તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Suicide Due To Drug Abuse (NCRB ADSI) 2019 Statistic Fact| How Many People Suicide Annually Due To Drug? And Which State Has The Most Suicide Cases Due To Drug?

ભાસ્કર ડેટા સ્ટોરી:શું સુશાંતની સુસાઈડનું કારણ પણ ડ્રગ્સ છે? છેલ્લાં 5 વર્ષમાં ડ્રગ્સને લીધે રોજ 17 આત્મહત્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ

2 દિવસ પહેલાલેખક: આદિત્ય સિંહ
  • કૉપી લિંક

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ ઉમેરાઈ ગયો છે. એને લીધે પ્રશ્નો થઈ રહ્યા છે કે શું સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ ડ્રગ્સ છે? આ પ્રશ્ન થવાનું કારણ પણ એની જગ્યાએ સાચું છે, કારણ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો(NCRB)ના આંકડા પ્રમાણે, છેલ્લાં 5 વર્ષમાં ડ્રગ્સને લીધે 31 હજાર આત્મહત્યા થઈ છે. 2019માં સૌથી વધારે 7860 સુસાઈડ થઈ. આ પાંચ વર્ષના આંકડા જોઈએ તો રોજ 17 સુસાઈડ અને 2019ના આંકડા પ્રમાણે, રોજ 21 સુસાઈડનું કારણ ડ્રગ્સ છે.

આ આંકડા ચોંકાવનારા છે કે દરેક વર્ષે ડ્રગ્સને લીધે થતી આત્મહત્યાની સંખ્યા વધી રહી છે. વર્ષ 2015થી 2016માં 41% વધારે. 2016થી 2017માં 29% વધારે, 2017થી 2018માં 7% વધારે અને 2018થી 2019માં 9.7% વધારે સુસાઈડ થઈ. 2016 પછી સુસાઈડના કેસમાં ડ્રગ્સનો ઉપયોગ એક મોટી સમસ્યા બનીને સામે આવી છે.

છેલ્લાં 5 વર્ષમાં ડ્રગ્સને કારણે થયેલી સુસાઈડમાં પુરુષો અને મહિલાઓની સંખ્યાની સરખામણી કરવી પણ યોગ્ય નથી. 2015થી 2019 સુધી ડ્રગ્સને કારણે સુસાઈડ કરનારા પુરુષો 95%થી 98.2% રહ્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે.

જો આપણે ફક્ત 2019માં ડ્રગ્સને કારણે આત્મહત્યાના આંકડા જોઈએ તો, મહારાષ્ટ્ર 2,256 સાથે આગળ છે. બીજા નંબરે કર્ણાટક (1,133 કેસ) છે, જેની સંખ્યા મહારાષ્ટ્ર કરતાં અડધી છે. મધ્ય પ્રદેશમાં 1,099 (એટલે કે 14%), તામિલનાડુમાં 1.042 (એટલે કે 13.25%) અને કેરળમાં 792 (એટલે કે 10%) છે. આ પાંચ રાજ્યમાં કરવામાં આવેલી સુસાઈડને જોડીએ તો એ દેશમાં ડ્રગ્સને કારણે થયેલી સુસાઈડના 81% થાય છે.

ભલે મહારાષ્ટ્રમાં ડ્રગ્સને લીધે આત્મહત્યાની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ વસતિની સરખામણીએ આ મૃત્યુની સંખ્યાને જોવા જઈએ તો કેરળ સૌથી આગળ છે, એટલે કે ત્યાં દર દસ લાખની વસતિ પર 23 લોકો ડ્રગ્સના કારણે સુસાઈડ કરી રહ્યા છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર (18), કર્ણાટક (17), તામિલનાડુ (14) અને મધ્ય પ્રદેશન (13) આવે છે.

જ્યારે આપણે રાજ્યોથી આગળ શહેરોમાં જઈએ છીએ, ત્યારે ચોંકાવનારા આંકડા સામે આવે છે. ચેન્નઈમાં સૌથી વધારે 329 લોકોએ ડ્રગ્સને કારણે સુસાઈડ કરી હતી. ત્યાર બાદ બેંગ્લુરુ (143), નાગપુર (94), મુંબઈ (88), અને પુણે (70)નો નંબર આવે છે, એટલે કે ટોચનાં 2 શહેર દક્ષિણ ભારતીય છે, જ્યારે ટોચનાં 5 શહેરમાં ત્રણ શહેર એકલાં મહારાષ્ટ્રનાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો