આજની પોઝિટિવ સ્ટોરી:સુરતમાં એન્જિનિયર યુવકે માર્કેટિંગની નોકરી છોડી શરૂ કર્યો ધંધો, 24 વર્ષની ઉંમરમાં ઊભી કરી દીધી 10 કરોડની કંપની

સુરતએક મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • રત્નકલાકારનો પુત્ર હોવાને કારણે આર્થિક રીતે મજબૂત નહોતો, એટલે ઉછીના રૂપિયા લઈ ધંધો શરૂ કર્યો

દરેક વ્યક્તિનું સપનું અમીર બનવાનું હોય છે. પૈસા કમાવવા માટે વ્યક્તિ જીવનભર મહેનત કરે છે. કેટલાક લોકો નાની ઉંમરે ઘણી પ્રગતિ કરતા હોય છે. આજકાલ ઈન્ટરનેટ હોમ બિઝનેસ ઈ-કોમર્સના રૂપમાં પૈસા કમાવાનો એક સરળ રસ્તો બની ગયો છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ કનેક્શન મળી જાય તો ઈ-કોમર્સના બિઝનેસથી તમે તમારા કસ્ટમર સુધી આસાનીથી પહોંચી શકો છો. આવું જ સુરતના કૃણાલ રૈયાણી સાથે થયું છે. ડિપ્લોમા સુધીનો એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ માર્કેટિંગ અને ડિલિવરી બોયનું કામ છોડીને પોતાનો ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરીની સાથે સાથે ઓનલાઈન વેચાણનો બિઝનેસ શરૂ કર્યો, જેમાં સફળતા મળતાં આજે 24 વર્ષની ઉંમરમાં 10 કરોડની કંપની ઊભી કરી દીધી છે.

ઝીરોથી હીરોની સફર
ઈ-કોમર્સ બિઝનેસમાં હાલ સુરતનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે સુરતના આ યુવાને તેના મામા સાથે મળીને ફક્ત બે વ્યક્તિ સાથે પોતાની કંપનીની શરૂઆત કરી હતી. આ પહેલાં તેણે હાર્ડવેર કંપનીમાં માર્કેટિંગની નોકરી શરૂ કરી હતી. નાનપણમાં જ તેને નક્કી કર્યું હતું કે મોટા થઈને બિઝનેસમેન બનવું છે અને આ સપનું સાકાર કરી બતાવ્યું. આજે સુરતના કુણાલ રૈયાણીએ FEMVY કંપનીના CEO તરીકે ઝીરોથી હીરો સુધીની સફર ખેડી છે. આ કંપનીનો અર્થ જ થાય છે ફેમસ વી. ફેમસનો શબ્દ fem અને vy એટલે કે we આપણે.

સુરતથી શરૂ કરેલી બિઝનેસની સફર હવે ભારતનાં બધાં રાજ્યો સુધી પહોંચી ગઈ.
સુરતથી શરૂ કરેલી બિઝનેસની સફર હવે ભારતનાં બધાં રાજ્યો સુધી પહોંચી ગઈ.

100 જેટલાં મશીનો છે અને 100 જેટલા કર્મચારીઓ ધરાવે છે
24 વર્ષના કૃણાલ રૈયાણી સુરતના પુણા ગામ વિસ્તારમાં પોતાની કંપની ધરાવે છે. વર્ષ 2015માં સુરત ગાંધી કોલેજથી એન્જિનિયરિંગ કર્યા બાદ તે માત્ર સાડાછ હજાર રૂપિયાની નોકરી કરતો હતો. 11 મહિના સુધી નોકરી કર્યા બાદ તેને વ્યાપાર કરવાનો વિચાર આવ્યો, પરંતુ રત્નકલાકારનો પુત્ર હોવામો કારણે આર્થિક રીતે મજબૂત નહોતો. મામા પાસે બે લાખ રૂપિયા ઉછીના લીધા બાદ તેને એક મશીનથી કુ્ર્તી બનવાનો વ્યાપાર શરૂ કર્યો હતો. આજે તેની પાસે 100 જેટલાં મશીનો છે અને 100 જેટલા કર્મચારીઓ ધરાવે છે. ઈ-કોમર્સ સાથે સંકળાયેલી મોટી કંપનીઓમાં તેની કુર્તીઓનું વેચાણ કરે છે.

ભગવાનની સમકક્ષ તેઓ માતાપિતાના અને તેના મામાના પણ એટલા જ ઋણી છે.
ભગવાનની સમકક્ષ તેઓ માતાપિતાના અને તેના મામાના પણ એટલા જ ઋણી છે.

