વાત બરાબરીની:જ્યારે જ્યારે વિરાટની ગેમ બગડી, ટ્રોલર્સે અનુષ્કાની ગેમ બગાડવામાં કોઈ કમી ન રાખી, એવું યાદ નથી જ્યારે વિરાટની જીતનું શ્રેય અનુષ્કાને આપ્યું હોય

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એ દિવસે આવું પહેલી વખત થયું કે કોઈ ગેમને નબળી સાબિત કરવા માટે પ્લેયરની પત્નીને વચ્ચે ખેંચી લાવ્યાં, પત્નીને ભર્યા મેદાનમાં તેમના ખરાબ દેખાવ માટે જવાબદાર ઠેરવી
  • અને પુરુષોને વાંધો સ્ત્રી સાથે નથી, તેમને બોલતી, વિચારતી, સમજતી, કામ કરતી, લડતી અને જીતતી સ્ત્રીથી વાંધો છે

પુરુષની ફરી એક વખત હાર થઈ છે. સ્ત્રી ફરી એક વખત નિશાના પર છે. વિરાટ કોહલીએ IPL મેદાનમાં કિંગ્સ ઈલેવન પંજાબના હાથે માર ખાધો છે. તે એક રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આ હારનું ઠીકરું ફરી એકવાર તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માના માથે ફોડ્યું છે. એવી જ રીતે જેવી રીતે પહેલાં પણ થતું હતું. જ્યારે જ્યારે વિરાટની ગેમ બગડી ત્યારે ત્યારે ટ્રોલર્સે અનુષ્કાને જવાબદાર ઠેરવવામાં કોઈ ખામી નથી રાખી.

જોકે એનાથી ઊલટું, જો વિરાટ કોહલી જીતે તો એનું શ્રેય તેની પત્નીને ક્યારે આપવામાં આવ્યું હોય એવું યાદ નથી. આ કહાણી શરૂઆતથી શરૂ કરીએ, ત્યાંથી નહીં જ્યાંથી ટ્રોલ્સ અને સુનીલ ગાવસ્કરની કહાણી ખતમ થાય છે, ત્યાંથી જ્યાંથી તેમની શરૂઆત નથી થતી.

નવેમ્બર,2014, ઈન્ડિયા-શ્રીલંકા વન-ડે ઈન્ટરનેશનલ
વિરાટ કોહલીની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ હતી શ્રીલંકા વિરુદ્ધ. આ મેચમાં તેની 32મી અડધી સદી અને વન-ડે ઈન્ટરનેશનલમાં 6000 રનનો વિશ્વ રેકોર્ડ પૂરો થયો. આ પહેલાં આ રેકોર્ડ હાશિમ અમલાના નામે હતો. કોહલીની અડધી સદીથી ભારત મેચ જીત્યું હતું. અનુષ્કા શર્મા એ વખતે મેચમાં હાજર ન હતી. ટ્રોલર્સ ચૂપ હતા, કમેન્ટેટર બોલી રહ્યા હતા, પણ અનુષ્કા વિશે નહીં.

કોહલીએ 2008માં પોતાની એક દિવસીય ઈન્ટરનેશનલ શરૂઆત કરી અને 2011માં પહેલી ટેસ્ટ મેચ રમી હતી. વન-ડેમાં 43 અને ટેસ્ટમાં 27 સદી ફટકારી ચૂક્યો છે.
કોહલીએ 2008માં પોતાની એક દિવસીય ઈન્ટરનેશનલ શરૂઆત કરી અને 2011માં પહેલી ટેસ્ટ મેચ રમી હતી. વન-ડેમાં 43 અને ટેસ્ટમાં 27 સદી ફટકારી ચૂક્યો છે.

ડિસેમ્બર,2014 ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ, મેલબોર્ન
વિરાટ કોહલીએ તેમની ત્રીજી ટેસ્ટ મેચમાં નવમી સેન્ચુરી પૂરી કરી અને 169 રનનો રેકોર્ડ બનાવ્યો. આ તેમનો અત્યારસુધીનો સૌથી વધુ રનોનો રેકોર્ડ છે. અનુષ્કા એ દિવસે ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર રહી હતી. ટ્રોલર્સ ચૂપ હતા, કમેન્ટેટર બોલી રહ્યા હતા, પણ અનુષ્કા વિશે નહીં.

