• Gujarati News
  • Dvb original
  • Students And Professionals Can Use Philosophy; Become A Practical Philosopher, Win The Battle Of Life

કરિયર ફન્ડા:સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ યુઝ કરી શકે છે ફિલોસોફી; બનો પ્રેક્ટિકલ ફિલોસોફર, જીતો લાઇફની બાજી

10 દિવસ પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

"સાચી આઝાદી મેળવવા માટે તમારે દર્શનશાસ્ત્ર (ફિલોસોફી)નું ગુલામ હોવું જોઈએ."
- ગ્રીક ફિલોસોફર એપિક્યુરસ

કરિયર ફન્ડામાં સ્વાગત છે! મેં અનેક લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે ફિલોસોફી એક બેકાર સબ્જેક્ટ છે, જેનો ડેઈલી લાઈફમાં કોઈ જ યુઝ નથી, ટાઈમ વેસ્ટ ન કરો. પરંતુ શું આ સાચું છે? જોઈએ કેવા પ્રકારની ફિલોસોફીનું જ્ઞાન આપણાં જીવનમાં યુઝફુલ થઈ શકે છે.

સૌથી પહેલા, હું તમને પાંચ સવાલ પૂછું છું
1) જીવન શું છે
2) તમે ખુશ ક્યારે અને કેમ થાવ છો
3) તમારા જીવનનો હેતુ શું છે
4) દુઃખ હંમેશા આજુબાજુ કેમ જોવા મળે છે
5) આ દુનિયામાં તમારા સંબંધોનો અર્થ શું છે

શું તમે યોગ્ય રીતે તેનો જવાબ આપી શકો છો? પ્રયાસ કરો.

સારું એક છઠ્ઠો સવાલ પણ- તમે વીડિયો જોયો આજનો? અને ફીડબેક ફોર્મ ભરી રહ્યાં છે? થેન્ક યૂ.

ફિલોસોફી શું છે
જે પ્રકારે સાયન્સ આ વાતનો ઉત્તર શોધવાનો પ્રયાસ કરે છે કે ભૌતિક રીતે આપણે શું છીએ, અને આ સંસાર કઈ રીતે બન્યો છે, તે રીતે જ ફિલોસોફી મોટા પ્રશ્નોના જવાબ શોધે છે જેમકે (1) આપણે કેમ છીએ? (2) યોગ્ય શું છે? (3) ખોટું શું છે? (4) નોલેજ શું છે? (5) આપણે જીવન કેવું જીવવું જોઈએ? (6) ઈશ્વર છે કે નહીં?

ડેઈલી લાઈફમાં પ્રેક્ટિકલ લેવલ પર આ આપણને જીવન જીવવાના ક્લિયર-કટ વિઝન આપે છે, અને જે ફોર્સિસ આપણી લાઈફને ઈફેક્ટ કરે છે, તેને સમજવાના રીત શીખવે છે.

પાગલ હાથી,અંધવિશ્વાસ, મોતનો સાક્ષાત્કાર

1) એક વખત એક ગુરુએ પોતાના શિષ્યને શીખવ્યું કે ઈશ્વર દરેક જગ્યાએ છે- તારામાં, મારામાં દુનિયાના દરેક જાનવર અને દરેક વસ્તુમાં. શિષ્યએ આ વાત ગાંઠ બાંધી લીધી. એક વખત શિષ્ય જે રસ્તેથી પસાર થઈને જઈ રહ્યાં હતા ત્યાં એક હાથી પાગલ થઈ ગયો હતો. તમામ લોકો બૂમો પાડતા, શિષ્ય જે દિશામાં ચાલતો હતો તેનાથી ઊંધી દિશામાં ભાગી રહ્યાં હતા. તેમાંથી કેટલાંક દોડતાં-દોડતાં શિષ્યને જણાવી રહ્યાં હતા કે, "જીવ બચાવવો છે તો ભાગો", "અરે! ત્યાં નથી જવાનું, ત્યાં હાથી પાગલ થઈને લોકોને ચગદી રહ્યો છે."

2) શિષ્યએ વિચાર્યું કે આ લોકો તો મૂર્ખ છે. જ્યારે મારામાં પણ તે જ ભગવાન છે જે હાથીમાં છે, તો પછી ડરવાનું શું. તે તેજ દિશામાં ચાલતો રહ્યો. આગળ ચાલ્યો તેને હાથીનો મહાવત દોડતાં-બચતાં આવતો દેખાયો, જેને તેને વોર્નિંગ આપી કે ભાગો, જીવ બચાવો. પરંતુ શિષ્ટ અડગ રહ્યો- મારી અંદર પણ ઈશ્વર, હાથીની અંદર પણ ઈશ્વાસ, આજે ઈશ્વરથી ઈશ્વરનો સાક્ષાત્કાર થશે.

