો હતો, એ ખર્ચ આજે પ્રાકૃતિક ખેતી અપનાવતાં ઘટીને 10થી 20 ટકા જેટલો થયો છે, અને હવે શૂન્ય ટકા ખેતી ખર્ચ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. વડિયા ગામના ખેડૂત સંજયભાઈ ગામીત જણાવે છે, મારા મિત્ર પ્રકાશભાઈની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ એક ગીર ગાય લાવી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી છે, જેનો ઘણો જ ફાયદો થયો છે. મારી ખેતીમાં મંડપવાળા પરવળનું વાવેતર કર્યું છે, જેમાં અગાઉની સરખામણીમાં નિંદામણનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. જીવામૃત બનાવીને નિયમિત ડાંગર તથા અન્ય પાકોમાં છંટકાવ કરું છું. આ ખેતીથી ખેતીખર્ચમાં ઘટાડાની સાથે જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. અળસિયાંની સાથે મિત્ર કિટકો, મધમાખી ખેતરમાં આવતાં થયાં છે. આજે અમે ખોછા ખર્ચે વધુ ઉત્પાદન લેતા થયા છીએ.
સરળતાથી જીવામૃત અને જૈવિક ખાતર ઘરે તૈયાર થાય છે
ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી થકી આમજનતાની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાઇમેન્ટ ચેઇન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. આજના આધુનિક યુગની ખેતીમાં ખાતર અને પાણીનો બેફામ ઉપયોગ કરવાને કારણે ધીમે ધીમે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે. પેસ્ટિસાઈડઝના ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ જેવા ઘાતક રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. તેવા સમયે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરીને શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક પાકનું ઉત્પાદન લઈ શકાય છે. રાસાયણિક ખાતરો અને દવા મોંઘી અને સરવાળે હાનિકારક છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરો અને જીવામૃત ઘરે બનાવવા બહુ જ સરળ છે.
આ પણ વાંચોઃ-રાજકોટનાં શિક્ષિકાએ ઘરની અગાસીમાં બનાવ્યું ઓર્ગેનિક ફાર્મ
તાલીમથી ખેડૂતોને ફાયદો થાય છે
મહુવા તાલુકાના વડિયા ગામના બરડી ફળિયાના આદિવાસી ખેડૂત પ્રકાશભાઈ ચંદુભાઈ પટેલે એક વર્ષ પહેલાં વડતાલ ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સાત દિવસની તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. પ્રકાશભાઈ જણાવે છે, 'તાલીમ બાદ મનમાં એક સંકલ્પ કર્યો કે હવે પ્રાકૃતિક ખેતી કરવી જ છે. ઘરે આવીને શરૂઆતમાં જીવામૃત બનાવવા માટે ગામની નજીકમાં આવેલી ગૌશાળામાંથી દેશી ગાયના છાણિયા ખાતર, ગૌ મૂત્ર લાવીને જીવામૃત બનાવ્યું અને શેરડીના પાકમાં એનો ઉપયોગ શરૂ કર્યો. સારો ફાયદો જણાતાં બે ગીર નસ્લની વાછરડીઓ ખરીદી કરીને ઘરે જ જીવામૃત, દશપર્ણીઅંક જેવી દવાઓ જાતે જ બનાવીને પાકમાં છંટકાવ કરું છું.
આ પણ વાંચોઃ-જેલમાં ગયેલા અમદાવાદીએ શિક્ષણમાં સિદ્ધિ મેળવી
પર્યાવરણનું ખેતી સાથે જતન થાય છે
પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણના જતન અને સંવર્ધનની સાથે ઝીરો બજેટની ખેતીનું આકર્ષણ વધ્યું છે. મહુવા તાલુકામાં બે કો-ઓર્ડિનેટર બનાવીને છેલ્લા એક વર્ષમાં તાલુકાના એક હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે, જે પૈકી અંદાજે 65 ખેડૂત આ ખેતી તરફ વળ્યા છે તેમજ 475 ખેડૂતે ખેતી કરવાની તૈયારી દર્શાવી છે. લોકો દેશી ગાય લાવીને એકથી બે એકરમાં ખેતી અપનાવી રહ્યા છે. જે જમીનો પહેલાં એટલી કઠણ હતી કે જેમાં હળ ચલાવતી વખતે મુશ્કેલીઓ પડતી હતી, પણ આ ખેતી અપનાવ્યા બાદ જમીન મુલાયમ અને ફળદ્રુપ બની છે.
ટકાઉ ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ
ખેડૂતો આ ખેતીની શરૂઆત કરે તો પ્રયોગાત્મક રીતે થોડી જમીનમાં કરે, કારણ કે જીવામૃત જાતે તૈયાર કરવાના હોય છે. આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું એક ગ્રુપ બનાવી એનાં ઉત્પાદનો શહેરો સુધી પહોંચે એવું આયોજન કરવામાં આવશે. કોઇપણ ખેડૂતોને તાલીમ મેળવવી હોય તો અમે ઘરઆંગણે તેમના ગામ સુધી આવીને તાલીમ આપીએ છીએ. રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર અને ખેડૂતો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ આરંભી છે, ત્યારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી આ ખેત પદ્ધતિ કિસાનો માટે ટકાઉ ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.