એપ્રિલ,2015, રોયલ ચેલેન્જર્સ બેંગલોર-સનરાઈઝ હૈદરાબાદની મેચ
વિરાટ કોહલીએ 37 બોલ પર 41 રન બનાવ્યા, ચાર ચોગ્ગા, છ છગ્ગા. દરેક છગ્ગા પર સ્ટેડિયમમાં બૂમો પડાતી હતી, કોમેન્ટેટર વાહ વાહ કરી રહ્યા હતા. અનુષ્કા શર્મા એકવાર ફરી સ્ટેડિયમમાં હાજર, ટ્રોલર ચૂપ.

શું આ એક સંજોગ છે કે જ્યારે વિરાટ કોહલીના બેટથી ફટાકારાયેલો બોલ ઊછળીને આકાશ સુધી જાય છે, આકાશમાંથી રનો અને રેકોર્ડનો વરસાદ થાય છે, ક્રિકેટનો દીવાનો દેશ જીતના ઉત્સાહમાં ડૂબી જાય છે, અનુષ્કાનું ટ્વિટર પર કોઈ નામ સુધ્ધાં નથી લેતું. ન સ્ટેડિયમમાં કોમેન્ટરી કરનારા અનુષ્કાનું નામ લે છે.

પરંતુ ગત ગુરુવારે તો જાણે અનુષ્કા પર ટ્રોલર્સનો વરસાદ થઈ ગયો. મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર હતા. મેચ ચાલી રહી હતી, તેઓ માઈક હાથમાં લઈને કોમેન્ટરી કરી રહ્યા હતા. વિરાટની બેટિંગનો જાદુ ન ચાલ્યો તો કહ્યું, તેમણે લોકડાઉનમાં માત્ર અનુષ્કાના બોલ પર પ્રેક્ટિસ કરી છે.

સુનીલ ગાવસ્કર માટે લાઈવ કોમેન્ટરી પહેલી વખત નહોતી, ન તો પહેલી વખત તેમણે કોઈની ગેમને આ રીતે જોઈ હતી, પરંતુ એ વખતે આવું પહેલી વખત બન્યું જ્યારે કોઈ ગેમને નબળી સાબિત કરવા માટે તેઓ કોઈની પત્નીને વચ્ચે ખેંચી લાવ્યાં હોય. આ પહેલાં ક્યારે આવું નથી બન્યું કે કોઈના અંગત જીવન, અંગત સંબંધ, તેની પત્નીને ભર્યા મેદાનમાં જવાબદાર ઠેરવવામાં આવી હોય ખરાબ પ્રદર્શન માટે.

અનુષ્કાએ પણ વળતો જવાબ આપ્યો, જેવું તે દર વખતે કરે છે. જેવું દરેક સ્ત્રીએ કરવું જોઈએ. અનુષ્કાએ કહ્યું, એ વાત તો સાચી છે કે તમારી કોમેન્ટ યોગ્ય ન હતી, પરંતુ હું જાણવા માગીશ કે તમારા મગજમાં કોઈના ખરાબ પ્રદર્શન માટે તેની પત્નીને જવાબદાર ઠેરવવાનો વિચાર કેવી રીતે આવ્યો. આટલાં વર્ષોથી તમે દરેક ખેલાડીની ગેમ પર ટીકા કરતાં તેમના અંગત જીવનનું સન્માન કર્યું છે.

તમને નથી લાગતું કે એટલું જ સન્માન અમને પણ મળવું જોઈએ. નક્કી તમારી પાસે ઘણાં શબ્દો અને વાક્યો હશે મારા પતિની ગેમ પર ટીકા કરવા માટે અથવા તો તમારા શબ્દ ત્યારે જ પ્રાસંગિક હશે જ્યારે એમાં મારું નામ આવશે. આ વર્ષ 2020 છે અને હાલ પણ મારા માટે કંઈ બદલાયું નથી. ક્યારે તમે લોકો ક્રિકેટમાં મારું નામ ઢસડવાનું અને મારી પર ટિપ્પણી કરવાનું બંધ કરશો. તમે લેજન્ડ છો અને હું તમારું ખૂબ સન્માન કરું છું. હું બસ એ જ કહેવા માગતી હતી જે તમારી વાત સાંભળીને મને અનુભવાયું.