3) પાગલ હાથીએ શિષ્યને સૂંઢમાં ઉઠાવીને ફેંકી દીધો અને શિષ્યને ઘણી ઈજા થઈ. તે સ્થિતિમાં જ તેને આશ્રમમાં લઈ જઈને પલંગ પર સુવડાવી દીધો અને સારવાર કરવામાં આવી. થોડીવાર પછી શિષ્ય ભાનમાં આવ્યો. તે નજીક ઉભેલા પોતાના શિક્ષકને પૂછવા લાગ્યો, "ગુરુજી તમે તો કહ્યું હતું કે બધાંમાં ભગવાન છે પરંતુ હાથીએ ક્રૂરતાથી મને પટકી પટકીને માર્યો"

4) ગુરુએ સમજાવ્યું, "તને હાથીમાં તો ભગવાન દેખાયો પરંતુ તે મહાવતની અંદર નહીં જે તને હાથીથી બચવા માટે કહી રહ્યો હતો." અને તેનાથી પણ વધારે "હાથીને કઈ રીતે જણાવીએ કે બધાંમાં ભગવાન છે?"

આ ઉદાહરણ મેં ભારતીય દર્શન (ઈન્ડિયન ફિલોસોફી)ની ગંગોત્રી અર્થાત ઉપનિષદમાંથી લીધું છે.

જીવન જીવવાની રીત
કહેવાનો અર્થ એ છે કે ફિલોસોફીની સમજણ અને નોલેજ તમને જીવન જીવવાનો એક ક્રિસ્ટલ ક્લિયર વ્યૂ આપે છે, કોઈ કન્ફ્યૂઝન નથી રહી જતું, અને તમે ઘટનાઓને ક્લિયારિટીની સાથે જોઈ શકો છો.

પાંચ પ્રેક્ટિકલ ઉદાહરણ

લાઈફમાં ફિલોસોફી યૂઝ કરવાની પાંચ તક

1) માતા-પિતા સાથે બાળકોનું ન બનવું.
2) બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડમાં જીવનને લઈને થતી તકરાર.
3) તમારા કોમ્પિટિટર કંપની દ્વારા માર્કેટ શેર ઝુંટવી લેવા.
4) તમારી ફાયનાન્સિયલ પોઝિશન વીક હોવી.
5) જીવનમાં શાંતિનો અનુભવ ક્યારેય ન થવો.

આ પાંચ સિચ્યુએશનમાં, જો તમે "ઉણપ મારી અંદર છે" વિચારવાનું શરુ કરશો, ત્યારે તમને બીજીના વિચારો સમજાવવા લાગશે, અને પછી કોઈ વચ્ચેનો રસ્તો નીકળી જશે. આ જ ફિલોસોફી છે, અને આ જ જીવનમાં આગળ વધવા માટેની રીત પણ.

પરંતુ આવું વિચારવા માટે તમારે તમારી અંદર ફંફોળવું પડશે, વિનમ્ર બનવું પડશે અને એક ફિલોસોફરનો અંદાજ અપનાવવો પડશે.

તો આજનું લર્નિંગ એ છે કે

1) ફિલોસોફી લોજિકલી વિચારવા અને સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે
લોજિક, ફિલોસોફીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેના પર ઈસ્ટર્ન અને વેસ્ટર્ન બંને ફિલોસોફિયોમાં ઘણું બધું લખવામાં આવ્યું છે. વિશ્લેષણથી તમે એક સારા વિચારક બની શકો છો.

2) ફિલોસોફી કોમ્યુનિકેશન સ્કિલ્સ વધારે છે
આ સેલ્ફ-એક્સ્પ્રેશનના કેટલાંક બેઝિક ટૂલ્સ પ્રદાન કરે છે- જેમકે સારી રીતે નિર્મિત, વ્યવસ્થિત લોજિકના માધ્યમથી વિચારો (બોલીને કે લખીને)ને રજૂ કરવાની સ્કિલ્સ.

3) ફિલોસોફીના નોલેજથી સમજાવવાની શક્તિ વધે છે
આ આપણને સમજાવવાની આપણી ક્ષમતાને વિકસિત કરવામાં મદદ કરે છે. આજે આપણાં વિચારોના નિર્માણ અને બચાવ કરવાનું શીખીએ અને તે વ્યક્ત કરવાનું શીખીએ છે કે આપણે આપણા વિચારોને વિકલ્પો માટે ઉમદા કેમ ગણીએ છીએ.

આજનું કરિયર ફન્ડા એ છે આપણે માત્ર રોજીંદાની ભૌતિક લડાઈઓમાં જ વ્યસ્ત રહીને આપણો પોતાનો દુરુપયોગ ન કરો, વિચારવાનું શીખો, અને જીવનને ઉકેલવાનું શીખો. ખુશી પોતાની જાતે જ મળવા લાગશે.

કરીને દેખાડીશું!