કરિયર ફન્ડા:સિવિલ સર્વિસીઝ પ્રીલિમ્સની સફળ તૈયારી; હાલ શરૂ કરનારા સ્ટુડન્ટ્સ યોગ્ય રીતે સમજે

એક મહિનો પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

सिविल सर्विसेज एक्साम्स की तैयारी का बस इतना सा फसाना है, आग का दरिया है और डूब के जाना है। ~ अज्ञात

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

UPSC દ્વારા દર વર્ષે અધિકારીઓની ભરતી માટે સિવિલ સેવા પરીક્ષા આયોજિત કરવામાં આવે છે. આ દેશની સૌથી ટફ એક્ઝામ્સમાંથી એક છે, જેના ત્રણ તબક્કા હોય છે- (i) પ્રીલિમ્સ (પ્રારંભિક પરીક્ષા), (ii) મેઇન્સ (મુખ્ય પરીક્ષા) અને (iii) ઇન્ટરવ્યુ.

આજે આપણે પ્રીલિમ્સની વાત કરીશું. મારા દ્વારા આપવામાં આવેલી આ ટિપ્સ તમામ સ્ટેટ PSC એક્ઝામ્સ માટે પણ યોગ્ય છે.

પહેલો તબક્કો- પ્રારંભિક પરીક્ષામાં બે પેપર GS 1 (સામાન્ય અધ્યયન) અને GS 2 (CSAT) હોય છે, બંને વસ્તુનિષ્ઠ (મલ્ટીપલ ચોઈસ) પ્રકારના હોય છે. GSમાં 100 તેમજ GS 2માં 80 પ્રશ્ન હોય છે. પ્રત્યેક પેપર માટે 2 કલાક સમય આપવામાં આવે છે. પ્રત્યેક પ્રશ્નના બે માર્ક હોય છે, ખોટો જવાબ આપવા પર એક તૃતીયાંશ નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવે છે. GS 1માં કટ-ઓફ માર્ક્સ આયોગ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે, જ્યારે GS 2 માત્ર અહર્તા પરીક્ષા છે કુલ માર્ક્સના 33% લાવવાના હોય છે.

યોગ્ય સ્ટ્રેટેજીથી તમે ઉમદા પર્ફોર્મ કરીશું
GS 1 (સામાન્ય અધ્યયન)માં પૂછવામાં આવતા 100 પ્રશ્ન ત્રણ રીતે પૂછવામાં આવે છે.

1) પહેલા સીધા પ્રશ્ન, જેમાં પ્રશ્ન પછી તરત જ વિકલ્પ આપવામાં આવ્યા હોય છે.
2) બીજા, સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નો, જેમાં એકથી વધુ સ્ટેટમેન્ટ્સ યોગ્ય કે ખોટા હોઈ શકે છે.
3) અને ત્રીજો, જોડી બનાવવા અંગેના પ્રશ્નો. આ ત્રણ પ્રકારના પ્રશ્નોની કોઈ નિશ્ચિત સંખ્યા નથી હોતી.

GS 1(સામાન્ય અધ્યયન)માં સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, આર્થિક અને સામાજિક વિકાસ, ભારતીય અને વિશ્વ ભૂગોળ, પર્યાવરણસંબંધી, જૈવ વિવિધતા અને જળવાયુ પરિવર્તન પર સામાન્ય મુદ્દા, ઈતિહાસ, અને સંસ્કૃતિ, ભારતીય રાજનીતિ અને શાસન તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વર્તમાન ઘટનાઓ પર પ્રશ્ન પૂછવામાં આવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી ફુલી સોલ્વ્ડ પેપર્સ અહીં જુઓ- https://bit.ly/upscias

દરેક સબ્જેક્ટની સ્ટ્રોંગ ટિપ્સ

1) સામાન્ય વિજ્ઞાન, જીવન વિજ્ઞાન તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી છેલ્લાં અનેક વર્ષોથી GSનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે, પ્રશ્ન મુખ્ય રૂપે ભારતમાં થઈ રહેલા ઘટનાક્રમમાંથી પૂછવામાં આવે છે. પ્રશ્ન રોજબરોજના વિજ્ઞાનની સામાન્ય સમજ અને સમજણને કવર કરે છે.

2) આર્થિક અને સામાજિક વિકાસ- એમાં વિકાસ, ગરીબી, સામાજિક-આર્થિક સમાવિષ્ટ, જનસાંખ્યિકી, સામાજિક ક્ષેત્ર સહિતના મુદ્દાઓ સામેલ છે. આ ક્ષેત્રમાં મોટા ભાગના પ્રશ્ન ભારતીય અર્થવ્યવસ્થામાં હોય છે, પરંતુ ગ્લોબલ ઈકોનોમી રિલેટેડ એવી ઘટનાઓ, જેની અસર ભારતમાં પણ જોવા મળે છે એવા પ્રશ્ન પણ પૂછવામાં આવી શકે છે.