શું આ વાંચીને તમને અનુભવાઈ રહ્યું છે કે જે કહેવાયું, એ યોગ્ય ન હતું અને તે અજાણે પણ નહોતું. એ એટલા માટે જ હતું કે પુરુષ સ્ત્રીઓમાં અંતર રાખે છે અને આવું તે સમજી વિચારીને નથી કરતા. એ લોકો આવું એટલા માટે કરે છે, કારણ કે એ આવા જ છે. તેમના મનમાં એવું છે કે તે જ શ્રેષ્ઠ છે. એ લોકો સાચું કરે છે અને જે પણ સારું થાય એ તેમના કારણે અને જો કંઈ ખોટું થાય તો એ કોઈ સ્ત્રીને કારણે.

પુરુષો હંમેશાં આવું કહેતા આવ્યા હતા, 2020માં પણ કહી રહ્યા છે, સ્ત્રીઓ હંમેશાં જવાબ નહોતી આપતી, 2020માં આપી રહી છે અનુષ્કા પર આ પહેલી વખત પ્રહાર નથી થયો. જ્યારથી ભારતમાં આ રહસ્ય ખૂલ્યું કે વિરાટ અને અનુષ્કાની વચ્ચે કંઈક છે ત્યારથી વિરાટની દરેક નિષ્ફળતા અને અસફળતાનું ઠીકરું અનુષ્કા પર જ ફોડવામાં આવે છે. વિરાટ એક મેચ હારે તો ટ્વિટર પર ટ્રોલિંગ શરૂ થઈ જાય છે. કોઈ કહે છે, અનુષ્કા મનહૂસ છે, કોઈ કહે છે કે- તેની કાળી નજર લાગી ગઈ છે, કોઈ ક્રિકેટ બોર્ડને ભલામણ કરે છે કે અનુષ્કાની સ્ટેડિયમમાં એન્ટ્રી બેન કરી દો, કોઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ ડાયન વિરાટનો પીછો છોડે. આવું બધું વચ્ચે પણ એકવાર થયું હતું.

જે સમયે એવા ન્યૂઝ આવ્યા હતા કે બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું છે. ત્યારે વિરાટે ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોરદાર બેટિંગ કરી હતી. ટ્વિટર પર ત્યારે ફરી ટ્રોલ થવા લાગ્યું અને આ સફળતાનો સહેરો તેમના બ્રેકઅપના માથે બાંધવામાં આવ્યો. આવું પહેલીવાર થયું હતું કે દેશમાં ક્રિકેટ ફેન્સ કોઈ સેલિબ્રિટીના બ્રેક-અપની સોશિયલ મીડિયા પર ઉજવણી કરી હતી.

સુનીલ ગાવસ્કરે બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પર એક ટિપ્પણી કરી હતી. ગાવસ્કરે કહ્યું હતું કે જાણે કોહલીએ લોકડાઉનમાં અનુષ્કાના બોલનો જ સામનો કર્યો છે.
સુનીલ ગાવસ્કરે બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પર એક ટિપ્પણી કરી હતી. ગાવસ્કરે કહ્યું હતું કે જાણે કોહલીએ લોકડાઉનમાં અનુષ્કાના બોલનો જ સામનો કર્યો છે.

પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ દરેક નિંદાનું કારણ માત્ર અનુષ્કા સ્ત્રી હોવાના કારણે છે કે તે એક એવી સ્ત્રી છે જેની ઓળખ માત્ર એટલી નથી કે તે માત્ર મિસિસ વિરાટ કોહલી છે, કારણ કે કદી એવું નથી થયું કે મહેન્દ્ર સિંહ ધોની ખરાબ રમ્યો હોય અને તેની માટે ગાળો સાક્ષીને મળી હોય. આ ગાળો માત્ર અનુષ્કાને જ કેમ આપવામાં આવે છે.

કારણ કે તેની ઓળખ માત્ર મિસિસ વિરાટ કોહલી જ નથી. તેણે તેના કામથી, અભિનયથી અને પોતાની મહેનતથી દુનિયામાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી છે અને માત્ર અભિનેત્રી તરીકે જ નહીં, પરંતુ એક પ્રોડ્યુસર તરીકે પણ તેણે સાબિત કર્યું છે કે તેને સિનેમાની સમજ છે. તે સારી સ્ક્રિપ્ટને ઓળખી શકે છે. તે નવી પ્રતિભાને મોકો આપી શકે છે. પાતાલ લોકો, બુલબુલ, NH-10 જેવી ફિલ્મોનાં નામ તેની સાથે જોડાયેલાં છે. તે સ્ત્રી માત્ર શરીર નથી. તે મગજ, તર્કબદ્ધ સમજ અને સંવેદના પણ છે.

