ભાસ્કર ઓપિનિયનસ્વચ્છ, નિષ્પક્ષ ચૂંટણી:સુપ્રીમ કોર્ટમાં દલીલ, ટીએન શેષન જેવા મુખ્ય ચૂંટણી કમિશનરની શા માટે જરૂર છે?

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં પર ચર્ચા ચાલી રહી છે. ચર્ચા એવી છે કે મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પર દિવંગત ટીએન શેષન જેવી કોઈ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવે. આ માટે સૌથી મોટી જરૂરિયાત ચૂંટણીપંચમાં નિમણૂક માટે સ્વતંત્ર કોલેજિયમ બનાવવાની છે.

હાલમાં આ નિમણૂક કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એવું કહી શકાય કે અત્યારસુધી સરકાર ચૂંટણીપંચમાં પોતાની પસંદગીના લોકોને પસંદ કરતી રહી છે. બધા જાણે છે કે જ્યારે ટીએન શેષન 1990થી 1996 સુધી ચૂંટણીપંચના વડા હતા ત્યારે જ મોટા ભાગના લોકોને ખબર પડી કે ચૂંટણીપંચ નામની સંસ્થા પણ હોય છે, જે સરકારથી ડરતી નથી, ન તો બીજાના દબાણ પર કોઈ કામ કરે છે.

આ પહેલાં અને પછી, રાજકીય પક્ષો અને સરકારોએ શેષન જેવા વ્યક્તિત્વથી પોતાને દૂર રાખ્યા હતા. ત્યાં માત્ર એક શેષન હતા, જેમણે સરકારો, પક્ષો અને તેમના ઉમેદવારોને પોતાની રીતે પકડીને રાખ્યા હતા. ઉમેદવારોની હાલત એવી હતી કે તેઓ ચૂંટણીપંચનું નામ સાંભળતાં જ ધ્રૂજી ઊઠતા હતા. ચૂંટણીખર્ચ, જ્ઞાતિ અથવા ધાર્મિક સંદર્ભો સાથેનું ભાષણ અને એવી બધી બાબતો જે કોઈપણ રીતે હિંસા તરફ દોરી જાય છે અથવા કોઈપણ રીતે સ્વચ્છ, પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણીને અસર કરે છે.

શેષનના પહેલાં અને પછી તો ચૂંટણીનો સમય, મતદાનની તારીખો અને બીજી ઘણી બાબતો સરકાર અનુસાર નક્કી થવા લાગી અને ચૂંટણીપંચે આમ કરવામાં ખૂબ ગર્વ અનુભવ્યો. આ મનમાની રોકવા માટે શેષન જેવા મુખ્ય ચૂંટણી કમિશનરની જરૂરિયાત અનુભવાઈ રહી છે. જોકે હાલમાં કેન્દ્ર સરકાર આ કેસમાં સુપ્રીમ કોર્ટને સ્પષ્ટ જવાબ આપી શકતી નથી.

એટર્ની જનરલનું કહેવું છે કે સરકારને નિષ્પક્ષ ચૂંટણી કમિશનરની નિમણૂક સામે કોઈ વાંધો નથી, પરંતુ સ્વતંત્ર કોલેજિયમની સ્થાપ્ના અથવા રચના અંગેનો તેમનો જવાબ ટાળી શકાય એવો છે. સ્વાભાવિક છે કે કોઈપણ સરકાર ઈચ્છતી નથી કે ચૂંટણીપંચમાં પણ તેની પરોક્ષ દખલગીરી બંધ થાય. છેવટે તો એ વર્ચસ્વનો પ્રશ્ન છે અને તમામ સત્તા ચૂંટણીઓ પર આધારિત છે.

શેષન જેવી વ્યક્તિની નિમણૂક કરીને કોઈપણ રાજકીય પક્ષ કે કોઈ સરકાર મુશ્કેલીમાં કેવી રીતે પડે. એમ પણ, આ સમસ્યા ચાલુ જ રહેશે. જો કોલેજિયમની રચના થાય તો એવી અપેક્ષા રાખી શકાય કે ચૂંટણીપંચ પારદર્શિતાની નવી વ્યવસ્થા બનાવવામાં ઘણી હદ સુધી સફળ થશે.