• Gujarati News
  • Dvb original
  • Such A Coincidence On The Gurupushya Constellation After 677 Years; Gold And Property Will Become People's First Choice, And Sales Of Cars And Bikes Are Expected To Increase

મેગા સ્ટોરી:677 વર્ષ બાદ ગુરુપુષ્ય નક્ષત્ર પર આવો સંજોગ; ગોલ્ડ અને પ્રોપર્ટી બનશે લોકોની પ્રથમ પસંદ, કાર અને બાઇકના વેચાણમાં પણ વધારો થવાની આશા

એક વર્ષ પહેલા

તહેવારોનો માહોલ જામી રહ્યો છે. કોરોનાને પાછળ ધકેલીને હવે ઘરો અને બજારોમાં રોનક પરત ફરી રહી છે. નવરાત્રિ અને દશેરામાં ગ્રાહકોની વધતી ભીડથી વેપારીઓ પણ જોશમાં આવી ગયા છે. ડિજિટલ માર્કેટિંગ ટેકનૉલોજી ફર્મ InMobiના એક સર્વે મુજબ આ ફેસ્ટિવલ સીઝનમાં શોપિંગ પર એક ભારતીય સરેરાશ 21 હજાર રૂપિયા ખર્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.

એવામાં દિવાળી પહેલા 28 ઓકટોબરે ખરીદી અને રોકાણનું મહામુહૂર્ત આવી રહ્યું છે. જેનું નામ છે- ગુરુપુષ્ય નક્ષત્ર. આ મેગા સ્ટોરીમાં અમે ગુરુપુષ્ય નક્ષત્ર, તેનું મહત્વ, ફેસ્ટિવ સીઝનને લઈને બજારની તૈયારીઓ અને ખરીદી બાબતની જરૂરી ટિપ્સ સહિતની વાતો જણાવી રહ્યા છીએ...