અને પુરુષોને પ્રોબ્લેમ આ વાતનો જ છે. તેમને સ્ત્રીથી પ્રોબ્લેમ નથી હોતો, તેમને બોલતી, વિચારતી, સમજતી, કામ કરતી, લડતી, જીતતી અને આગળ વધતી સ્ત્રીથી પ્રોબ્લેમ છે. અનુષ્કા જો માત્ર મિસિસ કોહલી હોત તો લોકો તેની સુંદરતાનાં વખાણ કરતાં થાકતાં ન હોત. તેની મજાક ન ઉડાવત, તેના પર વિવાદાસ્પદ ટિપ્પણી ન કરત.

અને શું અનુષ્કા એકલી એવી સ્ત્રી છે જેને હંમેશાં ટાર્ગેટ કરવામાં આવે છે, કારણ કે તેની પાસે મગજ છે? યાદ છે હિલેરી ક્લિન્ટન, જ્યારે તે માત્ર બિલ ક્લિન્ટનનાં પત્ની હતા અને બિલ ક્લિન્ટનનું કોઈની સાથે અફેર થયું ત્યારે તેઓ બિચારી પણ હતાં અને દુઃખિયારી પણ હતાં, પરંતુ જ્યારે તેમની ઓળખ માત્ર મિસિસ ક્લિન્ટન ન રહી અને તેઓ ઓબામાની સરકારમાં સિનેટમાં સામેલ થઈ, રાષ્ટ્રપતિપદનાં દાવેદાર બન્યાં, ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયાએ બિલ ક્લિન્ટનના બધા દોષ તેમના માથે નાખી દીધા. એવું કહેવામાં આવ્યું કે જે સ્ત્રી પતિને ના સાચવી શકી તે દેશ શું સાચવશે.

અભિનેત્રી ગુલ પનાગના પતિએ કાશ્મીર પણ ટિપ્પણી કરી તો ટોલર્સ ગુલ પનાગ વિશે જેમ-તેમ બોલવા લાગ્યા હતા. ગુલની છબિ તો બોલી શકે તેવી સ્ત્રીઓમાં છે. જોકે પુરુષોને કદી ટાર્ગેટ કરવામાં નથી આવતા, ભલે પછી તે બોલી શકે એવા હોય કે ન હોય.

ક્યારેય એવું સાંભળ્યું છે કે અનુષ્કાની ફિલ્મ ફ્લોપ થઈ અને એ માટે વિરાટ કોહલીને ગાળો પડી હોય. હિલેરી ચૂંટણી હારી ગયાં હોય અને જનલાએ ક્લિન્ટનને બોયકોટ કર્યા હોય. અત્યારે પણ ડ્રેગ્સ કેસમાં દીપિકા પાદુકોણ નિશાના પર છે તો રણવીર સિંહનું ક્યાંય નામ પણ નથી. લોકોને અનુરાગ કશ્યપ પર ગુસ્સો છે તો લોકો નફરત તેમની દીકરી આલિયા પર કાઢી રહ્યા છે. એનાથી ઊંધું ક્યારેય નથી થતું.

વિરાટ જીતે ત્યારે ક્રેડિટ અનુષ્કાને નથી મળતી. અનુષ્કા હારે ત્યારે જવાબદારી વિરાટની નથી હોતી. સ્ત્રીને જ દરેક ખરાબ પરિણામની જવાબદાર માનવામાં આવે છે. સારું કશું એના ભાગે નથી આવતું, પુરુષ દરેક સારી બાબત માટે હકદાર હોય છે. ખરાબ કંઈ પણ થાય તો તેના માટે તે જવાબદાર નથી હોતો. દુનિયા હંમેશાં એવી જ સ્ત્રીઓને ખરાબ માને છે જેની કોઈ ઓળખ હોય અને જેના મોઢામાં જીભ હોય.

અન્ય સમાચારો પણ છે...