UPSC ફ્રી લેક્ચર્સ (હિન્દી અને ઈંગ્લિશ) અહીં વાંચો- https://bit.ly/upscstudy

3) ભારતીય અને વિશ્વ ભૂગોળ, પર્યાવરણ- જેમાં ભારત અને વિશ્વનું ભૌતિક, સામાજિક, આર્થિક, ભૂગોળ, પર્યાવરણ પરિસ્થિતિ, જૈવ વિવિધતા અને જળવાયુ પરિવર્તન સાથે સંબંધિત સામાન્ય મુદ્દાઓ સામેલ હોય છે. પ્રશ્નોમાં વૈચારિક મુદ્દાઓ પર જોર આપવામાં આવે છે. વિશ્વ ભૂગોળમાં કરન્ટ ડેવલપમેન્ટ્સ પર વધુ જોર આપવામાં આવે છે.

પ્રીલિમ્સ પરીક્ષાનો એક નવો અધ્યાય પર્યાવરણ સાથે સંબંધિત પ્રશ્નો પર છે. પ્રીલિમ્સમાં આ એરિયાથી 15-25 પ્રશ્ન સુધી પૂછવામાં આવે છે.

4) ઈતિહાસ અને સંસ્કૃતિ- જેમાં ભારતનો પ્રાચીન (એશિયન્ટ), મધ્યકાલીન (મીડીએવીલ) અને આધુનિક ઈતિહાસ (મોડર્ન ઈન્ડિયન હિસ્ટ્રી) અને ભારતીય રાષ્ટ્રીય આંદોલન સામેલ છે. આ એરિયાથી પૂછવામાં આવતા પ્રશ્નોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ ડિફિકલ્ટી લેવલ વધી ગયું છે.

5) ભારતીય રાજનીતિ અને શાસન- આ વિષયથી ભારતના બંધારણ, રાજનીતિક વ્યવસ્થા, પંચાયતી રાજ, સાર્વજનિક નીતિ, અધિકાર મુદ્દા સહિતના ક્ષેત્રોમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી પણ મૌલિક અધિકાર, મૌલિક કર્તવ્ય અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંત, કેન્દ્ર સરકાર, ભારતીય ન્યાયપાલિકા, બંધારણમાં વિભિન્ન સંશોધનોની યાદી, પંચાયતી રાજ, ભારતની સંઘવાદ સંરચના અને ચૂંટણીપ્રક્રિયા સહિતની વસ્તુઓ મુખ્ય છે. આ ક્ષેત્રના મોટા ભાગના પ્રશ્નો ડાયરેક્ટ હોય છે, જેનો સાવધાનીપૂર્વક અધ્યયન કરીને સહેલાઈથી ઉત્તર આપી શકાય છે.

6) કરન્ટ અફેર્સ- આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વર્તમાન ઘટનાઓ, જેમ કે ઈન્ટરનેશનલ સંબંધો, વિભિન્ન એરિયાઝની પર્સનાલિટીઝ, અવોર્ડ્સ એન્ડ ઓનર્સ, સંયુક્ત રાષ્ટ્ર અને તેની એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠન, મુખ્ય બિનસરકારી સંસ્થાઓ વગેરે પર પ્રશ્નો પૂછવામાં આવે છે. આ એક વિશાળ ક્ષેત્ર છે. આ એરિયાની તૈયારી માટે રોજ ન્યૂઝપેપર વાંચવા ઉપરાંત ભારત સરકારના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત ઈન્ડિયન ઈયરબુક, ઈકોનોમિક સર્વે, યોજના, કુરુક્ષેત્ર, ઈપીડબ્લ્યુ, ઈન્ડિયા પેસ્પેક્ટિવ સહિતનાં મેગેઝિન્સ વાંચી શકાય છે.

આ વખતે અલગ અલગ સેક્શનથી પૂછવામાં આવતા પ્રશ્નોની સંખ્યા અલગ અલગ હોય છે. પૂછવામાં આવતા પ્રશ્નોનો નેચર સામાન્ રીતે બેઝિક પ્રિન્સિપલ્સ, તેમના એપ્લિકેશન, ફેક્ચ્યુઅલ ઈન્ફોર્મેશન અને કરન્ટ અફેર્સ પર હોય છે. કેટલાક પ્રશ્નો સિદ્ધાંતોના પ્રેક્ટિકલ ઈસ્પેક્ટસ પર આધારિત હોય છે. અનેક પ્રશ્ન કોર્સના એકથી વધુ ભાગોની સાથે ઓવરલેપ કરે છે. સિવિલ સર્વિસીઝ પ્રીલિમ્સ એક્ઝામ માટે આ તમામ વિષયોના ગ્રેજ્યુએશન લેવલથી થોડા નીચે સુધીના નોલેજ હોવું જોઈએ અને એની તૈયારી માટે 12થી 15 મહિના લાગે છે.

આજનું કરિયર ફન્ડા એ છે કે સિવિલ સર્વિસીઝમાં સિલેબ્સ સ્ટ્રક્ચરને સમજીને શરૂ કરો, એક્ઝામ પેટર્ન વાંચો અને પછી પુસ્તકોમાં ડૂબી જાઓ.

કરીને દેખાડીશું.