• Gujarati News
  • Dvb original
  • Sunita Said Madam Burnt Her Hands By Beating Her With A Hot Pan, Used To Beat Her Mercilessly, Now It Seems As If She Is Out Of Jail.

હોસ્પિટલમાં પથારીવશ થઈ નોકરાણી:સુનિતાએ કહ્યું- મેડમે ગરમ તવાથી મારતાં હાથ દાઝ્યા હતા, નિર્દયતાથી મારતી હતી; હવે એવું લાગે છે કે જેલમાંથી છૂટી

એક મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર
  • ઘણા દિવસો સુધી એક અંધારી રૂમમાં પૂરીને રાખતી હતી. ખાવાનું પણ આપતી નહોતી
  • હું કોઈ સામાનને હાથ અડાડતી તોપણ તે મારા હાથ પર જોરથી મારતી હતી

જુઓ આ બે ફોટા...

બંને ફોટામાં એક જ મહિલા છે. નામ સુનિતા, ઉંમર આશરે 29 વર્ષ છે. જોકે સુનિતાને તેની ઉંમર યાદ નથી. આનું કારણ નિર્દયતાથી તેની સાથેની સતત મારપીટ છે. સુનિતા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં સીમા પાત્રાના ઘરે કામ કરતી હતી. અહીં તેને નિર્દયતાથી માર મારવામાં આવતો હતો, જેને કારણે તેના દાંત તૂટી ગયા, પગે કામ કરવાનું બંધ કરી દીધું, ચહેરા અને હાથ પર દાઝી જવાનાં ઘણાં નિશાન પડી ગયાં હતાં.

તે 2 અઠવાડિયાંથી RIMS, રાંચીમાં સારવાર હેઠળ છે. જોકે હવે તેને પહેલાં કરતાં વધુ સારું છે, પરંતુ તેનામાં ઘણી નબળાઈ આવી ગઈ છે. હજી સંપૂર્ણ સ્વસ્થ થવામાં તેને સમય લાગશે. અમે સુનિતા સાથે તેના વોર્ડમાં જ વાત કરી હતી. તેણે કહ્યું કે મેડમ (સીમા) નાની-નાની ભૂલો પર પણ એટલી ગુસ્સે થઈ જતી હતી કે જે હાથમાં આવે એનાથી મારતી હતી. અમે સુનિતાને પૂછ્યું- આ બધું ક્યારે શરૂ થયું? તેણે કહ્યું- એક વર્ષથી ચાલતું હતું. અગાઉ બહુ ત્રાસ નહોતો.

અમે પૂછ્યું- સીમા પાત્રાના ઘરે કેવી રીતે અને ક્યારે પહોંચી?
મારું ઘર ઝારખંડના ગુમલા જિલ્લામાં આવે છે. હું મારા મામા દ્વારા સીમા પાત્રાના ઘરે પહોંચી હતી. તેમના ઘરે રહીને કચરા- પોતાં કરવાં, વાસણો અને ધીમે ધીમે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષ પહેલાં તેઓ તેમની પુત્રી સાથે દિલ્હીના વસંત કુંજમાં રહેતાં હતાં. ત્યાર બાદ રાંચી આવ્યાં. અહીંથી મેડમનું વર્તન બદલાઈ ગયું હતું.

શું તને કામ માટેનો પગાર મળતો હતો?
તે મને કહેતી હતી કે તારો પગાર બેંક ખાતામાં જમા થઈ ગયો છે. મેં ક્યારેય પાસબુક જોઈ નથી. ખબર નથી કે તે ખાતામાં રૂપિયા જમા કરતાં હતાં કે નહીં. મારું આધાર કાર્ડ અને બેંક પાસબુક સીમા પાસે હતી. હું તેમને કહેતી હતી કે મારે અમુક દિવસો માટે સગાં-સંબંધીઓના ઘરે જવું પડશે તો તે મને જવા દેતાં નહીં. તેઓ કહેતાં હતાં કે તને માર મારીને ફેંકી દઈશ, મોઢું બંધ રાખજે.