2015માં કંપનીનું ટર્નઓવર 30 લાખ જેટલું હતું
અથાગ મહેનત અને લગનથી ખૂબ જ ટૂંકા ગાળામાં 2018ના વર્ષમાં તેણે ઈ-કોમર્સ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. સાડી, ગાઉન અને કુર્તી બનાવીને તેને ઈ-કોમર્સ કંપની સાથે ટાઈઅપ કરીને સેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં એટલે કે 2015માં તેમની કંપનીનું ટર્નઓવર 30 લાખ જેટલું હતું, જે આજે 2021માં 10 કરોડ સુધી પહોંચી ગયું છે. સુરતથી શરૂ કરેલી તેમના બિઝનેસની સફર હવે ભારતનાં બધાં રાજ્યો સુધી પહોંચી ગઈ છે અને હવે તેઓ આંતરરાષ્ટ્રીય બિઝનેસ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છે.

100 જેટલાં મશીનો છે અને 100 જેટલા કર્મચારીઓ ધરાવે છે.
100 જેટલાં મશીનો છે અને 100 જેટલા કર્મચારીઓ ધરાવે છે.

100 કર્મચારીઓ સાથે મહેનત લાવી રંગ
ફક્ત 2 વ્યક્તિ સાથે શરૂ કરેલી તેમની કંપની આજે 100 કર્મચારીને રોજગારી પૂરી પાડે છે. કંપનીની સફળતા પાછળ તેમના કર્મચારીઓનો પણ એટલો જ સહકાર હોવાનું તેઓ ઉમેરે છે. તેઓ જણાવે છે કે આજે તેઓ તેમના કર્મચારીઓને ઈન્શ્યોરન્સ, ટર્મ પ્લાન, મેડિકલ ઈમર્જન્સી અને પારિવારિક જીવનમાં આવી પડતી કોઈપણ પ્રકારની મુશ્કેલીને પહોંચી વળવા માટે મદદ માટે તૈયાર રહે છે. કોરોનાના મુશ્કેલ સમયમાં પણ તેમણે પોતાના કર્મચારીઓને છૂટા નથી કર્યા. વધુમાં કંપનીના પ્રોફિટનાં નાણાંમાંથી કર્મચારીઓને પૂરેપૂરો પગાર પણ ચૂકવ્યો છે. તેઓ શેઠની જેમ પગ પર પગ ચડાવીને કામ નથી કરાવતા, પરંતુ કર્મચારીની જેમ જ સાથે રહીને કામ કરવામાં માને છે.

રત્નકલાકારનો પુત્ર હોવાને કારણે આર્થિક રીતે મજબૂત નહોતો.
રત્નકલાકારનો પુત્ર હોવાને કારણે આર્થિક રીતે મજબૂત નહોતો.

ભગવાન અને માતાપિતાને શ્રેય
આજે તેઓ જે પણ કંઈ છે એની પાછળ તેઓ ભગવાનના આશીર્વાદથી હોવાનું જણાવે છે. ભગવાનની સમકક્ષ તેઓ માતાપિતાના અને તેના મામાના પણ એટલા જ ઋણી છે, જેમના સાથસહકાર અને પ્રેમથી તેઓ આ મંજિલ હાંસિલ કરી શક્યા છે. તેઓ વોકલ ફોર લોકલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઈ-કોમર્સમાં આવવા માગતા અન્ય યુવાનોને તેઓ વિનામૂલ્યે તાલીમ અને દિશા પણ આપે છે.

24 વર્ષના કૃણાલ રૈયાણી સુરતના પુણા ગામ વિસ્તારમાં પોતાની કંપની ધરાવે છે.
24 વર્ષના કૃણાલ રૈયાણી સુરતના પુણા ગામ વિસ્તારમાં પોતાની કંપની ધરાવે છે.

પરિવારનો કોઈપણ સભ્ય ટેક્સટાઇલથી જોડાયેલો પણ નહોતો
કૃણાલે જણાવ્યું હતું કે યુવાનોને કહીશ કે ક્યારેય પણ ન વિચારો કે તમારી પાસે પૈસા નથી. એને કારણે તમે વ્યાપાર કરી શકતા નથી. જો મનોબળ સક્ષમ હોય તો બધું જ થઈ શકે છે. હું આજે 24 વર્ષની ઉંમરમાં 10 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક છું અને ભવિષ્યમાં ઇ-કોમર્સ ક્ષેત્રેમાં વધુ કરવા ઈચ્છું છું, જેથી અન્ય લોકોને પણ આત્મનિર્ભર બનાવી શકું. મારા પરિવારમાં આજદિન સુધી કોઇએ પણ વેપાર કર્યો નથી. પિતા રત્ન કલાકાર હતા અને પરિવારનો કોઈપણ સભ્ય ટેક્સટાઇલથી જોડાયેલો પણ નહોતો.

અન્ય સમાચારો પણ છે...