તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Students Who Have Done CS, CA, Or CMA Will Be Able To Get Admission In P.hd Without PG, Exemption Given By UGC From The Criteria Of PG

ગુડ ન્યૂઝ:CS, CA, કે CMA કરેલ વિદ્યાર્થીઓ PG વિના જ Ph.dમાં પ્રવેશ મેળવી શકશે, UGCએ PGના ક્રાઇટેરિયામાંથી આપી છૂટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં CSના વિદ્યાર્થીઓનું કોન્વોકેશન યોજાયુ
  • CSના કોર્સના ડિફીકલ્ટી લેવલમાં કોઇ રાહત નહિ મળે-નેશનલ પ્રેસિડન્ટ

CS, CA, કે CMA કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓ અને હાલ કંપની સેક્રેટરીની પ્રેક્ટિસ કરી રહેલા પ્રોફેશનલ્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. UGCએ હવેથી આ ત્રણ કોર્સ કરી ચૂકેલ પ્રોફેશનલ્સ માટે Ph.dના અભ્યાસ માટે પોસ્ટ ગ્રેજ્યુએશનના ક્રાઇટેરિયામાંથી મૂક્તિ આપવાનો નિર્ણય લીધો છે, જેથી હવે આ પ્રોફેશનલ અભ્યાસ કોર્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ કે જેઓ Ph.d કરવા ઇચ્છતા હોય, તેમને બે વર્ષ બચશે અને સીધો તેમાં પ્રવેશ મેળવી શકશે. જે અંગે કંપની સેક્રેટરીના નેશનલ પ્રેસીડન્ટન્ટ નગેન્દ્ર રાવે માહિતી આપી. સાથે-સાથે ICSI એટલે કે ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા તરફથી શરૂ કરાયેલ શહિદ કી બેટી અભિયાન અંગેની માહિતી આપી
CS, CA, કે CMA પ્રોફેશનલ્સ માટે Ph.d કોર્સમાં પ્રવેશ બનશે સરળ
અમદાવાદ ખાતે આયોજિત કંપની સેક્રેટરીનો અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓના દિક્ષાંત સમારોહમાં હાજરી આપવા આવેલ CS નગેન્દ્ર રાવે જણાવ્યુ કે, હવે તેમના પ્રોફેશનલ કોર્સને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ તરીકે ગણીને Ph.dમાં પ્રવેશ મેળવી શકાશે, તેને 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોર્સ કરવાની જરૂર નહિ પડે. એટલે કે જે-તે યુનિવર્સિટીમાં તે પી.જી કર્યા વિના જ પ્રવેશ મેળવી શકશે. હાલ અન્ય કોર્સના વિદ્યાર્થીઓ માટે Ph.dમાં પ્રવેશ માટે ગ્રેજ્યુએશન બાદ PG ફરજિયાત છે. ગુજરાતમાં હાલ CA, CS, CMA સહિત અંદાજે 25 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમને આ લાભ મળશે

કોન્વોકેશન સમારહોમાં વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી
કોન્વોકેશન સમારહોમાં વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી

ગિફ્ટ કે બુકેનો કોન્સેપ્ટ બંધ કર્યો, તે ખર્ચ શહિદોની દિકરીના શિક્ષણ માટે વાપર્યો
ICSIના નેશનલ પ્રેસિડન્ટે "શહિદ કી બેટી' નામની રસપ્રદ યોજના અંગે પણ માહિતી આપી. જેમાં તેમના કોઇ પણ કાર્યક્રમમાં મહેમાન કે અન્ય કોઇ વ્યક્તિને બુકે કે ગિફ્ટ આપવાની પ્રથા બંધ કરી, જેમાંથી બચેલી રકમ તેઓ દેશમાં શહિદ થયેલ જવાનોની દિકરીની શિક્ષણની ફિ માટે આપે છે. વર્ષ 2017થી આ યોજનાની શરૂઆત કરાવી હતી, જેમાં અત્યાર સુધી 25 લાખની રકમ રક્ષા મંત્રાલયમાં જમા કરાવી ચૂક્યા છે. દર 3-4 મહિને તેઓ બચત કરેલ રકમ જમા કરાવે છે.આ ઉપરાંત કોવિડમાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓ કે જેઓ એક્સિક્યુટિવમાંથી પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવે તેમના માટે ફિ માફી કરવાની જાહેરાત તેમને કરી છે.

ICSIના નેશનલ પ્રેસિડન્ટ નગેન્દ્ર રાવ
ICSIના નેશનલ પ્રેસિડન્ટ નગેન્દ્ર રાવ

CS કોર્સના ડિફીકલ્ટી લેવલમાં રાહત નહિ મળે
મીડિયા સાથે વાત કરતા નગેન્દ્ર રાવે જણાવ્યુ કે સી.એસના કોર્સના ડિફીકલ્ટી લેવલમાં કોઇ રાહત નહિ મળે. કારણ કે દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સી.એસનું યોગદાન મહત્વનુ હોય છે, જેથી તેઓ ક્વોલિટી જાળવી રાખવા માંગે છે, ઉપરાંત જેમ-જેમ કોર્પોરેટ સેક્ટરમાં નવા કાયદા અમલમાં આવતા જાય છે, તેમ-તેમ અભ્યાસક્રમમાં પણ તેનો શમાવેશ કરવામાં આવે છે. આ સિવાય તેમને એવો પણ દાવો કર્યો કે કોવિડના સમયમાં જ્યાં એક તરફ બિઝનેસ ભલે ડાઉન રહ્યાં હોય પરંતુ CSR હેઠળ આવતા ફંડ કે એક્ટિવીટીમાં કોઇ ફર્ક નથી પડ્યો. કોવિડના સમયમાં મોટી-મોટી નામાંકિત કંપનીઓએ સારા પ્રમાણમાં આર્થિક મદદ કરી છે.
દિક્ષાંત સમારોહમાં પશ્ચિમ રિઝનના વિદ્યાર્થીઓને પદવી અપાઇ
અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત દિનેશ હોલ ખાતે આયોજિત કોન્વોકેશનમાં કુલ 264 સી.એસ થઇ ચૂકેલ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. જેમાં પશ્ચિમ રિઝન એટલે કે રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્રના સી.એસના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા, જેમને ડિગ્રી આપવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...