ક્યારેય ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો નહીં?
એક વર્ષ સુધી ઘરની બહાર નીકળવું શક્ય ન હતું. તે જેલની જેમ ઘરમાં કેદ કરીને રાખતી હતી. 2 વખત ભાગી જવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમને ખબર પડી ગઈ હતી. પછી મને ખૂબ માર મારવામાં આવ્યો. ઘણા દિવસો સુધી એક અંધારી રૂમમાં પૂરીને રાખી હતી. બરાબર રીતે ખાવાનું પણ આપતી નહોતી.

તે કયા કારણસર મારપીટ કરતી હતી?
હું ચાલી શકતી હતી ત્યાં સુધી હું કચરા-પાતું મારવું, વાસણો ધોવાં, રસોઈ બનાવવાનું કામ કરતી હતી. દિલ્હીમાં પણ બધું કામ કરતી હતી. રાંચી આવ્યા બાદ તે મને એટલો માર મારવા લાગી કે મારી હાલત ખરાબ થવા લાગી. ક્યારેક તે તેની કમર પર લાતો મારતી તો ક્યારેક વાસણો ફેંકીને મારતી હતી. મારને કારણે મારા પગે કામ કરવાનું બંધ કરી દીધું હતું. હું દિવ્યાંગ થઈ ગઈ.

હું ચાલી શકતી નથી. ઢસડાઈને ચાલી શકતી હતી. ચાલવા માટે મારે અલમારી, દીવાલ, ટેબલનો સહારો લેવો પડતો. હું કોઈ સામાનને હાથ અડાડતી તો પણ તે મારા હાથ પર જોરથી મારતી હતી. તે કહેતાં હતાં કે સામાન કીમતી છે, એને અડીશ નહીં. આ વાત પર ઘણી વખત મને માર પણ માર્યો હતો. તે રસોડાનો સામાન, તવો, કઢાઈ, વેલણ ફેંકીને મારતી હતી. તે મને ગરમ તવા વડે મારતી હતી, ત્યારે મેં બચવા માટે હાથ આગળ કરી દીધો હતો. (હાથ બતાવતાં) આ ઘણાં બધાં કાળાં નિશાન દેખાય છે, તે બધાં તવાથી દાઝી જવાથી પડ્યાં છે. તે મને કેટલુંયે મારતી હતી પણ થાકતી નહોતી.

સૌથી વધુ ક્યારે માર મારવામાં આવ્યો હતો, તમને સૌથી વધુ ખરાબ ક્યારે લાગ્યું?
તે મને ઘણા દિવસો સુધી રૂમમાં પૂરી દેતી હતી. એક વખત બીમારીની કારણે મજબૂરીમાં મેં પોતાં મારવાની ડોલમાં યુરિન કરી દીધું હતું. જ્યારે તેમને ખબર પડી તો મને ખૂબ મારી, મને ધક્કો મારીને પાડી દીધી અને મારા મોઢા પર યુરિન નાખી દીધું હતું. મારી સાથે આવું બે વખત કરાયું હતું.

2 સપ્તાહથી હોસ્પિટલમાં છો, પહેલાં અને હવે શું બદલાયું છે?
મારી આ હાલત સીમા પાત્રાને કારણે થઈ છે. હું તેમની પુત્રીને ત્યાં રહેતી હતી, ત્યારે બધું બરાબર ચાલતું હતું. તે લોકો મને બહાર ફરવા માટે પણ લઈ જતા હતા. તમે મારો પહેલાંનો ફોટો જુઓ. હું સીધી ઊભી રહી શકતી હતી, દોડી પણ શકતી હતી. આજે મારી હાલત એવી છે કે હું ચાલી પણ શકતી નથી. કમરની તકલીફ થઈ ગઈ છે. બરાબર રીતે બોલી પણ શકતી નથી. મેં ઘણાં સપ્તાહ એવાં કાઢ્યાં હતાં કે સૂરજનો પ્રકાશ પણ જોયો નહોતો.

હવે તે ઘરમાંથી બહાર આવી છું , તો સારું લાગી રહ્યું છે. એવું લાગે છે કે જાણે જેલમાંથી છૂટી ગઈ.

સુનીતાની કહાનીમાં સીમા પાત્રા સિવાય અન્ય બે લોકો પણ છે. એક સીમાનો પુત્ર આયુષ્યમાન અને બીજો આયુષ્યમાનનો મિત્ર વિવેક.

1. સૌપ્રથમ સુનિતા બાબતે જાણીએ...
સુનિતા ગુમલામાં રહેતી હતી. તે નાની હતી ત્યારે જ તેની માતાનું મોત થઈ ગયું હતું. ગામની શાળામાં તે 8 ધોરણ સુધી ભણી હતી. કોઈ સંભાળ લેનાર નહોતું, પછી 22 વર્ષની વયે ઘર છોડીને રાંચી આવી ગઈ. 2012માં સીમા પાત્રાના ઘરે ઘરકામ કરવાનું કામ શરૂ કર્યું હતું. ત્યાર બાદ દિલ્હી આવી ગઈ અને 2019 સુધી પાત્રાની પુત્રીના ઘરે કામ કરતી હતી હતી. પછી સીમાની સાથે રાંચી પરત આવી. 22 ઓગસ્ટે પોલીસે તેને સીમાના ઘરેથી છોડાવી હતી.

2. હવે સીમા પાત્રા બાબતે જાણો
નિવૃત્ત IAS મહેશ્વર પાત્રાની પત્ની ભાજપ મહિલા વિંગની રાષ્ટ્રીય કાર્ય સમિતિની સભ્ય છે. બેટી બચાઓ- બેટી પઢાઓ અભિયાનની સ્ટેટ કો-ઓર્ડિનેટર છે. હાલમાં પાર્ટીએ તેને સસ્પેન્ડ કરી છે. 1991માં પલામુથી લોકસભાની ચૂંટણી જીતી હતી. પહેલાં RJD અને લગભગ 2 વર્ષ કોંગ્રેસમાં રહી હતી. પ્રદેશ કોંગ્રેસમાં સચિવનું પદ સંભાળ્યું હતું. રાંચીનો ગીચ વિસ્તાર અશોક નગરમાં રહે છે.

પતિ મહેશ્વર પાત્રા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં સચિવ હતા અને વિકાસ કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા.

સીમા પાત્રા આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર ત્રિરંગા અભિયાનમાં ખૂબ જ સક્રિય રહ્યાં હતાં. આ ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લેવામાં આવ્યો છે.
સીમા પાત્રા આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર ત્રિરંગા અભિયાનમાં ખૂબ જ સક્રિય રહ્યાં હતાં. આ ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લેવામાં આવ્યો છે.

3. સીમાનો પુત્ર આયુષ્યમાન પાત્રા
આયુષ્યમાને સુનિતા પર થયેલા હુમલા અંગે પોલીસને જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે માતાએ નોકરાણીને 3 વર્ષ સુધી રૂમમાં કેદ રાખી હતી. આયુષ્યમાને અગાઉ તેની માતા સાથે આ અંગે વાત કરી હતી. આના પર સીમાએ તેને માનસિક દર્દી ગણાવીને રાંચીની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઈકિયાટ્રિક મોકલી દીધો હતો.

4. આયુષ્યમાનનો મિત્ર વિવેક બાસ્કે
વિવેક બાસ્કે સુનિતાના કેસમાં એફઆઈઆર નોંધાવી છે. વિવેક સરકારી અધિકારી છે. તેણે અને આયુષ્યમાને 2002માં સાથે અભ્યાસ કર્યો હતો. 2 ઓગસ્ટે આયુષ્યમાને વિવેકને ફોન પર જણાવ્યું હતું કે તેની માતા સુનિતાને મારતી હતી. આ પછી વિવેકે તમામ માહિતી મેળવીને 22 ઓગસ્ટે સીમા પાત્રા વિરુદ્ધ હરઘોડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...